શિવરુદ્રા..

(1.5k)
  • 128.5k
  • 63
  • 59k

મિત્રો, મારા દ્વારા અગાવ લખાયેલ નોવેલ ધ ઊટી, ધ મિસ્ટરીયસ બ્લેક ફોરેસ્ટ, ધ સોલંગવેલી, વગેરેને આપ સૌ વાચકમિત્રો તરફથી મળેલ પ્રેમ અને આવકારથી પ્રેરીત થઈને હું રજૂ કરવાં જઈ રહ્યો છું એક અલગ જ પ્લોટ પર આધારિત નવલકથા.."શિવરુદ્રા..(અ બ્લેસ ઓફ ગોડ..) જે તમને એક અલગ જ દુનિયાની સફર કરાવશે…….તો તૈયાર થઈ જાવ એક અલગ જ પ્રકારની નોવેલ વાંચવા માટે...અને આ નોવેલ વાંચીને આપનો કિંમતી અને મુલ્યવાન મંતવ્યો આપવાનું ભૂલશો નહીં……. ભારત દેશ….આ નામ સાંભળતા જ આપણાં મનમાં ભારતમાતાની છબી ખડી થઈ જતી હોય છે, આપણાં દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ, કોમનાં લોકો રહે છે, બધાં જ હળીમળીને એકબીજાનાં ધાર્મિક તહેવારો ઉજવવામાં ભાગીદાર થાય છે, આથી જ આપણો દેશ "વિવિધતામાં એકતા" માટે ખુબ જ જાણીતો છે.

Full Novel

1

શિવરુદ્રા.. - 1

(અ બ્લેસ ઓફ ગોડ..) 1 મિત્રો, મારા દ્વારા અગાવ લખાયેલ નોવેલ ધ ઊટી, ધ મિસ્ટરીયસ બ્લેક ફોરેસ્ટ, ધ સોલંગવેલી, આપ સૌ વાચકમિત્રો તરફથી મળેલ પ્રેમ અને આવકારથી પ્રેરીત થઈને હું રજૂ કરવાં જઈ રહ્યો છું એક અલગ જ પ્લોટ પર આધારિત નવલકથા.."શિવરુદ્રા..(અ બ્લેસ ઓફ ગોડ..) જે તમને એક અલગ જ દુનિયાની સફર કરાવશે…….તો તૈયાર થઈ જાવ એક અલગ જ પ્રકારની નોવેલ વાંચવા માટે...અને આ નોવેલ વાંચીને આપનો કિંમતી અને મુલ્યવાન મંતવ્યો આપવાનું ભૂલશો નહીં……. ભારત દેશ….આ નામ સાંભળતા જ આપણાં મનમાં ભારતમાતાની છબી ખડી થઈ જતી હોય છે, આપણાં દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ, કોમનાં લોકો રહે છે, બધાં ...Read More

2

શિવરુદ્રા.. - 2

2. ( શિવરુદ્રા પોતાની કોલેજમાં ફેરવેલ પાર્ટી પૂર્ણ કરીને રીલિવ થઈ પોતાનો બધો જ સામાન લઈને પોતે જે કેબ કરાવેલ હતી, તેમાં બેસવા જાય છે, આ દરમ્યાન તેની આંખો સમક્ષ ત્યાં વિતાવેલ બધી યાદો તરી આવે છે, બરાબર એ જ સમયે ત્યાં શ્લોકા આવી પહોંચે છે, અને શ્લોકા શિવરુદ્રાને પોતાનાં દિલની વાત કરે છે, અને પ્રોપોઝલ રજૂ કરે છે, અને શિવરુદ્રા શ્લોકોની પ્રપોઝલનો સ્વીકાર કરી લે છે…..ત્યારબાદ કેબ ડ્રાઇવર પોતાની કેબ શિવરુદ્રાનાં શહેર તરફ ભગાવે છે) શિવરુદ્રા હાલમાં પણ કારની સીટ પર પોતાનું માથું ટેકવીને સુતેલ હતો… બરાબર એ જ સમયે ઇસ્માઇલ એકાએક જોરદાર બ્રેક મારે છે...આથી શિવરુદ્રા ઊંઘમાંથી ...Read More

3

શિવરુદ્રા.. - 3

3. (શિવરુદ્રા ઈસ્માઈલની ટેક્ષીમાં બેસીને કોલેજેથી પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે, રસ્તામાં શિવરુદ્રાને એક અઘોરી સાધુ મળે જે શિવરુદ્રાને જણાવે છે કે તેનો જન્મ અધર્મ પર ધર્મની સ્થાપના કરવાં માટે થયેલ છે, સૃષ્ટિમાં રહેલાં તમામ પાપોને હણીને પુણ્ય ફેલાવવા માટેનાં કાર્ય માટે ઈશ્વરે તેની પસંદગી કરેલ છે, આ ઉપરાંત તે અઘોરીબાબા શિવરુદ્રાને એક જોળી આપે છે, જેમાં કેટલીક રહસ્યમય વસ્તુઓ હોય છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં ઘરે પહોંચે છે, ફ્રેશ થઈને ડિનર કરીને પોતાનાં રૂમમાં સુવા માટે જાય છે, અને થોડીવારમાં શિવરુદ્રા ઘસઘસાટ ઊંઘી જાય છે….) એક મહિના બાદ….. સમય : સવારનાં 8 કલાક. સ્થળ : શિવરુદ્રાનું ઘર. ...Read More

