ખજાના ની ચોરી

(41)
  • 21.1k
  • 13
  • 7.2k

સ્પેન દેશ ના એક નાના કબીલાનો રાજા લુઇસ વેલીડો ઈ.સ. 1489 ના વરસમાં પોતાના ખાસ મિત્ર ઉપરાંત સેનાપતી, સલાહકાર એવા જૉન ફેડોરો સાથે ઈજિપ્તની યાત્રા માટે નીકળે છે. એ બંને નું મુખ્ય ધ્યેય હોય છે એક ખજાનાની શોધ. એક જંગી ખજાનાની શોધ. રાજા લુઇસ પોતાની આ ખોજમાં ઘણું મેળવે છે અને થોડું ગુમાવે પણ છે. રાજા લુઇસ અને સેનાપતિ જોન ની મદદ ઇજિપ્તની એક સ્થાનિક, ગરીબ, અનાથ યુવતી કરે છે. સેબ્રીના નાઓમ.

New Episodes : : Every Friday

1

ખજાના ની ચોરી - પ્રકરણ ૧ : ખજાનાનું પરિવહન

ખજાના ની ચોરી : પ્રસ્તાવના સ્પેન દેશ ના એક નાના કબીલાનો રાજા લુઇસ વેલીડો ઈ.સ. ના વરસમાં પોતાના ખાસ મિત્ર ઉપરાંત સેનાપતી, સલાહકાર એવા જૉન ફેડોરો સાથે ઈજિપ્તની યાત્રા માટે નીકળે છે. એ બંને નું મુખ્ય ધ્યેય હોય છે એક ખજાનાની શોધ. એક જંગી ખજાનાની શોધ. રાજા લુઇસ પોતાની આ ખોજમાં ઘણું મેળવે છે અને થોડું ગુમાવે પણ છે. રાજા લુઇસ અને સેનાપતિ જોન ની મદદ ઇજિપ્તની એક સ્થાનિક, ગરીબ, અનાથ યુવતી કરે છે. સેબ્રીના નાઓમ. રાજા લુઇસ એ સુંદર ચપળ અને હોશીયાર સેબ્રિના ના પ્રેમમાં પડે છે. બંને સાથે મળી પોતાના ઝૂનુન એવા ખજાનાની શોધ કરવા ...Read More

2

ખજાના ની ચોરી - પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ

ખજાના ની ચોરી : પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ એક મહિનાના જોખમી પરિવહન ને અંતે સંપૂર્ણ ખજાનો સ્પેન પહોંચાડી આવ્યો. એ જંગી ખજાનાને રાજા લુઈસ એ પોતાના મહેલ ના ભોયતળિયા નીચે બનાવેલ ભંડકિયામાં ભરચક ભરી દીધેલ છે સૌ કોઈ જાણે છે આટલો મોટો ખજાનો આ ભંડકિયામાં બિલકુલ સલામત નથી પરિવહન પછી ખજાનાની રખેવાળી કરવી એ બીજો મોટો પ્રશ્ન હતો. સેનાપતિ જોન ઈજીપ્ત થી સ્પેન પહોંચતાં તુરંત રાજા લુઈસ ને મળવા જાય છે જોન ને આવતો જોતાં લુઈસ દોડતો એને ભેટી પડે છે અને એક જ પ્રશ્ન પૂછે છે સેબ્રિના વિશે કશી ખબર પડી? જોનના મુખ પરનું હાસ્ય લુપ્ત ...Read More

3

ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો

ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો સ્પેનથી સોએક કિલોમીટર ઉત્તર તરફ એક મેદાન માં રાત્રિના સમયે અંધકાર છવાયેલો છે માત્ર એક જગ્યા પર થોડી રોશની ઝગમગી રહી છે એ રોશની આવી રહી છે એક તંબુમાંથી......જેમાં રાજા લુઈસ સેનાપતિ જોન લૂંટારાઓનો સરદાર જેક અને જેક નો ખાસ માણસ બુનો વેલીની ભેગા થયા છે. આત્મવિશ્વાસથી ભરપૂર જેક એક આસન પર પગ ચડાવી બેસ્યો છે ચાળીસેક વર્ષ થયા હોવા છતાં જેક હજુ યુવાન લાગે છે એના નાના ચહેરા પરથી એની ઉંમર અને અનુભવનો અંદાજ લગાવી શકાય એમ નથી માત્ર પોશાક પરથી જાણી શકાય કે જેક એક ...Read More

