પ્રતિક્ષા

(273)
  • 79.1k
  • 12
  • 34.5k

અનેરી...અનેરી... નામ પ્રમાણે જ અનેરી છે ચિંતનભાઈ બબડ્યા. "લ્યો વળી તમે તો બનાવવા માંગતા હતા તમારી લાડકીને 'અનેરી'" શિલ્પાબેન હસતા હસતા બોલ્યા. "તું પણ આખરે તો અનેરીની જ મમ્મીને' ચિંતનભાઈ બોલતા બોલતા ભૂતકાળમાં સરી ગયા... અનેરીના જન્મ વખતે બધા નવા નવા નામ વિચારતા હતા પરંતુ ચિંતનભાઈ અડગ જ હતા.તેમના મતે જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય એટલે નામ તો અનેરું, ઉત્સાહપ્રેરક જ હોવું જોઇએ.ચિંતનભાઈ આખરે અનેરી નામ પાડીને જ રહ્યા.

Full Novel

1

પ્રતિક્ષા - 1

અનેરી...અનેરી...નામ પ્રમાણે જ અનેરી છે ચિંતનભાઈ બબડ્યા."લ્યો વળી તમે તો બનાવવા માંગતા હતા તમારી લાડકીને 'અનેરી'" શિલ્પાબેન હસતા બોલ્યા."તું પણ આખરે તો અનેરીની જ મમ્મીને' ચિંતનભાઈ બોલતા બોલતા ભૂતકાળમાં સરી ગયા... અનેરીના જન્મ વખતે બધા નવા નવા નામ વિચારતા હતા પરંતુ ચિંતનભાઈ અડગ જ હતા.તેમના મતે જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય એટલે નામ તો અનેરું, ઉત્સાહપ્રેરક જ હોવું જોઇએ.ચિંતનભાઈ આખરે અનેરી નામ પાડીને જ રહ્યા.આવી ગઈ અ..... ને......રી...અને ચિંતનભાઈ ફરી પાછા વર્તમાનમાં આવી ગયા. મમ્મી પપ્પાને પોતાને કેન્દ્રમાં રાખી ને થયેલો મીઠો સંવાદ સાંભળતી,હરખાતી,કૂદતી મમ્મીનાં ગળામાં હાથ પરોવી પપ્પાને ઇશારો કરી ...Read More

2

પ્રતિક્ષા - 2

સમય એટલે એક અદ્રશ્ય ખજાનાની પેટી,જ્યાં ક્રમે ક્રમે ગમતી અને ન ગમતી ધટનાઓ એક પછી એક ગોઠવાતી જાય છે. તે સંસ્મરણો રૂપે આપણા હૃદય સુધી પહોચી જાય છે.અને આપણી જિંદગીમાં ઍક અમીટ છાપ છોડી દે છે.અને આ સમય બસ પોતાની ગતિએ વહ્યા કરે છે, આપણે સાથે વહેતા વહેતા બસ તેને સાક્ષીભાવે જોયા કરવાનું. આ જ તો આશ્ચર્ય ની ચરમ સીમા........ સમયની.... આ નાની લાગતી અનેરી ક્યારે સ્નાતક થઈ ગઈ મમ્મી પપ્પા માટે જાણે સપનાની વાત.અનેરી ને નાનપણથી વાંચવાનો શોખ અને તેના કરતાં વધારે જીવંત ...Read More

3

પ્રતિક્ષા - 3

પ્રતિક્ષા 3 પોતપોતાનું આકાશ અને તેમાં દેખાતા મેઘધનુષી સપનાંઓ.. એ સપનાંઓ પૂરું કરવા થતી એક નવી જ દિશા ની શોધ અને તેમાં વહી જવાની પ્રેરણા... અનેરી એક અલગ સપનું લઈ તેને સંવારવા લાગી તો કવન એક નવા જ શહેરમાં પોતાને ગમતા સંસ્મરણો લઈ જાતને ગોઠવવા લાગ્યો......મમ્મી પપ્યાના આશીર્વાદ અને અનેરી માટે કૈક કરવાની ઈચ્છા તેના માટે એક હકારાત્મક વલણ ઊભું કરવામાં કારણ બન્યાં. 'કવન' અનેરીથી બે વર્ષ મોટો અને વિચારોમાં અનેરીનો સમવયસ્ક પોતાના કરતાં વધારે અનેરી વિશે વિચારે કારણ કે જ્યારથી સમજણો થયો ત્યારથી અનેરી ની મિત્રતા એ તેના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો. અનેરીનાં ...Read More

