સપના ની ઉડાન

(578)
  • 212.8k
  • 28
  • 87.3k

' સપના ની ઉડાન ' સ્ટોરી છે પ્રિયા નામની એક છોકરી ની જે ડોકટર બનવાનું પોતાનું સ્વપ્ન સજાવી રહી છે. સ્વભાવે પ્રેમાળ , દેખાવ માં સુંદર , પોતાના લક્ષ્ય માટે એકાગ્ર , અને દેશ માટે કંઇક કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતી પ્રિયા , શું થશે જ્યારે તેના જીવન માં પણ પ્રેમ ની દસ્તક થશે? બેશક આ સફર પ્રિયા માટે કઠિન પુરવાર થશે પણ પ્રેમ અને દોસ્તી ના સહારે પ્રિયા કેવી રીતે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે એ જાણવા માટે વાચતા રહો મહેનત , પ્રેમ અને દોસ્તી નું સંમિશ્રણ ધરાવતી નવલકથા " સપના ની ઉડાન "

Full Novel

1

સપના ની ઉડાન - 1

આ એક અદ્ભુત પ્રેરણાત્મક અને આત્મનિર્ભતા ની ઝાંખી કરાવતી યુવતી ની વાર્તા છે જે પોતાના દૃઢ આત્મવિશ્વાસ , મહેનત લગન થી પોતાના સ્વપન ને પૂર્ણ કરી ને ઉંચાઈ સુધી પહોંચે છે અને પોતાના જીવન માં આવનારા દરેક વ્યક્તિ ને પોતાના પ્રેમ થી અભિભૂત કરી મૂકે છે. આ વાર્તા માં દર્શાવવામાં આવ્યું છે કે સાચો પ્રેમ ક્યારેય પ્રાપ્ત કરવો પડતો નથી , તે તમારા નસીબ માં હોય તો તમને મળીને જ રહે છે. તો આ રચના આપ સહુ પૂર્ણ વાચો એવી વિનંતી. ...Read More

2

સપના ની ઉડાન - 2

પ્રિયા હવે પોતાના સ્વનપ ને પૂર્ણ કરવાના માર્ગ તરફ જવા તૈયાર હતી. તેને સાયન્સ્ માં પ્રવેશ લીધો અને તે તૈયારી માં લાગી ગઈ. તેને ૧૧ સાયન્સ્ માં ખૂબ જ મહેનત કરી અને તેને ૮૯% મેળવ્યા. હવે તે ૧૨ સાયન્સ માં આવી ગઈ હતી. તે ભણવામાં ખૂબ ધ્યાન આપતી હતી. પણ એને ખબર નહોતી કે તેના માર્ગ માં એક મોટી આફત આવવાની હતી. પ્રિયા નીટ ની પરિક્ષા માટે અદ્ભુત મહેનત કરી રહી હતી. બોર્ડ ની પરિક્ષા ને હવે થોડાક દિવસો જ બાકી હતા. એક દિવસ સવારે ઉઠતાં જ પ્રિયા નું માથું ખૂબ જ દર્દ કરી રહ્યું હતુ. ...Read More

3

સપના ની ઉડાન - 3

નીલેશ ભાઈ ના ગયા પછી પ્રિયા થોડી વાર વિચાર કરે છે, પછી તે પાછી ઉદાસ થઈ વિચારો માં ખોવાઈ છે. પ્રિયા પર કદાચ નીલેશ ભાઈ ના કહેવાની અસર થઈ નહોતી. કેમ કે પ્રિયા હજુ કઈ પણ સમજવાની હાલત માં હતી નહીં. આવી રીતે જ પ્રિયા ના દિવસો જતા હતા. એક દિવસ પ્રિયા બજાર માં કંઇક કામ માટે ગઇ હતી. આ વખતે તેને ફરીવાર પહેલાં નું દ્રશ્ય નિહાળ્યું. ડોક્ટર તનિષા પહેલાની જેમ જ પોતાના કેમ્પ માં લોકો ની નિશુલ્ક સારવાર કરી રહી હતી. પ્રિયા આ બધું જોઈ રહી હતી અને ...Read More

4

સપના ની ઉડાન - 4

પ્રિયા હવે કોલેજ જવા માટે તૈયાર હતી. અમદાવાદ માં પ્રિયા ના પિતા ના મિત્ર મહેશ ભાઈ રહેતા હતા. પ્રિયા પિતા એ તેમને ત્યાં પ્રિયા ને પીજી તરીકે રહેવા માટે વાત કરી હતી. મહેશ ભાઈ એ પણ તેમને ખુશી થી સ્વીકૃતિ આપી હતી. આજે પ્રિયા અને તેના પિતા અમદાવાદ જવા માટે તૈયાર હતા. કલ્પનાબેન ની આંખો આંસુ થી ભરાઈ ગઈ હતી. તેમને પ્રિયા ને પ્રેમ થી કહ્યું, " પ્રિયા ! તારા વગર તો ઘર એકદમ સૂનું થઈ જશે, તું અમને ત્યાં જઈ ભૂલી ન જતી, અને હા મને દરરોજ ફોન કરવો પડશે તારે, અને હા મહેશ ભાઈ ...Read More

5

સપના ની ઉડાન - 5

પ્રિયા માટે કોલેજ નો પ્રથમ દિવસ હોય છે માટે તેને પોતાનો ક્લાસ મળી રહ્યો નહોતો. ત્યાં થોડી વાર ત્યાંથી થોડા સિનિયર વિદ્યાર્થીઓ તેની પાસે આવી ને પૂછે છે," અમે કઈ મદદ કરી શકીએ તમારી?" . પ્રિયા તેને કહે છે , " હા , મને અમારો પ્રથમ વર્ષ નો ક્લાસ ક્યાં છે એ ખબર નથી તમે મને જણાવી શકશો?" તેઓ પહેલાં એકબીજાની સામે જોવે છે અને તેને આગળ જઈ જમણી બાજુ આવેલા ત્રીજા રૂમ માં જવા કહે છે.પ્રિયા ને ખબર ન હતી તેથી તે એમના કહ્યા મુજબ ના રૂમ માં જાય છે. તે રૂમ ...Read More