4

ખજાના ની ચોરી : પ્રકરણ ૪ : સલામત જગ્યા

પ્રકરણ ૪ : સલામત જગ્યા ઉચ્ચા ઉછળતા દરિયાના મોજાઓ સૂસવાટા મારતા પવન સાથે કિનારા પર આવેલા ખડકો અથડાઇ રહ્યા છે આ જગ્યા છે સ્પેનના દક્ષિણ પશ્ચિમ છેડે આવેલ હોપીન અખાતની. હોપીન ગામની બાજુમાં આવેલ આ અખાત તેના તોફાની દરિયા ને કારણે જાણીતો છે અખાત ત્રણ બાજુએ ઊંચા ટેકરા જેવા ખડકો થી ઘેરાયેલો છે. અખાત નો આકાર અર્ધગોળાકાર છે અખાત નો ઘેરાવો ઘણો મોટો છે જાણે કે કોઈ મોટું તળાવ હોય પૂર્વ તરફથી વાતા પવન અખાતમાં પણ દરિયાને શાંત થવા દેતા નથી એ ઘુઘવાટા મારતા અખાતના પેટાળમાં કશુંક છુપાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેક જાણતો હતો કે એને ...Read More

5

ખજાના ની ચોરી : પ્રકરણ ૫ : ખજાના નો ચોર

ખજાના ની ચોરી : પ્રકરણ ૫ : ખજાના નો ચોર મોરક્કોના ગાઢ જંગલોમાં વચ્ચે એક વિશાળ જાહો ભરપૂર મહેલ આવેલ છે. ઘોર અંધકારમય જંગલમાં રોશનીથી ઝગમગાટ કરતો એ મહેલ માત્ર આકાશમાંથી જોઈ શકાય છે કોઈ માણસ એ જગ્યા વિષે જાણતો નથી અને જાણતો અજાણ્યો માણસ જીવતો નથી આ આલિશાન મહેલ કોઈ રાજાનો નથી આ છે મોરક્કોના કુખ્યાત લૂંટારા બર્નેટ નો.... નાનપણથી બર્નેટ ને રાજા બનવાનો શોખ હતો પણ શાહી પરિવારની જગ્યાએ એનો જન્મ થયો હતો લુટારા ના પરિવારમાં. દસ વરસના બર્નેટ ના લુંટારા પિતા લડાઈમાં માર્યા ગયા હતા ત્યાર પછી બર્નેટેને જીવનમાં પેટ ભરવા માટે પણ ખૂબ ...Read More

6

ખજાના ની ચોરી : પ્રકરણ ૬ : સેબ્રિના

ખજાના ની ચોરી : પ્રકરણ ૬ : સેબ્રિના અમુક દિવસો વીતી જાય છે સ્પેન માં ખજાનો સલામત લુટારા અને રાજા વચ્ચેનો સોદો કામ કરી રહ્યો છે. બ્રાન્ડ બધી માહિતી એકઠી કરી બર્નેટ પાસે મહેલમાં આવ્યો છે "રાજા જી તમારો કહેલો શબ્દેશબ્દ સાચો છે તમે તો અંતર્યામી છો તમે તો સર્વ જ્ઞાતા છો..." બ્રાન્ડ જી હજુરી કરતો રહે છે "મુદ્દાની વાત કર" બર્નેટ ચિડાય છે. "એ જ કહું છું રાજાજી આ સોનાના અલંકારો મોટા પ્રાચીન ઇજિપ્તના ખજાનાનો ભાગ છે જેને ઇજિપ્તથી સ્પેન પહોંચાડવામાં આવી રહ્યો હતો ત્યારે આપણા માણસોએ માત્ર એક ગાડી લૂંટી છે સ્પેનના કોઈ રાજા લુઇસ ...Read More