કલંક એક વ્યથા..

(230)
  • 61.2k
  • 26
  • 24k

એક એવી સ્ત્રીની છે જેણે પરિવાર માટે બલિદનમાં પોતાનો પરિવારને જ બલી ચડાવી દીધી.અને કલંક માથે લીધુ.એના બલીદાનને કલંકમાં ફેરવનાર કોણ હતુ. અને પરિવાર માટે બલિદનઆપતી સ્ત્રી કલંકી હોય શકે...? એ કલંકી સ્ત્રીની વ્યથા વાંચશું......

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

કલંક એક વ્યથા.. - 1

??નમસ્તે મિત્રો હું એક વાર ફરી એક એવી નવલકથા લઈને આવી છું જે આપ સૌ વાંચવી ગમશે અને ગમે ચોક્કસથી પ્રતિભાવ આપવા વિનંતી ?આ વાર્ત એક એવી સ્ત્રીની છે જેણે પરિવાર માટે બલિદનમાંપોતાનો પરિવારને જ બલી ચડાવી દીધી.અને કલંકમાથે લીધુ.એના બલીદાનને કલંકમાં ફેરવનાર કોણ હતુ. અને પરિવાર માટે બલિદનઆપતી સ્ત્રી કલંકી હોય શકે...? એ કલંકી સ્ત્રીની વ્યથા વાંચશું.......કલંક એક વ્યથા...1દુબઈ....હા..દુબઈ...અતિ સુંદર, નવી નવી ટેકલોજી, મનહરીલેતી સ્વચ્છતા, જેમાં પોણા ભાગ વસ્તિ અરબોની હશે. ત્યા સ્થાઈ થયેલા ભારતીય પરાવાર પણ ઘણાં છે. અતિ ધનાઢ્ય શહેર અને આંખોને આંજી દેતુ ચકચકાટ શહેર,મોટી મોટી ગાડીઓ,ઊંચા ઊંચા બિલ્ડીંગો,નજર સામે તરવા લાગે દુબઈનું નામ પડતા જ ...Read More

2

કલંક એક વ્યથા.. - 2

કલંક એક વ્યથા...2આગળના ભાગમાં આપણે બિંદુની મનો વ્યથા સાંભળી,હવે આગળ.....આજ સવારથી બંસી મને બહુ યાદ આવી હતી. એનો ચહેરોમારી સામેથી હટતો ન હતો. હું અને બંસી જુડવા બહેનો, એ મારાથી પાંચ મીનીટ મોટી હતી. અમારી વચ્ચેકોઈ અજાણી વ્યકિત તો એક પણ તફાવત કહી શકે,એટલાઅમે બંને સરખા દેખાતા હતા. હા..! પણ સ્વભાવ અને રેહણીકરણીથી સાવ જુદા હતા. અમારા દેખાવમાં એક સામાન્ય તફાવત એ હતો,કે એ મારા કરવા થોડી રૂપાળી વધારે હતી. હું શ્યામ વર્ણની હતી. બંનેની આંખો આછી કોફી અને અણીયાળી, વાળ એકદમ લાંબા અને કાકા,બંને લાંબો ચોટલો સરખોજ વાળતા. કમરથી નીચે લટકતા ચોટલા લઈ બહાર નીકળીયે ત્યારે પાછળથી તો ...Read More

3

કલંક એક વ્યથા.. - 3

કલંક એક વ્યથા..3"બિંદુ...ઓ...બિંદુ....સાહેબનો ચા-નાસ્તો તૈયાર છે...?"અવાજ સાંભળતાં જ બિંદુ સફાળી બેઠી થઈ ગઈ. ઠંડા પાણીની ઝાલક ચહેરા પર ઉપર યાદોની વાસી તર ધોઈ નાખી, અને દોડાદોડ રસોડામાં પહોંચી." આ..વી..ભાભીજી, હા, પાંચ મિનિટમાં થઈ જશે."" તને ખબર છે ને, સાહેબને મોડું થાય છે, ખબર નથી પડતી વહેલા જાગવાની..? મહારાણી બનીને નથી આવી તુ અહીં.....અને હા, મારા પતિથી દુર રહેજે... નહીતો જીવવું મુશ્કેલ કરી દઈશ.. "બિંદુ નીચું માથુ રાખી સાંભળતી હતી. જવાબમાં એણે મનમાં જ બડબડાટ કરી લીધો. " હા, એમ પણ અહીં જીવવું કયાં સહેલું છે..અને મોડુ તો ઘણું થઈ જ ગયું છે. "બિંદુ આ ઘરની કામવાળી ન હતી, પણ આ ...Read More