4

પ્રતિક્ષા - 4

પ્રતિક્ષા ભાગ 4 ચિંતનભાઈ નું નાનકડું સ્વર્ગ એટલે એમના સપનાઓનું ઘર જેમાં શિલ્પાબેન ના મીઠા ટહુકા ને અનેરિનાં સોનેરી સપનાનો નું સંગીત વાગતું......તો સાથે સાથે ચિંતનભાઈ નું ગમતું ગીત રેડિયો માં આવી રહ્યું હતું. तू प्यार का सागर है तेरी इक बूँद के प्यासे हम लौटा जो दिया तुमने चले जायेंगे जहां से हम तू प्यार का सागर..... ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન માં વાગતાં સીમા ફિલ્મના ગીત અને અનેરી ના એલાર્મ વચ્ચે રસ્તો કરી શિલ્પાબેન નો અવાજ અનેરીનેં ઉઠાડવામાં સફળ થઈ ગયો. શિલ્પાબેન:-. "અનેરી... અનેરી.. ઉઠ બેટા સૂરજ પણ રાહ જોઈ રહ્યો છે બારીએ". અનેરી: "લે સવાર ...Read More

5

પ્રતિક્ષા - 5

પ્રતિક્ષા. 5 શરૂઆત કવન ની નવા શહેરમાં,નવા ફ્લેટમાં, ઘરથી દૂર....વ્હાલી મમ્મીથી દૂર...પપ્પા થી દુર... અનેરીથી દૂર.. પહેલો અજંપા થી ભરપુર હતો,નવીજગ્યાએ સ્થિર થવાનું હતું,અને આદર્શ વ્યક્તિત્વના સ્વરૂપમાં પોતાની જાતને ઢાળવાની હતી. પોતાના સ્વભાવ પ્રમાણે જ વહેલો ઓફિસ પહોંચી ગયો,અને હમણાં જ બનેલા નવા પરિચિત મિત્રો સાથે વાતચીત કરી જાણે અજાણે પોતાની એકલતા દૂર કરવા ને છુપાવવા પ્રયત્ન કરતો રહ્યો. પપ્પાની શિખામણ યાદ આવી "જેવું વાતાવરણ તેવા જ રંગ માં રંગાઈ જવાનું તો જ તે વાતાવરણ માં સ્થિર થઈ શકાય અને આગળ વધવાના માર્ગને વિના અંતરાય પસાર કરી શકીએ." (કૃપાલ હમણાં જ પરિચિત નવો સહકર્મચારી) કૃપાલ:-"તો કવન સેટ ...Read More

6

પ્રતિક્ષા - 6

પ્રતિક્ષા. ૬ આજે શિલ્પાબેન માટે કંઇક અલગ દિવસ ઉગ્યો રસોડામાં અવાજ સાંભળી સફાળા ઉભા થઈ ગયા ત્યાં તો ચિંતનભાઈ એ તેને રોકી. ચિંતનભાઈ:-"અરે બિલાડી નથી આવી શિલ્પા તારી ' નાની મીની' મોટી થઈ ગઈ છે. શિલ્પાબેન:-"હેં, કઈ સમજાય તેમ બોલોને?" ચિંતનભાઈ:-"અનેરી છે રસોડામાં." શિલ્પાબેન:-"કેમ અત્યારમાં? તેને જવું છે ક્યાંય? ચિંતનભાઈ:-"ના તારા આરામ માટે, તું કાલે વહેલી સુઈ ગઈ હતી અને અનેરી મોડી આવી, તારુ પૂછતી હતી. શિલ્પાબેન:-"તમે શું કહ્યું?" ચિંતનભાઈ:-"કંઈ નહીં ખાલી કહ્યું કે રિપોર્ટ કરાવવાના છે". શિલ્પાબેન:-"ઓહો તમે પણ હદ કરો છો એ બિચારી કોલેજ જશે કે ઘરને સંભાળશે?" ચિંતનભાઈ:-"શિલ્પા અનેરી હવે મોટી થઈ ગઈ છે તે ...Read More