6

સપના ની ઉડાન - 6

પ્રિયા ખૂબ જ મહેનત કરી રહી હતી. તે દરેક વર્ષ માં ખૂબ સારા માર્ક્સ થી પાસ થતી હતી. આ રોહન નો પ્રેમ પ્રિયા માટે વધતો જતો હતો. તે જ્યારે પ્રિયા ને જણાવવા જતો તો કોઈ ના કોઈ કારણ થી તે બોલવામાં અચકાઈ જતો અને તેને કહ્યા વગર જ ચાલ્યો જતો. ધીરે ધીરે સમય જતા તેમની ઇન્ટરશિપ પણ પૂરી થઈ ગઈ હતી. હવે પ્રિયા એમ. ડી કરી ને હાર્ટ સર્જન બનવા માગતી હતી. મોના ના સપના થોડા અલગ હતા તે ગાયનેકલોજિસ્ટ બનવા માગતી હતી તેથી તેને બીજા શહેર માં જવું પડ્યું. રોહન એ પ્રિયા સાથે રહેવા ...Read More

7

સપના ની ઉડાન - 7

પ્રિયા અને રોહન આજે પાછા રોજ ની જેમ એસ. જી.એમ.યુ માં જાય છે. થોડી વાર થાય છે એક વ્યક્તિ આવીને પ્રિયા ના હાથ માં એક ફૂલો નો ગુલદસ્તો આપી જાય છે. પ્રિયા તેને કહે છે," આ ફૂલો નો ગુલદસ્તો! કોણે મોકલાવ્યો છે? " તે વ્યક્તિ કહે છે કે ," મને એ કઈ ખબર નથી મને તો માત્ર આ તમને આપવાનું કહ્યું હતું." પછી તે ત્યાં થી ચાલ્યો જાય છે. પ્રિયા વિચાર માં પડી જાય છે કે આ કોણે આપ્યું હશે ત્યાં તે ફૂલ ના ગુલદસ્તા ની અંદર એક સોરી કાર્ડ હોય છે. તે એ ખોલી ને વાચવા ...Read More

8

સપના ની ઉડાન - 8

આજે પરી ની હલ્દી ની રસમ હોય છે. પરી એ આજે પીળા રંગ ની ચોલી પહેરી હોય છે. તેને માંથી બનાવેલ આભૂષણો પહેર્યા હતા. તે ખૂબ સુંદર લાગી રહી હતી. જ્યારે પ્રિયા એ પીળા રંગ નો પટિયાલા ડ્રેસ પહેર્યો હતો . તેને માત્ર ડોક માં પેંડલ પહેર્યું હતું . આંખ માં કાજલ અને ચહેરા પર હલકો મેકઅપ કર્યો હતો. છતાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. હવે એક એક કરી ને બધા પરી ને હલ્દી લગાડે છે. પછી તેઓ બધા મળીને નાચ ગાન કરે છે.આજે બધાને તો રાત ના સંગીત ની જ રાહ હતી. વધુ પક્ષ ...Read More

9

સપના ની ઉડાન - 9

આજે લગ્ન નો દિવસ હતો. ચારે બાજુ ખૂબ દોડ ધામ હતી. મહેશ ભાઈ અને સંગીતા બહેન પણ પોતાની તૈયારી લાગી ગયા હતા. આજે જાન આવવાની હતી તો તૈયારી તો એકદમ જબરદસ્ત કરવી જ પડે ને. પ્રિયા પણ તેમની મદદ કરી રહી હતી. આ બાજુ પરી તો પોતાના ફ્યુચર પતિ જોડે ફોન માં વાત કરી રહી હતી. પ્રિયા તો આજે બોવ ખુશ હતી કેમ કે તેના મમ્મી અને પપ્પા જો આવના હતા. થોડા કામ માં વ્યસ્ત હોવાને કારણે તે આગળની રસમો નો હિસ્સો ન બની શક્યા પણ આજે તો તેમને આવવું જ પડે એમ હતું કેમ ...Read More

10

સપના ની ઉડાન - 10

રોહન હવે અમદાવાદ આવવા નીકળી ગયો હોય છે. આ બાજુ પ્રિયા અને અમિત પણ બીજા દિવસ થી એસ.જી.એમ.યુ ના માં લાગી ગયા હોય છે. રોહન પ્રિયા ને સાવ સાદી રીતે પ્રપોઝ કરવા માગતો નહોતો. તે તેના માટે એક સરપ્રાઈઝ તૈયાર કરતો હતો જેના માટે તેને થોડો સમય જોઈતો હતો. થોડા દિવસો વિતી જાય છે. આજે અમિત પ્રિયા ને ડિનર માટે તેની સાથે આવવાનું કહે છે. પ્રિયા પણ તેની સાથે જાય છે. બંને ત્યાં વાતો કરે છે અને પાછા આવતા રહે છે. હવે રજા ના દિવસો શરૂ થતાં હતાં. એટલા માટે અમિત ને વિચાર આવે છે ...Read More

11

સપના ની ઉડાન - 11

હવે આપણને ખબર છે કે રોહન ને તેનો મિત્ર તેના ઘરે લઈ ગયો હોય છે. સવારે જ્યારે રોહન જાગે તો તે જોવા લાગે છે કે પોતે ક્યાં છે. ત્યાં તેનો મિત્ર અખિલેશ આવે છે. તે કહે છે ," રોહન! તું મારા ઘરે છો. તું કાલે બાર માં ખૂબ નશા માં હતો તો હું તને ઘરે લેતો આવ્યો. તને શું થયું છે? મે તને આવી હાલત માં પહેલી વાર જોયો છે. અને તું વારંવાર પ્રિયા નું નામ લેતો હતો. શું થયું? તું મને કહે". પછી રોહન તેને બધી વાત જણાવે છે. અખિલેશ ખીજાય જાય છે અને બોલે ...Read More

12

સપના ની ઉડાન - 12

આજે પ્રિયા બીજી વાર ' ગૌતમ અરોરા ' ને મળવા જવાની હતી. પ્રિયા સાથે અમિત પણ આવવાનો હતો. રોહન કામ માં વ્યસ્ત હોવાથી તે આવી શકે તેમ નહોતો. પ્રિયા અને અમિત બંને કંપની માં જાય છે. અમિત પ્રિયા સાથે ઓફિસ માં દાખલ થવા જતો હતો ત્યાં ' ગૌતમ અરોરા' ની પીએ એ તેને કહ્યું," તમે અંદર નઈ જઈ શકો. ગૌતમ સર એ માત્ર પ્રિયા મેડમ ને જ અંદર આવવા કહ્યું છે. તમે નીચે પ્રતીક્ષા રૂમ માં બેસો". અમિત બોલ્યો," પણ એમ કેમ ? મને એક વાર મી.ગૌતમ સાથે વાત કરવા નો મોકો આપો." પીએ બોલી," સોરી સર ...Read More