4

કલંક એક વ્યથા.. - 4

કલંક એક વ્યથા.. 4આપણે આગળ જોયું, રાકેશ એના ઘરમાં જ બનાવેલા બિયરબારમાં બેઠો છે એક પછી એક ગ્લાસ અને પછી એક સિગારેટ ફૂંકે જાય છે...હવે આગળ....ધીરે ધીરે ચાંદ એને નશામાં આવતો હતો, બંગલાની ચારો તરફ એક અજીબ શાંતિ ફેલાયેલી હતી. અવજા માત્ર બે જ આવતા હતા. ટક..ટક....ટક...દિવાલ ઉપર લાગેલી રોમન આંકડાની મોટી કોતરણી કરેલી લાકડાના કબાટમાં મઢાયેલી ઘડીયાળનો અને એક રાકેશ શેઠના બિયરના કાચના ગ્લાસનો જે ઘડીયાળના કાંટા સાથે જાણે તાલ મેળવવાની કોશીશ કરતો હોય એમ એક ગ્લાસ ખાલી થાય અને લાકડાના ટેબલ ઉપર ખાલી ગ્લાસનો ટ્ટ..ક કરતો અવાજ..... બધા જ પોતાના ઓરડામાં સૂઈ ગયા હતા. બિંદુની નજર ઓરડાની ખાલી ...Read More

5

કલંક એક વ્યથા.. - 5

કલંક એક વ્યથા...5બંસીને છોકરાવાળા જોવા આવવાના હતા. હવે આગળ.....આજ સવારથી બિંદુ અને બંસી અને કૈલાસ ઘમાઘમ્ કરતા હતા. કૈલાસ અને રસોઈની તૈયારીમાં પડી હતી. બિંદુઅને બંસીએ ઘરની સફાઈ ઝીંણી થઈ ઝીંણી કાળજી રાખીનેકરી. પંલગની ચાદરો બદલી,બાવા ઝાળા કર્યાં. આમતો અઠવાડીયે થતા જ આવા કામ પણ આજ તો બંસીને જોવા આવવાના હતા, એ પણ અમદાવાદ થી એટલે વિષેશ કાળજી રખાઈ હતી,- કે કોઈ મેહણું ન મારી જાય.ઘરની બધી તૈયારી થઈ ગઈ હતી. મહેમાનને હજુ આવવાનેથોડીવાર હતી. કૈલાસે બંસીને એના કબાટમાંથી એક સરસ સાડી કાઢીને આપી અને કહ્યું...." બંસી, આ સાડી પહેરીને સરસ તૈયાર થૈજા..."" મમ્મી..! સાડી પહેરવી પડશે..? " બંસીનું ...Read More

6

કલંક એક વ્યથા.. - 6

કલંક એક વ્યથા...6આગળ આપણે જોયું બંસીને જોવા મહેમાન આવી ગયા છે. ઔપચારીક વાતો બંને પરિવારોમાં ચાલી રહી હતી. હવે ભાવનાબહેન સામે જોતા કહ્યુ. " ભાવના, હવે નીકળશું પાછું અમદાવાદ પહોંચતા સમય પણ લાગશે, સંજયને બોલાવ...."ભાવનાબહેન સુશીલને બુમ મારી અને ચારેય અંદર આવ્યા. સંજયે ઈશારાથી જ ભાવનાબેન અને રમણભાઈને છોકરી ગમી છે એની સહમતી આપી દીધી. બંસી તો શરમાઈ અને નીચી નજરે કૈલાસબેની બાજુમાં ઊભી રહી ગઈ. કૈલાસબેને બંસીને કોણીથી ઠોસો મારી ધીરેથી કોઈ જોઈ ન જાય એ તકેદારી રાખતા રસોડામાં જવા આંખના ઈશારાથી કહ્યું.બંસીને બિંદુ મમ્મીનો ઈશારો સમજી ગયા અને અંદર જતા હતા ત્યાં જ ભાવનાબેન બોલ્યા," બંસી, બેટા અહીં ...Read More