4

શિવરુદ્રા.. - 4

4. (શિવરુદ્રાને આર્કીયોલોજીસ્ટ તરીકે પોસ્ટીંગ મળતાં, તે ગાંધીનગર(ગુજરાત) ખાતે હાજર થવાં માટે પોતાનાં ઘરેથી પરિવારજનોનાં આશીર્વાદ લઈને ઈસ્માઈલની ટેક્ષી પોતાનાં ઘરેથી દિલ્હી રેલવેસ્ટેશને જવાં માટે રવાનાં થાય છે, અને થોડીવારમાં શિવરુદ્રા દિલ્હી રેલવેસ્ટેશને પહોંચી જાય છે, અને પોતાની ટીકીટ અગાવથી જે ટ્રેનમાં બુક કરાવેલ હતી, તે ટ્રેનમાં પોતાનો બધો સામાન લઈને પોતાની સીટ પર બેસી જાય છે, હાલમાં શિવરુદ્રા પોતાનાં જીવનની આર્કીયોલોજીસ્ટ તરીકે નવી શરૂઆત તો કારી રહ્યો હતો, પરંતુ તેની સાથોસાથ તે પોતાનાં જીવનની એક અસંખ્ય રહસ્યોથી ભરેલક સ્સફરની શરૂઆત પણ કરી રહ્યો હતો, તે બાબતે ખુદ શિવરુદ્રા પણ અજાણ હતો….) શિવરુદ્રા એ બાબતથી ખૂબ જ સારી રીતે ...Read More

5

શિવરુદ્રા.. - 5

5. (શિવરુદ્રા દિલ્હીથી ગુજરાત આવવાં માટે રવાનાં થાય છે, થોડીક કલાકોમાં એ ટ્રેન મથુરા રેલવેસ્ટેશન ખાતે પહોંચે છે, જ્યાં મનને એક અસીમ શાંતિનો અનુભવ થાય છે, અને મથુરા રેલવેસ્ટેશનથી પેલાં અઘોરીબાબા ટ્રેનમાં ચડે છે કે જે શિવરુદ્રાને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં મળેલ હતાં, કે જે શિવરુદ્રાને રહસ્યમય વસ્તુઓથી ભરેલ એક આપે છે, ત્યારબાદ બાબા અને શિવરુદ્રા એકબીજા સાથે વાતોચિતો કરે છે, એવામાં "ઇન્દ્રગઢ" રેલવેસ્ટેશન આવતાં બાબા ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે ઊભાં થાય છે અને શિવરુદ્રાને "ભસ્મ" ભરેલ એક પોટલી આપતાં જણાવે છે કે આ ભસ્મ તેને મુશ્કેલીઓથી બચાવશે….અને ત્યારબાદ બાબા ટ્રેનમાંથી નીચે ...Read More

6

શિવરુદ્રા.. - 6

6. (શિવરુદ્રા ટ્રેન દ્વારા અમદાવાદ આવી પહોંચે છે, અને તે કાલુપુર રેલવેસ્ટેશન પર ઉતરે છે, કાલુપુર રેલવેસ્ટેશન પર પગ સાથે જ જાણે શિવરુદ્રાને ગુજરાતની જમીન સાથે વર્ષો જુના સંબધ હોય તેવી અનુભૂતિ થાય છે, પછી શિવરુદ્રા રેલવેસ્ટેશનથી થોડેક દૂર આવેલ હોટલમાં નાસ્તો કરીને બહાર આવી રહ્યો હતો, એ જ સમયે તે નિખિલને મળે છે, જે એક મહેનત, ઉત્સાહ, ખુમારી, ખંત, જુસ્સા, ખાનદાની વગેરે ગુણોથી ભરેલ હતો, જે શિવરુદ્રાનાં હૃદયને પૂરેપૂરી રીતે સ્પર્શી ગયેલ હતો, દેખીતા લાગણીનો કોઈ જ સંબંધ ન હોવા છતાંપણ નિખિલ શિવરુદ્રાને પોતાનું જ કોઈ અંગત હોય તેવું લાગી રહ્યું હતું, આથી શિવરુદ્રાએ નિખિલ અને હોટલનાં માલિકને ...Read More

7

શિવરુદ્રા.. - 7

7. (શિવરુદ્રા અમદાવાદથી ગાંધીનગર ખાતે આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ખાતે પહોંચે છે, અને ત્યાં તે મિ.સુનિલ યાદવને મળે છે, ડિપાર્ટમેન્ટનાં હેડ હતાં, ત્યારબાદ સુનિલ યાદવ શિવરુદ્રાને સૂર્યપ્રતાપગઢ ખાતે પોતાની ફરજ બજાવવા માટે નિયુક્ત કરે છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનો અપોઈન્ટમેન્ટ લેટર લઈને ટેક્ષી દ્વારા સૂર્યપ્રતાપગઢ ખાતે જવાં માટે રવાનાં થાય છે, થોડીવારમાં શિવરુદ્રા સૂર્યપ્રતાપગઢ ખાતે પહોંચી જાય છે, સૂર્યપ્રતાપગઢમાં પ્રવેશતાની સાથે જ શિવરુદ્રાની નજર ગામની બહાર આવેલ વર્ષો જૂની હવેલી પર પડે છે, જે રાજવંશી પરિવાર દ્વારા નિર્માણ પામેલ હતી, પરંતુ હાલ તે જર્જરીત હાલતમાં હતી, ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં સેન્ટરે પહોંચે છે, જ્યાં તેનું અન્ય કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવે ...Read More

8

શિવરુદ્રા.. - 8

8. (શિવરુદ્રા પોતાનાં કવાર્ટર પર ભગવાન શિવની પૂજા અર્ચના કરીને ચા નાસ્તો કરી રહ્યો હોય છે, પવનને લીધે અથડાતી બંધ કરતી વખતે શિવરુદ્રાને ઘડિયાળમાંથી વાદળી રંગનો ક્રિસ્ટલ મળે છે, ત્યારબાદ શિવરુદ્રાને રવજીભાઈ પાસેથી આલોક શર્મા વિશે માહિતી મળે છે, ત્યારબાદ શિવરુદ્રા આલોક શર્મા અને પોતાની સાથે ઘટેલ બધી ઘટનાઓને એકબીજા સાથે સાંકળવા માટે પ્રયત્ન કરે છે, જેમાં તેને આંશિક સફળતા પણ મળે છે….) ઘોર અંધારી રાત જેટલો મનુષ્યના મનમાં ડર પ્રસરાવે છે, એટલી જ હિંમત, ઉત્સાહ અને જુસ્સો ઘોર અંધારી રાત પછી આવનાર સવાર પ્રસરાવે છે, સવાર એ કુદરતે મનુષ્યને આપેલ એક અલૌકીક ભેટ છે, પરંતુ આ સવાર કેટલાક ...Read More

