મુંબઈ.... સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ અને ઉષ્માની પરોઢને એ પ્રોઢ વાગોળે એ પહેલાં.... ‘ચાચા.. આપકી ચાય.’ સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચાની ટપરી પરથી ચાય લઈ આવેલો ચાલીસ વર્ષનો યુવક ચાયનો ગ્લાસ પ્રોઢના હાથમાં આપતાં બોલ્યો.
Full Novel
જીસ્મ કે લાખો રંગ - 1
'જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-પહેલું/૧મુંબઈ....સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ અને ઉષ્માની પરોઢને એ પ્રોઢ વાગોળે એ પહેલાં....‘ચાચા.. આપકી ચાય.’ સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચાની ટપરી પરથી ચાય લઈ આવેલો ચાલીસ વર્ષનો યુવક ચાયનો ગ્લાસ પ્રોઢના હાથમાં આપતાં બોલ્યો.દરિયા કિનારે બેન્ચ પર બેસેલાં પ્રોઢ ધ્રુજતાં હાથે ચાયનો ગ્લાસ ઝાલી, સસ્મિત યુવકના ગાલે સ્હેજ વ્હાલથી ટપલી મારતાં કાંપતા સ્વરે બોલ્યાં,‘આઆ...આજ ઇતને સાલ હો ગયે.. પર ફિરભી...સુરજ કી પહેલી કિરન નિકલને ...Read More
જીસ્મ કે લાખો રંગ - 2
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- બીજુંઆરુષી ઈનામદાર.સગા બાપ અને સાવકી મા, બન્નેના સહિયારા તન અને ધનની ઐયાસીનો કૈફ ઓસર્યા પછી તોફાનની ભુલભુલૈયામાં આરુષીની જિંદગી મધદરિયે દિશાહીન દશામાં અટવાયેલી હોડી માફક હતી.આરુષીના પિતા વિક્રમ ઈનામદાર મધ્યમ પરિવારમાં સંઘર્ષ કરતાં મહત્વાકાંક્ષી, દેખાવડા, ઉપરાંત કલાકાર જીવડો પણ ખરાં. ગાયન ક્ષેત્રમાં વિક્રમની સારી એવી રુચિ ખરી. પણ અંતરિયાળ ગામમાં નિવાસ અને જરૂરી પ્રારંભિક તાલીમના અભાવના કારણે તેની પ્રતિભા રૂંધાઇ ગયેલી. પિતાએ નાની ઉમરમાં વિક્રમની અનિચ્છાએ ઉષા સાથે તેના એરેન્જ મેરેજ કરાવી દીધા હતાં. લગ્નના બે વર્ષ બાદ આર્થિક સંકડામણ અને ઝઘડા વધતાં પિતાનું ઘર અને ગામડાને હંમેશ માટે તિલાંજલિ આપી વિક્રમ અને ઉષા શહેરી ...Read More
જીસ્મ કે લાખો રંગ - 3
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-ત્રીજું-૩આજે દેવ આરુષીની બીજી મુલાકાત હતી..દેવ અને આરુષી, માત્ર નામથી પરિચિત બન્ને અજનબીની એ મધ્યરાત્રીની અણધારી મુલાકાતના ત્રણ દિવસ બાદ... ફરી એ જ સમય અને સ્થળ, બેન્ચ પર બેસી, સાથળ પર નોવેલ ટેકવી ટેકવી દેવ ચુપચાપ, કાચી કુંવારી તરુણીના ઉછળતાં ઉન્માદ જેવાં સમંદરના મોંજાની મસ્તીને મનોમન મમળાવતો હતો ત્યાં જ....થોડે દુર કાર પાર્ક કરી પાછળથી બિલ્લી પગે દેવની સાવ નજદીક આવી આરુષી બોલી..‘એય દોસ્ત...ક્યા મુજે તુમ્હારી તન્હાઈ મેં શરીક હોને કી ઇઝાઝત હૈ ? અદ્દલ ફરી એ જ મુલાકાતનું આટલા ટૂંકા સમયગાળામાં આબેહુબ પુનરાવર્તન થશે તેનું દેવને અંશ માત્ર અનુમાન નહતું, એટલે સ્હેજ ચોંકી ઉઠતાં ચહેરા પરના વિસ્મયકારક ...Read More
જીસ્મ કે લાખો રંગ - 4
