મેનકા - એક પહેલી

(505)
  • 62.3k
  • 42
  • 32.3k

અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં સમયની મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક નજરથી જ અનેકો ઘાયલ થઈ જાય, ને એનાં મખમલી સ્પર્શથી તો જાણે સામેનો વ્યક્તિ દુનિયામાંથી ઉઠી જ જાય. એનું રૂપ ગમે તેની તપસ્યા ભંગ કરવા પૂરતું હતું.

Full Novel

1

મેનકા - એક પહેલી - 1

મેનકા- એક પહેલીખુદની સાથે જ ન્યાય માટે લડતી સુપરસ્ટાર મેનકાની કહાની.જેની આખરે જીત થઈ. અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક નજરથી જ અનેકો ઘાયલ થઈ જાય, ને એનાં મખમલી સ્પર્શથી તો જાણે સામેનો વ્યક્તિ દુનિયામાંથી ઉઠી જ જાય. એનું રૂપ ગમે તેની તપસ્યા ભંગ કરવા પૂરતું હતું. એક છોકરીનું આવું વર્ણન સાંભળીને કોઈ પણ તેનાં પ્રત્યે પાગલ બની જાય. એમાં કંઈ ખોટું નથી. સુંદરતા સાથે કોઈ વ્યક્તિનો જીવ લઈ શકવા સક્ષમ એવી છોકરી માટે તો કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ સામે ...Read More

2

મેનકા - એક પહેલી - 2

મેનકા સવારે ઉઠીને શૂટિંગ પર જવાં તૈયાર થતી હતી. એ સમયે જ તેનાં ઘરનાં દરવાજે કોઈએ દસ્તક દીધી. મેનકાએ થઈને દરવાજો ખોલ્યો. "એય, આ જો તું જે માનવ મહેતાની ફિલ્મની હિરોઈન હતી ને...એ માનવ મહેતાનું કાલ રાતે મર્ડર થઈ ગયું." મેનકાના ઘરની સામે રહેતી અંજલીએ આવીને કહ્યું. અંજલી મેનકાથી ત્રણ વર્ષ મોટી હતી. તેની પાસે દુનિયાભરની ખબરો રહેતી. મેનકા તેની ઘરે ન્યૂઝ પેપર નાં મંગાવતી. તેનું એકમાત્ર કારણ અંજલી જ હતી. કેમ કે, અંજલી રોજ સવારે જે સનસનીખેજ ખબરો હોય. એ મેનકાને આવીને સંભળાવતી. મેનકાએ અંજલીની વાતનો કોઈ જવાબ નાં આપ્યો. અંજલી પેપર સાથે જ મેનકાના ઘરની અંદર ઘુસી ...Read More

3

મેનકા - એક પહેલી - 3

મેનકાનો હતાશ ચહેરો જોઈને કાર્તિક તેની પાસે બેસી ગયો. તેણે મેનકાને પોતાની છાતી સરસી ચાંપી લીધી. મેનકાની આંખમાંથી એક સરકી પડ્યું. જેણે કાર્તિકના શર્ટ પર એક નિશાન છોડી દીધું. "ગરમાગરમ ચા તૈયાર છે. પહેલાં ચા પી લઈએ. પછી વાતો કરીશું." કેતને ચાનો કપ મેનકાના હાથમાં આપીને કહ્યું. મેનકાએ કેતનના હાથમાંથી ચાનો કપ લઈને એમાંથી એક ઘૂંટ ચા પીધી. કેતન બે કપ જ ચા લઈને આવ્યો હતો. એક પોતાનાં માટે અને એક મેનકા માટે... કાર્તિક માટે ચા ન હતી બની. એ જોઈને મેનકાને નવાઈ લાગી. મેનકા કેતન તરફ જોવાં લાગી. કેતન કાર્તિક તરફ જોવાં લાગ્યો. કાર્તિક કાંઈ પણ બોલ્યાં વગર ...Read More

