લિવ ઈન રિલેશનશીપ અનન્યા

(194)
  • 23.9k
  • 15
  • 9.2k

આવ બેસ મારે તારી જોડે વાત કરવી છે. અરે મમા પછી શાંતિ થી વાત કરીશું ઉતાવળ શું છે? હું બે વિક અહીજ છું. મારે હાલ આશકા ને મળવા જવું છે. અરે બેટા આવ્યા પછી મમ્મી પપ્પા જોડે સમય તો કાઢ, આમ ફ્રેન્ડ માં પડી રહીશ તો અમારો વારો કયારે આવશે. કનિકાબેન નિરાશ થઈ બોલ્યાં. તેમનાં મુખ પરનાં અણગમા ની અનન્યા એ નોંધ લીધી. અનન્યા ને લાગ્યું મમ્મી વધારે પડતી સીરીયસ વાત કરવાની લાગે છે. તેને ડ્રોઇંગ રૂમ ની બારી ખોલતા મમા તું કઈ કહેવા માગે છે? જરૂરી છે? પછી વાત કરીએ તો નહી ચાલે? અનન્યા એ હાલ મિત્રતા નિભાવવા ના અભરખા હતાં, બહાના કાઢી બહાર જતાં રહેવું હતું, અનન્યા પુરા દોઢ વર્ષ પછી પરત ફરી હતી MBBS બનવામાં હવે તેને એક વર્ષ બાકી હતું.

Full Novel

1

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-1

આવ બેસ મારે તારી જોડે વાત કરવી છે. અરે મમા પછી શાંતિ થી વાત કરીશું ઉતાવળ શું છે? હું વિક અહીજ છું. મારે હાલ આશકા ને મળવા જવું છે.અરે બેટા આવ્યા પછી મમ્મી પપ્પા જોડે સમય તો કાઢ, આમ ફ્રેન્ડ માં પડી રહીશ તો અમારો વારો કયારે આવશે. કનિકાબેન નિરાશ થઈ બોલ્યાં. તેમનાં મુખ પરનાં અણગમા ની અનન્યા એ નોંધ લીધી.અનન્યા ને લાગ્યું મમ્મી વધારે પડતી સીરીયસ વાત કરવાની લાગે છે. તેને ડ્રોઇંગ રૂમ ની બારી ખોલતા મમા તું કઈ કહેવા માગે છે? જરૂરી છે? પછી વાત કરીએ તો નહી ચાલે? અનન્યા એ હાલ મિત્રતા નિભાવવા ના અભરખા હતાં, બહાના કાઢી બહાર જતાં રહેવું ...Read More

2

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-2

અગાઉ ના અંકમાં ભાગ 1 માં અનન્યા વાત ને ઉડાડી મુકવા માગતી હતી મા નુ રહ્દય દ્રવી ઉઠ્યું હતું આગળ.એ બધું છોડ તને લિવ ઈન રિલેશન નો મતલબ ખબર છે? નાહક ની આટલી તપી કેમ ગઈ છું? અરે મમ્મી તું જે છોકરો છોકરો કરે છે ને તેનુ નામ કેવિન છે. અને હી ઈસ એ ડોકટર, તું આટલી ફોરવર્ડ કલ્ચર ની ડોકટર થઈ તોય આવા સવાલ કરે છે? અનન્યા એ એક પછી એક તાસ ના પત્તા ની જેમ વાત ચલાવી.શાણો રમતવીર સામે વાળા ને જોઈતું અને ગમતું પત્તું ના ઊતરે નક્કામા પત્તા ઊતરીને સામેવારા ને બેચેન કરી દે કે જેથી ...Read More

3

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ -3

અનન્યા ને લીવ ઈન રિલેશનશીપ માં કોઈ ખામી જણાતી નથી. અને મમ્મી કનિકાબેન નું રહ્દય અભડાઈ ગયાં ના ભાવ કરે છે. વાત અધૂરી છે અનન્યા બહાર ગાર્ડન તરફ ઊભી થઈ જતી રહી છે હવે આગળ.બુમ ની કઈ અસર ના થઈ. કનિકાબેન મનોમંથન કરતાં અનન્યા ના વર્તાવ પર ગ્લાનિ ઊપસી હતી. પણ તે અહીં અસ્થાને હતી. અનન્યા સાંભળી શકતી નહોતી અને વાત નો ખરો તાગ મળતો નહોતો, કે આજ ની તારીખે પ્રેમ છે કે નહી? દીકરી પુરૂષમિત્ર સાથે એક છત તલે રહે અને પ્રેમ પરિણયમાં પરિવર્તીત થશે કે શું તે મુદ્દે ચર્ચા બાકી હતી. કનિકાબેન ને લાગ્યું આકરા વેણ ની ...Read More

4

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-4

સંવાદ ભારતીય સંસ્કૃતિ અને વિદેશી પ્રથા ની વચ્ચે એક ભારતીય યુવતી રહે છે. સ્ટાઇલ તેની બધી વિદેશ પ્રમાણે છે. પોતે તો રહે છે ભારતમાં તો ભારત ની સંસ્કૃતિ પ્રમાણે ના વિચારતાં લોકો ની સામે સવાલ બની ને ઊભી છે, જવાબ આપવા અઘરા છે. અનન્યા જવાબ આપી રહી છે કનિકાબેન હળવે હળવે માહિતી એકઠી કરી રહ્યાં છે. હવે આગળ…..મમ્મી આટલી મારી ચિંતા તું ના કર આઈ કેન હૅન્ડલ માય લાઈફ, પ્લીઝ આટલી બધી મારી લાઇફમાં એન્ટર ના થઈશ. કનિકાબેન એકદમ ગળગળા થઈ ગયાં. તેમની નૈનો નાં ખૂણામાં આંસુ ના બિન્દુ નિરખાઈ રહ્યાં હતાં. થોડો સમય ગાર્ડનમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. અનન્યા ...Read More

5

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-5 - અંતિમ ભાગ

અગાઉ અનન્યા પર ગુસ્સો કરતા કનિકાબેન શાંત થઈ ગયા તેમને અનન્યા ના લિવ ઈન રિલેશનશીપ ના આ આધુનિક અવતરણ પાઠ મળી ગયા હતા હવે અંતિમ ભાગ.માંડી ને વાત કર મને ધ્રાસકો છે કે કયાંક તું પ્રેગનેટ તો નથી થઈ ગઈ ને? અનન્યા કનિકાબેન ની સામે જોતી રહી તેને થયું શું બાળક ની રગેરગે માં ને ખબર પડી જાય? ખરેખર મા બાળક ની તકલીફ સમજી જાય? તેને ભગવાને એવું તે શું આપ્યું કે મા અંતરિક્ષમાં ઉડતા ઉપગ્રહ ની જેમ આપણી જાણકારી રાખતી હશે? તેને પળ પળ ની કેવી રીતે જાણકારી મળતી હશે? શું બાળક તેના પીંડ થી છૂટું પડી ગયું ...Read More