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-ચોથું-૪બસ આ રીતે...સમયચક્ર સાથે આવતાં દરિયાના ભરતી ઓટની માફક આરુષી અને દેવની મુલાક્તાનો સીલસીલો પણ અવિરત રહ્યો. એક અપરિચિત પુરુષ માટે કોઈપણ સ્ત્રીએ ખેંચેલી ન્યુનતમ લક્ષ્મણરેખા અજાણતામાં પણ પાર કરવાની ચેષ્ટા દેવે નહતી કરી. આરુષીને એ વાત વધુ સ્પર્શી ગઈ કે, એ બાબતમાં દેવ સજાગ નહીં પણ સહજ હતો. એટલે..... ઠીક એક મહિનાના અંતે બંનેની ચોથી મુલાકાતની એક રાત્રીએ આરુષીની મનોસ્થિતિ એક એવી સપાટી સ્થિર થઈ જતા તેને એવો ભાસ થયો કે... હવે એકમાત્ર દેવ જ તેના અંગત પરિચયનો હકદાર છે. એ જ દરિયા કિનારે...ભરતીના પ્રથમ પ્રહરની સાથે... રાત્રીના આશરે બારેક વાગ્યાની આસપાસ કિનારા સામે ઉંચી પાળ ...Read More
જીસ્મ કે લાખો રંગ - 5
જિસ્મ કે લાખો રંગ.’પ્રકરણ- પાંચમું/૫બીજા દિવસે...સુર્યાસ્ત પછી...ગોવાના અતિ રમણીય અને પ્રવાસીઓની પ્રથમ પસંદ એવાં કલંગુટ બીચ સ્થિત એક આલિશાન સ્ટાર હોટેલના સ્વિમિંગ પૂલને અડીને આવેલી લોંગ ચેરમાં લંબાવી અંગ્રેજી ન્યુઝ પેપર વાંચતા દેવની નજર, ટુ પીસ સ્વિમિંગ સ્યુટમાં આશરે પાંત્રીસેક વર્ષની આંખો મીંચી તેની મસ્તીમાં આરામ ફરમાવી રહેલી કામુક દેહ લાલિત્ય ધરાવતી બાજુની ચેર પર આડી પડેલી યુવતી પર પડી.થોડા સમય બાદ... તે યુવતીના મોબાઈલ પર કોલ આવતાં, ચહેરા પર નારાજગીના ભાવ સાથે કોલ રીસીવ કરતાં, ધીમા સ્વરમાં દબાયેલા ગુસ્સા સાથે દલીલ અને આરોપ-પ્રત્યારોપના સંવાદ સાથે શરુ થયેલો વાર્તાલાપનો અંત, અભદ્ર ગાલીગલોચના આદાન પ્રદાન સાથે સમાપન થયો... એ દરમિયાન ...Read More
જીસ્મ કે લાખો રંગ - 6
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- છઠું/૬મારી ઊંચાઈ અને અભ્યાસની સરખામણીમાં મારા પતિ શ્યામ વર્ણી પુરષોત્તમનો પનો ટૂંકો પડતો. અને... કોઈ જાતના દહેજની માંગણી વિના સંસ્કારી સાથે ખાધે પીધે સુખી ખાનદાન મને તેની પુત્રવધુ બનાવવા રાજી હતો એ થી વધુ પપ્પાને કશું નહતું ખપતું.‘મારા જેઠ પ્રાણજીવન તેમના પત્ની આશાલતા મારા પતિ અને હું ચાર સદસ્યના પરિવાર સાથે મેં ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો..જેઠની એકમાત્ર દીકરી યામિનીને શ્રેષ્ઠ અભ્યાસર્થે પુનાની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજી મધ્યમ શૈક્ષણિક સંસ્થામાં મુકાવવામાં આવી હતી. મારા જેઠ અને પતિ તેમના સંયુક્ત બિઝનેશ જેવા શેર અને સટ્ટા બજારની ઓફિસમાં સાથે બેસતાં.’‘જેમ ઘનઘોર વરસાદ પછી વાદળો હટયા બાદ સાતેય રંગો ...Read More
જીસ્મ કે લાખો રંગ - 7