4

મેનકા - એક પહેલી - 4

મેનકાએ બીજાં લોકોને પણ બોલાવ્યાં હતાં. એ સાંભળીને હિમાંશુને થોડી નવાઈ લાગી. પણ તે મેનકા સાથે કામ કરવાનો હાથમાં મોકો હાથમાંથી જવા દેવા માંગતો ન હતો. હિમાંશુ પરાણે ચહેરા પર સ્માઈલ લાવીને, મેનકા જે તરફ ઉભી હતી. એ તરફ ગયો. "બહું સારું કામ કર્યું. બધાંને એકસાથે જ બોલાવીને." હિમાંશુએ અચાનક જ ચહેરા પરનાં હાવભાવ બદલીને કહ્યું. "તો જે ચર્ચા કરવાની છે. એ કરી લઈએ. પછી મારે કામ છે." મેનકાએ ઉતાવળ દર્શાવતાં કહ્યું. મેનકા બધાં લોકો સાથે સેટ પર રહેલી એક ઓફિસની અંદર જતી રહી. હિમાંશુ પણ પોતાની કિસ્મતને કોસતો બધાં લોકોની પાછળ ગયો. હિમાંશુ બધાંને તેનાં રોલ વિશે સમજાવવા ...Read More

5

મેનકા - એક પહેલી - 5

બારીનો પડદો ઉડતાં જ પવનની એક લહેરખી મેનકાના રૂમની અંદર પ્રવેશી. એ સાથે જ મેનકાની ઉંઘ ખુલી ગઈ. મેનકા મરડીને પથારીમાં બેઠી થઈ. આલ્બમને ફરી કબાટમાં મૂકીને, બેડ પરની ચાદર સરખી કરીને તે નહાવા જતી રહી. ભીનાં વાળમાં ટુવાલ લપેટીને મેનકા બાથરૂમની બહાર નીકળી. એ સાથે જ ઘરનાં દરવાજે કોઈએ બેલ વગાડી. સવાર સવારમાં કોણ આવ્યું હશે. એમ વિચારી મેનકા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખુલતાં જ સામે મેનકાની ઘરે કામ કરવાં આવતી. એ કામવાળી બાઈ ઉભી હતી. "અરે, માલતિ તું આવી ગઈ!? તું તો બે દિવસ પછી આવવાની હતી ને??" મેનકાએ માલતિને જોઈને ખુશ થતાં પૂછ્યું. "હાં, આવવાની તો ...Read More

6

મેનકા - એક પહેલી - 6

હિમાંશુ મેનકાના ઘરની બહાર કારની વિન્ડોમાથી મેનકાને જોતો હતો. મેનકા તેનાં રૂમની બારી પાસે ઉભી હતી. અચાનક જ મેનકાનુ રોડ પર પડ્યું. એ સાથે જ તે બારી બંધ કરીને રૂમની અંદર જતી રહી. મેનકાએ બારી બંધ કરી દીધી. એ જોઈને હિમાંશુનુ મોં લટકી ગયું. તે કાર લઈને પોતાની ઘરે જતો રહ્યો. તેનાં મનને ક્યાંય ચેન પડતું ન હતું. મેનકા રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ. એ સમયે તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. જેમાં હિમાંશુના બે મિસ્ડ કોલ હતાં. જે મેનકાએ અવગણી કાઢ્યાં. તેણે હિમાંશુને કોલ બેક કરવાની તસ્દી પણ નાં લીધી. મેનકા કાલે કાર્તિકનો જન્મદિવસ હતો. એ માટેની તૈયારી ...Read More

7

મેનકા - એક પહેલી - 7

વહેલી સવારે મેનકા કેતનની ઘરે પહોંચી ગઈ હતી. કાર્તિક રોજ વહેલી સવારે મોર્નિંગ વોક માટે જતો. જેનાં લીધે તે ન હતો. સ્વીટીએ મેના આવી દઈ....મેના આવી દઈ ની બૂમો પાડીને આખું ઘર માથે લીધું હતું. "સ્વીટી, હવે ચૂપ થઈ જા મારી માઁ...આપણે કાર્તિક આવે એ પહેલાં ઘણી બધી તૈયારી કરવાની છે." કેતને સ્વીટી સામે હાથ જોડીને કહ્યું. "કેમ?? આજે શું છે??" "આજે કાર્તિકનો જન્મદિવસ છે. એટલે જ મેનકા તેને સરપ્રાઈઝ આપવા માટે આવી છે." કાર્તિકનો જન્મદિવસ છે. એ સાંભળી સ્વીટી વધારે ઉછલકૂદ કરવાં લાગી. કેતન તેને શાંત કરાવતો હતો. અને સાથે સાથે મેનકાની તૈયારી કરવામાં પણ મદદ કરતો હતો. ...Read More