7

પ્રતિક્ષા - 7

અનેરી તો અન્ય વિચારે વિચારવા લાગી,પણ કવનનું મન ડિસ્ટર્બ થઈ ગયું.....કૃપાલ:-"અરે શું થઈ ગયું આટલી વારમાં લંચ બ્રેક તો મૂડ સારો હતો ભાઈ નો?"કવન:"અમસ્તુ. કંઈ જ નથી થયું".કૃપાલ:-"અમસ્તું કંઈ ન થાય બોલ શું થયું?"કવન:-"અચાનક ઘર યાદ આવી ગયું."કૃપાલ:-"તને કોઈ દિવસ ઘર ભુલાવાનું જ નથી કેમકે તારે ઘર ભુલવુ નથી, ચાલ આજે કોઈ મસ્ત ફિલ્મ જોવા જઈએ."(બંને વચ્ચે વાતચીત ચાલુ છે ત્યાં ઋચા મેમ આવે છે.)ઋચા:-"ક્યાં જવાની વાત ચાલે છે?"કૃપાલ:-"સારું થયું તમે આવી ગયા હવે સાથે ફિલ્મ જોવા જઈશું".કવન:-"અમે સાંજે ફિલ્મ જોવા જવાનું વિચારીએ છીએ."ઋચા:-"તો તો હું નહિ જોડાઈ શકું, મને એમાં રસ પડતો નથી. ...Read More

8

પ્રતિક્ષા - 8

હંમેશા ઝડપથી ચાલતા શિલ્પા બહેન આજે અનેરીથી પણ પાછળ રહી ગયા..... અને અનેરી ને જાણે અચાનક બીક લાગવા માંડી.... બધું થંભી ગયું...... કશુક અટકી ગયું..... જાણે કે અખંડિતતા ખંડિત થવા લાગે..... તેણે જોયું કે મમ્મી શ્વાસ પણ ઝડપથી લે છે તે મનમાં નોંધ્યું પણ મમ્મીને ચિંતા નથી કરાવવી એ વિચારથી ચહેરા પર આવવા ન દીધું. તો સામા પક્ષે શિલ્પાબેન પણ અનેરીના જ મમ્મી જાણે તબિયત ને અવગણી ને વર્તમાન પરિસ્થિતિને શાંતિથી માણવા માંગતા હોય મનમાં ને મનમાં" થાક ઉતરશે તો બધું સરખું થઈ જશે" એવું વિચારવા લાગ્યા અને આગળ વિચાર્યું કે ડોક્ટર ના ...Read More

9

પ્રતિક્ષા - 9

(ચિંતનભાઈ અને શિલ્પાબેન ની લાડલી અનેરી....વિચાર અને વાણીમાં અનેરી...... બાળપણના મિત્ર કવનના મનની સૌથી નજીક, અનુસ્નાતક કોલેજમાં મનગમતા વિષયમાં મેળવે છે જ્યાં તેની હૃદય મૂર્તિ અનિકેત જાનીના પ્રથમ પરિચયથી અનેરીના જીવનમાં નવા રંગો ઉમેરાય છે તો સાથે સાથે મમ્મીની નરમ તબિયત તેને પરિપક્વ બનાવતી જાય છે.......) હવે આગળ..... ઝડપથી સરકી જતો સમય અને એ સમય સાથે ઝડપથી જીવી લેવાની જીજીવિષા........ મનગમતો સમય સ્થિર થઈ જાય તેવી કામના અને અસ્વીકાર્ય સમય ઝડપથી પસાર થઈ જાય તેવી પ્રાર્થના..... ચિંતનભાઈ ઘરે જતા પહેલા જ રિપોર્ટ લઈ તેમના ફેમિલી ફ્રેન્ડ ડોક્ટર રવિન્દ્ર સાથે વાત કરી લેવા ...Read More

10

પ્રતિક્ષા - 10

અનરીની કલ્પના પ્રમાણે શિલ્પા બહેન બારણે જ ઊભેલા દેખાયા. અનેરી:-"અરે મમ્મી તું હજી સુધી સૂતી નથી?" શિલ્પાબેન:-"કેટલું મોડું થઈ ચિંતનભાઈ:-"હા પણ અમે બંને તો સાથે હતા ને?" શિલ્પાબેન:-"અને હું એકલી." (અનેરી અને ચિંતનભાઈ બંનેએ એકબીજાની સામે સંકેતની ભાષામાં જોયું) ચિંતનભાઈ:-"એટલે તો સાવ તારી ચિંતા થાય જ નહિ. કોઈ સાથે હોય તો સામેવાળાની ચિંતા થાય.(હસતા હસતા) તારી ચિંતા હતી એટલે તો આજે જ રવિન્દ્રને મળી આવ્યા. શિલ્પાબેન:-"શું કહ્યું?" અનેરી:-"અરે એ શું કહે?" ચિંતનભાઈ:-"તને તો ખબર છે રવિન્દ્રના સ્વભાવની ચાલે તો પાણી પણ ચમચીથી પીવે કે ક્યાંક પાણી અટકી જશે તો?" શિલ્પાબેન:-"અહીંયા મારો જીવ અટક્યો છે." ...Read More

