વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો

(107)
  • 18.9k
  • 11
  • 8.3k

પાર્થિવ ને બારમાં ધોરણનું વેકેશન મામાને ઘરે માણી જુનાગઢ પોતાના ઘરે આવે છે. રીનાબેન અને હરેશભાઈનો એક નો એક દીકરો, એટલો લાડકોડમાં ઉછેરેલો કે કોઈ વાતની કમી ના આવા દે. " પપ્પા, વિચાર છે કે પરિણામ આવે એટલે નક્કી કરીએ કે વિજ્ઞાન શાખા માં કયો વિષય લેવો." પાર્થિવ એ સવારની ચા પીતાં પીતાં અભ્યાસ અંગે ચર્ચા કરી. રીનાબેન અને હરેશભાઈ બંને વ્યવસાયે વકીલ હતાં. પોતાની ઓફિસ સાથે સાથે ખાનગી કોલેજમાં પ્રવાસી પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપતાં હતાં. આટલી વ્યસ્ત દિન ચર્યા હોવા છતાં રોજ સવારે અને રાતે સૌ એટલો તો સમય કાઢી જ લે કે દિવસભર નાં કામ અને વાતો સાથે ભેગાં બેસી ને કરી થાક ઉતારી શકે. પાર્થિવ માટે પણ સારો એવો સમય કાઢતાં જેથી તેને એકલતા નો ક્યારેય અનુભવ નાં થાય.

Full Novel

1

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 1

[અસ્વીકરણ]" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે." *************સૌને વ્હાલાં જયશ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ , આપ સૌ એ મારી પ્રથમ નવલકથા ”આશા – એક આથમતાં અસ્તિત્વની” ને ખૂબ સુંદર પ્રતિસાદ અને પ્રેમ આપ્યો છે. જેથી આશા – એક આથમતાં અસ્તિત્વની ને ”Top 100 નવલકથાઓ” ...Read More

2

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 2

ભાગ : બીજોવીણા બેન એ સૌ પ્રથમ પાર્થિવને ગમતાં ફોર્મલ કપડાંનાં શોપ માં ગયા અને પાર્થિવ ને મનગમતા રંગ શર્ટ અને એને અનુરૂપ પેન્ટ પીસ લીધાં. પાર્થિવ તો એક જ જોડી લેવાનું કહેતો હતો પણ વીણા બેન કહે કે ના રે એક તો નહીં ઓછાં માં ઓછી ત્રણ તો લેવાની જ છે. સાથે સાથે હરેશ ભાઈ એ પણ વીણા બેન ની પસંદગી ની ફોર્મલ કપડાં ની બે જોડ પોતાનાં માટે લીધી. હરેશ ભાઈ કહે, " અમને બંને ને આટલું વ્હાલ થી લેવરાવે છે તો અમે પણ તારાં શોપિંગ માં તને આટલાં જ વ્હાલ થી બધું લેવરાવશું." વીણા બેન માટે ...Read More

3

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 3

ભાગ : ત્રીજોવાત પૂરી થતાં પાર્થિવ કહે છે હવે ખુશ થઈ જા હું છું ને થોડાં દિવસો માં તારી દૂર થઈ જશે. દિશા ઉત્સાહ માં પાર્થિવ ને ગાલ એ હૂંફાળું ચુંબન કરી ને કહે છે તું કેટલો સારો છે. આ જોઈ પાર્થિવ અચકાતા કહે છે, દિશા..આ શું..? દિશા વાત ને વાળતાં કહે છે હું ખુદ ને રોકી ના શકી.. માફ કરજે પણ તું એમ કેમ કહે છે આપને એકબીજાં નાં જીગરી છીએ. પાર્થિવ કહે છે તો પણ.. મને કંઈક આ અજીબ લાગે છે. દિશા તેના ગાલ પર હાથ ઘસીને કહે છે બસ શાંતિ.... પાર્થિવ હસે છે અને કહે છે ...Read More

