"ખરી કરી ભાઈ...કરી કરી ને તે એવું કામ.?"એજ તો ? આખા ગામનું નામ ડૂબાડયું. "અરે ભાઈઓ,,અવે રેવા દો ને ઇ વાત.. આજકાલના સોકરાંવની વાત જ ન થાય."હાવ હાચુ કીધું વડીલ,, માય બાપનું કઇ જોવાનું નઈ ને મન મરજીમાં આવે ઇ કરવાનું."તો વરી હું."એકને જોઈને જ પસી ગામના બીજા હિખે ભાઈ."હું તો કવ સુ હવે બધા પોત પોતાના સોકરાવને જરા દાબમાં રાખો. નઈ તો પસી રમેશભાઈના જેમ આવો કપરો દિ દેખવાનો વારો આવહે."હાચી વાત કરી ભાઈ, બવ છૂટછાટ આપવી જ નઈ. ભણી ગણી નેય તે કા મોટા મેતી માસ્તર બનવાના સે."હોવે.."પોતાની લાડકી દીકરી વિશે આવું ઘસાતું બોલતા સાંભળતા રમેશભાઈનો જાણે જીવ
Full Novel
અભ્યુદય
"ખરી કરી ભાઈ...કરી કરી ને તે એવું કામ.?""એજ તો ? આખા ગામનું નામ ડૂબાડયું. ""અરે ભાઈઓ,,અવે રેવા દો ઇ વાત.. આજકાલના સોકરાંવની વાત જ ન થાય.""હાવ હાચુ કીધું વડીલ,, માય બાપનું કઇ જોવાનું નઈ ને મન મરજીમાં આવે ઇ કરવાનું.""તો વરી હું.""એકને જોઈને જ પસી ગામના બીજા હિખે ભાઈ.""હું તો કવ સુ હવે બધા પોત પોતાના સોકરાવને જરા દાબમાં રાખો. નઈ તો પસી રમેશભાઈના જેમ આવો કપરો દિ દેખવાનો વારો આવહે.""હાચી વાત કરી ભાઈ, બવ છૂટછાટ આપવી જ નઈ. ભણી ગણી નેય તે કા મોટા મેતી માસ્તર બનવાના સે.""હોવે.."પોતાની લાડકી દીકરી વિશે આવું ઘસાતું બોલતા સાંભળતા રમેશભાઈનો જાણે જીવ ...Read More
અભ્યુદય - 2
અભ્યુદયભાગ - 2વર્તમાનમાં ચાલુ સભા... રમેશભાઈએ પોતાની વાત કહ્યા બાદ મુખીએ સૌના અભિપ્રાય જાણવા...આ વિશે ગામલોકો કેવી વૈચારિક ધરાવે છે તે ચકાસવાનાં આશયથી કહ્યુ, "તમે સૌ આ વિશે તમારા મત આપી શકો છો." એક વડીલ - આજકાલના સોકરાવનું કઈ નક્કી નઇ. વરી શેરમાં રહી ભણતા હોય ને ટોકવાવાળું કોઈ હોય નઇ તો મન મરજી પડે ઇ કરે. બીજા વડીલ - અયા આપણી દેખરેખ હેઠળ હોય તો સારા રે, પણ શેરમાં રે તો તયની હવા લાગતા ભઈ વાર કેટલી..!? પેહલા વડીલ - એ જ તો હું કવ સુ ભાઈ, આટલે દૂર ભણવા મોકલવાનું કામ જ હું સે. મુખીને ગામલોકો પર મનોમન દયા ...Read More
અભ્યુદય - 3
અભ્યુદયભાગ - 3રાધેયે હકારમાં ગરદન હલાવી પોતાની જગ્યાએથી ઉભો થઇ ઘરના દરવાજા નજીક જઈ બહારથી પોતાની દી આસ્થાને લગાવતા કહ્યું, "દી,...જરા બહાર આવશો..." મુખી સહિત સૌ અચરજમાં હતા અને વિચારતા હતા કે..હવે આ રાધેય શું કરવાનો હશે ?!! ઘરમાં રહીનેય હોલમાં થતી ગામલોકોની વાતનાં આછા અવાજો સાંભળી શકતા હતા . તેથી પરિવારનાં સભ્યોને બહાર શુ થઈ રહ્યું છે એની ઘણી ખરી જાણ હતી. ભાઈના અવાજથી આસ્થા થોડી ડરતા બહાર આવી પણ તેણીએ પોતાનો ડર છતો થવા દીધો નઈ. આસ્થા આવીને ઉભી રહી એટલે રાધેયે એમની પાસે જઈ ખૂબ જ મૃદુ સ્વરમાં કહ્યું, "દી,,.તમે કોઈકને પસંદ કરતાં હોય કે કોઈકના ...Read More
અભ્યુદય - 4
અભ્યુદયભાગ - 4સવાર થતા જ મુખીજી નાથુ અને ડ્રાઇવરને લઈ નીકળી પડ્યા. કોલેજ પોહચતા જ તેમને કલાકની ઉપર સમય ગયો. કોલેજ પોહચી પ્રિન્સિપલ સરને મળ્યા. પણ એમનું કહેવું હતું કે કાલે અવધિ કોલેજ આવી જ ન હતી. ખરેખરી ચિંતા હવે વધી હતી. અવધીનાં ક્લાસ પ્રોફેશરનું કહેવું હતું કે, તે હોશિયાર સ્ટુડન્ટ છે. ખાસ કારણ વિના તે ક્યારેય ગેરહાજર ન રહેતી. બધાનું એ જ કહેવું હતું. છોકરી માટે અહીંયા ભણવું એ જ એનું મુખ્ય કામ. બાકીની વાતોમાં ક્યાંય જરા અમથી મગજમારી પણ નહીં કરે. અહીંથી પણ નિરાશા મળતા મુખીજીની ચિંતા વધી. હવે આટલા મોટા શહેરમાં અવધિને શોધવી તો ક્યાં શોધવી ...Read More
અભ્યુદય - 5 - છેલ્લો ભાગ
અભ્યુદયભાગ - 5રાધેય અને એના દોસ્તો અંદર ગયા. સાંજનો સમય હોવાથી બાળકો બહાર મેદાનમાં રમી રહ્યા હતા. થોડા વડીલો બાંકડે બેસી તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. બાકીનાં છાપું વાંચતા હતા. એટલામાં એક ભાઈએ આવીને પૂછ્યું, " આવો,, હું આપની કોઈ મદદ કરી શકું ? " રાધેય - જી હા,,અમારે આશ્રમના સંચાલકને મળવું છે..શું તેઓ અત્યારે મળી શકશે ? આશ્રમના ભાઈ - હા..મારી સાથે ચાલો. રાધેય અને એના દોસ્તો પેલા ભાઈની સાથે આશ્રમની મુખ્ય ઓફીસ જેવી લાગતી એક રૂમ પાસે આવ્યા. આશ્રમના ભાઈ - કાકા,,આપને કોઈક મળવા આવ્યું છે. કાકા કદાચ બહાર જવા જ નીકળતા હતા. એમણે ઉતાવળમાં જ રાધેય લોકોને ...Read More