11

પ્રતિક્ષા - 11

ઘણી વખત સાવ સામે દેખાતી પરિસ્થિતિને હૃદય સ્વીકારતું નથી આંખ મિચામણા કરે છે કારણકે તે આપણને ગમતી પરિસ્થિતિ શિલ્પાબેન માં આવતું જતું પરિવર્તન શિલ્પા બહેન ને એક અજાણી દિશા તરફ એકલા ધકેલતું હતું પરંતુ શિલ્પાબેનનો તબિયત ને લઇ હાર ન માનવાનો જિદ્દી સ્વભાવ, ચિંતનભાઈની ઈશ્વરની શ્રદ્ધા અને અનેરી નું પહેલી વખત નો અનુભવ તે સ્વીકારી શકતું નથી ચિંતનભાઈ એ ઓક્સિજનના મશીન ની વાત કરી પરંતુ શિલ્પા બહેન પોતાની જાતને બીમાર જ માનતા નહીં અને જીવતા જીવત શું જરૂર છે? ડોક્ટર તો કહ્યા કરે તેમ ટાળી દેતા જોકે શિલ્પા બહેન નું ...Read More

12

પ્રતિક્ષા - 12

જેમ દરેક વ્યક્તિને પોતાની બારીમાંથી અલગ આકાશ દેખાય તેમ વ્યક્તિ પણ પોતાની જાતને અલગ-અલગ ચોકઠામાં ગોઠવી ને જીવે છે પોતાના ભાગના આકાશને મેઘધનુષી રંગોથી ચિત્રિત કરવા માટે વિવિધ રંગોની શોધખોળ કર્યે જ રાખે છે આજીવન અવિરત...... પ્રેમ અને પીડા બંનેનો રંગ એક જ છે વેદનાની સાથે સંવેદના અનેરિનાં હૃદયનો ભાગ બનતી ગઈ હૃદયનો એક ખૂણો અનિકેત માટે ધબકતો હતો તો બીજો ખૂણો મમ્મી ની વેદના થી છલોછલ....... કોલેજ જવા તૈયાર થતી અનેરી દર્પણમાં પોતાની પાછળ દેખાતા મમ્મીના પ્રતિબિંબને જોઈને એક ક્ષણ માટે અટકી ગઈઅનેરી:-"શું ...Read More

13

પ્રતિક્ષા - 13

બહારથી દેખાતું નાનું વૃક્ષ જેમ મૂળમાં વિવિધ મૂળિયાં ધરાવે છે તેમ માનવીનું મન સપાટી પર દેખાતી મનોસ્થિતિની સાથે સ્મૃતિના અનેક વેદના-સંવેદના ના લટકતા છેડાઓ સાથે જીવે છે અને પોતાના મનમાં આ સારા કે ખરાબ પ્રસંગો પ્રથમ પંક્તિમાં આગળ આવવા સ્પર્ધા કરે છે. અનેરી ની જાણે ઈશ્વર કસોટી કરવાની શરૂઆત કરે છે ચિંતનભાઈ તો જાણે ભૂતકાળમાં જ જીવવા માગે છે ભવિષ્ય તો તેમની સામે પથારીમાં છે બંને જણા શિલ્પા અમુક સ્થિતિમાં કેમ વર્તન કરે તે વિચારી પોતાની જાતને સાચવી લે છે ડોક્ટર રવિન્દ્ર અઠવાડિયામાં એક વખત આવી શિલ્પાબેન ને દિલાસો આપી જાય ...Read More