13

સપના ની ઉડાન - 13

હવે પ્રિયા , રોહન અને અમિત ત્રણેય સાથે બેસીને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવાની કોશિશ કરતા હતા. તેઓ પોતાના માં આવતા વિચાર એકબીજાને કરી રહ્યા હતા. ત્યાં પ્રિયા ના ફોન માં મેસેજ આવે છે. મેસેજ ગૌતમ અરોરા નો હતો. તેને લખ્યું હતું," ડૉ. પ્રિયા લગ્ન ની તૈયારી કરવા લાગજો. હું તમારી રાહ જોવ છું. તમારા જવાબ નો ઇન્તજાર કરીશ." આ જોઈ પ્રિયા એ રોહન અને અમિત ને મેસેજ બતાવ્યો. રોહન બોલ્યો," આ અરોરા સમજે છે શું પોતાને !! પ્રિયા તેના મેસેજ નો કઈ પણ જવાબ ના આપતી. હું છું ત્યાં સુધી તારી સાથે કઈ પણ ...Read More

14

સપના ની ઉડાન - 14

એ દિવસ પછી પ્રિયા ની લાઈફ પહેલાં જેવી થઈ ગઈ હતી. અરોરા નો મેસેજ કે કોલ પણ આવ્યો નહોતો.તેને સુધી કઈ કરવાની કોશિશ પણ કરી નહોતી. રોહન , પ્રિયા અને અમિત ને લાગ્યું કે અરોરા આ ઘટના થી હવે પ્રિયા ને પરેશાન નહિ કરે એટલે તેઓ હવે પોતાના કામ માં લાગી ગયા હતા. આજે પ્રિયા એ રોહન ને કહ્યું, " રોહન ! મારે તારું થોડુક કામ છે !!" રોહન બોલ્યો," હા બોલ ને શું કામ છે?" પ્રિયા બોલી," અહીંયા નહિ સાંજે તારા ઘરે આવીને પછી તને કવ કે શું કામ છે." રોહન બોલ્યો," હા કઈ ...Read More

15

સપના ની ઉડાન - 15

અમિત અને રોહન હવે પોલીસ સ્ટેશન જાય છે અને પ્રિયા ના અપહરણ ની ફરિયાદ લખાવે છે. આ બાજુ ની આંખ ખૂલે છે. તે જોવે છે કે એક અંધારિયો અને ખૂબ જૂનો રૂમ હોય છે, જાણે કેટલા વર્ષો થી બંધ હોય. ત્યાં આજુ બાજુ કોઈ દેખાતું નથી. તે ઊભી થવા જાય છે પણ થઈ નથી શકતી. તેના હાથ અને પગ ખુરશી સાથે બાંધ્યા હતા. તે જોર થી બુમ પાડે છે, " કોઈ છે અહીંયા......? Plzz મને કોઈક ખોલો..." ત્યાં થોડી વાર થતાં જ તે રૂમ નો દરવાજો ખૂલે છે, એક વ્યક્તિ અંદર પ્રવેશે છે. તેને ...Read More

16

સપના ની ઉડાન - 16

અમિત અને રોહન બંને હવે સબૂત શોધવામાં લાગી જાય છે. તે ઘણી કોશિશ કરે છે પણ તે બંને ના કઈ પણ લાગતું નથી. હવે સાંજ પડવા આવી હતી. તેમની પાસે હવે વધારે સમય હતો નહિ. હવે બંને નિરાશ થઈ ને બેઠા હતા. ત્યાં રોહન ને કંઇક યાદ આવ્યું , તે બોલ્યો, " ડૉ. અમિત તમને યાદ છે ગૌતમ અરોરા એ પ્રિયા ને મેસેજ કર્યો હતો. તે મેસેજ આપણે ઇન્સ્પેકટર ને બતાવી ને આપણે તેમને સમજાવી શકીએ કે આપણે જે કહી રહ્યા હતા તે સત્ય છે." અમિત : ," હા, પણ પ્રિયા નો ફોન ?" રોહન. ...Read More

17

સપના ની ઉડાન - 17

અમિત અને રોહન ટોર્ચ લઈ ને જંગલ માં આગળ વધી રહ્યા હતા. પણ ત્યાં આજુ બાજુ કઈ પણ દેખાતું . વળી જંગલી જાનવરો ના અવાજ આવી રહ્યા હતા. આ જંગલ માં એક આદિવાસી ની કોમ રહેતી હતી. તેઓ રાત્રે શિકાર પર નીકળતા હતા. તેઓ એ અલગ અલગ જગ્યા એ શિકાર માટે જાળ પાથરેલી હતી. જે અંધારામાં ધ્યાન માં પણ ના આવે. હવે બન્યું એવું કે અમિત અને રોહન તે જગ્યા એ થી પસાર થતા હતા. તે બંને નો પગ ત્યાં બાંધેલી દોરી માં ફસાય જાય છે અને ત્યાં વૃક્ષ પરથી બે જાળ આવે છે અને તે ...Read More

18

સપના ની ઉડાન - 18

હવે પ્રિયા સાથે બનેલી ઘટના ને પંદર દિવસ થઈ ગયા હતા. મહેશ ભાઈ અને સંગીતા બહેન ને એ પરી વિશાલ અને તેમના પરિવાર સાથે શિમલા ફરવા ગયા હતા. પ્રિયા અને અમિત હોસ્પિટલ માં કામ હોવાથી જઈ શક્યા નહોતા. પ્રિયા એ આ વાત તેમને જણાવી નહોતી, અને અમિત ને પણ કહેવાની ના પાડી હતી , કેમ કે આ વાત સાંભળી તેઓ પોતાનો પ્રવાસ મૂકી ને તેની ચિંતામાં અહી પાછા આવતા રહેત જે પ્રિયા ને પસંદ નહોતું. આજે તેઓ સાંજ સુધીમાં અહી ઘરે પહોંચી જવાના હતા. પ્રિયા એ વિચાર્યું કે આજે બધા ઘરે આવે પછી બધાને સાથે ...Read More