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-સાતમું/૭બન્ને ટાંટીયાં પોહળા કરી, તેના હોઠ પર જીભ ફેરવતાં પ્રાણજીવન બોલ્યો..‘તો...રાહ કોની જુએ છે.... લઈને પ્રાણને... બાંહોહોહોહોહોહો........હો ઓઓઓઓઓઓઓઓઓઓ......ઓ’ બોલતાં પ્રાણજીવનમાં ગળામાંથી કારમી ચીસ ફાટી ગઈ.... અને બેડ પરની સફેદ ચાદર પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું.....ખુન્નસથી ખેંચાઈ ગયેલી દિમાગની નસોને શાંત પાડવા કામિનીએ એક જ જાટકે પ્રાણજીવનનું ગુપ્તાંગ વાઢી નાખ્યું.... હજુ પ્રાણજીવન તેજાબી પીડાની ચરમસીમા પર પહોંચે એ પહેલાં તો કામિનીએ ધારદાર તીક્ષણ છરી વડે ધડાધડ ઘા ઝીકી પ્રાણજીવનની બંને આંખો ફોડી નાખી...અને એ પછી લહુલુહાણ પ્રાણજીવન ગળાની નસો ફાટી જાય એ હદે ચીચયારી પાડતો અધમુઓ થઈ તરફડતો રહ્યો....પણ...ઝખ્મી આત્મસન્માનથી કામિનીના મગજ પર સવાર થયેલા ઝનુને એટલું વિકરાળ ...Read More
જીસ્મ કે લાખો રંગ - 8
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-આઠમું/૮હજુ વિમાસણની ભૂલભુલૈયાથી વિચારવૃંદમાં ભૂલો પડે ત્યાં જ.... મોબાઈલ રણક્યો..સ્હેજ ઝબકી સ્ક્રીન પર આરુષીનું નામ પડતાં સસ્મિત કોલ રીસીવ કરતાં બોલ્યો..‘હાઈઈઈઈ...’‘તું ક્યાં છે ? સ્હેજ નારાજગી સાથે ગુસ્સાના ટોનમાં આરુષીએ પૂછ્યું...‘એટ માય હોમ. કેમ ? ‘પૂછી, શકું ક્યારે આવ્યો ? પ્રકોપ પુર આગળ પાળ બાંધતા આરુષીએ પૂછ્યું‘આજે સાંજે.’ દેવ બોલ્યોબન્ને આંખો બંધ કરી ઊંડો શ્વાસ ભરી...ગુસ્સાને ગળી જતાં આરુષીએ પૂછ્યું..‘મુકાલાત.... અરે.. સોરી, મુલાકાત માટે ક્યારનો સમય આપે છે ?મનોમન હસતાં દેવ બોલ્યો.. ‘ટ્વેંટી ફોર બાય સેવન.. બંદા આપકી ખિદમત મેં હાજીર હૈ.. જબ તુમ કહો તબ.’‘ઓયે.... મેં મુકાલાત માટે સમય માંગ્યો, માખણ મારવા માટે નહીં સમજ્યો. અને આ ...Read More
જીસ્મ કે લાખો રંગ - 9
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-નવમું/૯આખી રાત જાગ્યા પશ્ચાત ભારોભાર નિદ્રા હોવાં છતાં પણ આરુષીની આંખો સ્હેજે મટકું નહતી મારતી કેમ દિવસનો સમય આપી દેવના મનનો મણ એક નો ભાર હળવો થઇ ગયો હતો પણ...તેની સામે મણ એકથી વધુનો ભાર આરૂઢ થયો હતો આરુષીના દિલો- દિમાગ પર. ઘરે આવી દેવે વિચાર્યું કે થોડીવાર સુઈ જાઉં... એ પછી સૂતા ને માત્ર વીસ મિનીટ થઇ હશે.. ત્યાં દેવનો મોબાઈલ રણક્યો...આખી રાતના ઉજાગરાથી ગાઢ ઊંઘમાં ઘેરાયેલી ઘેન ભરી આંખો માંડ માંડ ઉઘાડતાં સ્ક્રીન પરનું નામ વાંચ્યું.... ‘કામિની’.. ‘હેલ્લો....ગૂડ મોર્નિંગ દેવ.’‘હેહે...હે..હેલ્લો...ગૂડ મોર્નિંગ.’ બગાસું ખાતા દેવ બોલ્યો..‘જો સ્વયં દેવ જ આટલાં મોડા ઉઠે તો ...Read More
જીસ્મ કે લાખો રંગ - 10
