હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક ઐતિહાસિક વાતો આજે બદલાઈ ગઈ છે. એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું.
Full Novel
કેરાલા પ્રવાસ 1997 - ભાગ 1
કેરાલા પ્રવાસ 1997હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક વાતો આજે બદલાઈ ગઈ છે.એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું. એ વખતે જેમ ક્યારેક જિંગલ હતું કે 'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી મતલબ જીરાવાલા કે પછી થયેલી નવભારત ટ્રાવેલ્સ. ...Read More
કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2
ભાગ 2 દિવસ 2 એ વખતે બ્રન્ચ ને એવી પ્રથા ન હતી. હોટેલમાં રેસ્ટોરાંમાં કોફી મંગાવી તેઓ નજીકથી ઈડલી બીજો નાસ્તો લઈ આવ્યા. તેમનું જમવાનું મોડું શરૂ થતું હતું. અમે હું લોનલી પ્લેનેટ બુક અને જ્યાં ત્યાંથી વિગતો લઈ આવેલો એ મુજબ પહેલાં સુશીન્દ્રમ અને વિવેકાનંદ પુરમ જવા નીકળ્યાં. એ જ નાગરકોવિલ ને રસ્તે. કન્યાકુમારી ગામના બસસ્ટેન્ડથી. સુશીન્દ્રમ ખાતે હનુમાનજીનું મોટું મંદિર છે. ખૂબ ઊંચી મૂર્તિ છે. લોકવાયકા છે કે હનુમાનજી દર વર્ષે એકાદ ઇંચ જેવું વધતા જાય છે ને ક્યારેક આકાશને એમનો મુગટ અડકશે! મૂર્તિ ભવ્ય અને ઊંચી હતી. મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓની દક્ષિણી શૈલીની મૂર્તિઓ હતી. ...Read More
કેરાલા પ્રવાસ 1997 - ભાગ 3
ભાગ 3 દિવસ 3 રસ્તે પઝામુધીર અને કુડડલ અલાગાર મંદિર આવ્યાં. પઝામુધીર મંદિર સૂર્ય નંદિર છે તે ઊંચી ટેકરી છે. એક સ્ટેશન પર ટેકરી ઉપરનું મંદિર આવતાં સહુ પ્રવાસીઓએ નમન કર્યાં અને છાતી, મસ્તકે હાથ લગાવ્યા. સહ પ્રવાસી સમજાવી શક્યા નહીં કે તે કયા દેવનું મંદિર હતું. કદાચ કોઈ માતાજીનું. અત્યારે ગૂગલ કરતાં પણ નામ ન મળ્યું તેથી એ કયું સ્થળ હતું તે કહી શકતો નથી. સાંજે પાંચ આસપાસ મદુરાઈ આવ્યું. ઉતરતાં રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા. એમને મેં તામિલનાડુ ટુરિઝમની હોટેલ લઈ જવા કહ્યું તો તેઓ જાણતા નથી એમ કહેવા લાગ્યા અને પોતાની હોટલે લઈ જવા કહેવા લાગ્યા. હું રસ્તો ...Read More
કેરાલા પ્રવાસ 1997 - ભાગ 4
ભાગ 4 દિવસ 6 બહાર નીકળી સ્ટેશન સામે જ હોટેલ ચિત્રા ગયા જે કેરાલા ટુરિઝમની છે. ત્યારે એક રાત્રીના સામાન્ય રીતે 400 કે 500 રહેતા તે અહીં 1500! સુંદર રિસેપ્શન જોઈ, નજીક ફૂલી ફાલી ગયેલા ટુરિસ્ટ હોમ પૈકી એક, એક રાતના 450 માં સિલેક્ટ કર્યું. બપોરે જ વિખ્યાત કોવાલમ બીચ જોવા ગયા. લોકલ બસો પણ પૂરતી જાય છે અને શેરિંગ રિક્ષાઓ પણ. માત્ર 15 કિલોમીટર સ્ટેશનથી છે. તે દિવસે રવીવાર હોઈ લોકલ લોકો કપલ, બાળકો સાથે પીકનીક મનાવવા સ્કુટરો લઈ આવેલા. બીચ પર નજીકમાં સ્પા અને તેલ માલીશ, શિરોધારા અનિવી આયુર્વેદિક હાટડીઓ પુષ્કળ હતી. સસ્તામાં સસ્તો આવો સ્પા 1997માં ...Read More
કેરાલા પ્રવાસ 1997 - ભાગ 5
ભાગ 5 દિવસ 9 એર્નાકુલમ અને કોચીન છે તો બે અલગ શહેર, વચ્ચેથી સમુદ્રની ખાડી તેને જુદાં પાડે છે. જ ફરી શિયાળુ ચોમાસાનો જોરદાર વરસાદ અને લાઈટ નહીં. પ્લેટફોર્મ પર જ અંધારું. એમ જ બહાર નીકળી અંધારે જ જે સામે એક ત્રણ માળની હોટેલ દેખાઈ કે કોઈએ બતાવી ત્યાં પહોંચી ઠીકઠાક પણ મચ્છરો વાળી રૂમ લીધી. એ વખતે મેક માય ટ્રીપ કે ત્રિવાગો જેવું અગાઉથી હોટેલ બુક કરી શકાય તેવું નહોતું. નજીકનાં લંચ હોમમાં ત્યાંનાં સરગવા દૂધી જેવી અજાણી ચીજોનાં કોપરેલમાં બનાવેલ શાક, એમની 'મેંદા જેવી સફેદ રોટલી અને પાયસમ, રસમ, સાંબાર અને એવી કેરાલી થાળી જમ્યાં. જલ્દી સવાર ...Read More
કેરાલા પ્રવાસ 1997 - ભાગ 6 - છેલ્લો ભાગ
ભાગ 6 દિવસ 11 વહેલી સવારે ઠેક્કાડી પેરિયાર સેંકચ્યુઅરી માં હાથીઓ જોવા એસટી ડીપો પરથી 7.15ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ગામડાંઓ વટાવી એ અભયારણ્યથી દૂર બસ ઉભે ત્યાંથી શેરિંગ ટેક્ષી કરી ત્યાં બપોરે 12 આસપાસ પહોંચ્યાં. ખૂબ ભીડ. ટિકિટ લઈ ફટાફટ એ રિસોર્ટ જેવું હતું તેના ક્વોલિટી વગરનાં અને મોંઘાં રેસ્ટોરાંમાં જમી બોટ રાઈડ પકડી. એક ડુંગર પર દૂર બે ચાર હાથીઓ ઉભા હતા તે દૂરથી દેખાયા. એકાદ ઝાડની ડાળીઓ જેવાં શીંગડાંવાળું હરણ. બાકી ખાલી રાઈડ ગઈ. અભયારણ્યો માં આ જ જોખમ. નસીબ હોય તો જ જોવા મળે. વળતાં રાત પડી ગઈ. કોટ્ટાયમ ની બસ અને ત્યાંથી એર્નાકુલમ ડેપોની બસમાં ...Read More