14

પ્રતિક્ષા - 14

વિચારો નું અનુસંધાન...... ભૂતકાળનું વર્તમાન સાથે અને વર્તમાનનું ભવિષ્ય સાથે.......કાલે પરીક્ષાઓ પૂરી થઈ અને અનેરી પોતાની જાત સાથે વાતો સવારમાં ચાલવા નીકળી...... કવન અને પન્નાબેન ની પરવાહ અનેરીના હૃદયને સ્પર્શી ગઈ .આખો દિવસ કવન અને પન્નાબેન અનેરી ને ખુશ રાખવા હિંમત પ્રેરતા રહેતા હતા અનેરી મનોમન ઇશ્વરનો આભાર વ્યક્ત કરતી કરતી તે બંનેનું ઋણ કઈ રીતે ચુકવિશ વિચારતી હતી.. ત્યાતો કવન નો પાછળથી અવાજ આવ્યોકવન:-"અરે જરા ધીમે ચાલ હું થાકી ગયો."અનેરી:-"તો શા માટે મારી પાછળ પાછળ આવે છે?"કવન:-"તારી પાછળ પાછળ નહીં તારી સાથે ચાલવા માંગું છું."અનેરી:-"મારી સાથે ચાલીને શું કરીશ? ...Read More

15

પ્રતિક્ષા - 15

સમયની સાથે સાથે બધું જ વિસ્મૃત થઈ જવું . આ પણ ઈશ્વરની જ કૃપા છે. વિસ્મૃતિ એટલે ભૂલી જવું પરંતુ સારી બાબતો યાદ રહે અને ખરાબ ઘટનાઓ ક્રમેક્રમે ભુલાય જાય,.... શિલ્પાબેન ના મૃત્યુ એ અનેરી ને સમય પહેલાં જ પરિપક્વ બનાવી દીધી. સ્વજનો અને મિત્ર વર્તુળ ના કારણે અનેરી અને ચિંતનભાઈ વાસ્તવિકતાને સ્વીકારવા લાગ્યા ધાર્મિક ક્રિયાઓ પતી ગઈ અને ફરીથી ચિંતનભાઈ અને અનેરી એકલા થઈ ગયા........ અનેરી:-"પપ્પા એક વાત કહું?" ચિંતનભાઈ:-"હા બેટા બોલ." અનેરી:-"આગળ શું વિચાર્યું ?ફરીથી કામ શરૂ કરવું છે ને?" ચિંતનભાઈ:-"કંઇ સમજમાં નથી આવતું બેટા." અનેરી:-"મારું માનો તો પપ્પા જલ્દીથી ...Read More

16

પ્રતિક્ષા - 16

કંઈ કારણ વિના આનંદિત થવાનું સુખ..... અનેરી નું જીવન સત્ય જાણ્યું તો કવને પણ અનેરી જાણે હળવી થઈ તેને એમ લાગ્યું જાણે અનિકેત સામે તે વ્યક્ત થઈ ગઈ. પ્રેમ પરિણામ ની અપેક્ષા નથી રાખતો પછી ભલે તે પ્રેમ કવન નો હોય કે અનેરી નો હોય જો તેમાં અપેક્ષાનું તત્વ ઉમેરાય જાય તો પ્રેમનું તત્વ સંકોચાવા લાગે છે. રજાઓ પછી ઋચા મેમ અને કવન ફરીથી કામમાં જોડાયા નવીન વિચારો અને દૃષ્ટિબિંદુ લઈને. ઋચા ના વિચારોમાં અનિકેત અને કવન ના વિચારોમાં અનેરી એક નવા પરિપ્રેક્ષ્યમાં....કવન:-"કેમ છો ઋચા મેમ?"ઋચા:-"બસ મજામાં ...Read More

17

પ્રતિક્ષા - 17

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ એમ પુછી ને થાય નહિ પ્રેમ,,... તુષાર શુક્લ ઈશ્વર સર્જિત અને માનવીએ કલ્પેલા આ જગતના બધા જ ભાવો એક તરફ અને પ્રેમ કહો કે સ્નેહ એક તરફ...... ...Read More

18

પ્રતિક્ષા - 18

ક્ષિતિજ........ દૂર દેખાતી સુખની કલ્પના કે પછી મનને મનાવવા માટે થતી પ્રતીક્ષા..... બારીની બહાર જોઈ રહેલા કવનના મગજમાં એક પછી એક દ્રશ્યો માનસ પટલ પર ચિત્રિત થવા લાગ્યા , બાળપણથી અનેરી સાથે નો સમય જાણે ફરી એકવાર જીવી લેવાની ઈચ્છા થઇ ગઈ , અને ત્યાં વર્તમાન ની પ્રતીક્ષા ફરી એકવાર નવી જ અનેરી ની યાદ અપાવી ગઈ......એ અનેરી જે અનિકેતને ઝંખતી હતી......એ અનેરી જે નિખાલસતાથી અનિકેત ને સ્વીકાર તી હતી...એ અનેરી જેનું હ્રદય ફક્ત અને ફક્ત અનિકેત મય જ હતું.... અને કવને કંઇક વિચારી અનેરીને ફોન ...Read More

