રાધાવતાર.....

(92)
  • 132.9k
  • 30
  • 58.2k

જેમ દરેક મનુષ્યની વ્યક્તિ કે વસ્તુને મૂલવવાની દ્રષ્ટિ અલગ-અલગ હોય છે, તેમ કોઈ પણ પુસ્તક પછી ભલે ગમે તે પ્રકારનું હોય પોતાના નવા રહસ્ય લઈને પ્રદર્પિત થાય છે દરેક વ્યક્તિ જ્યારે તે વાંચે ત્યારે તે નવા જ રહસ્ય, નવા જ ભાવ સાથે વ્યક્ત થાય છે. ' રાધાવતાર ' શ્રી ભોગીલાલ શાહ લિખિત નવલકથારૂપ અધ્યાત્મ આનંદ પીરસતું પુસ્તક.

Full Novel

1

રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2

રાધાવતાર.. લેખક: શ્રી ભોગીભાઈ શાહ પ્રથમ પ્રકરણ:' શ્રી કૃષ્ણનો રાધામહાભાવ ' જેમ દરેક મનુષ્યની વ્યક્તિ કે વસ્તુને મૂલવવાની દ્રષ્ટિ અલગ-અલગ હોય છે, તેમ કોઈ પણ પુસ્તક પછી ભલે ગમે તે પ્રકારનું હોય પોતાના નવા રહસ્ય લઈને પ્રદર્પિત થાય છે દરેક વ્યક્તિ જ્યારે તે વાંચે ત્યારે તે નવા જ રહસ્ય, નવા જ ભાવ સાથે વ્યક્ત થાય છે. ' રાધાવતાર ' શ્રી ભોગીલાલ શાહ લિખિત નવલકથારૂપ અધ્યાત્મ આનંદ પીરસતું પુસ્તક............. વિરહના અજંપાથી શરૂ થતી કથા ની બાંધણી અધ્યાત્મની પૂર્ણતા એ પૂર્ણ ...Read More

2

રાધાવતાર..... ભાવ વિચાર 3 અને. 4

પુસ્તક:- શ્રી રાધાવતાર લેખક:- શ્રી ભોગીભાઈ શાહ પ્રકરણ ૩ રોહિણી માની દૂર દેશી કોઈપણ કૃતિ માં રસ ભંગ ન થાય તે બાબતની લેખકની કાળજી પૂરેપૂરી જરૂરી છે કથા આગળ પણ વધતી જાય અને વચ્ચે વચ્ચે વાચક વિચારતો પણ થઈ જાય તેવા વિચાર બિંદુ પણ આવતા જાય. ? રાધે જ રાધે ઝગમગે દ્વારિકા અદભૂતતા? ...Read More

3

રાધાવતાર..... ભાવ વિચાર 5 અને 6

શ્રી રાધાવતાર...લેખક:- શ્રી ભોગીભાઈ શાહ પ્રકરણ 5: નારદજી પામ્યા વરદાન... વિચારો નું આકર્ષણ અને સૌંદર્ય......... સારા વિચારો માણસને ખેંચે છે, પ્રેરે છે, શીખડાવે છે ,સહજ બનાવે છે અને મનની સુંદરતાને તનની, વ્યક્તિત્વની સુંદરતામાં પરિવર્તિત કરે છે એમાં પણ જ્યારે તેને દિવ્યતાનો સ્પર્શ થઈ જાય ત્યારે ત્યાંનું વાતાવરણ જ અલગ બની જાય છે. જેવી આ રીતે આપણે ખુશ હોઈએ તો આસપાસની પ્રકૃતિ નાચવા લાગે છે તેમ રાધાજીની ખાલી વાતો જ વિચારો, શબ્દો દ્વારા વ્યક્ત થઈ તેમાં બધા અભિભૂત થઈ જાય છે, તેમાં શ્રી ...Read More