7

કલંક એક વ્યથા.. - 7

કલંક એક વ્યથા...7 આપણે આગળ જોયું બંસી સંજયને ગામી અને સગાઈની વાત આગળ ચાલી હતી. ગોળ ધાણાની રસમ થઈ હતી. બિંદુ અને સુશીલ એક બીજા પ્રત્યે પહેલી નજરનો પ્રેમ અનુભવે છે, પરંતુ હજુ વાત કરવી શક્ય નથી થઈ, એને એ નજર શામજીભાઈની પારખી બંનેના ઈશારા કળી ગઈ હતી. હવે આગળ......... સવારે કનુભાઈ ખાટલે બેસી ચા પીતા હતા. એટલામાં દરવાજાનો અવાજ આવતા ત્યાં નજર કરી અને કપ રકાબી એક બાજુ મુકતા ઊભા થતા બોલ્યા, " આવો..આવો...શામજીભાઈ, રામ...રામ " " રામ..રામ..ભાઈ...." અને રસોડા બાજુ નજર કરતા બોલ્યા, " કૈલાસબેન, એક ચા મોકલાવજો." એ સાંભળી કૈલાસબેન બહાર આવ્યા, " આવો શામજીભાઈ, હમણાં ...Read More

8

કલંક એક વ્યથા.. - 8

કલંક એક વ્યથા..8 આગળ જોયું આપણે બંસી અને સંજયની. સગાઈ નકકી થઈ ગઈ છે. બિંદુ પાસે તો એનો ભૂતકાળ સીવાય હાલ કોઈ રસ્તો નથી. પણ રસ્તો શોધતી રહેતી બિંદુ હવે થાકી ગઈ હતી. શારીરીક અને માનસિક બંને પ્રકારે, હવે સહન શક્તિ પણ જવાબ દઈ ગઈ હતી. મોનીકાનો ગુસ્સોઘરની જવાબદારી અને રાકેશનો શારીરીક અત્યાચાર..... પગમાં ટુંટેલી કાચની ડીશની કરચો ખૂંપી અને લોહીના ટસ્યા ફુટી આવ્યા. પરંતુ એ તો એના ક્રમ મુજબ ધીમે ધીમે લંગડાતા પગે, મોઢેથી ઉંહકાર પણ કર્યાં વગર કામે વળગી. મોનિકા ગુસ્સામાં વ્હીલચેરને પોતાની જાતે ધકકો મારતા પોતાના ઓરડામાં ગઈ. દાદા,દાદી,દર્શને ગયા. સવારના નવ વાગયા હતા. રાકેશ પણ ...Read More

9

કલંક એક વ્યથા.. - 9

કલંક એક વ્યથા...9 આજ બિંદુના મકકમ ઈરાદા આગળ સમય પણ હાર્યો હતો. આજ જાણે બહુ જલ્દી રાત થઈ ગઈ બિંદુ ભારતના પોતાના ગામ અને પોતાના ઘરના સપના જોતી સુવાની કોશીશ કરવા લાગી. ઓરડાની દિવાલોને જાણે ' બાય બાય ' કરતી હોય એમ નિહાળી રહી હતી. એ ઈંટ પથ્થરની દિવાલો એ બિંદુના કપરા સમયની સાક્ષી હતી. એના દર્દની એના પર થતા અત્યાચારની સાક્ષી હતી. એના વિતેલા સમય અને રોળાયેલા સપનાની સાક્ષી હતી. પરંતુ આજ જાણે દિવાલો પણ બિંદુને સાથ અને આશીર્વાદ આપી મુક્ત થવા વિનવી રહી હતી. દિવાલોને કાન હોય એ તો સાંભળ્યુ જ હતુ, પણ અહીં તો દિવાલોને જાણે ...Read More

