અક્ષરો ની પા પા પગલી

(5)
  • 10.1k
  • 1
  • 3k

કોઈ નાનકડું છોકરું ચાલતા શીખે અને જેમ ધીમે - ધીમે ડગલા માંડે એમ મેં પણ કવિતાઓના જગતમાં નાના - નાના ડગલા માંડયા છે.. મારા માટે તો મારી કવિતાઓ જ મારો પ્રેમ છે જેને હું બાથ ભરી ને સૂવું છું, જેની જોડે હું રમતો પણ અનેક રમુ છું, જે મારા સુખ દુખ ની સાથી છે, પણ અનેક લોકો એ અમને દૂર કરવા ઘણા પ્રયત્નો કર્યા જેમ કે લખવા બેઠો ત્યાં લોકોએ હાથ કાપી નાખ્યા, બોલવા ગ્યો ત્યાં જીભ ખેંચી લીધી, દિલમાં દબાયેલ કવિતાઓને મારવા છાતીમાં ખંજર માર્યું પણ મારા રૂવાંટે રૂવાંટે, મારા શ્ચાસે શ્ચાસે કલરવ કરતી અનેક કવિતાઓ નીકળી, થાકી હારી એ ચાલ્યા ગયા પણ કવિતાઓ એમ એમ નીકળ્યા કરી..

New Episodes : : Every Tuesday

1

અક્ષરો ની પા પા પગલી - 1

પ્રસ્તાવના કોઈ નાનકડું છોકરું ચાલતા શીખે અને જેમ ધીમે - ધીમે ડગલા માંડે એમ મેં પણ કવિતાઓના જગતમાં નાના નાના ડગલા માંડયા છે..મારા માટે તો મારી કવિતાઓ જ મારો પ્રેમ છે જેને હું બાથ ભરી ને સૂવું છું, જેની જોડે હું રમતો પણ અનેક રમુ છું, જે મારા સુખ દુખ ની સાથી છે, પણ અનેક લોકો એ અમને દૂર કરવા ઘણા પ્રયત્નો કર્યા જેમ કે લખવા બેઠો ત્યાં લોકોએ હાથ કાપી નાખ્યા, બોલવા ગ્યો ત્યાં જીભ ખેંચી લીધી, દિલમાં દબાયેલ કવિતાઓને મારવા છાતીમાં ખંજર માર્યું પણ મારા રૂવાંટે રૂવાંટે, મારા શ્ચાસે શ્ચાસે કલરવ કરતી અનેક કવિતાઓ નીકળી, થાકી હારી એ ...Read More

2

અક્ષરો ની પા પા પગલી - 2

# જામનગર # રંગમતીનાં કાંઠે સ્થાપ્યું જામરાવળે એક ગામ, હાલાજીનાં આપ્યું હાલાર કેરૂ નામ.. રાજપૂતોના ઇતિહાસ પડ્યો છે દરબાર ગઢનાં આંગણે હજુ પણ શૂરવીરોનો વંશ પડ્યો છે જામનગરનાં પાદરે.. બાંધણીના બોલે બંધાય અંહીયા આવતા લોકો, પીતળનાં વાસણોથી અંજાય અંહીયા ભમતા લોકો.. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું ને ગુજરાતનું કાશી, મનમોજીલા યાર આ તો જામનગરનાં વાસી.. ઉદ્યોગની તો શું વાત કરુ Reliance અહીંની શાન છે, અંબાણીના વ્યવસાયનું આ બોણી કરેલું ગામ છે.. વગર વ્યાજે,વગર સ્વાર્થે સાત વર્ષ માટે જે હવામહેલ ત્યાગે, પોલેન્ડને પણ પ્યારા લાગે એ જામરણજીતસિંહની વાત છે.. લાખોટા તળાવ, પીરોટન ટાપુ એવી અનેક જગ્યાઓ છે, જયલો કહે આ જામનગરના તો જાજેરા સન્માન છે.. # સુરત #સુરતી એની બોલી છે ને સુરતી છે ત્યાંના લોકો,સૂરજનો આ ...Read More