4

રાધાવતાર..... - 7 અને 8

શ્રી રાધાવતાર... લેખક શ્રી ભોગીભાઈ શાહ પ્રકરણ-7:શ્રી રાધા અવતારનું રહસ્ય ઈશ્વર રચેલું સૌથી મોટું રહસ્ય એટલે માનવ જીવન. જીવન રૂપી પુસ્તકમાં દરરોજ સવારે સૂર્યદેવના અવતરણની સાથે ઉઘડતા નવા પાના પર ઈશ્વર પોતે હસ્તાક્ષર કરે છે, અને માનવી સામે પોતાના જ જીવનનું રહસ્ય પ્રગટ થાય છે આ રહસ્ય જ જીવનનું પ્રેરણાબળ છે, જીવનની ગતિ છે, અને જીવન પ્રત્યેની જીજીવિશા છે આ રહસ્ય થી ભરેલું ભાવિ જ સમય પહેલાં છતું થઈ જાય તો જીવન જ મૃત્યુ પામે અને મૃત જીવન શક્ય નથી. શ્રી કેશવ આ રહસ્યને યોગ્ય સમયે કહેવાની સારી કલા ધરાવે છે પોતે જ લીલા દ્વારા પહેલા તો રહસ્ય ...Read More

5

રાધાવતાર..... - 9 અને 10

શ્રી રાધાવતાર...લેખક: શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ-9 :શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી... દરેક માનવીમાં એક સમાન બાબત છે. તે છે પોતાને ગમતી કલ્પના નું સુખ. કલ્પના ની મદદથી મન થાય ત્યારે ત્યાં પહોંચી જાય જેમ સુખની કલ્પના એક પછી એક મનને આનંદ આપે તેમ વાસ્તવિક જીવનમાં સુખ ની શરૂઆત ઘણી વાર સાંકળ થઈને આવે છે. શુભ ચોઘડિયામાં શરૂ કરેલ શ્રી નારદજી દ્વારા શાંતિ યજ્ઞ એક પછી એક અલૌકિક આનંદની અનુભૂતિ ઉપસ્થિત દરેક વ્યક્તિને કરાવે છે બધા જ મહેમાનો આયોજન તથા સમીયાણા સુશોભન ના વખાણ કરતા થાકતા નથી. લેખક શ્રી દ્વારા કરવામાં ...Read More

6

રાધાવતાર..... - 11 અને 12

શ્રી રાધાવતાર....લેખક :શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ-૧૧ શ્રી નારદજીનું વિસ્મય હરણ.... લલિત કલામાં સ્થાન પામતી સાહિત્ય કલા જે મનને અવર્ણનીય આનંદ આપે છે .તેમાં પણ જો તે સાહિત્યની કલમને શ્રી હરિવર નો દિવ્ય સ્પર્શ થઈ જાય તો પછી અવર્ણનીય આનંદ અલૌકિક આનંદ માં ફેરવાઈ જાય શ્રી ભોગીભાઈ શાહની લેખીનીને કદાચ આ જ સુખદ અનુભવ થયો હશે માટે જ તેમનું લિખિત રાધાઅવતાર ને જેમ આગળ વાંચીએ તેમ આપણને વધારે ને વધારે અલૌકિક આનંદનો અનુભવ થાય છે. આગલા પ્રકરણમાં સુભદ્રા દ્વારા જે કરુણ પ્રસંગનું વર્ણન થયું તેના અંતે ...Read More

7

રાધાવતાર..... - 13 અને 14

શ્રી રાધાવતાર....લેખક: શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ-13 સતીત્વ પાવિત્ર્ય ની અગ્નિ પરીક્ષા.... સમયખંડ... અદ્રશ્ય પરંતુ માનવીના સમગ્ર જીવન દરમિયાન સાથે રહેનાર અનિવાર્ય વાસ્તવિકતા.આ વાસ્તવિકતા એટલે વર્તમાન ભૂત અને ભવિષ્યની વચ્ચે જીવતો એક સુંદર ધબકાર. આ ધબકાર જ સત્ય છે ભૂતકાળ ની ભવ્યતા કે ભવિષ્યના સોનેરી કિરણો માનવીને શ્વાસ જરૂર આપે છે પરંતુ તેમાંથી આવતી સુગંધ વર્તમાનની જ છે. દ્વારિકામાં અત્યારનો વર્તમાન નો સમય સૌથી શ્રેષ્ઠ છે રાધા મય ભાવાનુભૂતિ પરંતુ શ્રીકૃષ્ણના સ્વજનો અને પ્રિયજનો હજૂ ભુતકાળ ના ખરાબ સ્વપ્નો માંથી પૂરેપૂરા બહાર નીકળી શક્યા નથી અને ત્યાં તો ગાંધારીના શાપને લીધે ...Read More