9

શિવરુદ્રા.. - 9

9. (શિવરુદ્રા પોતાની ચેમ્બરમાં ચેર પર બેસીને પેલાં વાદળી રંગના ક્રિસ્ટલ વિશે વિચારી રહ્યો હોય છે, બરાબર એ જ શ્લોકા તે સેન્ટર ખાતે ઇન્ટર્ન તરીકે ત્યાં હાજર થવાં માટે આવે છે, ત્યારબાદ શ્લોકા અને શિવરુદ્રા ઘણીબધી વાતો કરે છે, પોતાનાં સુખ - દુઃખ એકબીજાને જણાવે છે, ત્યારબાદ એ જ દિવસે સાંજે શિવરુદ્રા રેસ્ટોરન્ટમાં જમવાં માટે જાય છે, અને જમીને પોતાનાં કવાર્ટર પર પરત ફરે છે….એ જ દિવસે મોડી રાતે શિવરુદ્રાને એક અવાજ સંભળાય છે, જે તેને પોતાની પાસે આવવા માટે જણાવી રહ્યો હોય છે, આથી શિવરુદ્રાએ અવાજને ફોલો કરે છે, જે અવાજ બાજુનાં રૂમમાં રહેલ કબાટમાંથી આવી રહ્યો હતો ...Read More

10

શિવરુદ્રા.. - 10

10. (શિવરુદ્રા પોતાનાં રૂમમાં રહેલ રોશની પાછળ જાય છે, પછી તેને ખ્યાલ આવે છે કે એ રોશની પેલાં વાદળી ક્રિસ્ટલમાંથી આવી રહી હોય છે, પછી તેમાંથી જોરદાર પ્રચંડ રોશની નીકળે છે, અને પછી તેમાંથી એક જ્યોત માફકની એક પીળી રોશની નીકળે છે, જેને અનુસરતા શિવરુદ્રા સૂર્યપ્રતાપગઢમાં આવેલ પેલાં મહેલ સુધી પહોંચી જાય છે, ત્યાં શિવરુદ્રા સાથે અમુક રહસ્યમય ઘટનાં બને છે, પછી તેને એક રાજકુમારીની આરસની મૂર્તિ મળે છે, ત્યારબાદ શિવરુદ્રાને ખ્યાલ આવે છે કે પોતાની પાસે રહેલ પેલો વાદળી રંગનો ક્રિસ્ટલ આ મૂર્તિની આંખો જ છે, બરાબર એ જ સમયે શ્લોકા શિવરુદ્રાને અનુસરતા ત્યાં આવી પહોંચે છે, અને ...Read More

11

શિવરુદ્રા.. - 11

11. સાત વર્ષ પહેલાં… સ્થળ : સૂર્યપ્રતાપગઢ ગામની બહાર આવેલ એક ફાર્મ હાઉસ. સમય : બપોરનાં 12 કલાક. સૂર્યપ્રતાપગઢ જાણે આજે કુદરત મહેરબાન થઈ હોય તેવી રીતે ગઈકાલ મોડીરાતથી વરસાદ મન મુકીને અનાધાર વરસી રહ્યો હતો, વતાવરણમાં એક અલગ જ પ્રકારની ઠંડક છવાઈ ગઈ હતી, માટીમાંથી આવતી ભીની ખુશ્બુ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહી હતી, સૂર્યપ્રતાપગઢમાં આવેલ ઝરણાં અને નદીઓ જાણે ફરી સજીવન થઈ ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, સૂર્યપ્રતાપગઢની ચારેબાજુએ આવેલ ડુંગરોએ જાણી લીલા રંગની ચાદર ઓઢી લીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, આ દ્રશ્ય જોનાર વ્યક્તિની આંખોમાં એક અલગ પ્રકારની તાજગી છવાઈ જતી હતી, આ વરસાદ ...Read More

12

શિવરુદ્રા.. - 12

12. ( શિવરુદ્રાને સૂર્યપ્રતાપગઢમાં આવેલ પહેલાં મહેલ વિશે રવજીભાઈ પાસેથી ઘણીબધી માહિતી મળે છે, જેનાં આધારે શિવરુદ્રાને ખ્યાલ આવે કે હાલ જે મહેલ સૂર્યપ્રતાપગઢમાં આવેલ હતો, એ મહેલ 700 વર્ષ પહેલાં મહારાજા હર્ષવર્ધન સૂર્યપ્રતાપે બનાવડાવેલ હતો, જે પરથી આ ગામનું નામ સૂર્યપ્રતાપગઢ પડેલ હતું, પરંતુ ભૂતકાળમાં એ મહેલ મહારાજા રાઘવેન્દ્ર સિંહ દ્વારા બનાવડાવેલ હતો, અને એ સમયે આજનું સૂર્યપ્રતાપગઢ રાઘવપુર તરીકે ઓળખાતું હતું, મહારાજા હર્ષવર્ધને આ રાઘવપુર પર ચડાઈ કરીને આ રાઘવપુર જીતી લીધેલ હતું, અને મહારાજા રાઘવેન્દ્ર સિંહને પોતાનાં દરબારમાં મંત્રી પદ આપેલ હતું, અને તેમની દિકરી રાજકુમારી સુલેખાને પોતાની રાણી બનાવે છે….એ જ દિવસે રાતે શ્લોકા ગભરાયેલ ...Read More

