ફિરોઝા વિરમદેવ

(8)
  • 8.4k
  • 1
  • 2.1k

દાદા સોમનાથને લૂંટવા અને તોડવા માટે દિલ્લીથી હુકમ થયો અલાઉદિનનો અને શિવના મંદિરને તોડવા ફોજ નીકળી, અને આફ્રિકાનાજંગલ માંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લ્યે એમ ભરડામાં લેતા-લેતા ફોજ નીકળી, રાજસ્થાનની ધરતી અનેઝાલોરના કાનળદેવ ચૌહાણ એમણે નક્કી કરીલીધું કે આ ફોઝને સોમનાથ સુધી પોગવા દેવી નથી મારે, અને નીકળ્યા આડા ફર્યાધમણસાણ યુદ્ધ થયું અને ફોઝને ભાગવું પડ્યું સોમનાથ સુધી ફોઝ પોચી ન શકી અને દિલ્લી આવી અલાઉદીનને ખબર પડી નેઅલાઉદિનને પગ થી માથે રેમન્ડ ગઈ કે એવા કોણ ક્ષત્રિયો છે કે એવા કોણ રાજપૂતો છે આપણી આવડી દરિયા જેવડી ફોઝને રોકીશકે, આજ પણ છે, અહીંયા તો કે હાં તો આપણી દુર્ગમંડળ ફોઝ લઈને જાવ અને આખા રાજસ્થાનને વીખી નાખો તેદી એની સેનાનાડાયા માણસોએ, મંત્રીઓએ કીધું કે, - દિલ્લી ફોઝ એવડી મોટી છે, કે આપણે આખા રાજસ્થાનને પૂગીજાશું દમરોળી નાખશું પણઆપણી સેના એમાં જીવતીરહે ને આપણે આટલાંજ રેશું ને પાસા આવશું ઈ વાતમાં માલ નથી એટલે વિચારીને કરવા જેવું છે,