10

કલંક એક વ્યથા.. - 10

કલંક એક વ્યથા...10બિંદુએ રાકેશનું ધર છોડી દીધું હતુ. એરપોર્ટ તો પહોંચી ગઈ હતી. પરંતુ અહીંથી આગળ કયાં જશે ? કરશે .. પાસપોર્ટ વગર ....જોઈએ આગળ...ગાડીમાંથી ઉતરી ઝડપભેર પર્સ માંથી પૈસા કાઢી ડ્રાઈવરના હાથમાં રાખ્યા, આમતેમ જોતી દુપટ્ટો મોઢે સરખો કરતી ઉતાવળા પગલે એરપોર્ટ તરફ ચાલવાલાગી, એ બધું સામેની બાજુ ઊભેલો એક ટેક્સીનો ડ્રાઇવર જોઈ રહ્યો હતો. એને કઈ અજુગતુ લાગતા એણે એબાજુ જરા ધ્યાનપૂર્વક નજર રાખી, એટલામાં પુરઝડપે આવતી કોઈ કારનો ધડામ્અઅ....ધડામ્અઅ....અવજ આવ્યો...એ ડ્રાઇવર અને પેલો બિંદુને લઈને આવેલો ડ્રાઇવર કઈ વિચારે એ પહેલા તો દોડધામ મચી ગઈ. બંને ડ્રાઇવર પણ એ અવાજ વાળી દિશા તરફ દોડ્યા અને ટોંળુ ...Read More

11

કલંક એક વ્યથા.. - 11

કલંક એક વ્યથા...11હાલ બિંદુ ભારતની બદલે હોસ્પિટલમાં હતી. એના સપના ફરી નાઠારા નીકળ્યા, નઠારા જ નીકળેને એ સપના હતા, પાયા વગરના, એ એને પણ ખબર હતી. પાસપોર્ટ કે ટીકીટ વગર નિકળી ગઈ હતી ઘરે થઈ ખાલી એક કાગળના સહારે.હવે આગળ જોઈએ........એમ્બ્યુલન્સના અવાજ અને નર્સ ડોક્ટર્સની ઘમાઘમ એ બધુ બિંદુ હોસ્પિટલના રુમના કાચના બારણામાંથી જોઈ રહી હતી. આંખો ચકળવકળ હતી પણ જીભ ઉપાડવાની તાકત ન હતી,- કે એ ઉપાડવા ઈચ્છતી ન હતી. એણે અલી અને મનજીતસિંહ સામે પણ ઘણી વાર ત્રાંસી નજરે જોઈ લીધુ હતુ. એ બંને વાતો કરતા હતા. " અલી, આ કોણ હશે..? આપણે એને મદદ કરવી..? એકલી સ્ત્રીને ...Read More

12

કલંક એક વ્યથા.. - 12

કલંક એક વ્યથા...12આગળ જોયું આપણે રાકેશના ઘરમાં દોડધામ મચી હતી. બિંદુ ગાયબ હતી. મોનીકા મનમાં રાજી હતી. એ તો જ હતી ,- કે બિંદુ જાય પણ એના હાથની વાત ન હતી. રાકેશ પાસે એ પણ લાચાર હતી, અને એ પોતાનો રાકેશ પરનો ગુસ્સો બધો બિંદુ પર ઉતારતી.દાદીની મંદિરની ઘંટડી વાગી,એટલે મોનીકા મંદિરમાં ગઈ. દાદી એ મોનીકાને આવતા જોઈ પુછ્યું." આજ બિંદુ હજી નથી જાગી એની તબતો સારી છે ને..? "" બા, બિંદુ ઘરમાં નથી.." મોનીકા એ શાંતિ થઈ જવાબ આપ્યો ચહેરાના કોઈ હાવભાવ વગર.." કેમ એ વળી કયાં ગઈ..? એ પણ અત્યારમાં..! " દાદી એ આશ્ર્ચર્ય સાથે પુછ્યું."" ખબર ...Read More