13

શિવરુદ્રા.. - 13

13. (શિવરુદ્રા શ્લોકાએ આપેલ રાજા હર્ષવર્ધનનો ફોટો જોઈને ખુબ જ નવાઈ પામે છે, કારણ કે પોતાનો ચહેરો આબેહૂબ રાજા સાથે મળતો આવતો હતો, આ ઊપરાંત તેની સાથે સૂર્યપ્રતાપ મહેલે ઘટેલ રહસ્યમય ઘટનાઓ અને "ક્રિસ્ટલ આઈ" વગેરે રહસ્યોથી શિવરુદ્રા હાલ ચારેબાજુએથી ઘેરાયેલ હતો, આ રહસ્યોનો કોઈ ઉકેલ મળી રહ્યો ન હતો, આથી શિવરુદ્રા વિચારે છે કે પોતે પેલાં અઘોરીબાબાને મળ્યો એ પછી જ આ બધી ઘટનાઓ પોતાની સાથે ઘટી રહી છે, માટે પેલાં અઘોરીબાબા જ પોતાને આ બધાં ગાઢરહસ્યોમાંથી બહાર નીકળવા માટેનો કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે...જ...તે - આવા વિચાર સાથે શિવરુદ્રા શ્લોકા, આકાશ અને ડ્રાઇવર વિનોદભાઈ સાથે જૂનાગઢ પહોંચે ...Read More

14

શિવરુદ્રા.. - 14

14. આજથી લગભગ છસો વર્ષ પહેલાં. સૂર્યપ્રતાપગઢથી થોડે દૂર એક ગાઢ જંગલ આવેલ હતું, જેમાં ઘટાદાર ઊંચા - ઊંચા ખળ - ખળ વહેતી નિર્મળ નદીઓ, ઝરણાંઓ, ચારેબાજુએ ઊંચા - ઊંચા લીલાછમ ડુંગરો જ આવેલાં હતાં, આ જંગલ એટલું ઘટાદાર હતું કે તમે જો તેમાં પ્રવેશ્યાં બાદ રસ્તો ભટકી જાવ, તો પછી ત્યાંથી પાછા ફરવું ખૂબ જ કપરું હતું, આ જંગલોમાં વન્યપ્રાણીઓ પણ મુક્તમને આરામથી વિચરી શકતાં હતાં, એકવાર મહારાજા હર્ષવર્ધન પોતાનો રથ અને સૈનીકો લઈને આ જંગલમાં શિકાર કરવાં જવાં માટે જાય છે, તેઓને આ જંગલમાં પહોંચતાં - પહોંચતાં જ મધ્યાહનનો સમય થઈ જાય છે, આથી મહારાજ હર્ષવર્ધન પોતાનાં ...Read More

15

શિવરુદ્રા.. - 15

15. (શિવરુદ્રા ટીમ સાથે પેલાં અઘોરીબાબાને મળવાં માટે જૂનાગઢ જાય છે, ત્યારબાદ પેલાં અઘોરીબાબા તેઓને મળે છે, ત્યારબાદ શિવરુદ્રા બાબાને પોતાની મૂંઝવણો અને તકલીફો વિશે સવિસ્તાર જણાવે છે, જેનાં પ્રત્યુતરમાં પેલાં અઘોરીબાબા શિવરુદ્રાને વર્ષો જૂની એક પૌરાણિક પુસ્તક આપે છે અને જણાવે છે, કે આ પુસ્તકમાં તેની બધી જ મૂંઝવાણોનું સમાધાન છે, ત્યારબાદ તેઓ પેલાં અઘોરીબાબાનો આભાર માને છે, અને પછી તે બધાં સુર્યપ્રતાપગઢ પરત ફરે છે, તે દિવસે રાતે શિવરુદ્રા શ્લોકા અને આકાશને સ્ટાફ ક્વાર્ટરમાં આવેલ બગીચે મળવાં માટે બોલાવે છે, કારણ કે શિવરુદ્રા શ્લોકા અને આકાશને એક સરપ્રાઈઝ આપવાં માંગતો હતો, ત્યારબાદ શિવરુદ્રા તેઓને પેલી “ક્રિસ્ટલ આઈ” ...Read More

16

શિવરુદ્રા.. - 16

16 (શિવરુદ્રા જ્યારે પોતાની આંખો ખોલીને જોવે છે, તો હાલ તે પોતાની જાતને એક ઘોર ઘનઘોર અને ગાઢ રહસ્યમય આવી પહોચેલ પામે છે, આ જોઈ શિવરુદ્રા એકદમથી ગભરાય જાય છે, ત્યારબાદ તે શ્લોકા અને આકાશને મળે છે, અને પછી તેઓ એકબીજા સાથે વાતોચિતો કરે છે, અને હાલ પોતાના માથે એકાએક આવી પડેલ આફત સામે કેવી રીતે લડવું એ વિશે ચર્ચા - વિચારણા કરવાં માંડે છે, ગહનચર્ચા અને વિચારવિમર્ષનાં કર્યા બાદ અંતે "જે થશે એ જોયું જશે...!" - એવું વિચારીને ગુફાનાં એ ગાઢ અને રહસ્યમય માર્ગ પર આગળ ધપે છે.....ત્યારબાદ તેઓ એક મોટાં રહસ્યમય અને વર્ષો જુનાં પૌરાણિક દરવાજા સામે ...Read More

17

શિવરુદ્રા.. - 17

17. ( આલોક શર્મા સૂર્યપ્રતાપ મહેલ પરથી પેલી ક્રિસ્ટલ આઈ પોતાની સાથે લઈને પોતાનાં ક્વાર્ટર પર પરત ફરે છે, આલોકશર્મા મનોમન ખૂબ જ ખુશ હતો કારણ કે હાલ તેને મહેલેથી મળેલ પેલી ક્રિસ્ટલ આઈ કોઈ સામાન્ય આઈ ન હતી, પરંતુ તે ઈચ્છા પૂર્તિ કરતી એક આલૌકીક ક્રિસ્ટલ આઈ હતી, પરંતુ આલોક એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે હાલ તે પોતાની સાથે માત્ર એ ક્રિસ્ટલ આઈ જ નહીં પરંતુ પોતાની સાથે એક મોટી એવી આફત કે મુશીબત લઈને જઈ રહ્યો હતો, જે આવનાર ભવિષ્યમાં તેની લાઈફ વેર વિખેર કરી નાખશે, જેનાં વિશે આલોકે સપનામાં પણ વિચાર નહીં વિચારેલ હશે..) ...Read More