Full Novel

1

ફિરોઝા વિરમદેવ - 1

દાદા સોમનાથને લૂંટવા અને તોડવા માટે દિલ્લીથી હુકમ થયો અલાઉદિનનો અને શિવના મંદિરને તોડવા ફોજ નીકળી, અને આફ્રિકાનાજંગલ માંથી ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લ્યે એમ ભરડામાં લેતા-લેતા ફોજ નીકળી, રાજસ્થાનની ધરતી અનેઝાલોરના કાનળદેવ ચૌહાણ એમણે નક્કી કરીલીધું કે આ ફોઝને સોમનાથ સુધી પોગવા દેવી નથી મારે, અને નીકળ્યા આડા ફર્યાધમણસાણ યુદ્ધ થયું અને ફોઝને ભાગવું પડ્યું સોમનાથ સુધી ફોઝ પોચી ન શકી અને દિલ્લી આવી અલાઉદીનને ખબર પડી નેઅલાઉદિનને પગ થી માથે રેમન્ડ ગઈ કે એવા કોણ ક્ષત્રિયો છે કે એવા કોણ રાજપૂતો છે આપણી આવડી દરિયા જેવડી ફોઝને રોકીશકે, આજ પણ છે, અહીંયા તો કે હાં તો આપણી દુર્ગમંડળ ફોઝ લઈને જાવ અને આખા રાજસ્થાનને વીખી નાખો તેદી એની સેનાનાડાયા માણસોએ, મંત્રીઓએ કીધું કે, - દિલ્લી ફોઝ એવડી મોટી છે, કે આપણે આખા રાજસ્થાનને પૂગીજાશું દમરોળી નાખશું પણઆપણી સેના એમાં જીવતીરહે ને આપણે આટલાંજ રેશું ને પાસા આવશું ઈ વાતમાં માલ નથી એટલે વિચારીને કરવા જેવું છે,તો શું કરાય ?મંત્રણા થઇ ને નક્કી કરવામાં આવ્યું,કે એક કામ કરાય રાજપૂતોની હારે મિત્રતા કરી લઈએનેતો નડતા આરે, આટલી વાત પાકી છે, એટલે સંધિ કરી લેવાય,તો કે ઈ કરી લઈએ.અને એને સંદેશો મોકલ્યો કાનળદેવ ચૌહાણ રાજપૂતને સંદેશો મળ્યો, કચેરી માં સંદેશો વાંચવામાં આવ્યો,"કાનળદેવ ચૌહાણ અલાઉદીન ખીલજી દિલ્લી થી હું લખું છું તમારા સોમનાથને લૂંટવા અમારી ફોજ જાતીતી અને તમારા રાજપૂતોએ, ક્ષત્રીઓએ આડા ફરી અને ધમરોળી નાખી તમારી વીરતા ઉપર હું પ્રશન્ન છું અને મારે તમારી હારે મિત્રતા કરવી છે"અને કાનળદેવ જાણતા હતા શું કામે મિત્રતા કરવી છે, પણ છતાંય એને મિત્રતા કરવી છે, તો આપણે શું વાંધો છે, પણ સંદેશમાં એવું હતુંલખેલું કે કાનળદેવ ચૌહાણ પોતે દિલ્લી આવે મને મળવા માટે ને આપણે મિત્રતા કરી લઈએ,કાનળદેવ વાણી સમજેલા હતા કે આ કરવા જેવું નઈ ચિતોડમાં રાવલરતનસિંહ જેવી ઘટના બને તો. એટલે એને પોતાના રાજકુમારવિરમદેવજીને મોકલ્યા,અને વિરમદેવ જાય છે કાનળદેવે કીધું એટલે દિલ્લી માં ઉતારો દીધો અને અલાઉદિનને ખબર પડી કે કાનળદેવ નથી આવ્યા એનાદીકરાને મોકલ્યો, થોડુંક ઓલું લાગ્યું પણ માણસોએ કીધું કઈવાંધો નઈ દીકરો કે દીકરી આવીતોગ્યા પછી આપણે મિત્રતા થઇગઈપછી શું જોવાનું હોય,સવારમાં કચેરી ભરાણી છે, હિન્દુસ્તાનનો હાકીમ દિલ્લીની ગાદી ઉપર બેઠો હતો, અને વિરમદેવ ચૌહાણ રાજપૂત સામેથી હાઇલો આવેછે, ને જોતાજ દિલ્લીના બાદશાહની શિસ્ત ભુલાઈ ગઈ રાખવાની હોય એ સાબાસ રાજપૂત, સાબાશ રાજપૂત કેવા મંડ્યા ને બેઠક લીધીપણ પડદાની આડા બેગમો બેઠા હોય એમાં અલાઉદિનની લાડકી દીકરી ફિરોઝા બેઠીતી એની નજર પડી ને આફરીન થઇ ગઈ,"નેણ પદારથ, નેણ રસ અને નેણસે નેણ મિલન અજાણ્યા સો પ્રિતળી આતો પ્રથમ નેણ કરંત""મોરકો ધ્યાન લગો ધનઘોરસે દોરસે ધ્યાન લગો નટકી દિપક ધ્યાન લગો મટકી ચંદ્રકો ધ્યાન લગો ચકોર અને ચકવાનકો ધ્યાન દિનેશ ટકી અને મીન મનોજ ધ્યાન સો સાગર પંથ પ્રબિન રહેવતકી "ને ફિરોઝા જોઈ રહી અને મનોમન નક્કી કર્યું કે " વર વરુતો વિરમદેવ નહીંતર રહું અકન કુંવારી" ને વિરમદેવ રોકાણા છે, ને પોતે તેના બાપ અલાઉદીન સુધી વાત પહોંચાડે છે, અને અલાઉદિનને એમ થઇગયું મારી દીકરીને આ દુશ્મનએમતો અમે મિત્રતા કરી છે, પણ એક કુટિલનીતિથી કરી છે, અને એના દીકરા હાઈરે લગન કરવાનું ક્યે. પણ એના માણસોએ એને એવાત પાછી કરી.મિત્રતા કરવા હારુજ જો આપણે કાનળદેવને સંદેશો મોકલ્યો હોય તો એના કરતા રૂળુ વધાવવું અને એનકારાતાય બોવસારી વાતકહેવાય કે વિરમદેવને તમારા કુંવરી પરણાવી દઈએ, એટલે રાજપૂતો આપણા હામાં બાધવા કોઈદી આવશેજ નઈ આ કામ કરવા જેવું છે. ક્રમશઃ... ...Read More