19

પ્રતિક્ષા - 19

અનિકેત નખશિખ પ્રતિકૃતિ અનેરીનાં આદર્શની....આજે આટલી નજીક હોવા છતાં શા માટે હૃદય એવું ઈચ્છે છે કે હવે વધારે વાત કરવી?આ પ્રશ્ન અનેરી ને વારંવાર વ્યસ્તતામાં વિચારતી કરી દેતો.,. પરંતુ ઈશ્વર પ્રામાણિક બની હૃદયમાં વસવા લાગે ત્યારે વહેતી જતી લાગણીઓને કોણ રોકી શકે? વહેલી સવાર નું પહેલું કિરણ અને અનિકેત માટે ઈચ્છાનું .એક નિખાલસ ઈચ્છા અનેરીનું હાસ્ય અને હકારાત્મક ઊર્જા મેળવવાની ઇચ્છા.... એવી ઉર્જા જેમાં મૈત્રી અને કદાચ પ્રેમ પણ સમાવિષ્ટ હોય છે જે પોતાના પ્રિયતમને શોધી જ લે છે.અનિકેત:-"હેલો ગુડ મોર્નિંગ."અનેરી:-"ગુડ મોર્નિંગ સર."અનિકેત:-"શું વિચારતા હતા ?"અનેરી:-"તમને શું લાગે?"અનિકેત:-"ભાવિ વિષે?"અનેરી:-"હું ભાવીની કલ્પના ...Read More

20

પ્રતિક્ષા - 20

અલગ-અલગ સમય ખંડમાં જીવતા વ્યક્તિઓનો સમય જ એક સરખો ચાલવા માંડે તેનાથી વધારે પ્રેમ અને ઈશ્વરની સાબિતી શું હોઈ સમગ્ર ચિતતંત્ર ઉપર એક જ વ્યક્તિનું છવાઈ જવું શું આ જ પ્રેમ છે? तुम हमारे नहीं तो क्या ग़म हैहम तुम्हारे तो हैं ये क्या कम है -कुँवर मोहिन्दर सिंह बेदी 'सहर પેન ડ્રાઈવમાંથી રેલાતા સેડ સોંગ નહીં પણ જાણે અનેરી ને વ્યક્ત કરતા હતા અનિકેતને ...Read More

21

પ્રતિક્ષા - 21

આકર્ષણના ઉદગમ બિંદુ થી શરૂ થયેલી પ્રેમ ની સફર એકાકાર ના અંતિમ બિંદુએ સ્થિર થાય..... અને વચ્ચે મધ્યબિંદુ એટલે આકર્ષણ અને નિર્વિકાર તાનો મિશ્ર ભાવ..... અનેરી નો પ્રેમ મધ્યબિંદુ સુધી પહોંચી ગયો. અનિકેત નું આકર્ષણ ખેંચતું હતું તો ભાવિની વાસ્તવિકતા સ્થિર ભાવે અનેરીના પ્રેમને હકારાત્મક બાજુ વાળતી હતી... ગમતા પ્રિયજન નો પ્રેમ કદી સંકુચિત બનાવી દેતો નથી, ભય પમાડતો નથી..... કવિતા મેમના ઘરેથી પાછા વળતી વખતે એક પ્રકારની હાશ નો અનુભવ અનેરી ને થયો. એક નવી જવાબદારી જાણે પોતે સાથે લઈને આવી.કવન:-"અનેરી એક વાત કહું?"અનેરી:-"હા વળી, ...Read More