19

સપના ની ઉડાન - 19

આગળ આપણે જોયું તેમ એસ.જી.એમ.યુ માં કોઈક મોટા સર્જન આવવાના હતા અને બધા તેમના સ્વાગત ની તૈયારી કરતા હતા. પ્રિયા પણ પોતાના કામ માં લાગી જાય છે. હવે તે સર્જન નો આવવાનો સમય થઈ ગયો હતો. બધા તેમનું સ્વાગત કરવા દરવાજા પર ઊભા હતા. ત્યાં એક મર્સિડિઝ કાર આવે છે અને એસ.જી.એમ.યુ ની એકદમ સામે ઊભી રહે છે. તેમાંથી એક વ્યક્તિ ઉતરે છે. તેને બ્લેક કલર નું સુટ પહેર્યું હતું. આંખ પર ગોગલ્સ ચડાવ્યા હતા. એકદમ કડક તેમની પર્સનાલીટી હતી. તે હવે દરવાજા પાસે આવે છે. ત્યાં તરત ડૉ.મિલન ચાવડા તેની પાસે જઈ હાથ ...Read More

20

સપના ની ઉડાન - 20

પ્રિયા અને રોહન બંને કેન્ટીન માં બેઠા હતા. પ્રિયા નો ગુસ્સો પણ શાંત પડી ગયો હતો. બંને કોફી નો કરે છે. આ સમય નો લાભ લઇ પ્રિયા રોહન ને પૂછે છે, " રોહન! એક વાત પૂછું?" રોહન : હા પૂછ ને... પ્રિયા : રોહન આપણે ઘણા સમય થી સાથે છીએ. પણ શું આટલા વર્ષો માં તારા જીવન માં કોઈ છોકરી આવી જ નથી? કે જેને તું પસંદ કરતો હોય. એવું તો નથી ને કે તું મારાથી કંઇક છુપાવે છો? રોહન : એક છોકરી આવી છે ને મારા જીવન માં અને હું તેને પસંદ પણ કરું છું. ...Read More

21

સપના ની ઉડાન - 21

પ્રિયા અખિલ દેશમુખ ની સર્જરી માટે પૈસા આપવાનું તો કહી દે છે. પણ તેની એનજીઓ ને એક બે કંપની જ ફંડ આપ્યો હતો. તેથી પ્રિયા આ પૈસા એક દિવસ માં ચૂકવી શકે તેમ નહોતી. તે ચિંતા માં પડી જાય છે. ત્યાં રોહન આવે છે . તે બોલ્યો, " પ્રિયા ! આટલી ચિંતા માં કેમ છો?" પ્રિયા : રોહન મે પેલા રાધા માં ને કહી દીધું કે , અખિલ દેશમુખ ના ઈલાજ માટે આપણી એનજીઓ તેમની મદદ કરશે. ખબર નહિ ત્યારે મને આ જ કહેવું ઠીક લાગ્યું. પણ હવે શું કરશું? આપણી એનજીઓ પાસે તો આટલો ફંડ ...Read More

22

સપના ની ઉડાન - 22

પ્રિયા અને તેના સાથી સર્જરી શરૂ કરે છે. પ્રિયા બધા જ ડોક્ટર ને હિંમત પૂરી પાડે છે. આ બાજુ અને રાધા માં બંને હોસ્પિટલ ના મંદિરે ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા હતા. ઝીવા તેની કાલી ઘેલી વાણી માં ભગવાન ને તેના પિતા ને ખુશ રાખવા પ્રાર્થના કરી રહી હતી. આ બધામાં સૌથી વધુ ચિંતા માં ડૉ. અનિરુદ્ધ હતા. પણ તેમને કંઇક બીજી જ ચિંતા પરેશાન કરતી હતી. દરવાજા ની બહાર બધા જ તેમનો બહાર આવવાનો ઇન્તજાર કરી રહ્યા હતા. હવે સર્જરી પૂરી થઈ ગઈ હતી. સર્જરી સફળ થઈ છે કે નહિ તેનો આધાર તો હવે ...Read More

23

સપના ની ઉડાન - 23

આપણે આગળ જોયુ કે પ્રિયા અને બીજા ડોક્ટર અનિરુદ્ધ ની વાત સાંભળી જાય છે. અનિરુદ્ધ ને લાગ્યું કે પાછળ છે એટલે તે ફર્યો તો પ્રિયા , રોહન અને બીજા ડોક્ટર ઊભા હતા. અને તેની સામે ગુસ્સા ની નજરે જોઈ રહ્યા હતા. અનિરુદ્ધ સમજી ગયો કે મારી વાત આ લોકો સાંભળી ગયા છે. તરત પ્રિયા ગુસ્સા માં બોલી " હાઉ ડેર યુ ડૉ. અનિરુદ્ધ !! તમે આવું કરી શકો એ મે સપના માં પણ નહોતું વિચાર્યુ. " રોહન બોલ્યો, " ડોક્ટર તમે તમારા સ્વાર્થ માટે એક નિર્દોષ ની જાન લઇ લીધી. અને તેનો દોષ અમારા પર લગાવ્યો... ...Read More

24

સપના ની ઉડાન - 24

આગળ જોયુ કે અમિત પ્રિયા પાસે આવવા નીકળી જાય છે. બીજી બાજુ પ્રિયા , રોહન અને તેમના વકીલ કમલ કેસ ની તૈયારી માટે લાગી જાય છે. ડૉ. અનિરુદ્ધ તરફ થી આ કેસ મી. અંકુશ ચૌધરી લડવાના હતા. તેઓ ખૂબ સફળ વકીલ હતા. અત્યાર સુધીનો કોઈ કેસ એવો હતો નહિ કે જે તેઓ હાર્યા હોય. ઉપરથી તેઓ અનિરુદ્ધ ના મિત્ર પણ હતા. માટે તે કમલ આહુજા ને પૂરી ટક્કર આપવાના હતા. આજે કેસ નો પહેલો દિવસ હતો. પ્રિયા , અને રોહન ની સાથે ઝીવા અને રાધા માં પણ હાજર હતા. આ કેસ ને વધુ સખત ...Read More

25

સપના ની ઉડાન - 25

કોર્ટ નો સમય પૂરો થતાં રોહન અને અમિત પ્રિયા ના વકીલ સાથે કોઈ કામ માટે જાય છે. તે લોકો ને ઝીવા ને લઈ ઘરે જઈ આરામ કરવા કહે છે. પ્રિયા હવે ઝીવા અને રાધા માં સાથે જઈ રહી હતી ત્યાં એક ઔરત જેણે સાલ ઓઢી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો તે ઉતાવળ માં ત્યાં થી પસાર થઈ રહી હતી તેનું ધ્યાન ન હતું તેથી તે પ્રિયા સાથે ભટકાઈ ગઈ. આ સાથે તેના હાથ માં એક ડાયરી હતી તે પડી ગઈ. તે તરત ઊભી થઈ અને ત્યાંથી જવા લાગી. ઉતાવળ માં તે પોતાની ડાયરી ત્યાં જ ભૂલી ...Read More