2

ફિરોઝા વિરમદેવ - 2

વિરમદેવ સુધી વાત પહોંચાડી એટલે એ રાજપૂતે એણે એમ કીધું મને તમે જે કયો એ વાત બધી સાચી છે, હું રાજપૂત છું, અને મારોબાપ હજી જીવે છે, ગાદીયે બેઠા છે. મારા ભાયું અને બાપને બધાને સંદેશો આપો અને એ મંત્રણા કર્યા પછી જવાબ આપે તો સાચી વાતમને કાંઈ આમાં ખબર ના પડે.એમ કહીને વિરમદેવ વયાવ્યા અને બીજે દિવસે સંદેશા વાહક પાછો આવ્યો ને કાનળદેવની કચેરીમાં પત્ર વાંચવામાં આવ્યો કે, " દિલ્લીથી અલાઉદીન ખીલજી લખે છે, મારી લાડકી દીકરી ફિરોજા તમારામાં રાજકુંવર ને પરણવા માટે હથેવાળ પરણવામાટે જાન લઈનેઆવો, મારી દીકરીને તમારી વીરતા ઉપર પ્રશન્ન થઈને તમને આપું છું."અને બધાયે કચેરીમાં કાનળદેવ સામે જોયું અને કાનળદેવે પોતાના દીકરા સામે જોયું બેટા, તારું શું કેવાનું છે?કે,તમે બધા શું કયો છો !અમે તો ઈમ કંઈયે છીએ કે અવડોમોટો દિલ્લીનો બાદશાહ ને હગું થવાનું આવે તો એમ કંઈયે છીએ તને જો વાંધો ન હોય તો અમને વાંધોનથી.પછી રાજપૂત બોલ્યો કે, હે ક્ષત્રિયો, હે રાજપૂતો, હે વીરો હું વિરામદેવ તમને જવાબ આપું છું કે,"મામા લાજે ભાટિયા,કુળ લાજે ચૌહાણ,જોમે પરણું તુરકણી તોતો પચ્છિમ ઉગે ભાણ"બધાયના પોરખના પલા છૂટી ગ્યા સાબાશ રાજપૂત હવેભલે કેસરિયા કરવા પડે અને શાકનો ગલાશ પીવો પડે.અને દિલ્લી પાછી વાત આવે છે.અલાઉદીન ને ખબર પયડી અલાઉદીન જેવા બાદશાહને, દિલ્લીના બાદશાહને અને એની દીકરીનું માંગુ સામેથી જાય અને રાજપૂત ના પાડી દેય હવે એને ધમરોળીનાખવા જોઈએ,લાખોની શેના લઈને એ રાજસ્થાનની ધરતીની માથે ઉતરે છે, અને ઘમરળશાન યુદ્ધ થાય છે, કાનળદેવ પેલા જાય છે, શેના લઈને. ઈકાઇમ આવે છે, અને પછી વિરમદેવ ઉતરે છે, પણ ફિરોઝા એ એક દાસી એની દાસીયુ અંગરક્ષકો એની આખી ટુકડીને મોકલી તી,દાસીને એવું કીધુંતું કિરોઝાએ યુદ્ધમાં ગમેતેવું થાય તો પણ ભલે પણ મારા વિરમદેવને જીવતો લયાવજે,મારે એ રાજપૂત ને એકવાર જોવોછે.ઘમળશાળ યુદ્વ થાતુંતું બધાય લડતાતા ને એમાં વિરમદેવનું માથું કાપીનાખ્યું અને દાસીની નજર પડી અને માણસોને કીધું,જટ વિરમદેવનું માથું લઇલ્યો માટે ફિરોઝાને જવાબ શું આપવો એનું માથું જટ લઇલ્યો.અને વિરમદેવનું માથું લેવામાં આવ્યું, હજારો ક્ષત્રિયો કપાણા અલાઉદિનની ફોજને ભાગવું પડ્યું અને દાસી વિરમદેવનું માથું લઈને દિલ્લીગયતી ફિરોઝા પાહે, સુવણઁ ના થાળમાં માથું મૂકી માથે કપડું ઢાંકી અને પોતાના ઓરડામાં મૂક્યું અને ફિરોઝા બીજા ઓરડામાં હતી નેત્યાં જઈને કીધું કે,હું જીવતો વિરમદેવને નઈ લયાવી શકી અને એનું યુદ્ધ જોવુંને એ જીવનનો લાવો હતો, ફિરોઝા તું ધન્ય થઈગય છો, એને પ્રેમ કરીને હાલતને દેખાડું માથું લયાવી છું, અને એ માથું પડયુંતું ત્રાહડામા અને ફિરોઝા હરખાતી હરખાતી આવી અને પડદાને આમ જ્યાં આઘો કર્યો અને એ રાજપૂતનું જે ઉભુંમુકેલ જે માથું હતું એને લેવા જ્યાં ફિરોઝા લાંબા હાથ કરે છે, ને ત્યાં એ વિરમદેવનું માથું ઊંધું ફરી ગ્યું તું ત્રાહળાની માલી કોર તેડીફિરોઝા બોલી "તજ તુરકાણી ચાલ હુંઈ હિંદવાણી હમે"હેય ચૌહાણ, હેય રાજપૂત હવે હું હિંદવાણી બનીગય તને વરી ચુકી છું "મારા ભવભવનાં ભરથાર હવે શિર કા ધુણતું સોનીગરા"અને એ ફિરોઝા માથું હળીકાઢીને પકડીને લઇ દળદળતી દોટ મૂકી અને માથું હારે લઇ યમુના નદીમાં ડૂબકી મારી જળસમાધિ લઇ સતીથઇ ગયતી.એક પણ પ્રકારના મોહ વગર પ્રેમ કરીને પહેલીજ નજર ના પ્રેમ માં મોટું બલિદાન આપતી ગઈ એના બાપ ને સ્વાર્થ ખાતર ભેગા કરવા હતા પણ કુદરતે એકને યુદ્ધ માં ને એકને સતી કરીને પ્રેમ નો ભેટો કરાવ્યો હશે આવી અમર પ્રેમ કહાની ભારતવર્ષ માં અનેકો બની ગય કે જેમની પ્રેરણા માટે બહાર ની કહાની ની જરૂર જ ના પડે. ...Read More