22

પ્રતિક્ષા - 22

સુખનું સંધાન એટલે એક પછી એક એમ નાનકડા એકબીજા સાથે જોડાયેલા સુખની ઈચ્છા કે અપેક્ષા. માનવીનું મન ક્યારેય સંતોષ નથી. એક પછી એક ઇચ્છાઓ જાગ્યા જ કરે છે અને જે વ્યક્તિ આ સમયે સમજણ સાથેની સ્થિરતા અપનાવી લે તે જ ખરા અર્થમાં સુખી થાય છે. કવન સાથેની વાતચીત પછી અને અમુક બાબતોમાં અનેરી સ્પષ્ટ થઈ ગઈ. મનમાં ઉઠતા ભાવોને સહજતાથી સ્વીકારી પણ લીધા અને દીવા સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતા પોતાના હૃદયને અમુક નિર્ણયો સ્વીકારવા તૈયાર પણ કરી લીધું.ચિંતનભાઈ:-"અનુ એક વાત કહું?"અનેરી:-"હા પપ્પા એક નહિ બે કહો ને."ચિંતનભાઈ:-"તારી મમ્મી ખોટી ...Read More

23

પ્રતિક્ષા - 23

માનવીનું કોરું કટ મન પ્રેમની કૂંપળ ફૂટી નીકળે ને કેવું લીલુંછમ થઈ જાય આતો છે હજી શરૂઆત,પોતાના પ્રિય પાત્રને અદમ્ય ઈચ્છા....આખો દિવસ વાતો કરવાની ઈચ્છા....તેની સાથે સમય વિતાવવાની ઈચ્છા.....તેના સુખમાં સુખી થવાની ઈચ્છા......તેની સાથે ભવિષ્યની કલ્પના કરવાનો આનંદ.....અને અંતે છેલ્લો હૃદયમાં સ્થિર થઈ જતો નિર્વિકાર ભાવ... પ્રિયપાત્ર સાથે સ્થુળ સ્વરૂપે જોડાઈ કે ન જોડાયા સમગ્ર અસ્તિત્વ પ્રેમમય બની જાય....એવા પ્રેમની ઊર્જા અને ઉષ્મા સંચિત થાય કે તે પ્રેમ વ્યક્તિને અન્યને સુખી કરી નવી પ્રેરણા પ્રદાન કરી શકે..... પ્રથમ સ્પંદન થી ...Read More

24

પ્રતિક્ષા - 24

પૂનમ અને અમાસ વચ્ચે ચંદ્ર તરબતર, માનવીના હૈયામાં જન્મતો સૂર્ય બેખબર.... . નવી સવાર નવું સૂર્ય નવી આશાઓ અને સાથે જોડાતા નવા સંબંધો......આજના આ શુભ દિવસે પોતાના સપનાની સાથે બધા જ પોતપોતાના આનંદ માં વ્યસ્ત હતા. ચિંતનભાઈ પોતાના બેડરૂમમાં કાલે જ કવિતા એ આપેલા શિલ્પાના જીવંત ભીંતચિત્ર ની સામે જોઈ વિચારતા ઉભા હતા ત્યાં તો અનેરી આવી ને પપ્પા ને વહાલી થઈ ગઈ નજીક સરકી ગઈ. અનેરી:-"પપ્પા તૈયાર?" ચિંતનભાઈ:-"એ જ વિચારું છું કે શું હું પૂરેપૂરો તૈયાર છું?" અનેરી:-" ન હોય તો થઈ જાઓ હવે કાંઈ ન વિચારો." ચિંતનભાઈ;-"કવિતા પણ આમ જ કહે ...Read More

25

પ્રતિક્ષા - 25 - છેલ્લો ભાગ

પ્રતિક્ષા..... અવિરત તારા હોવાની, તારી વાતો ની, તારા મળવાની, તારા અહેસાસની, તારી સ્વીકૃતિની અને પ્રતિક્ષા હર હંમેશ તારા સુખની..... તો છે પ્રથમ પ્રેમ નું સુંદર સમણું અને વિરહની અંતિમ આશા...... પ્રતીક્ષા થી હ્રદયમાં ઉઠતું સ્પંદન પ્રિયજનના સુખની પ્રાર્થનામાં વિસ્તરે છે...... ચિંતનભાઈ અને કવિતા જાણે એકબીજાને અધૂરી રહી જતી દુનિયામાં રંગો ભરી રહ્યા અને તે બંનેને જોઈ અનેરીની આંખમાં હરખના આંસુ આવી ગયાં.આ જોઈ હમેશા ચિંતા કરતો કવન આજે ફરીથી અનેરી ને સાંભળવા અને સંભાળવા સાથે આવી ગયો... કવન:-શું થયું હરખુડી ને? અનેરી:-"કંઈ નહીં...." કવન:-"તો પછી, હવે તો તારે ખુશ થવાનું એક તારા પપ્પાની ...Read More