લીમડા ના ઝાડ નીચે, ખાટલા માં આરામ થી પડ્યા પડ્યા, શહેર ની ભીડ અને ચહલ પહલ થી દૂર હોવા છતાં આજેય જયારે એ જીવન વિશે વિચારું ત્યારે આખા શરીર માં ઉત્સાહ નું મોજું ફરી વળે છે . શું ભવ્ય દિવસો હતા એ! એ જીવન એટલે મેં શહેર માં ગુજારેલ સમય. અમદાવાદ જેવા મોટા શહેર માં ગાળેલા એ ૪૦ વર્ષ. આમ તો આ ક્રમ રોજ નો હતો પણ આજે છોકરા નો ફોન આવેલ કે મારે એક અઠવાડિયા પછી ત્યાં જવાનું છે દુકાન નું ઉદ્ઘાટન કરવા. ત્યાં એટલે સ્વતંત્ર બંગલા ની સામે બનેલા નવા કોમ્પ્લેક્સ માં. એટલે આજે મને અમદાવાદ વધારે સાંભરી આવ્યું. આ ઉંમરે પણ હસવું આવી ગયું. મારી નજર સામે એક છોકરી તરવરી ઉઠી. એ છોકરી એટલે બંગલા નંબર આઠ માં રહેતી રેશમા , રેશમા મહેતા. દીપ્તિ ભાભી ની દિકરી અને મારી એક માત્ર સખી.
Full Novel
વાત મારા ફુલાવર ના દડા ની - 1
પ્રિયા વાંચક મિત્રો, મારી પાંચ મી નોવેલ " મારો ફુલાવર નો દડો " તમને ચોક્કસ ગમશે. તમારા પ્રતિભાવ મને ને વધારે લખવા પ્રેરણા આપે છે માટે ચોક્કસ પ્રતિભાવ આપતા રહો અને વાંચતા રહો. મારી પહેલા ની નોવેલ , અધૂરો પ્રેમ , નિર્મલા નો બગીચો , વિશ્વ ની ન્યારા અને નિર્ણય ને તમે જે પ્રતિભાવ આપ્યો એ બદલ તમારો આભાર. મારી વાર્તા કરમ ની કઠણાઈ , ર્ડો અલી કૃષ્ણકાંત પંડિત , આદુ વાળી ચા, સરહદ પરે ની દોસ્તી , અનોખો સંબંધ ઘર , મહામારી એ આપેલું વરદાન અને ઝુમખા વાળી તમને ચોક્કસ ગમશે. © આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com ...Read More
વાત મારા ફુલાવર ના દડા ની - 2
ભાગ -૨ ................................................................ બસ પહેલી નજર માં જ આ છોકરી મને ગમી ગઈ અને મને યાદ છે કે ત્યાર મેં ક્યારેય માથા પર કાકા ની ટપલી નથી ખાધી કારણ કે મારે પાછા જવું જ ન હતું. પછી તો અમે જોડે મોટા થવા લાગ્યા. મારા બાપુ મને સરકારી શાળા એ મોકલતા અને બપોરે લેસન થઇ જાય પછી લારી એ બોલાવતા. બપોરે ઘરાકી ઓછી હોય એટલે બાપુ જમવા જાય અને થોડો આરામ કરી લે. સોસાયટી ના ઝાંપે થી અમારી ઓરડી પણ કઈ વધારે દુર ન હતી. સાંજે હું સોસાયટી ના છોકરાઓ સાથે કોમન પ્લોટ માં થોડીક વાર રમતો પણ ખરો. એક ...Read More
વાત મારા ફુલાવર ના દડા ની - 3
વાત મારા ફુલાવર ના દડા ની ભાગ -૩ આમ અમારી દોસ્તી તો નાનપણ થી હતી. કેટલી વાર એને સપના માં જોઈ હશે. ટામેટા ની વચ્ચે ઉભેલું એક સુંદર ફ્લાવર. એના સફેદ રંગ પર લીલા કપડાં શું શોભે છે. લાલ રંગ ના કપડાં માં મને એ લાલ મૂળા જેવી લાગે. છેલ્લા પાંચ એક વર્ષ થી તો કાકા મને એકલો મૂકીને પંદર પંદર દિવસ ગામ જતા. એટલે જયારે કાકા ન હોય ત્યારે હું ભણવા માટે ન જઈ શકતો. અને જ્યારથી બારમું પત્યું પછી તો એવું વધારે બનતું. વળી ગામ માં રહેત કાકા ના મોટા ભાઈ પણ હવે ન રહ્યા હતા એટલે ...Read More
વાત મારા ફુલાવર ના દડા ની - 4
વાત મારા ફુલાવર ના દડા ની ભાગ -૪ એક વાર કાકા ન હતા અને હું બીમાર ત્યારે રેશમા અને દીપ્તિ કાકી જ મને હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યારે દોઢ દિવસ મને ખુબ પ્રેમ થી રાખ્યો હતો બેય જણાએ. હવે કાકા એ તો લગ્ન ની ઉતાવળ કરવા માંડી હતી પણ મને કોઈ ઉતાવળ ન હતી એટલે હું પાછળ ઠેલ્યા કરતો હતો. વળી હવે તો કાકા અને મારા પ્રયત્ન અને બે અલગ અલગ જગ્યાએ લારી ઓ ને કારણે પૈસે ટકે સારી એવી બરકત થઇ હતી. અમે હવે ભાડાની ઓરડી ને બદલે વસાહત ની બાજુમાં આવેલા હાઉસિંગ સોસાયટી ના ફ્લેટ માં ...Read More
વાત મારા ફુલાવર ના દડા ની - 5 - છેલ્લો ભાગ
વાત મારા ફુલાવર ના દડા ની ભાગ - ૫ એ પછી ના દિવસે દાદા ના સમાચાર આવતા હું અને કાકા ઘેર જતા રહ્યા અને એક મહિને પાછા આવ્યા. કાકા માલ ભરવા ગયા અને હું જરા રેંકડી દુરસ્ત કરતો હતો કે સામેથી એ આવી, આજે પણ એજ લીલો રંગ, હું મન માં મલકાઈ ઉઠ્યો પણ એને જોઈને જ સમજી ગયો હતો કે એ ગુસ્સા માં છે. એ બોલી કે શું અમારી પાસે તને શાક માટે આપવાના પંદર હજાર રૂપિયા નથી. અને પછી હસી પડી અને મને કહે કે સારું થયું તે આવું કર્યું નહિતર હું સમયસર એની અસલિયત ના જાણી ...Read More