સૌંદર્યની માનસિકતા

(53)
  • 27.5k
  • 10
  • 11k

સવારનો સમય હતો. સૂર્ય અડધો ડુંગરમાં અને અડધો આકાશમાં દેખાતો હતો.સૂર્યના કિરણ વાદળ સાથે ટકરાવાની સાથે લાલ રંગથી આકાશની ગરિમા વધારી રહ્યા હતા. ચોમેર પક્ષીઓનો કલરવ અને કુદરતની સુંદરતા જોતા જ બની રહી હતી.બાગના ફૂલ ઉત્સાહભેર પોતાની મધૂર્તભર્યું સ્મિત દેખાડી રહ્યા હતા.કુદરતનો લાહવો જોનારના મુખમાંથી "વાહ! કેટલો સુંદર નજારો છે." એ ભાવ સળી જ પડે.

Full Novel

1

સૌંદર્યની માનસિકતા - ભાગ (૧)

(૧) ક્ષય થતી સુંદરતા સવારનો સમય હતો. સૂર્ય અડધો ડુંગરમાં અને અડધો આકાશમાં દેખાતો હતો.સૂર્યના કિરણ સાથે ટકરાવાની સાથે લાલ રંગથી આકાશની ગરિમા વધારી રહ્યા હતા. ચોમેર પક્ષીઓનો કલરવ અને કુદરતની સુંદરતા જોતા જ બની રહી હતી.બાગના ફૂલ ઉત્સાહભેર પોતાની મધૂર્તભર્યું સ્મિત દેખાડી રહ્યા હતા.કુદરતનો લાહવો જોનારના મુખમાંથી "વાહ! કેટલો સુંદર નજારો છે." એ ભાવ સળી જ પડે. સવારના તાજગીભર્યા વાતાવરણમાં આરો મરડીને કેતકી પથારીમાંથી ઉઠીને આયના સામે જઈને ઉભી રહી.પોતાની જાતને અરીસામાં જોતાં જ ચોંકી ઉઠે છે, પોતાની જાતથી ડર લાગવા લાગે છે. વયના લીધે કરચલી પડેલા ગાલ, પોતાનો રંગ ...Read More

2

સૌંદર્યની માનસિકતા - ભાગ (૨)

૨)તાંત્રિક વિધિ પરોઢિયાના પાંચ વાગ્યે કેતકી તાંત્રિક પાસે જવા માટે ચારેબાજુ અંધકાર હતો, પણ કેતકીના મુખ પર સુંદર થવાનો ઉજાસ જોવા મળી રહ્યો હતો. કેતકી તાંત્રિક પાસે પહોંચે તે પહેલાં જ તાંત્રિકે બધી જ વિધિ ગોઠવીને રાખી હતી. કેતકી તાંત્રિકના ચરણોમાં નર્ત મસ્તક પ્રણામ કરે છે.તાંત્રિક કેતકીને ઇશારો કરીને સામેના કુંડમાં સ્નાન કરવા માટે કહે છે. ગુલાબ, ચંપા એમ જાતજાતના અને ભાતભાતના પુષ્પોથી કુંડનું જળ સુંગધ પ્રસરાવી રહ્યું હતું. કુંડના ચારેબાજુ ફરતે મુકેલ દિવાથી એ અંધકારમાં પણ સૂર્યની હાજરી વર્તાતી હતી. એ દૃશ્ય મનને ...Read More

3

સૌંદર્યની માનસિકતા - ભાગ (૩)

સુંદર થવાની માનસિકતા ધરાવતી કેતકી લવમેટ પર સુંદર યુવાનની પ્રોફાઈલ ચેક કરવા લાગી. ઘણાં સ્વરૂપવાન યુવાનોને જુવે છે. એમાંથી ગમતો રોહન નામના યુવાનને "hi" નો મેસેજ મોકલે છે. હવે સામેથી પ્રત્યુતર આવે એની રાહ જોઈને મોબાઈલ પર આંખ ટકાવી રાખે છે. તે સમયે રોહન પાર્ટીમાં વ્યસ્ત હતો. તેના કપડાથી ધનવાન બાપનો કુંવર લાગી રહ્યો હતો. એની આસપાસ છોકરીઓ ઘેલી બનીને નાચી રહી હતી.રોહનને પોતાના રૂપ અને પૈસાનું ઘમંડ સ્પષ્ટપણે વર્તાય આવતુ હતુ.તે છોકરીઓની સાથે વારાફરતે નાચી રહ્યો હતો અને અડપલાં કરી રહ્યો હતો, છોકરીઓના અંગો સાથે રમી રહ્યો હતો. કુદરતે પણ પૈસાદાર ઘરની સાથે ...Read More