26

સપના ની ઉડાન - 26

પ્રિયા હવે ડાયરી લઈ રોહન અને અમિત પાસે જાય છે. તે બધી વાત તે બંને ને કરે છે. હવે માટે મોટો પ્રશ્ન એ હતો કે તેનો કેસ લડશે કોણ? શહેર ના દરેક વકીલ એ તેના કેસ લડવા માટે ના પાડી દીધી હતી. તે લોકો હવે પ્રિયા ના ઘરે જાય છે. પ્રિયા ને ખબર હતી કે હવે આ ડાયરી ની મદદ થી જ તે આ અજાણ ઔરત કોણ છે તે જાણી શકશે. પ્રિયા એ હવે ડાયરી ખોલી. તેમાં પહેલાં પેજ પર માત્ર નામ લખ્યું હતું ' સીમા ' . તેના નામ ની પાછળ કે આગળ કોઈ ...Read More

27

સપના ની ઉડાન - 27

પ્રિયા આઠ વાગે સીમા ના કહ્યા મુજબ પહોંચી ગઈ હતી. તે ત્યાં થોડી વાર ઊભી રહી ત્યાં સીમા ઉપર માંથી આવી અને તેને પોતાની સાથે આવવા કહ્યું. સીમા ચોથા માળ ના ફ્લેટ માં રહેતી હતી. તે ફ્લેટ ખૂબ સુંદર હતો. સીમા પ્રિયાને પોતાના ઘર ની અંદર લઇ ગઈ. પ્રિયા એ ઘર માં જોયું તો ઘર ખૂબ સારી રીતે સજાવેલું હતું. સીમા એ પ્રિયા ને બેસવા કહ્યું અને તે ચા બનાવવા જતી રહી. આ સમયે પ્રિયા ની નજર દીવાલ પર લટકાવેલ મેડલ પર પડી. ત્યાં ઘણા ગોલ્ડ અને સિલ્વર મેડલ લટકાવેલ હતા. પ્રિયા ઊભી થઈ તે જોવા ...Read More

28

સપના ની ઉડાન - 28

આપણે આગળ ના ભાગ માં જોયું કે સીમા પ્રિયા ને બધી હકીકત જણાવે છે. પ્રિયા : પણ મને એક નો સમજાણી સીમા! કે તમારી સાથે આટલું બધું થયું છતાં તમે હજી આ અંકુશ જોડે કેમ રહો છો? સીમા : કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. હું થાકી ગઈ છું હવે મારાથી લડી શકવાની હિંમત જ નથી. પ્રિયા : અરે ! એમ કેમ હિંમત નથી ? તમે જો એક વકીલ થઈ ને આવું કહો છો તો એક સામાન્ય સ્ત્રી નું શું જેમની સાથે આવા અત્યાચાર થતાં હશે ? તમે જ હિંમત નહિ દેખાડો તો ...Read More

29

સપના ની ઉડાન - 29

સીમા હવે પ્રિયા ના ઘરે આવી ચૂકી હતી. બીજા દિવસે કોર્ટ માં કેસ લડવા માટે સીમા હવે પ્રિયા , અને રોહન પાસેથી બધી માહિતી મેળવી રહી હતી. સીમા : પ્રિયા ! આપણે હવે કોર્ટ માં પહેલાં એ સાબિત કરવું પડશે કે ડૉ.અનિરુદ્ધ અખિલ દેશમુખ ના રૂમ માં ગયા હતા. જો એ સાબિત થઈ જાય તો આપણા માટે એ સાબિત કરવું સહેલું થઈ જશે કે અનિરુદ્ધ એ જ તેમનું મર્ડર કર્યું છે. પ્રિયા : હા, મને યાદ છે જ્યારે હું રાત્રે અખિલ જી ની તબિયત જાણવા ગઈ હતી ત્યારે ડૉ.અનિરુદ્ધ મને મળ્યા હતા. કદાચ એ પહેલાં જ તે ...Read More

30

સપના ની ઉડાન - 30

હવે કોર્ટ પૂર્ણ થતાં પ્રિયા , સીમા , અમિત અને રોહન બહાર ઊભા હોય છે. આ સમયે અંકુશ ત્યાં છે તે ઈશારો કરી ને સીમા ને બોલાવે છે , સીમા : પ્રિયા ! હું થોડીક વાર માં આવું હો .. પ્રિયા : ઓકે. સીમા હવે અંકુશ ની પાસે જાય છે. અંકુશ : મને ખબર નહોતી હો કે તું આટલો સરસ કેસ લડી શકે છો.. શું વાત છે બીવી... સીમા : ખૂબ ખૂબ આભાર પતિદેવ.... પણ હું એક વાત જણાવી દવ કે આ કેસ તો હું જ જીતીશ. અંકુશ : તું કદાચ ભૂલી ગઈ લાગે છો ...Read More

31

સપના ની ઉડાન - 31

પ્રિયા અને અમિત જંગલ માં આમતેમ ભટકી રહ્યા હતા. હવે તો રાત પણ પડવા આવી હતી પણ તેમને બહાર રસ્તો મળતો નહોતો. આ બાજુ ઘરે બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. રોહન ને ખૂબ ચિંતા થતી હતી. બધા તેમને ફોન લગાડવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમનો ફોન નેટવર્ક કવરેજ ની બહાર બતાવતા હતા. સીમા : ( ચિંતા માં ) આ પ્રિયા અને અમિત ક્યાં રહી ગયા ? ફોન પણ લાગતો નથી . કાલે કોર્ટ માં કેસ નો અંતિમ દિવસ છે તેમાં તેમનું હાજર રહેવું જરૂરી છે , નહીતો કોર્ટ નો નિર્ણય અનિરુદ્ધ ના પક્ષ માં ...Read More

32

સપના ની ઉડાન - 32

આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રિયા બધી સચ્ચાઈ કોર્ટ માં જણાવે છે. અંકુશ : જજ સાહેબ આ ઉપરથી આપણે માની લઈએ કે મી.અખિલ ને ગોળી ભાલચંદ્ર સિંહ એ કે તેમના કોઈ સાથી એ મારી હશે. પણ મી. અખિલ નું મૃત્યુ તો હોસ્પિટલ માં થયું હતું ને. અને એ પણ ડૉ. પ્રિયા ની લાપરવાહી ના લીધે. આ વીડિયો દ્વારા એવું તો સાબિત નથી થતું ને કે ડૉ. પ્રિયા નિર્દોષ છે. સીમા : જજ સાહેબ , હા એ સાબિત નથી થતું પણ , એ તો સાબિત થાય છે ને કે મી.અખિલ ના મૃત્યુ ની સાજિશ હોય ...Read More