8

મેનકા - એક પહેલી - 8

સવારે આઠ વાગ્યે મેનકા શૂટિંગ પર જવાં માટે તૈયાર થતી હતી. વ્હાઈટ કલરનો શોર્ટ કુર્તો, નીચે બ્લૂ ફંકી જીન્સ મરૂન બાંધણીનો દુપટ્ટો નાંખીને મેનકા પોતાનું પર્સ લઈને રૂમની બહાર નીકળી. માલતિએ તેનાં માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. પણ મેનકાએ માત્ર કોફીનો કપ જ લીધો. નાસ્તાની પ્લેટ તેણે કિચનમાં જ રાખી દીધી "મેડમ, નાસ્તો??" માલતિએ બહાર ડાઇનિંગ ટેબલ પર બેઠેલી મેનકા સામે કિચનમાંથી જ નાસ્તાની પ્લેટ ઉંચી કરીને પૂછ્યું. "નાસ્તો નહીં. મોડું થઈ ગયું છે." કહેતાં મેનકા કોફીનો ખાલી કપ ટેબલ પર મૂકીને દરવાજો ચીરીને બહાર નીકળી ગઈ. મેનકા સેટ પર પહોંચી. ત્યારે બધાં આવી ગયાં હતાં. પણ હિમાંશુએ શુટિંગ ...Read More

9

મેનકા - એક પહેલી - 9

હિમાંશુનો એક મિત્ર દારૂની હાલતમાં એક છોકરીને લઈને ઉપર જતો હતો. છોકરીએ પણ દારૂ પીધેલો હતો.બંને લથડિયાં ખાતાં ઉપર હતાં. ઉપર પહોંચતા જ પહેલો રૂમ અનંત જાદવનો હતો. એ રૂમ ખુલ્લો જોઈને બંને રૂમમાં ઘુસી ગયાં. "હિમાંશુઉઉઉઉ....." હિમાંશુની લાશ ફર્શ પર પડેલી જોઈને તેનાં મિત્રનાં મોંઢેથી ચીસ નીકળી ગઈ. તેની ચીસ સાંભળીને બધાં લોકો નીચે હોલમાંથી ઉપર આવી પહોંચ્યા. "શું થયું??" હિતેશે ઉપર પહોંચીને હિમાંશુના મિત્રને પૂછ્યું. તેનાં મિત્રએ હિમાંશુની લાશ તરફ આંગળી ચીંધી. બધાંનાં લાશ જોઈને હોશ ઉડી ગયાં. મેનકાએ તરત જ પોલિસને બોલાવી લીધી. પોલિસે આવીને તપાસ કરી. એક જ અઠવાડિયામાં બે મોટાં ડાયરેક્ટરના મર્ડર થયાં હતાં. ...Read More

10

મેનકા - એક પહેલી - 10

મેનકા જ્યારે સેટ પર પહોંચી. ત્યારે શુટિંગ શરૂ થઈ ગઈ હતી. તેણે સેટ પર પહોંચતા જ પોતાનું કામ સંભાળી શુટિંગ પૂરી થયાં પછી બધાં મિટિંગ માટે એકઠાં થયાં. "તુષાર ચૌધરી સાથે વાતચીત કર્યા પછી અમે બંનેએ આવતાં મહિનાની પહેલી તારીખે ફિલ્મ રિલીઝ કરવાનું વિચાર્યું છે. જેનાં માટે બે દિવસ પછી એક પાર્ટી પણ રાખવામાં આવી છે." અનંત જાદવે બધી જાણકારી આપતાં મિટિંગની શરૂઆત કરી. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. એ વાત જાણીને બધાં તાળીઓ પાડવા લાગ્યાં. એ જોતાં જ અનંત જાદવને જાણ થઈ ગઈ, કે બધાં લોકોને તેમણે નક્કી કરેલી તારીખ પસંદ આવી છે. મેનકા તારીખ ...Read More