4

સૌંદર્યની માનસિકતા - ભાગ (૪)

કેતકી પ્રથમ પગથિયું સર કર્યાની ધન્યતા અનુભવી રહી હતી.તે અંદરથી ખુશ થતી હતી કે જાણે એને સુંદરતા પરત મળી હોઈ.તાંત્રિક કેતકીનાં માધ્યમથી અમરતા મળવાનો રસ્તો સરળ થઈ પડ્યો હતો. હવે કેતકી નવા શિકારની શોધમાં નીકળી પડી. તે લવમેટમાં સુંદર યુવાનની શોધ આગળ ધપાવી.તેને પોતાની નજર એક યુવાન પર ટેકવી, જેણું નામ આદિત્ય હતું. કેતકી ચેટ કરવા માટે આદિત્યને પોતાનો મેસેજ છોડે છે. આદિત્યએ એક કંપનીનો ડિરેક્ટર હતો. જે પોતાની સત્તાના નશામાં ચૂર હતો. તેની કંપનીમાં ઘણી યુવતી અને યુવકો ફરજ બજાવતા હતા.તેઓ આદિત્યના જોહુકમીભર્યા વર્તનથી ત્રાસી ગયા હતા, પણ પેટ માટે બધુ ...Read More

5

સૌંદર્યની માનસિકતા - ભાગ (૫)

રોહનના ફોનનુ લોકેશન બતાવતા જ વિનોદ ભટ્ટ હરકતમાં આવી જાય છે.તે હાઈવે તરફ આગળ વધે છે, પણ ત્યાં પહોંચે પહેલાં જ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે.વિનોદ ભટ્ટના હાથે ફરી નિષ્ફળતા જ હાથ લાગે છે.જ્યા લોકેશન બતાવતુ તે સ્થળ નિર્જન હતું, નજર પહોંચે ત્યાં સુધી કોઈ સજીવ જોવા નહોતુ મળી રહ્યું, પણ એક આશા જાગી હતી. રોહન અહી આસપાસ ગુમ થયો હશે એવી અટકળ લગાવી. હાઈવેના આસપાસનો વિસ્તાર છાણબિન કરવા લાગ્યા. ***** કેતકી હાથ વડે પોતાના મુખની સુંદરતા માની રહી હતી,તે વાળને સવારતી ...Read More

6

સૌંદર્યની માનસિકતા - ભાગ (૬)

કેતકી અને તાંત્રિકના ચહેરા પર પોતાના ધાર્યા કામ નિર્વિઘ્ન પાર પાડવાની ખુશી સાતમા આસમાને હતી. કેતકીનો ચહેરો પ્રફુલ્લિત રહ્યો હતો. તેણે લાગી રહ્યું હતું કે તે સુંદર બની રહી હતી. તેણે અરીસાની સામે ઊભા રહીને ખુદની ખૂબસૂરતી નિહાળવાની ઈચ્છા તીવ્ર થઈ રહી હતી, પણ તાંત્રિકની વિધિ આગળ તે પામળી હતી. **** તાંત્રિકને અમર થવાના સ્વપ્ન વધુ નજીક આવતા નજર આવી રહ્યા હતા. તે બસ દિવાસ્વપ્નમાં જ રાચી રહ્યો હતો. **** પી.એસ.આઇ. વિનોદ ભટ્ટ હજુ રોહનના ગુમ ...Read More

7

સૌંદર્યની માનસિકતા - ભાગ (૭)

૭) વાસ્તવિકતા કેતકી કલ્પનામાં તનની સુંદરતા માણી રહી હતી. તે યુવાનીને અનુભવી રહી હતી. જ્યારે તાંત્રિક અમર થવાના માર્ગમાં વધવાનો રસ્તો મોકળો લાગી રહ્યો હતો. બંને પોતાની માનસિકતાના આધીન હતા. ****** કેતકી કૉફી શોપમાં બેઠેલી હતી. તે લવમેટ પર ટેરવાં ફેરવવા જતી હતી ત્યાં જ એની નજર એક યુવાન પર પડી. ચહેરા પર તેજસ્વીતા હતી અને આંખોમાં નૂર હતું. કેતકીને તે પહેલી નજરે જ ગમી ગયો. તે ઊભી થઈને તેની પાસે બેસવા ગઈ. " હું અહી બેસી શકું છું?" કેતકીએ પરવાનગી માંગતા બોલી. "કેમ નહીં! જરૂરથી બેસો, તે સીટ ખાલી જ છે." તેને વિનમ્ર ભાવે કહ્યું. "હું કેતકી, તમે?" ...Read More