18

શિવરુદ્રા.. - 18

18. (શિવરુદ્રા, આકાશ અને શ્લોકા હાલ પેલી ડરામણી અને અંધકારમય ગુફામાં ફસાય ગયેલાં હતાં, હાલ તે બધાં પોતાનાં રસ્તામાં પડાવ કે પડકારને ઉકેલવામાં સફળ રહ્યાં હતાં, જેમાં શિવરુદ્રાનો સિંહફાળો હતો, પેલો કોયડો ઉકેલાતાની સાથે તે લોકોનાં જીવમાં જીવ આવેલ હતો, જેમાં તે બધાનો ચમત્કારી રીતે આબાદ બચાવ થયેલ હતો, જેથી તે બધાંનાં ચહેરાઓ પણ ખુશીઓ છવાય ગયેલ હતી, ત્યારબાદ પેલો પૌરાણિક વર્ષો જૂનો દરવાજો આપમેળે ખૂલી જાય છે, જે જોઈને તે બધાની ખુશીઓનો કોઈ જ પાર નથી રહેતો, આથી તે બધાં ખુશ થતાં - થતાં પેલાં દરવાજાની અંદર પ્રવેશે છે, ત્યાં જઈને તે લોકો આશ્ચર્યમાં પડી જાય છે, કારણ ...Read More

19

શિવરુદ્રા.. - 19

19. (શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ત્રણેવ પેલાં રહસ્યમય દરવાજાની અંદર પ્રવેશે છે, દરવાજાની અંદર પ્રવેશતાંની સાથે તેઓની આંખો આશ્ચર્ય નવાઈને કારણે પહોળી થઈ જાય છે, કારણ કે તે લોકો હાલ એક પૌરાણિક કિલ્લાની સામે આવીને ઊભાં રહી ગયાં હતાં, જે કિલ્લો લાલ રંગનાં પથ્થરમાંથી બનવડાવેલ હતો, તે દિવાલની ઉપરની તરફ શિવજીનું એક નાનું એવું મંદિર આવેલ હતું, તેની નીચે બંને બાજુએ સિંહોની પ્રતિકૃતિઓ આવેલ હતી, ત્યારબાદ તેઓ સાથે એક પછી એક અજીબ અને અવિશ્વસનીય ઘટનાઓ ઘટવાં લાગે છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનું મગજ દોડાવીને આવી પડેલ આવી મુસીબતમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શોધી કાઢે છે, એવામાં બરાબર તે કિલ્લાની દિવાલમાં ...Read More

20

શિવરુદ્રા.. - 20

20. (શિવરુદ્રા, શ્લોકા અને આકાશ પેલાં કિલ્લા પાસે આવી પડેલ આફતમાંથી હેમખેમ બચી જાય છે, ત્યારબાદ તે બધાંને ખ્યાલ છે કે હાલ તેઓ ફરી ફરીને પેલી રહસ્યમય ગુફામાં આવી પહોંચે છે. તે રહસ્યમય ગુફામાં તપાસ કરતાં તેઓને ખ્યાલ આવે છે કે આ ગુફામાં એકસરખા કુલ 12 દરવાજાઓ આવેલ છે, પરંતુ આ દરેક દરવાજા પર અલગ અલગ આકૃતિઓ બનાવેલ હતી, જે આકૃતિઓમાં ક્રમશ: ઘેટું, આખલો, યુગલ, કરચલો, સિંહ, યુવતી, ત્રાજવા, વીંછી, ધનુષ્ય, બકરી, ઘડો અને માછલી વગેરેની આકૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. ગાઢ વિચારણા કર્યા બાદ તે લોકોને માલૂમ પડે છે કે દરવાજા પર રહેલ આકૃતિઓ વાસ્તવમાં રાશિ ચિન્હો છે, ...Read More

21

શિવરુદ્રા.. - 21

21. આજથી લગભગ છસો દસ વર્ષ પહેલાં. સ્થળ : સૂર્યપ્રતાપગઢ. સમય : વહેલી સવારનાં નવ કલાક. સુર્યપ્રતાપગઢ આજે સોળે ખીલી ઉઠયું હોય તેવું લાગી રહ્યું હતું, જાણે આખે આખું ગામ કુદરતનાં રંગે રંગાય ગયું હોય તેવું લાગી રહ્યું હતું. હાલ ચોમાસા દરમ્યાન પડેલાં ધોધમાર વરસાદને કારણે નદીઓ, નાળાઓ, બંધો અને ઝરણાઓમાં જાણે નવો પ્રાણ ફૂંકાય ગયો હોય તેમ નવાં જુસ્સા સાથે ખિલખિલાટ કરતાં વહી રહ્યાં હતાં. સુર્યપ્રતાપગઢની ફરતે આવેલાં ડુંગરોએ જાણે લીલા રંગની ચાદર ઓઢી લીધેલ હોય, તેમ ચારે કોર મનમોહક અને આંખોને ઠંડક પહોંચાડે તેવી હરિયાળી છવાય ગયેલ હતી. જ્યારે આ બાજુ સૂર્યપ્રતાપ મહેલની રાજસભામાં બધાં જ રાજાઓ, ...Read More

