હું પાછો આવીશ

(49)
  • 27.3k
  • 4
  • 10.5k

લુસી અને અમર ઓસ્ટ્રેલિયાથી દિલ્હી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે પહોચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, તેમની બંનેની બેગ તેમના દેખાવને કારણે બદલાઈ ગઈ છે. એરપોર્ટ પરથી પૂછપરછ કર્યા પછી, અમર એક સંપર્ક નંબર લે છે અને લુસીને પોતાના સામાનની ખાતરી કરવા ફોન કરે છે અને નક્કી કરેલા સ્થળે બોલાવે છે અને સાંજે, બેગ સાથે નિયત સ્થળ પર પહોંચવાનું કહ્યું અને પહેલીવાર એકબીજાને મળ્યા. લુસી એક ઇન્ટરિયર ડિઝાઇનર હતી અને અમર એક આર્કિટેક્ટ હતો. બંને એક જ શહેરમાં રહેતા પણ એક બીજા થી અજાણ્યાં હતાં!

New Episodes : : Every Saturday

1

હું પાછો આવીશ - 1

# હું પાછો આવીશ(સપના અને પ્રિયજનોની વાર્તા) લુસી અને અમર ઓસ્ટ્રેલિયાથી દિલ્હી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે પહોચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, તેમની બંનેની બેગ તેમના દેખાવને કારણે બદલાઈ ગઈ છે. એરપોર્ટ પરથી પૂછપરછ કર્યા પછી, અમર એક સંપર્ક નંબર લે છે અને લુસીને પોતાના સામાનની ખાતરી કરવા ફોન કરે છે અને નક્કી કરેલા સ્થળે બોલાવે છે અને સાંજે, બેગ સાથે નિયત સ્થળ પર પહોંચવાનું કહ્યું અને પહેલીવાર એકબીજાને મળ્યા. લુસી એક ઇન્ટરિયર ડિઝાઇનર હતી અને અમર એક આર્કિટેક્ટ હતો. બંને એક જ શહેરમાં રહેતા પણ એક બીજા થી અજાણ્યાં હતાં! ...Read More

2

હું પાછો આવીશ - 2

હું પાછો આવીશ 2 (ગયા અંક માં શ્વેતા ને નીરવે તેની સાથે કરેલા ની ખબર પડે છે.હવે આગળ........) શ્વેતા: શેની ખોટ હતી,નીરવ? તમને ખોટું બોલવાની જરૂર કેમ પડી? શું માત્ર પૈસા માટે?નીરવ ચૂપચાપ ઊભો હતો.શ્વેતા:પૈસા તો માણસ મહેનત કરીને પણ કમાઈ શકે છે. કોઈક નું દિલ જીતીને પણ કમાઈ શકે છે.તમે મને એક વાર તો કીધું હોત. અરે! પ્રેમ ની સામે પૈસા શું છે ? ...Read More

3

હું પાછો આવીશ - 3

હું પાછો આવીશ 3 ગયા અંકમાં આપણે જોયું કે, શ્વેતા નીરવ તરફ થયેલા વિશ્વાસઘાત ને કારણે આત્મહત્યા નું પગલું લે છે.હવે આગળ.........) આ રીતે લૂસી પોતાની પ્રિય મિત્ર શ્વેતાને ગુમાવી દે છે અને આ સંજોગને આધારે નક્કી કરે છે કે, જો લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ જેને પહેલે થી ઓળખતી હોય.શ્વેતા (પ્રિય મિત્ર ની મૃત્યુ) ના દુઃખ ને ભૂલાવવા માટે તે કોફીશોપ માં જવા લાગે છે.અમર ત્યાં દરરોજ તેના મિત્ર ધીરજ સાથે આવતો હોય છે.બંનેની ત્યાં મુલાકાત થાય છે અને હવે મુલાકાત રોજિંદી થઈ જાય ...Read More