8

રાધાવતાર.... - 15 અને 16

પ્રકરણ-15 :દેવકીમાની શ્રી રાધા દર્શનની ઉત્કંઠા.... સ્મૃતિ અને વિસ્મૃતિ ઈશ્વરના બે આશીર્વાદ. સ્મૃતિ એટલે ઈશ્વર પાસેથી આપોઆપ મળેલી એક ચમત્કારિક ઔષધિ જે વ્યક્તિને સફળ બનાવે છે, અને વિસ્મૃતિ એટલે ઈશ્વર પાસે માંગેલી સર્વ પીડા અને વેદના ઓ ને ભૂલવાની ઔષધી, એ વેદનાઓ જે સફળતા ને માણવા નથી દેતી...... દેવકી માં સમગ્ર સૃષ્ટિના પાલનહાર ની જનેતા... પણ પોતે તો ફક્ત એક નાનકડા કાનુડા ની માતા જ જે તેને ખુશ કરવા હર હંમેશ તત્પર છે, આકુળ-વ્યાકુળ રહે છે, અને આવી મનોસ્થિતિને કારણે જ તે એક ગંભીર ભૂલ કરી બેઠા. વહેલી સવારથી જ જાણે કૃષ્ણની વાટ જોતા હોય તેમ પોતાના ...Read More

9

રાધાવતાર.... - 17 અને 18

શ્રી રાધાવતાર....લેખક શ્રી ભોગીભાઈ શાહ..,પ્રકરણ 17 ઉદ્વવના જ્ઞાન ગર્વનું ખંડન.... ભક્તિ બે રીતથી થાય જ્ઞાનથી અને પ્રેમથી. આ બંને તત્વો હંમેશા એકબીજા સાથે સ્પર્ધા માં રહે છે અને જો જ્ઞાન અને પ્રેમ બંનેનો સમન્વય થઇ જાય તો પછી પુછવું જ શું શ્રીકૃષ્ણના બે પ્રકારના ભક્તો એક જ્ઞાનના માર્ગે અને શ્રી ઉદ્વવ અને બીજા પ્રેમમાં અંધ વ્રજવાસીઓ અને શ્રી કૃષ્ણ એ મિલન કરાવ્યું બંનેનું પોતાની લીલા દ્વારા. શ્રી ઉદ્વવ પોતાના જ્ઞાનને ગોઠવતા ગોઠવતા વ્રજ તરફ રવાના થયા અને ત્યાં પહોંચ્યા ત્યાં તો તેમનું જ્ઞાન નું ગણિત જ જાણે ખોવાઈ ગયું.હજુ તો તેમનો ...Read More

10

રાધાવતાર.... - 19

શ્રી રાધાવતાર....લેખક :શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ 19 :શ્રી રાધા કૃપાર્થે ગોપીભાવ અનિવાર્ય.... વિવિધ વિષયોથી શોભતું કૃતિનું વિષયવસ્તુ.,....દરેક નવું પ્રકરણ નવો વિષય ,વિચાર દ્રષ્ટિ, નવો ભાવ નવા નવા પાત્રો દ્વારા પીરસે છે આમ છતાં સમગ્ર કેન્દ્રમાં તો રહે છે ફક્ત રાધા રાણી..... ઉદ્ધવજીની લાક્ષણિક વકૃત્વ શૈલીથી આનંદ મગ્ન બનેલા રુકમણીજી કૃષ્ણ ભવન પર પહોંચ્યા ત્યાં શ્યામસુંદર હજુ વધારે આનંદ આપવા પાર્થ સાથે રુકમણી ની રાહ જોઈ રહ્યા હતા. રુકમણીજીને થયેલા આનંદનું કારણ સમજાવતાં શ્રી કૃષ્ણ લીલા કથાને મહત્વનો વિષય ગણાવે છે. દિવ્ય અવતાર કથાની વાત ...Read More

11

રાધાવતાર.... - 20

શ્રી રાધાવતાર.,.લેખક: શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ-20: શ્રીકૃષ્ણની આખરી ધર્મ સભા..,... દરેક પ્રકરણની પૂર્વભૂમિકા, મધ્યસ્થ કથાવસ્તુ અને અંતે પ્રકરણ સાર......રાધાવતારને વિશિષ્ટતા બક્ષે છે.રાધાઅવતાર નું વીસ મું પ્રકરણ આધ્યાત્મિક નવલકથા તરીકે રાધાઅવતાર ને ઉચ્ચકક્ષાએ સ્થાન અપાવે છે. જે માંગલિક પ્રસંગ ના ઉલ્લેખ થી નવલકથાની શરૂઆત થઈ છે, તે નવગ્રહ શાંતિ યજ્ઞ ને એક જ પ્રકરણમાં સમાવી લીધા છતાં આ જ પ્રકરણ સૌથી વધારે કૃષ્ણ અવતાર અને રાધા અવતાર ને સ્પષ્ટ કરે છે. નવગ્રહ યજ્ઞનું શબ્દદેહે આલેખન લેખક દાદ માગી લે છે. બેઠક વ્યવસ્થા થી માંડી કલાત્મક સમીયાણા, યજ્ઞશાળા અને રંગમંડપ નું વર્ણન અદભુત ...Read More