22

શિવરુદ્રા.. - 22

22. (શિવરુદ્રા, આકાશ અને શ્લોકા તેઓની નજર સમક્ષ રહેલાં બાર દરવાજા પાછળ છુપાયેલ કોયડો કે રહસ્ય ઉકેલવા માટે પ્રયત્નો હોય છે, ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે આ દરેક દરવાજા એક - એક એમ બારે બાર રાશીઓનાં પ્રતિક સમાન છે, બરાબર એ જ વખતે એક ધડાકા સાથે મેષ રાશીનાં દરવાજામાંથી એક ખૂબ જ ડરમણો અને ભયંકર દાનવ બહાર આવે છે, આથી શિવરુદ્રા પોતાની આગવી સૂઝને કારણે પેલાં દાનવને હરાવવામાં સફળ રહે છે, ત્યારબાદ આકાશ તેમને સિંહ રાશીવાળો દરવાજો કેવી રીતે ખોલાવો તે બાબતે પોતાનો અભિપ્રાય જણાવે છે. જ્યારે શિવરુદ્રા એ જ પ્રમાણે કરે છે, એવામાં તેઓનાં કાને “કરડડ ...Read More

23

શિવરુદ્રા.. - 23

23. (આલોકશર્માને વિકાસ નાયક જે માહિતી આપે છે, તે આધારે તેને ખ્યાલ આવે છે કે તેણે સૂર્યપ્રતાપ મહેલે જે આરસની મૂર્તિ જોઈ હતી તે મૂર્તિની ઇમ્પોર્ટ એક્સપોર્ટ માર્કેટમાં કરોડો રૂપિયા કિંમત છે. આથી આલોકનાં મનમાં લાલચ જાગે છે, અને તે મૂર્તિ મેળવવાં હાંસિલ કરવાં માટે તે જ દિવસે રાતે પોતાનાં ક્વાર્ટરેથી કોઈને પણ કહ્યાં વઘર કાર લઈને નીકળી જાય છે. આપણે ત્યાં કહેવત છે ને કે, “વધુ પડતી લાલચ વિનાશ નોતરે છે.” આલોકનાં કિસ્સામાં પણ કઈક આવું જ બનેલ હતું. આલોક મહેલ પહોંચીને તેની પાસે રહેલ “ક્રિસ્ટલ આઈ”ની મદદથી પેલી આરસની મૂર્તિ મેળવવામાં સફળ તો થઈ જાય છે, પરંતુ ...Read More

24

શિવરુદ્રા.. - 24

24. ( શિવરુદ્રા, શ્લોકા અને આકાશ એક નવી મુસીબતમાં ફસાય જાય છે, ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે તેઓ કોઈ ખીણની ઉપરની તરફ આવી ગયેલાં છે, ત્યારબાદ એકબીજાનાં મંતવ્યો, અઘોરીબાબાએ આપેલ પૌરાણિક પુસ્તક અને સ્મશાનની ભસ્મ તેઓને રસ્તો શોધવામાં મદદરૂપ સાબિત થાય છે. શિવરુદ્રા પોતાની કુશાગ્ર બુધ્ધિ અને શ્લોકા અને આકાશનાં અભિપ્રાયની મદદથી પેલાં પૌરાણિક પુસ્તકમાં રહેલ કોયડો ઉકેલવામાં સફળ રહે છે. જમીનનાં કિનારે રહેલ લોખંડનાં ટુકડા પર શિવરુદ્રા રુદ્રાક્ષની માળા બાંધીને અઘોરીબાબાએ આપેલ સ્મશાનની ભસ્મને હવામાં ઉછાળે છે, અને ઈશ્વરને પોતાની મદદ કરવાં માટે પ્રાર્થના કરે છે. જોતજોતમાં ત્યાંથી લાકડાંનો એક મજબૂત પુલ નીકળે છે, જે સામેનાં ...Read More

25

શિવરુદ્રા.. - 25

25. સમય : સવારનાં દસ કલાક સ્થળ : મહારાજા હર્ષવર્ધનનો રાજખંડ. મહારાજા હર્ષવર્ધન પોતાનાં રાજખંડની આગળની તરફ આવેલાં ઝરૂખામાં આસન પર બેસેલાં હતાં. આસન પર બેસીને તેઓ હાલ કોઈ ગહન વિચારોમાં ખોવાયેલાં હતાં. તેઓ મનોમન વિચારી રહ્યાં હતાં કે, શાં માટે મહારાણી સુલેખાએ પોતાની સાથે આવો વિશ્વાસઘાત કર્યો હશે ? શું મહારાણી સુલેખા ખરેખર દોષી હશે ? કે પછી તેણે કોઈનાં દબાણવશ થઈને આવું પગલું ભર્યું હશે ? શું મહારાણી સુલેખા આજીવન કાયમિક માટે મૂર્તિ બનીને જ રહેશે ? શું પોતે પેલો દિવ્ય, તેજસ્વી અને ચમત્કારી “રુદ્રાક્ષ” ને પ્રિન્સ પ્લૂટોથી બચાવવામાં સફળ રહેશે ? જો એ દિવ્ય રુદ્રાક્ષ પ્રિન્સ ...Read More

26

શિવરુદ્રા.. - 26

26. (શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ડેવીલમાઉથ વાળી ગુફામાં ફસાય જાય છે. ત્યારબાદ તેઓની નજર સમક્ષ ચારેબાજુએ માત્રને માત્ર વાદળો દ્રશયમાન થઈ રહ્યાં હતાં, એવામાં આકાશને કોઇ પૌરાણિક પુલ હોવાનાં અવશેષો મળે છે. ત્યારબાદ તેઓ પેલી પૌરાણિક પુસ્તકમાં રહેલ કોયડો ઉકેલે છે. આ સાથે જ તેઓની નજર સમક્ષ લાકડાંનો એક પુલ આપમેળે આવી જાય છે. બરાબર એ જ સમયે તે લોકો સાથે અમુક ડરામણી ઘટનાઓ ઘટે છે. આકાશ અને શિવરુદ્રા સફળતાપુર્વક પુલ પાર કરી લે છે, પરંતુ શ્લોકા થોડી પાછળ રહી જાય છે. એ જ સમયે એ લાકડાનાં પૂલમાં લાગેલ આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી લે છે. આથી શિવરુદ્રા એકપણ ...Read More