4

હું પાછો આવીશ - 4

( ગયા અંક માં અમર ના પિતાજી રોજ નવી છોકરીના ફોટા બતાવે છે.હવે,આગળ.......) અમર માટે માંગા આવવા લાગ્યા હતા.અમર ને રોજ નવી છોકરીની ફોટો દેખાડવામાં આવતી હતી પણ અમર દરરોજ ટાળતો હતો.તેથી, પિતાજીએ પૂછ્યું,"કોઈ ગમે છે?"આટલું પૂછતા જ અમરનો નાનો ભાઈ લુસીની ફોટો પિતાજી ને આપે છે.અમર કહે છે કે છોકરી ઇનટીરિયર ડિઝાઈનર છે.આના સિવાય હું કોઈની સાથે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતો.બસ,એક તકલીફ છે લુસી ક્રિશ્ચન છે પણ ખૂબ સારી છોકરી છે બસ,તમારા આશીર્વાદ ની જરૂર છે . અમર તેના પિતાજીને ...Read More

5

હું પાછો આવીશ - 5

હું પાછો આવીશ 5 ( ગયા અંકમાં આપણે જોયું કે અમર ને આવે છે કેધીરજનુ એક્સીડન્ટ થઈ જાય છે હવે આગળ........) ધીરજ ને એજ સમયે બ્રેઇન હેમ્રેજ થઈ જાય છે અને અમર જલ્દીથી ત્યાં પહોંચી જાય છે અને કહે છે કે,"મારા મિત્ર હું તને કંઇ નહી થવા દવું"અને જલ્દીથી હોસ્પીટલ લઈને જાય છે પણ હોસ્પીટલ પહોંચતા રસ્તામાં જ તે આ દુનિયામાંથી વિદાય લઈ લે છે.બધી જ ફોર્મલીટી પૂરી કરીને અમર મોડી રાત્રે ઘરે પહોંચે છે.બધા સૂઈ ગયા હતા પણ અમર ની માતા જાગતી હતી કારણકે જ્યાં સુધી બાળક ...Read More

6

હું પાછો આવીશ - 6

હું પાછો આવીશ 6 (ગયા અંકમાં આપણે જોયું કે આકાશ રમતા રમતા પડી જાય છે તેને વાગી જાય છે અને તાવ પણ આવે છે.સમય ની સાથે સાથે વાગેલુ ઠીક થઈ જાય છે પણ તાવ........હવે આગળ) સમયની સાથે સાથે ઘાવ તો ઠીક થઈ જાય છે પણ તાવ હજુ હોય જ છે.આથી, અમુક ટેસ્ટ કરવાનું જરૂરી થઈ જાય છે. ટેસ્ટ કરાવવામાં આવે છે કે આકાશને બ્લડ કેન્સર છે.લુસી અને અમર ની જિંદગીમાં અંધારું છવાઈ જાય છે.આટલી બધી માનતાઓ અને બાધાઓ પછી એક દીકરાનું આગમન થયું એ પણ વાપસીની ટીકીટ સાથે. લુસી નું જીવન જાણે ...Read More

7

હું પાછો આવીશ - 7

(ગયા અંકમાં આપણે જોયું કે, અમેરિકાથી આવેલ જેનીફર ની મુલાકાત આકાશ સાથે થાય છે.અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ જાય તે આકાશ ના પડોશમાં જ રહેવા આવે છે.હવે આગળ.......) લુસી અને અમર આકાશને પેલે થી સાવધાન રહેવાનું કહે છે અને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવાનું કહે છે.હવે, આકાશ જેનીફર ને દરરોજ લિફ્ટ આપે છે.ક્યારેક ક્યારેક ઘરે ડિનર માટે પણ બોલાવતો, આકાશ અને જેનીફરબંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા.જેનીફર નો પાછો જવાનો સમય નજીક આવી રહ્યો હતો પણ તેને આકાશ સાથે ...Read More

8

હું પાછો આવીશ - 8

હું પાછો આવીશ 8 (ગયા અંકમાં આપણે કે, આકાશ અમરની અંતિમ વિધિ સુુુધી પહોંચી શકતો નથી. હવે, આગળ.......) પિતાજી નું અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.તે સમયે લુસીના મનમાં વિચાર આવે છે કે," કુદરતના બનાવેલા આકાશમાં રહેતા જીવો તો જ્યારે જમીન પર આવે છે બે પળ આ ધરા પર બેસે તો છે પણ જ્યારે આ જમીનના જીવો આકાશમાં ઉડવા લાગે છે.પણ આ ની ધરા ના જીવો તો જેવા આકાશ માં ઉડે છે તો પોતાની જન્મદાત્રી ને જ ભૂલી જાય છે.જેને પાળી ને મોટા કર્યા તેના જ ...Read More