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-દસમું/૧૦‘જેમ ઈશ્વરને જીગરના સારપની ઈર્ષા થઇ તેમ તેના ધંધાદારી હરીફ અને નીકટના દગાબાજની આંખમાં જીગરનું પરિવર્તન માફક ખટકવા લાગ્યું... અને અંતે રાજકારણી અને ટોચના પોલીસ અધિકારીઓની મિલી ભગતથી ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે ઘડાયેલી સ્ક્રિપ્ટેડ હત્યાના કાવતરાને એન્કાઉન્ટરનું નામ દઈ અંજામ આપતાં જીગરના નામ આગળ હંમેશ માટે સ્વર્ગસ્થ લાગી ગયું. ૬ ઓગસ્ટનો એ ગોજારો દિવસ આજે પણ મને યાદ છે. બે-રહેમીથી ચારણીની જેમ વિંધાયેલા લોહીથી લથપથ જીગરના મૃતદેહના નજરાનું સ્મરણ થતાં આજે પણ રુંવાડા ઊભા થઇ આવે છે.’ ‘મને અનહદ ચાહવાની હોંશ અને દોડમાં અચનાક મને એકલી મુકી જીગર ખુબ આગળ નીકળી ગયો. પણ એ વાતનું ગર્વ છે કે, ...Read More
જીસ્મ કે લાખો રંગ - 11
'જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-અગિયાર/૧૧‘તો.... હવે સત્તર સેકન્ડ પણ વેડફવા કરતાં હું મારો પ્રસ્તાવ મૂકતા કહું કે...’‘દેવ.......વીલ યુ મેરી મી. સેકન્ડ માટે દેવની ધડકન ધબકારો ચુકી ગઈ...ધોધની માફક ઉછળતાં શ્વાસ થંભી ગયાં.... બન્નેની આંખો પરસ્પર પોરવાઈ ગઈ. શું બોલવાની અસમંજસમાં દેવ પૂછી બેઠો.’‘સમજાવ કઈ રીતે ? આ સાંભળી ખડખડાટ હસતાં આરુષી બોલી..‘મહરાજના મોઢે સંસ્કૃતના સુત્રોચાર વચ્ચે લગ્ન મંડપમાં ફેરા ફરીશ એટલે બધું સમજાઈ જશે, પાગલ...? અને હનીમૂનનું પૂછું તો ફરી ન પૂછતો...’સમજાવ કઈ રીતે.’એ પછી આરુષી માંડ માંડ તેનું હાસ્ય રોકી શકી...અને દેવ શરમાઈ ગયો. પાઈનેપલ જ્યુસ ખત્મ કર્યા પછી જતાં જતાં દેવનો હાથ ઝાલીને આરુષી બોલી...‘દેવ....મને આજે રાત્રે જ આપણી ...Read More
જીસ્મ કે લાખો રંગ - 12
જીસ્મ કે લાખો રંગ.’પ્રકરણ-બારમું/૧૨મોર્નિંગમાં માંડ માંડ સાડા નવ પછી આંખો ઉઘાડી.. ફ્રેશ થઇ, ચાના કપ સાથે મોબાઈલ હાથમાં લેતાં સાડા સાત વાગ્યે આવેલો પેન્ડીંગ મેસેજ વાચ્યો.... ‘કોલ મી.’ચાની ચૂસકી ભરતાં કોલ લાગવાતા દેવ બોલ્યો..‘હાહાઈ...ગૂડ મોર્નિંગ ડીયર.’‘હાં.. ગૂડ મોર્નિંગ બટ... આપણે તારા લોકેશન પર નહીં પણ આપણા રોજિંદા લોકેશન પર જ મળીશું. અને રાતના ત્રણ વાગ્યા સુધી કઈ દેવીની આરતી ઉતારતો હતો એ કહે તો જરા મને ? ઠપકા સાથે સંવાદ સાંધતા આરુષી બોલી.‘યુ આર રાઈટ... એ પણ તારા જેવી દેવી જ છે... પરિચય રૂબરૂમાં આપીશ.. અને હું નહીં અમે બન્ને તારી જ આરતી ઉતારતાં હતા સમજી.’ ફરી ચૂસકી ભરતાં દેવ બોલ્યો.. ‘ઓઓ....ઓ ...Read More
જીસ્મ કે લાખો રંગ - 13
‘જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-તેરમું/૧૩ટોળામાંથી મોટા ભાગના લોકો મોતનો મલાજો જાળવવાને બદલે આરુષીના નિષ્પ્રાણ દેહના ફોટોગ્રાફ્સ અને વિડીઓ શૂટ અને કરવાનો પાશવી આનંદ ઉઠાવી રહ્યાં હતા. ટોળામાં જેટલા વ્યક્તિ એટલી વાતો થતી હતી...ટોળામાંથી થોડી વાર પહેલાં કોઈએ જાણ કરતાં સાયરનના સુસવાટા મારતી એમ્બુલન્સ અને પોલીસની ટીમ આવી ચડી.ત્વરિત, પોલીસે તેની કાર્યવાહી શરુ કરી..પછી તરત જ આરુષીના નજીવા ઘાવ અને રેતીથી ખરડાયેલાં મૃતદેહની સાથે સાથે બેહોશ અવસ્થામાં પડેલા દેવને પણ ઉઠાવી, એમ્બુલન્સમાં મૂકતાં ફરી વાતાવરણ ગજવતા સાયરન સાથે એમ્બુલન્સ અને પોલીસ વેન તેજ ગતિ સાથે સીટી હોસ્પિટલ તરફ રવાના થઇ.પંદર મીનીટમાં જ...પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી આ અઘટિત ઘટનાનું ...Read More