12

રાધાવતાર... - 21

શ્રી રાધાવતાર....લેખક શ્રી ભોગીભાઈ શાહ....પ્રકરણ 21 શ્રી રાધા અવતાર નું સાફલ્ય..... ઈશ્વરીય દ્રષ્ટિનો સંસ્પર્શ એટલે પ્રકૃતિ.એક નાનો કણ પણ વ્યર્થ નથી. એ જ તો છે બ્રહ્માંડનું સાફલ્ય.....તો પછી સર્વ યુગોમાં અદ્રશ્ય રૂપે સતત અનુભવાતા ઈશ્વરીય અવતારો અમસ્તા જ અવતરતા નથી . જેમ જેમ કૃતિના અંત તરફ જતાં જઈએ તેમ તેમ નવા રહસ્યો અનેક મહાન પાત્રો દ્વારા લેખક વ્યક્ત કરતા જાય છે.અંધાર સમા ભવિષ્યની આગલી સાંજે એટલે કે પૂર્ણાહુતિના દિવસે દ્વારિકામાં મહર્ષિ વેદ વ્યાસ ની પધરામણી થી સોનેરી સૂર્ય ઊગે છે. અંતિમ મહોત્સવ ...Read More

13

રાધાવતાર.... - 22

શ્રી રાધાવતાર....લેખક :શ્રી ભોગીભાઈ શાહ...પ્રકરણ 22: શ્રી રાધા રુકમણી મિલન...... અનુસંધાન શબ્દનું, વાક્ય નું અને દરેક પ્રકરણે ઘટનાઓનું.. લેખક શ્રી ની નજરે પડતી હજુ એક વિશેષતા દરેક પ્રકરણનું સ્વતંત્ર અસ્તિત્વ આમ છતાં સળંગ સૂત્રતા..... ધાર્મિક મૌલિક નવલકથા શ્રીરાધાવતાર માં જેમ જેમ અંત તરફ પ્રયાણ કરીએ તેમ તેમ આપણી જિજ્ઞાસા વધતી જાય છે. વાંચનમાં રસ અને શ્રીરાધાજી માં શ્રદ્ધા વધતી જાય છે . નવગ્રહ શાંતિ યજ્ઞની પુર્ણાહુતી અને યાદવાસ્થળી ની શરૂઆત બંનેનું અનુસંધાન વહેલી પરોઢે થાય છે . યાદવ નબીરાઓની કુબુદ્ધિ ને કારણે થયેલી ઋષિવૃંદ ની મશ્કરીઓ , અપમાન તથા મુનિના ...Read More

14

રાધાવતાર.... - 23 અને 24 - છેલ્લો ભાગ

શ્રી રાધાવતાર....લેખક: શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ 23. શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ..... અંતિમ બિંદુ પર પહોંચેલી શ્રીકૃષ્ણની અવતાર લીલા અને સાથે સાથે અંતિમ પ્રકરણ તરફ પ્રયાણ પ્રતિ શ્રી રાધાઅવતાર.....મૃત્યુ એટલે અનિવાર્ય વાસ્તવિકતા...... મૃત્યુ એટલે અજાણ્યો ડર જે માનવીના જન્મ સાથે જ સ્વયમ અને સ્વજનોમાં પ્રવેશી જાય છે પરંતુ જ્યારે આ મૃત્યુ સર્વેસર્વા કૃષ્ણનું હોય ત્યારે તે મુક્તિ નો દરવાજો બની જાય છે.દેવકીનંદન શ્રીકૃષ્ણ એટલે જ કહેવાયા કે તેમનું અંત સમયનું આયોજન પણ જબરદસ્ત હતું સમગ્ર પ્રકરણમાં પૂર્વ ભૂમિકા ,તેમની તૈયારીઓ અને દેહોત્સર્ગ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને હવે ...Read More