27

શિવરુદ્રા.. - 27

27. (રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લુટોને યુધ્ધમાં હરાવી દે છે. આથી પ્રિંન્સ પ્લુટો પોતાનો જીવ બક્ષવાં માટે રાજા હર્ષવર્ધન સામે યાચના કરે છે. જ્યારે રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લુટો સામે શરત મુકતાં જણાવે છે કે જો તે તેને પેલાં દિવ્ય રુદ્રાક્ષ વિશે બાતમી આપનાર રાજદ્રોહી વિશે જણાવી દેશે તો તે પ્રિન્સ પ્લુટોને માફ કરી દેશે. ત્યારબાદ રાજા હર્ષવર્ધનને માલુમ પડે છે કે પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર બીજુ કોઈ નહિ પરંતુ ખુદ તેનાં સસરા રાધવેન્દ્ર સિહ જ છે. આથી રાજા હર્ષવર્ધન કોણ સાચો ગુનેગાર છે તે વિશે ભારે મુંઝવણ અનુભવે છે. હાલ રાજા હર્ષવર્ધનની શંકાની મહારાણી સુલેખા, રાઘવેન્દ્ર સિંહ અને રાયસંગની આજુબાજુએ ...Read More

28

શિવરુદ્રા.. - 28

28. (શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો પેલી "ડેવિલ માઉથ" વાળી આફતોમાંથી મહામહેનતે બચે છે. આ દરમ્યાન શિવરુદ્રા પોતાનાં જીવની કર્યા વગર જ શ્લોકાને બચાવવા માટે ઉંડી ખીણમાં કુદી પડે છે. આથી શ્લોકા હેમખેમ બચી જાય છે. ત્યારબાદ તેઓ એક હરીયાળા ઘાસનાં મેદાન પર આવી ચડે છે. આ મેદાનની બરાબર વચ્ચોવચ તેઓને કોઈ એક પૌરાણિક મુર્તિ નજરે ચડે છે, ત્યારબાદ તેઓને ખ્યાલ આવે છે કે તે પૌરાણિક મુર્તિ ભ્ગવાન શિવનાં નટરાજ સ્વરુપની હોય છે. બરાબર એ જ સમયે તે લોકો સાથે રહસ્યમય અને અવિશ્વસનીય ઘટાનો ઘટે છે. ત્યારબાદ ભગવાન નટરાજની મુર્તિમાંથી દુધિયા રંગની રોશની નીકળે છે. જે રોશની મુર્તિની સામે ...Read More

29

શિવરુદ્રા.. - 29

29. (શિવરુદ્રા અને તેનાં સાથીઓ ભગવાન નટરાજની મુર્તિને પોતાનાં મુળ સ્થાને ફરીથી સ્થાપિત કરવાં માટે ભેગા મળીને ઉચકાવવાં જાય બરાબર એ જ સમયે કોઇ વ્યક્તિ તેઓ પાસે મદદની યાચનાં કરી રહી હોય તેવો અવાજ સંભળાય છે. ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે તે અવાજ બીજા કોઈનો નહી પરંતુ આલોક શર્માનો જ હતો. આ બાબતની ખાતરી કર્યા બાદ જ તેઓ આલોકશર્માને પેલી અંધકારમય અને ડરામણી ગુફામાંથી દોરડાની મદદ વડે બહાર નીકળવામાં મદદ કરે છે. ગુફામાંથી બહાર આવ્યાં બાદ આલોક, શિવરુદ્રા અને તેનાં બધાં સાથી મિત્રોનો સહર્દય ખુબ ખુબ આભાર માને છે. ત્યારબાદ આલોક તેઓનાં મનમાં હાલ જે કંઈ મુંઝવણો ...Read More

30

શિવરુદ્રા.. - 30

30. (શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો વર્ષોથી અંધકારમય ગુફામાં ફસાયેલાં આલોક શર્માને બચાવે છે. ત્યારબાદ આલોક શર્મા પોતાની સાથે સુધી જે કોઈ ઘટનાંઓ ઘટેલ હતી, તેનાં વિશે વિગતવાર શિવરુદ્રા અને તેનાં અન્ય મિત્રોને જણાવે છે. બરાબર તે જ સમયે નરભક્ષી દાનવો તે લોકો પર હુમલો કરવાં માટે આવી ચડે છે. ત્યારબાદ આલોક તેઓ પર હાલ આવી પડેલ આફતનો કેવી રીતે સામનો કરવો તે માટેનો ઉપાય સૂચવે છે. જેણે કારણે થોડી જ વારમાં બધાં નરભક્ષી દાનવોનો ખાતમો બોલી જાય છે. પછી તે બધાં ભેગા મળીને ભગવાન નટરાજની મૂર્તિને ગુફામાં આવેલ તેનાં મૂળ સ્થાને સ્થાપિત કરે છે. આ સાથે જ તેઓ ...Read More

31

શિવરુદ્રા.. - 31

31. આલોક શર્માનાં ગુમ થયાનાં એક વર્ષ બાદ. સમય : સવારનાં 10 ક્લાક. સ્થળ : વિકાસ નાયકનું ફાર્મહાઉસ. વિકાસ પોતાનાં ફાર્મહાઉસ ખાતે આવેલ પોતાની ઓફિસમાં બેસેલ હતો, અને ટેબલ પર રહેલાં લેપટોપમાં પોતાનુ કામ કરવામાં વ્યસ્ત હતો, બરાબર તે જ વખતે તેની સામે રહેલ ટેબલ પરનો ઈન્ટર કોમ ફોનની ઘંટડી વાગે છે. આથી વિકાસ નાયક ઈન્ટરકોમ ફોનનું રિસીવર પોતાનાં કાન પાસે રાખીને ભારે અવાજે બોલે છે. "હેલો !" "સર ! તમારા નામે કોઈ એક કુરિયર આવેલ છે. જેનાં પર આપણાં આ ફાર્મહાઉસનુ સરનામું લખેલ છે, જ્યારે મોક્લનાર જર્મનીથી કોઈ "ચાર્લ્સ જોસેફ" છે. અને આ કુરિયર બોયે મને એવું જણાવ્યુ ...Read More

