પ્રેમના પત્રો

(20)
  • 8.1k
  • 2
  • 2.6k

ઓય સાંભળને.. ચાલને આપણે પ્રેમ પત્રો લખીએ ?" નિખિલથી રહેવાયું નહિ એને તરત જ જાહ્નવીને મેસેજ કરીને પૂછી જ લીધું. દર વખતની જેમ જાહ્નવીએ પણ 2 કલાક બાદ નિખિલના મેસેજનો જવાબ આપ્યો. "R u crazy ? આજના આ મોબાઈલના આધુનિક યુગમાં પ્રેમપત્રો કોણ લખે ? અને બીજી વાત હું તને હજુ પ્રેમ નથી કરતી, મેં તને કમિટમેન્ટ હજુ સુધી નથી આપ્યું, સમજ્યો ?"

New Episodes : : Every Monday

1

પ્રેમના પત્રો - ભાગ - ૧

પ્રેમના પત્રો... ભાગ -૧"ઓય સાંભળને..ચાલને આપણે પ્રેમ પત્રો લખીએ ?" નિખિલથી રહેવાયું નહિ એને તરત જ જાહ્નવીને મેસેજ કરીને જ લીધું. દર વખતની જેમ જાહ્નવીએ પણ 2 કલાક બાદ નિખિલના મેસેજનો જવાબ આપ્યો."R u crazy ? આજના આ મોબાઈલના આધુનિક યુગમાં પ્રેમપત્રો કોણ લખે ? અને બીજી વાત હું તને હજુ પ્રેમ નથી કરતી, મેં તને કમિટમેન્ટ હજુ સુધી નથી આપ્યું, સમજ્યો ?"જાહ્નવીનો મેસેજ આવતાની સાથે જ રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જવાબ આપ્યો."જાહ્નવી તને લાગે છે કે આપણે કોઈ કમિટમેન્ટની જરૂર છે ? 4 વર્ષ વીતી ગયા છે, આપણે આટલા સમયમાં એકબીજાની ઘણા નજીક પણ આવ્યા છીએ અને ...Read More

2

પ્રેમના પત્રો - ભાગ - 2

પ્રેમના પત્રો ભાગ-૨નિખિલનો મસેજે સવારે રીડ થયો. જાહ્નવીએ મેસેજ જોઈ અંગૂઠાનું નિશાન મોકલ્યું હતું. નિખિલે વિચાર્યું હજુ તેને એ વાંચ્યો નથી, એકાદ કલાક પછી જાહ્નવીએ મેસેજ કર્યો."હમણાં લેટર વાંચ્યો, તે સારું લખ્યું છે, પરંતુ હું તારી જેમ નહિ લખી શકું અને મને એમ લાગે છે આ થોડું વધારે થઇ રહ્યું છે. શું કામ જાણી જોઈને અંદરથી બધું ઉલેચવું છે ? પડી રહેવા દેને દિલની લાગણીઓને અંદર જ !!"રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જ જવાબ આપ્યો : "જાહ્નવી, જો મેં તને પહેલા જ કહ્યું હતું કે આ પ્રેમ પત્રોને આપણે આપણા પૂરતા જ સીમિત રાખવાના છે, એટલે તું કંઈપણ લખીશ ...Read More