33

સપના ની ઉડાન - 33

આજે બધાના ચહેરા પર આનંદ અને ઉત્સાહ હતો. કેસ જીતવાની ખુશીમાં મહેશ ભાઈએ ઘરે એક નાની એવી પાર્ટી રાખી પ્રિયા ના માતા પિતા પહેલેથી જ ત્યાં આવેલા તો હતા જ. પરી , વિશાલ અને તેમનો આખો પરિવાર આવેલો હતો. રોહન પણ આવ્યો હતો. પરી અને પ્રિયા એ મળીને સજાવટ પણ ખૂબ સરસ કરી હતી. બધા પરિવાર ના આવીને પ્રિયા ને શુભકામના આપી રહ્યા હતા. બધા પાર્ટી નો આનંદ માણી રહ્યા હતા. કેટલાક ડીજે ઉપર ડાંસ પણ કરી રહ્યા હતા. અમિત કંઇક વિચારી રહ્યો હતો. એટલામાં રોહન તેની પાસે આવ્યો , " ડૉ અમિત શું વિચારી ...Read More

34

સપના ની ઉડાન - 34

બધા લોકો ખૂબ આનંદ માં હતા પણ રોહન ને બાદ કરતાં. અમિત જ્યારે સ્ટેજ પર ગયો તે સમયે જ ઘરે જતો રહ્યો હતો. તે પરી ને કહેતો ગયો કે તેની તબિયત સારી નથી એટલે તે ઘરે જાય છે. પ્રિયા નું અચાનક ધ્યાન ગયું કે રોહન દેખાતો નથી. તે અમિત પાસે ગઈ અને બોલી , " અમિત તમે રોહન ને ક્યાંય જોયો ? " અમિત : નહિ , મે પણ ઘણા સમયથી તેને જોયો નથી. તે બંને વાત કરતા હતા ત્યાં પરી આવી , " પ્રિયા ! સોરી હું તને કહેતા ભૂલી ગઈ કે રોહન ઘરે જતો ...Read More

35

સપના ની ઉડાન - 35

પ્રિયા તરત કંઈ પણ વિચાર કર્યા વગર , ગાડી લઈ રોહન ના ઘર તરફ ના રસ્તા પર નીકળી પડી... રોતા રોતા ફાસ્ટ ગાડી ચલાવતી હતી. અચાનક તેને બ્રેક મારવી પડી કેમ કે આગળ ખૂબ ભીડ લાગેલી હતી... પ્રિયા તરત ગાડી માંથી ઉતરી બધા લોકો ની વચ્ચે થી નીકળી ને ત્યાં ગઈ તો આગળ નું દ્રશ્ય જોઈ તેના હોંશ ઊડી ગયા... અમિત ની ગાડી ઊંધી પડી હતી.. અને ગાડી ના કાચ માંથી અમિત નો લોહીલુહાણ હાથ બહાર હતો... પ્રિયા દોડતી ગઈ અને ગાડી માં જોયું તો તે અમિત જ હતો... તે ત્યાં પગ વાળી ને જોર જોરથી ...Read More

36

સપના ની ઉડાન - 36

સવાર નો સમય હતો. પ્રિયા અને રોહન એનજીઓ ના કામ ને લઈ ડિસ્કસ કરી રહ્યા હતા. એ સમયે ડોર વાગ્યો.. પ્રિયા એ જઈ ને દરવાજો ખોલ્યો તો ત્યાં સામે ઊભેલી વ્યક્તિ ને જોઈ તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ.. તે સીમા હતી. પ્રિયા તેને ભેટી પડી. સીમા સાથે એક બીજો વ્યક્તિ પણ હતો. તે બંને અંદર આવ્યા. રોહન પણ સીમા ને જોઈ ખૂબ ખુશ થયો. પ્રિયા : વોટ અ સરપ્રાઈઝ સીમા... ઘણા સમય પછી.. હા.. સીમા : હા..પ્રિયા અમિત ક્યાં ? હવે તો તમારા લગ્ન પણ થઇ ગયા હશે ને ! આ સાંભળતા પ્રિયા ઉદાસ ...Read More

37

સપના ની ઉડાન - 37

પ્રિયા એ પોતાનો બર્થડે ખૂબ સારી રીતે મનાવ્યો અને તેણે જીવન ની સિખ પણ મેળવી. ઘરે જતા પ્રિયા સૂતા આખા દિવસ ના બધા પ્રસંગો યાદ કરી રહી હતી.. એવામાં તેને એક વિચાર આવ્યો... રાત ના ૨ વાગી રહ્યા હતા.. તે એ વિચાર રોહન ને કહેવા માંગતી હતી..પ્રિયા સવાર પડવાની રાહ જોઈ શકી નહિ, તેણે તરત રોહન ને ફોન લગાડ્યો. રોહન એ તરત ફોન ઉપાડી લીધો. પ્રિયા : રોહન તું હજી સુધી જાગતો હતો ? રોહન : હા, તું પણ જાગે જ છો ને..! પ્રિયા : હા ..હું આજ ના દિવસ ના બધા પ્રસંગો વિશે વિચાર કરી રહી ...Read More

38

સપના ની ઉડાન - 38

આપણે આગળ જોયુ કે હોટેલ ના રૂમ ની સજાવટ રોમેન્ટિક મૂડ બનાવવા માટે પૂરતી હતી. રોહન અને પ્રિયા રૂમ આમ તેમ નજર ફેરવી જોઈ રહ્યા હતા... પ્રિયા એ પોતાનો સામાન મૂક્યો અને બેગ માંથી થોડા હળવા કપડા લઈ રોહન ને કહ્યું, " રોહન ! હું થોડી વાર માં ફ્રેશ થઈને આવું હો.. " રોહન : ઓકે ઓકે. પ્રિયા જેવી બાથરૂમ માં ગઈ એટલે રોહન એકદમ ખુશી સાથે ત્યાં એક હાર્ટ શેપ નું ઓશિકું હતું તે લઈ જાણે પ્રિયા સાથે ડાંસ કરતો હોય તેમ કપલ ડાંસ કરવા લાગ્યો.. એ સમયે એકાએક તેનાથી ટેબલ પર પડેલો કાચ ...Read More