13

કલંક એક વ્યથા.. - 13

કલંક એક વ્યથા..13આગળ આપણે જોયું રાકેશ બિંદુને શોધતો ફરે છે. હોસ્પિટલમાં એણે જોયું નર્સે લાશનો ચહેરો બતાવ્યો. રાકેશે મનમાં એક યોજના ઘડી લીધી. આહીં બીજી હોસ્પિટલમાં બિંદું સારવાર લઈ રહી છે. વહવે આગળ જોઈએ.....રાકેશ હાંફળો ફાંફળો થતા દોડયો. અવાજ પણ રડમસ થઈ ગયો, ઘડીક તો વિચાર કર્યો કે આ પાસું નાખું કે નહીં, એમાં જીત મળશે તો એ કેટલા સમયની હશે..? અને બિંદુ ક્યાંયથી પાછી ફરી તો હુ શું જવાબ આપીશ, અને પાછી ન પણ ફરી અને આ ચાલ પણ ન રમી તો, પણ એના ઘરનાને જવાબ તો આપવો પડશે...રાકેશે મનમકકમ કરી ચાલ રમી જ લેવી એવો નિર્ણય કર્યો, અને ...Read More

14

કલંક એક વ્યથા.. - 14

કલંક એક વ્યથા...14આપણે આગળ જોયું રાકેશ અને ઘરના એ મળી બિંદુની અંતિમ વિધી પુર્ણ કરી. હવે આગળ.....અહીં રાકેશ કુકર્મો છુપાવામાં સફળ થઈ ગયો. એવું વિચારી નિશ્ર્ચિંત થઈ ગયો. મોનીકાને ઘરમાંથી બિંદુ ગઈ, એની સૌતન ગઈ એ વિચાર કરી નિશ્ર્ચિંત થઈ ગઈ હતી.રાકેશે ભારત ફોન કરી થોડા રોકકળણના નાટક સાથે જાણ કરી દિધી કે બિંદુ હવે નથી રહી. અને હવે એ એના કર્યાના કોઈ પસ્તાવો વગર પોતાના રુટીનમાં લાગી ગયો.અહીં ભારતમાં બિંદુનો પરિવારે હાર તો નહતી માની હજુ બિંદુને પાછી લાવવાના પ્રયાસ ચાલુ જ હતા. પરંતુ બિંદુ હવે આ દુનિયામાં જ નથી રહી એ સામાચાર સાંભળતા ઘણો જ આઘાત લાગ્યો. ...Read More

15

કલંક એક વ્યથા.. - 15

કલંક એક વ્યથા..ભાગ..15આપણે આગળ જોયું બિંદુને મનજીતસિંહની બહેન અમરનાઘરે લવાઈ, અમર અને દલજીતે બધાને આવકાર આપ્યો, ઘણા વર્ષો બિંદુ કોઈ ના ઘરે કહેવાયતો એ જેલમાંથી બહાર નીકળી હતી. એક સોનાના પાંજરામાં પુરાઈ ગઈ હતી.અથવા તો એમ પણ કહી શકાય કે સોનાની ઝાળમાં હાથેકરીને ફસાણી હતી. બિંદુ,મનજીતસિંહ, અલી. અમર, દલજીત આવા સારા માણસો પણ મળ્યા હતા. પરંતુ અફસોસ એ હતો કે બહુ મોડુ થઈ ગયું હતુ. હવે વધારે મોડુ કરી સમય બરબાદ કરવો બિંદુમાટે શક્ય ન હતો. પરંતુ એ જેટલું ધારતી હતી એટલું સહેલુ પણ ન હતુ., -કારણ એની પાસે પાસપોર્ટ ન હતો.અને જે આઈડી પ્રુફ માટે એક કાગળ હતો એ પુરતો ન ...Read More