સંવત ૧૧૫૪ ના શીયાળાની એક રાતે કડકડતી ઠંડી પડતી હતી. પાસે વહેતી સરસ્વતીના નીરને ગંભીર રવ રાત્રિની શૂન્યતામાં ભયજનક લાગતો હતો. તેના સીકરોથી શીતલ થયેલો પવન, શીયાળો ભુલાવી, ચોમાસાની હિકળ નું ભાન કરાવતો હતો. રાત્રિ એવી હતી કે ઘરને ખુણે કે પ્રિયતમાની સેડમાં જ પડી રહેવું પસંદ પડે છતાં, ચારર્સે પાંચર્સે માણસ પાટણને સામે કિનારે ઉઘાડામાં પડ્યાં હતાં. છુટી છવાઈ તાપણી કરી ટાઢ ઉદાડવાનો પ્રયત્ન કેટલાક કરી રહ્યા હતા; બાકીના તાપણુઓની આસપાસ સુઈ ગયા હતા, અથવા તો સુવાનો પ્રયત્ન કરતા હતા; ગણ્યા ગાંડ્યા ઉંઘવાનો વિચાર નહિ હોવાથી, ટુંડીયું વાળી બેસી રહ્યા હતા. અંધારામાં, તાપણીનાં અસ્થિર બળતાં વિચિત્ર ઓળાઓ પાડી રાત્રિને વધારે ભયંકર બનાવતાં હતાં. આખો દેખાવ જાણે પિશાચોનું સંમેલન હોય એવો લાગતો હતો. આમાંની એક તાપણું આગળ એક જુવાન પગ લંબાવી અડધો આડે પડ્યો હતો. તેણે ભોયપર પહેલી ઢાલપર માથું મૂક્યું હતું. તેના માથાને ફેંટે, તે સોરઠ તરફ ન હોય તેમ સૂચવતો હતો. તેની તલવાર મો આગળ પડી હતી, અને તલવાર બાંધવાને ખેશ તેના પર પડ્યો હતો. પણ, તેની આંખોમાં ઉંઘ નહોતી. તે હાથમાં લાકડાનાં છોડયાં લઈ તાકી તાકીને દેવતામાં મારતો હતો. એની તાપણી આગળ બીજો કોઈ માણસ નહતાં. થોડે દૂર, એક ઝાડને અઢેલી બે માણસ ટૂંટીયું વાળી બેઠા હતા. કઈ કોઇની સાથે બોલતું નહોતું.

New Episodes : : Every Wednesday

1

ગુજરાત નો નાથ - ૧ - પાટણ ની પ્રભુતા પછીના સમય ની વાર્તા

પ્રકરણ ૧લું.સરસ્વતીને તીરે.સંવત ૧૧૫૪ ના શીયાળાની એક રાતે કડકડતી ઠંડી પડતી હતી. પાસે વહેતી સરસ્વતીના નીરને ગંભીર રવ રાત્રિની ભયજનક લાગતો હતો. તેના સીકરોથી શીતલ થયેલો પવન, શીયાળો ભુલાવી, ચોમાસાની હિકળ નું ભાન કરાવતો હતો. રાત્રિ એવી હતી કે ઘરને ખુણે કે પ્રિયતમાની સેડમાં જ પડી રહેવું પસંદ પડે છતાં, ચારર્સે પાંચર્સે માણસ પાટણને સામે કિનારે ઉઘાડામાં પડ્યાં હતાં. છુટી છવાઈ તાપણી કરી ટાઢ ઉદાડવાનો પ્રયત્ન કેટલાક કરી રહ્યા હતા; બાકીના તાપણુઓની આસપાસ સુઈ ગયા હતા, અથવા તો સુવાનો પ્રયત્ન કરતા હતા; ગણ્યા ગાંડ્યા ઉંઘવાનો વિચાર નહિ હોવાથી, ટુંડીયું વાળી બેસી રહ્યા હતા. અંધારામાં, તાપણીનાં અસ્થિર બળતાં વિચિત્ર ઓળાઓ ...Read More