39

સપના ની ઉડાન - 39

પ્રિયા અને રોહન હવે હોટલ તરફ જવા નીકળી ગયા.. તે બંને બીચ પરથી જઈ રહ્યા હતા ત્યાં આગળ અમુક પાર્ટી કરી રહ્યા હતા સાથે સ્પીકર માં ગીત વગાડી રહ્યા હતા , અને ડાંસ પણ કરી રહ્યા હતા.. પ્રિયા અને રોહન એ તરફ નજીક ગયા. તો ત્યાં અંદાજે પ્રિયા અને રોહન ની જ એજ ના યંગ ચાર ગર્લ્સ અને ચાર બોયઝ હતા. પ્રિયા અને રોહન ને ત્યાં જોઈ તેમાંથી એક છોકરો ઊઠીને તેમની પાસે આવ્યો અને બોલ્યો.." ઓય.. રોહન.. સાલા તું અહીંયા શું કરે છો ? " રોહન તેને જોઈ એકદમ ...Read More

40

સપના ની ઉડાન - 40

રોહન પ્રિયા ને લઈ ને હોટેલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં પણ પ્રિયા નોન સ્ટોપ બોલી રહી હતી.. રોહન તેની વાતો સાંભળી હસતો હતો. વચ્ચે આઈસ્ક્રીમ ની દુકાન આવી. પ્રિયા : રોહન.... આઈસ્ક્રીમ... રોહન : ના પ્રિયા અત્યારે નહિ.. કાલે પાક્કું ખવડાવિશ.. ઓકે..પ્રિયા : ના ..ના મારે અત્યારે જ ખાવો છે.. રોહન ના પડતો હતો પણ પ્રિયા તો એકદમ નાના બાળક ની જેમ આઈસ્ક્રીમ ખાવા માટે જીદ કરવા લાગી ગઈ..રોહન : ઓકે ઓકે.. લાવું છું.. ક્યો આઈસ્ક્રીમ લાવું ?પ્રિયા : હમમમમમ... ( પ્રિયા ગાલ પર આંગળી રાખી વિચાર કરતા બોલી )રોહન : હમમ શું પ્રિયા... ?પ્રિયા ...Read More

41

સપના ની ઉડાન - 41

આજે પ્રિયા ના પિતા હિતેશભાઈ પ્રિયા ને મળવા આવવાના હતા. પ્રિયા આ વાત થી અજાણ હતી પરંતુ મહેશભાઈ જાણતા સાંજ થવા આવી હતી .... પ્રિયા હવે હોસ્પિટલ થી ઘરે આવી... તે જેવી ઘરની અંદર દાખલ થઈ તો એણે જોયું કે હોલ માં બધા ભેગા મળી બેઠા બેઠા હસી મજાક કરતા હતા.. ત્યાં પરી અને વિશાલ પણ આવ્યા હતા.. સાથે પ્રિયા ના પિતા પણ બેઠા હતા...પ્રિયા ખુશ થઈ ને તેના પપ્પા પાસે દોડી ..ને ગઈ અને તેમને ભેટી પડી..પ્રિયા : પપ્પા... વોટ અ સરપ્રાઈઝ....હિતેશભાઈ : હા.. બેટા...કેમ છો તું...પ્રિયા : હું એકદમ ઠીક છું... પણ પપ્પા મમ્મી ...Read More

42

સપના ની ઉડાન - 42

રોહન ના ગયા પછી પ્રિયા પણ હોસ્પિટલ જતી રહી. ત્યાર પછી તે તેના કામ માં વ્યસ્ત થઈ ગઈ. તેનું પૂરું થતાં જ તે પોતાના રેગ્યુલર સમય એ કેન્ટીન એ જમવા આવી, દરરોજ તે અને રોહન આ સમય એ જ કેન્ટીન એ સાથે મળતા અને સાથે જમતા પણ આજે રોહન ત્યાં હતો જ નહિ. આ જોઈ પ્રિયા એ રોહન ને ફોન લગાવ્યો પણ ફોન લાગતો નહોતો. ત્યાં બાજુમાંથી રોહન નો મિત્ર હિતેન નીકળ્યો, આ જોઈ પ્રિયા એ તરત તેને પૂછ્યું," હિતેન ! તને ખબર છે રોહન ક્યાં છે ? એ જમવા પણ ના આવ્યો... "હિતેન : ...Read More

43

સપના ની ઉડાન - 43

રાત્રે રોહન ડિનર માટે આવ્યો, બધા એ સાથે ડિનર કર્યું અને પછી રોહન , પ્રિયા અને હિતેશભાઈ વાત કરવા બહાર ફળિયા માં બેસવા જતા રહ્યા...હિતેશભાઇ : હા , રોહન ... હવે કહે કે તું શું વાત કરવા માંગતો હતો ? રોહન ખૂબ નર્વસ લાગતો હતો, તે પ્રિયા સાથે નજર મેળવી નહોતો શકતો, પ્રિયા ને તેનું આવું વર્તન સમજાતું નહોતું, રોહન થોડો ગંભીર થઈ બોલ્યો.. " અંકલ.. , પ્રિયા... મને માફ કરજો... આ બે દિવસ તમે મારા કારણે આટલા પરેશાન થયા.. પણ સાચે.. મારો એવો જરા પણ ઈરાદો નહોતો... " પ્રિયા : રોહન... મેઇન વાત પર ...Read More

44

સપના ની ઉડાન - 44

વિચાર કરતા કરતા પ્રિયા ને મોડી રાત્રે ઉંઘ આવી. આ સાથે પ્રિયા એક સપના ની દુનિયામાં સરી પડી... સપના માં તેણે જોયું કે રોહન ની સગાઈ થઈ રહી હતી.. તેની સાથે જે છોકરી હતી તેનો ચહેરો દેખાતો નહોતો.... પ્રિયા ત્યાં જઈ રોહન ને રોકવા માટે બૂમો પાડવા લાગી... પણ ત્યાં જાણે પ્રિયા નું કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ કોઈને પણ તેનો અવાજ સંભળાતો નહોતો... પ્રિયા રોહન નો હાથ પકડવા ની કોશિશ કરવા લાગી , પણ તે તેનો હાથ પકડી નહોતી શકતી... અને અચાનક તેની સામે અંધારું થવા લાગ્યું... બધા લોકો દેખાતા બંધ થવા લાગ્યા... તેની ...Read More