32

શિવરુદ્રા.. - 32

32. (શિવરુદ્રા અને તેનાં સાથી કોઈ પથ્થરની શિલા પર આવ પહોચેલ હોય છે, જ્યારે બીજી બાજુએ શિવરુદ્રા હજુસુધી શ્લોકાનાં હર્દય ધ્રુજાવી દે તેવો આકરો વલોપાત કરી રહ્યો હતો. બરબર તે જ સમયે આકાશ આલોકને જણાવે છે, હાલ તેઓ કોઈ ફલોટીંગ આઈલેન્ડ પર આવી પહોંચેલ છે. કારણ કે તેની આજુબાજુ ચારેકોર આવાં ઘણાંબધાં ફલોટીંગ આઇલેન્ડ આવેલાં હતાં. બરાબર આ જ સમયે તેઓની નજર સૌથી અનોખા દેખાય રહેલાં એક રહસ્યમય આઇલેન્ડ પર પડે છે. જે કદાચ તેઓની આ અવિશ્વનીય અને રહસ્યમય મુસાફરીનાં અંતિમ પડાવ માફક લાગી રહ્યું હતું. આ આઇલેન્ડ પર એક મોટો રહસ્યમય દરવાજો આવેલ હતો, જેનાં પર ખાસ પ્રકારનાં ...Read More

33

શિવરુદ્રા.. - 33

33. (શિવરુદ્રા પોતાની કુશાગ્ર બુધ્ધિ દ્વારા પોતાનાં અને અન્ય સાથી મિત્રો પર આવી પડેલ આફતમાંથી ઉગારે છે. ત્યારબાદ શિવરુદ્રા તેનાં સાથી મિત્રો પેલા ફ્લોટીંગ આઈલેન્ડ દ્વારા "રામસેતુ" જેવાં પુલની રચનાં થઈ હતી, તેનાં દ્વારા તે બધાં તેઓની સામે રહેલાં અનોખા અને રહસ્યમય આઈલેન્ડ પર આવી પહોચે છે. ત્યાં તેઓની સાથે એક અવિશ્વનીય અને અમાનનીય ઘટનાઓ ઘટે છે.ત્યારબાદ શિવરુદ્રા જમીન ચિરીને બહાર આવેલ "ગરુડા તલવાર" ની મદદ દ્વારા દરવાજાની આસપાસ કિડિ મકોડાની માફક ઉભરાયેલાં ઝેરી સાપો શિવરુદ્રા અને તેનાં અન્ય સાથી મિત્રોને આગળ વધવાં માટે કેડી જેવો રસ્તો કરી આપે છે. ત્યારબાદ શિવરુદ્રા ગરુડા તલવાર પોતાનાં સાથે લઈને હાલ આકાશ ...Read More

34

શિવરુદ્રા.. - 34

34. (શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને "ગરુડા તલવાર" પર સંસ્કૃત ભાષામાં લખાયેલાં મંત્રનાં આધારે ખ્યાલ આવે છે, કે શિવરુદ્રા જ રાજા હર્ષવર્ધનનો પુનઃજન્મ છે. ત્યારબાદ તેઓની નજર સમક્ષ રહેલો પેલો રહસ્યમય દરવાજો આપમેળે ખુલી જાય છે. ત્યારબાદ તેઓ તે દરવાજામાં પ્રવેશે છે. તે દરવાજામાં પ્રવેશતાની સાથે તેઓનાં આશ્વચર્યનો કોઈ જ પાર નથી રહેતો કારણ કે હાલ તેઓ એ ગુફામાં જે કઈ દ્રષ્યો જોઈ રહ્યાં હતાં, તેવાં આબેહુબ દ્રષ્યો શિવરુદ્રા પાસે રહેલાં પૌરાણીક નકક્ષામાં દર્શાવવામાં આવેલાં હતાં.આ ગુફામાં એક કુંડ આવેલ હતો, જેમાં દિવાલની ઉપર તરફ આવેલાં ધોધમાંથી ટીપે - ટીપે પાણી એક્ઠું થઈ રહ્યું હતું, જ્યારે રાત્રીનાં સમયે ચંદ્રની ...Read More

35

શિવરુદ્રા.. - 35 - અંતિમ ભાગ

35. (અંતિમ ભાગ) (શિવરુદ્રા તેનાં સાથી મિત્રો સાથે જ્યારે પેલી રહસ્યમય ગુફામાં ઉભેલ હોય છે, બરાબર તે જ સમયે કોઈ વ્યક્તિનો અવાજ સંભળાય છે, ત્યારબાદ તેઓને માલુમ પડે છે કે આ અવાજ પેલાં અઘોરીબાબનો જ હોય છે, ત્યારબાદ અઘોરીબાબા શ્લોકાને ફરીથી સજીવન કરવાનો ઉપાય સૂચવે છે, જેને લીધે શ્લોકા ફરીથી સજીવન થાય છે.ત્યારબાદ તેઓને ખ્યાલ આવે છે કે પેલાં અઘોરીબાબા કોઈ બીજું નહીં પરંતુ ખુદ દેવોનાં દેવ મહાદેવ પોતે જ હોય છે.આમ પોતાનાં જીવતે જીવતાં જ "ભોળાનાથ" વિરાટ સ્વરૂપનાં સાક્ષાત દર્શન થવાંને લીધે પોતાની જાતને નસીબદાર ગણી રહ્યાં હતાં, શિવરુદ્રા અને તેનાં મિત્રોને દર્શન આપ્યાં બાદ તેઓ એકાએક અદ્રશ્ય ...Read More