જીસ્મ કે લાખો રંગ - 14
‘જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- ચૌદમું/૧૪‘કહીશ અંકલ બધું જ.. અત્યારે એ વાત કહેવાનો યોગ્ય સમય નથી.’ નીલિમાએ જવાબ આપ્યો..‘ઠીક છે.’ બોલ્યા.. દેવની હાલત જોતાં લાગતું હતું કે જાણે કોઈ જીવતી લાશ હોય....દેવની મનોસ્થિતિ સાથે તેનું સમગ્ર અસ્તિત્વ પણ માઈનસ ડીગ્રીમાં જઈને થીજી ગયું હતું.અંતે આરુષીના પાર્થિવ દેહને લઈ તેની અંતિમ વાટ પકડતાં સૌ આવ્યાં સ્મશાનગૃહે..ક્લોઝ ફેમીલી મેમ્બર્સ અને મિત્ર વર્તુળની હાજરીમાં વૈદિક મંત્રોચાર વચ્ચે સુહાગનના વસ્ત્ર પરિધાનમાં આરુષીના નિષ્પ્રાણ દેહના અંત્યેષ્ઠીનો આરંભ કરતાં જયારે પિતા વિક્રમે મુખાગ્ની આપી ત્યારે કાળજું ચિરાઈ જાય એવાં અનંત કલ્પાંત સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.... જોત જોતામાં ભડભડ ભડકે બળતી જવાળામાં... આરુષી પંચમહાભૂતમાં વિલીન થઇ ગઈ. ગઈકાલ ...Read More
જીસ્મ કે લાખો રંગ - 15
જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- પંદરમું/૧૫ચાર દિવસ બાદ...શનિવારની સાંજ હતી..સમય હતો આશરે છ વાગ્યાની આસપાસનો... જોબમાં દેવનો આજે ડે ઓફ અને પિતા ગણપત બેથી ત્રણ દીવસ માટે શહેરની બહાર કોઈ ટ્રીપ પર ગયા હતાં.ત્યાં દેવના મોબાઈલ પર અજાણ્યા નબર પરથી કોલ આવ્યો..ફોન ઉઠાવતાં સામે છેડેથી અવાજ આવ્યો...‘હેલ્લો... દેવ ?’‘યસ.. આપ કોણ ?’‘કંચન.. કંચન અગરવાલ, આટલું જલ્દી મને ભૂલી ગયો ? ‘ઓહ્હ...મેડમ, નામુમકીન... કંચનની ચકાચોંધ કોણ ભૂલે ? પણ આપને મારો મોબાઈલ નંબર કઈ રીતે....? દેવ આગળ બોલે ત્યાં...‘ઘાયલ, મરહમ કા પતા ઢૂંઢ હી લેતે હૈ, સમજે.’ કંચન બોલી ‘માન ગયે..મેડમ.... બોલીયે, કૈસે યાદ કિયા ઇસ નાચીઝ કો ?‘આગ લગાને કે લિયે ...Read More
જીસ્મ કે લાખો રંગ - 16 - છેલ્લો ભાગ
જીસ્મ કે લાખો રંગ’અંતિમ પ્રકરણ- સોળમું/૧૬કોલ રીસીવ કરતાં પહેલાં કામિની બોલી... ‘મોબાઈલ સ્પીકર કોલ પર રાખ.’‘હેલ્લો... અંકલ..’‘નીલિમા પેલી ડાયમંડ વાળી વાત તને કેમ ખબર પડી ? અને જો આરુષી આવું કોઈ પગલું ભરવાની છે એવી ખબર હતી તો..અમારાંથી આવડી મોટી વાત શા માટે છુપાવી ? અને આ દેવ કોણ છે ? આ બધું શું ચાલી રહ્યું છે ? આખી જિંદગી એક આરુષીનો બાપ તો બની ન શક્યો અને અત્યારે બીજાનો બાપ બનવાની કોશિષ કરી રૂઆબ કરતાં વિક્રમ પર ગુસ્સો આવતાં લાલચોળ થયેલી કામિનીનો પિત્તો ઊછળ્યો એટલે નીલિમાનો ફોન હાથમાં લેતા બોલી..‘કામિની બોલું છું.... એક મિનીટ અંકલ સૌ પહેલાં મને તમારાં સિક્યોરીટી ...Read More