45

સપના ની ઉડાન - 45

પ્રિયા હવે એરપોર્ટ જવા નીકળી ગઈ હતી. આ બાજુ રોહન એરપોર્ટ ની અંદર ફ્લાઇટ ની રાહ જોતો હતો. રોહન જવાનો હતો પણ રોહન ના મમ્મી પપ્પા એ તેને ત્યાં વહેલું પહોંચી જવા કહ્યું હતું જેથી એ સગાઈ ની તૈયારી ઓ સાંભળી લે.. એટલે રોહન એ રાત ની જગ્યાએ સવાર ની ફ્લાઇટ માં જ જવાનું નક્કી કર્યું , પણ ફ્લાઇટ અમુક કારણોસર બે કલાક લેટ થઈ ગઈ હતી. થોડા સમય માં પ્રિયા એરપોર્ટ પહોંચી ગઈ, તે રોહન ને વારંવાર ફોન લગાવતી હતી પણ રોહન નો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પ્રિયા એરપોર્ટ માં બહાર બધી ...Read More

46

સપના ની ઉડાન - 46

રોહન હવે પ્રિયા ની સાથે એરપોર્ટ થી ઘરે જવા નીકળી ગયો... પ્રિયા : રોહન .. આપણે પહેલાં તારા ઘરે છીએ એટલે તું પહેલાં તારો સામાન ત્યાં મૂકી દે.. અને અંકલ આન્ટી ક્યારે આવવાના છે? રોહન : હા.. એ રાત ની ફ્લાઇટ માં જવાના હતા એટલે તેઓ હજી ઘરે થી નીકળ્યા નહિ હોય..પ્રિયા : ઓહ..ગ્રેટ.. તો એક કામ કર.. તેમને અહીં જ બોલાવી લે.. અને કહી દે કે તું લંડન નથી જતો..રોહન : હા... રોહન એ તેના મમ્મી પપ્પા ને ઘરે આવવા કહી દીધું.. આ સમયે તેમને ઘણા પ્રશ્નો થતા હતા પણ રોહન એ કહી ...Read More

47

સપના ની ઉડાન - 47

પ્રિયા અને રોહન ની સગાઈ પછી તેઓ ફરી પોતાના રોજ ના કામમાં લાગી ગયા. હવે રોહન અને પ્રિયા નું પણ પણ પૂરું થઈ ગયું હતું અને તે બંને ત્યાં એસ.જી.એમ.યુ માં જ સર્જન તરીકે જોડાઈ ગયા હતા. તેમની એનજીઓ નું કામ પણ સારું ચાલતું હતું , પણ હજુ તેમની એનજીઓ માત્ર ફ્રી ચેક અપ કેમ્પ , અને બીજા નાના મોટા કામ જ કરતી હતી. આ કારણોસર પ્રિયા ને સંતોષ નહોતો. તે માત્ર શહેર પૂરતું નહીં પણ બીજા શહેર, ગામડા બધા ને કંઇક મદદરૂપ થવા માંગતી હતી. પ્રિયા અને રોહન પોતાની સર્જરી પતાવીને ...Read More

48

સપના ની ઉડાન - 48

એક નવા દિવસ અને નવી સવાર સાથે પ્રિયા અને રોહન પોતાની એનજીઓ માં દાખલ થયા.. એનજીઓ માં પ્રિયા અને સાથે બીજા ૨૦ વ્યક્તિ કામ કરી રહ્યા હતા... એનજીઓ ખૂબ મોટી નહોતી , બસ અંદર એક ઓફિસ અને બહાર મોટો હોલ હતો ..જ્યાં બીજા નાના મોટા કાર્ય થતાં હતાં.. એનજીઓ માં કામ કરતા દરેક વ્યક્તિને પ્રિયા અને રોહન પોતાના પગાર માંથી બચાવેલ પૈસા માંથી પગાર ચૂકવતા.. પ્રિયા અને રોહન ત્યાં કામ કરતા દરેક વ્યક્તિ સાથે પોતાના પરિવાર ની જેમ જ વ્યવહાર કરતા.. એટલે આજે તેઓ બંને સાથે બધાને એનજીઓ વિશે ખુશખબર સંભળાવવા ગયા... પ્રિયા અને ...Read More

49

સપના ની ઉડાન - 49

હવે પ્રિયા અને રોહન ફરી પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા હતા... બધાએ મળીને પ્રિયા અને રોહન ના લગ્ન તારીખ નક્કી કરી દીધી હતી. ૧૦ દિવસ રહીને તેમના લગ્ન હતા... લગ્ન પ્રિયા ના શહેર ' તળાજા ' જ્યાં હિતેશભાઈ અને કલ્પના બેન રહેતા હતા ત્યાં થવાના હતા.. લગ્ન ની તૈયારી માટે પ્રિયા સાથે મહેશભાઈ અને સંગીતા બહેન પણ પાંચ દિવસ પહેલા તળાજા જતા રહ્યા હતા... રોહન પણ પોતાના મમ્મી પપ્પા પાસે સુરત જતો રહ્યો હતો.. પ્રિયા અને રોહન ની ફોન માં વાતો થતી રહેતી... આજે પ્રિયા પોતાના રૂમ માં બેઠા બેઠા આ ...Read More

50

સપના ની ઉડાન - 50 - છેલ્લો ભાગ

લગ્ન ની વિધિ પૂરી થયા પછી કન્યાવિદાય નો સમય આવ્યો... કન્યાવિદાય જેટલો મંગલમય છતાં કરુણ પ્રસંગ તો બીજો હોઈ જ ના શકે.. હિતેશભાઇ એ અને કલ્પના બહેન એ જેને ખૂબ લાડકોડ અને પ્રેમ થી ઉછેરેલી એ દીકરી એટલે પ્રિયા... આજે વિદાય લઈ રહી હતી.. તેમની મનોસ્થિતિ ની તો આપણે કલ્પના જ ના કરી શકીએ... જાણે તેમના તુલસીના ક્યારા ને મૂળ સહિત તેઓ બીજાના ઘર માં રોપી રહ્યા હતા...તેમની આંખો માંથી વહી રહેલા આંસુ ને વળી આજે કોણ અટકાવી શકવાના હતા..? પ્રિયા તેના મમ્મી પપ્પા ને મળીને રડી રહી હતી... સાથે ત્યાં હાજર.. દરેક માતા પિતા ...Read More