4

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 4

ભાગ : ચોથોકોલેજમાં ઉજવાતો વાર્ષિક ઉત્સવ, નવરાત્રિ, વિવિધ દિવસોની ઉજવણી અને શિક્ષક દિવસ માં પાર્થિવ હંમેશા મુખ્ય ભૂમિકામાં જ મળે અને સૌને તેની વાણી વર્તણૂક પણ એટલી જ હદે વ્હાલી લાગે. આટલું સુંદર વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ કોને મોહિત નો કરે.? વર્ગ ની અને અન્ય શાખાની છોકરીઓ પણ પાર્થિવ જોડે પ્રેમ અંગે નો પ્રસ્તાવ મુકતા અને આ સ્વાભાવિક છે આ ઉંમર જ કંઈક એવી છે. જેમાં વિજાતીય આકર્ષણ અને લાગણી નાં અંકુરનું પ્રણય નગરીમાં ફૂટી નીકળવું. પાર્થિવ સૌને બહુજ પ્રેમ થી કહેતો આપણે મિત્ર જ રહીશું વધીને ગાઢ મિત્ર એ સિવાય હું કોઈ આગળ નો સંબંધ નથી ઈચ્છતો સાથે ...Read More

5

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 5

ભાગ : પાંચમોતે ઊભો થાય છે અને કહે છે હું દિશા ને મળી લઉં ત્યાં તરત રવિ કહે છે.... અત્યારે નહીં તેની સાથે વિશાલ છે. તું ઘરે જઈ ને ફોન કરી ને જાણી લેજે કોઈ અણસમજણ નો થાય. અત્યારે વળી કંઈક અલગ બનશે તો નહીં સારું લાગે એટલે પેહલાં તું ફોન માં વાત કરી લે. પાર્થિવ તેનાં મિત્ર રવિની વાત માને છે. પણ તેનાં તન મન જે માનસિક રીતે ફ્રેશ થવાં આવ્યાં હતાં એ વધુ ચિંતા અને તાણ માં આવી ગયો. ઘરે જઈને પાર્થિવ સૌ પ્રથમ દિશાને ફોન કરે છે. તે જાણવા માગતો હતો કે દિશા મને તેની દિનચર્યા ...Read More

6

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 6

ભાગ : છઠ્ઠોરવિ કહે છે, જો મને તે જ દિવસે થોડું અજીબ લાગ્યું જ્યારે તે વિશાલ જોડે હાથમાં હાથ ફરતી હતી. એવાં માં અચાનક રવિ ને યાદ આવે છે કે દિનેશ અને દિશા વચ્ચે કોલેજ દરમિયાન કોઈ ઘટના બનેલી એ બાબતે રવિ ફરી પાર્થિવ જોડે ચર્ચા કરે છે અને એ વાત કરતાં પાર્થિવ કહે છે રવિ, કોલેજ સમય માં દિનેશ એ ઘણીવાર મને અંગત રીતે મળીને કહ્યું છે કે મારો વાંક નથી તું મારી વાત તો સંભાળ પણ હું ધ્યાન નહોતો દેતો તેને પરીક્ષા ના છેલ્લે દિવસે પણ કહ્યું હતું કે મારી વાત સાંભળી મારે તને કશુંક જણાવવું છે ...Read More

7

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 7 - છેલ્લો ભાગ

ભાગ : સાતમો ( અંતિમ ) આ તરફ પરીક્ષાનું પરિણામ આવે છે, પાર્થિવ કેન્દ્ર માં પ્રથમ આવે છે એટલે અને તેની સાથે તેનાં મમ્મી પપ્પા તેનાં પ્રાધ્યાપકો અને કોલેજગણ ખૂબ ખુશ હોય છે. કોલેજ દ્વારા જણાવવા માં આવે છે કે આવતાં મહિને નવાં વિદ્યાર્થીઓ નો સ્વાગત દિવસ અને વાર્ષિક ઉત્સવ છે એટલે એમાં પાર્થિવ ને અને કોલેજમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલ વિદ્યાર્થીઓને ઈનામ, સન્માન પત્ર, રોકડ રકમ, મેડલ, ટ્રોફી આપવામાં આવશે. સૌ મિત્રો એ પાર્થિવ નાં ઘરે આ સુંદર પરિણામ ની ઉજવણી કરવા માટે ભેગાં થયાં ઉજવણી કરી અને સાથે સાથે આ ઘટના બાબતે જાણતા મિત્રો એ ખૂબ સુંદર અને ...Read More