11

મેનકા - એક પહેલી - 11

પંદર દિવસ પછી.... આજે ફિલ્મ રિલીઝ થવાની હતી. મેનકા ત્યાં જવા માટે તૈયાર થઈ રહી હતી. બ્લેક કલરનુ ફ્રોક, નેકલેસ, બ્લેક હિલ્સ અને બ્લેક ઘડિયાળ પહેરીને મેનકાએ તેમાં સમય ચેક કર્યો. આઠ વાગી ગયાં હતાં. મેનકા તરત જ પોતાનું પર્સ લઈને ઘરની બહાર ભાગી. આજે મેનકા માટે સૌથી મોટી ખુશીનો દિવસ હતો. જે તેનાં ચહેરા પર નજર આવતું હતું. આજે તેની ખુબસુરતીમા ચાર ચાંદ લાગી ગયાં હતાં. જેનું તેનાં રૂપની સાથે એક બીજું કારણ તેનાં ચહેરા પરની મોટી સ્માઈલ હતી. મેનકાએ સી.જી. રોડ પર આવેલાં ટાઈમ સિનેમા થિયેટરની સામે કાર ઉભી રાખી. કારનો દરવાજો ખોલીને મેનકા જેવી બહાર નીકળી. ...Read More

12

મેનકા - એક પહેલી - 12

મેનકા તુષારની લોહીમાં લથપથ લાશ જોઈને ખૂબ જ ડરી ગઈ. તેની ચીસ સાંભળીને નીચે હોલમાંથી બધાં લોકો ઉપર તુષારના આવી પહોંચ્યા. તુષારના ઘરનાં એક વેઈટરે તરત જ કોલ કરીને પોલિસને બોલાવી લીધી. પોલિસ આવીને તુષારનો રૂમ ચેક કરવા લાગી. આ વખતે પણ પોલિસને હાથ કોઈ સબૂત લાગ્યું નહીં. ત્રણ ત્રણ મર્ડર થયાં હતાં. પણ પોલિસ ખૂનીને શોધવામાં નિષ્ફળ રહી હતી. જે પોલિસની સૌથી મોટી હાર સાબિત થઈ હતી. "તમને કોઈ ઉપર શંકા છે?? બંને મર્ડર વખતે તમે બંને જગ્યા પર મૌજુદ હતાં. તો કદાચ તમે એવું કંઈ જાણતાં હોય. જે અમારી ખૂની સુધી પહોંચવામાં મદદ કરી શકે." પોલિસે મેનકાને ...Read More

13

મેનકા - એક પહેલી - 13 - (અંતિમ ભાગ)

મેનકાએ માલતિને તેની ઘરે મોકલી દીધી. પછી મેનકા પરત પોતાનાં રૂમમાં ગઈ. જ્યાં હિતેશ હજારો સવાલો સાથે મેનકાની રાહ બેઠો હતો. "આ વાત હું મુંબઈમાં રહેતી ત્યારની છે. મારી બહેન અંજલી અભિનેત્રી બનવા માંગતી હતી. તે તુષાર ચૌધરીને એ બાબતે મળી પણ હતી. તેણે એક બહું મોટી ફિલ્મમાં મારી બહેનને મુખ્ય ભૂમિકા ભજવવાનો મોકો પણ આપ્યો. પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ. ત્યારે તેણે કાલ જેવી જ એક પાર્ટી તેની રાખી. એ પાર્ટીમાં હિમાંશુ જાદવ અને માનવ મહેતા પણ આવ્યાં હતાં. એ બધાંએ મળીને મારી બહેનની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેનાં શરીર સાથે એક રમકડાંની માફક રમત રમી. મારી બહેન એ ...Read More