આઇસોલેશન

(83)
  • 10.3k
  • 2
  • 3.5k

આજકાલના ટ્રેન્ડિંગ વિષયમાં કોરોના નામની મહામારી અને એમાંથી પસાર થઈ ચૂકેલા દર્દીઓ તથા એમની સાથે રહેતા કુટુંબીઓની આપવીતી મુખ્ય છે. શરૂઆતમાં આ બીમારીમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું, નાની ઉંમરના બાળકો તથા મોટી ઉંમરના વડીલો માટે આ જંગ જીતવી લગભગ અશક્ય હતી. ધીમે ધીમે ડોક્ટરો અને સાયન્ટિસ્ટના સહિયારા પ્રયત્નોથી હવે કોરોનાના દર્દીઓને તેમના ઉપચારમાં તેમજ નાણાકીય વ્યવસ્થામાં ઘણેખરે અંશે રાહત થઈ ચૂકી છે. હું પણ આમાંથી પસાર થઈ ચૂકી છું.

New Episodes : : Every Wednesday

1

આઇસોલેશન - 1

આઇસોલેશન''મહામારી એક વરદાન''આજકાલના ટ્રેન્ડિંગ વિષયમાં કોરોના નામની મહામારી અને એમાંથી પસાર થઈ ચૂકેલા દર્દીઓ તથા એમની સાથે રહેતા કુટુંબીઓની મુખ્ય છે. શરૂઆતમાં આ બીમારીમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું, નાની ઉંમરના બાળકો તથા મોટી ઉંમરના વડીલો માટે આ જંગ જીતવી લગભગ અશક્ય હતી. ધીમે ધીમે ડોક્ટરો અને સાયન્ટિસ્ટના સહિયારા પ્રયત્નોથી હવે કોરોનાના દર્દીઓને તેમના ઉપચારમાં તેમજ નાણાકીય વ્યવસ્થામાં ઘણેખરે અંશે રાહત થઈ ચૂકી છે.હું પણ આમાંથી પસાર થઈ ચૂકી છું. ના, ના એટલે મને કોરોના નથી થયો. મમ્મી-પપ્પા, બે ભાઈ-બે ભાભી એમના ચાર બાળકો અને હું...અમારા આ બહોળા કુટુંબમાં સૌથી પહેલા મમ્મીને તાવ આવ્યો. ખબર ના પડી કે કોના ...Read More

2

આઇસોલેશન - 2

મમ્મીને પપ્પાના દાખલ થવાની વાત કરવાની નહોતી. અને એમ પણ મોબાઈલમાં વાત થવાની કે કોઈને મળવા દેવાનું હતું નહીં એ બહુ અઘરૂ પડ્યું નહીં. મમ્મીને હોસ્પિટલમાં આજે સાતમો દિવસ હતો. ધીમે-ધીમે એમના વિચારોને નવો વળાંક મળ્યો હતો, ''આજ સુધી હું આવી રીતે રહી જ નથી, ના ઘરની કોઈ જવાબદારી કે ના છોકરાઓ સાચવવાનું ટેંશન. આખી જિંદગી મારી તો આમ જ પુરી થઈ ગઈ. પરણીને આવી, ત્યારે પંદર જણના ભર્યા ઘરમાં આખો દિવસ આવતા મહેમાનોની સરભરામાં અને દેરીયા-નણંદોને પરણાવી એમના વહેવારોમાં જ યુવાની વીતી ગઈ. એક પછી એક ટીના, હિરેન અને મિલનને ઉછેરવામાં અને પરણાવવામાં ઘરડી થઈ. પહેલા હતું, કે ...Read More

3

આઇસોલેશન - 3

મમ્મીને હવે નવાઈ લાગી નહીં, એણે બીજી ચા મૂકી. મમ્મીને હળવેથી ધક્કો મારીને થોડી દૂર કરતાં એમના હાથમાં રહેલી અને ગરણી લઈ લેતાં કહ્યું, ''જા, આજે પેલો મિકી માઉસ વાળો કપ કાઢ.'' મમ્મી એમની આ સાવ બદલાઈ રહેલી વર્તણૂંકમાં એક બાલિશપણું જોઈ રહી હતી. જાણે કે બે ટેણીયાઓ કોઈ પાયાવિહોણી વાતમાં ઝગડયા પછી એકબીજાને એવી જ તથ્ય વિનાની વાતોથી રિઝવી રહ્યાં હોય, અને એમાં બંને જાણતાં પણ હોય કે આ વર્તન વધારે લાબું ચાલવાનું નથી.મમ્મીએ એમને કપ આપતાં છણકો કર્યો, ''યાદ છે ? આ કપ માટે થઈને તમે આખું ઘર માથે લીધું હતું ?, તે દી'નો એ કપ કબાટમાં ...Read More