એક સુપરમાર્કેટ માં ખરીદી માટે નીકળેલી મા-દીકરી બધી શોપ પર નજર નાંખતી પસાર થતી હોય છે. એક જગ્યાએ એકટિવા પાર્ક કરી દીકરી એની મમ્મીને આગળની શોપ તરફ જવા ઈશારો કરે છે. એ મમ્મીનું નામ દિક્ષા છે અને એની લાડકીનું નામ દીપુ છે. દિક્ષા જેવી શોપમાં દાખલ થાય છે કે એની નજર એક સૂકલકડી બાંધાની મહિલા પર પડે છે. એ મહિલા એક ડ્રેસને ટ્રાય કરવા માટે કિપરને પુછે છે. અવાજ બહુ ધીમો હતો પણ દિશાને જાણીતો લાગ્યો. દિક્ષાએ પતલી મહિલાની સામે જોઈને હળવી સ્માઈલ આપ્યું પછી અચાનક જ દિક્ષા બોલી ઊઠી કે ' ઓહહહહહ , રચના તું... તું કેમ સાવ આવી લાગે છે... તું ક્યાં ગાયબ હતી આટલા દિવસથી.. તું કેમ ફોન નથી ઊંચકતી મારા..... તું કેમ આવી દેખાય છે......'

Full Novel

1

અચંબો - ૧

એક સુપરમાર્કેટ માં ખરીદી માટે નીકળેલી મા-દીકરી બધી શોપ પર નજર નાંખતી પસાર થતી હોય છે. એક જગ્યાએ એકટિવા કરી દીકરી એની મમ્મીને આગળની શોપ તરફ જવા ઈશારો કરે છે. એ મમ્મીનું નામ દિક્ષા છે અને એની લાડકીનું નામ દીપુ છે. દિક્ષા જેવી શોપમાં દાખલ થાય છે કે એની નજર એક સૂકલકડી બાંધાની મહિલા પર પડે છે. એ મહિલા એક ડ્રેસને ટ્રાય કરવા માટે કિપરને પુછે છે. અવાજ બહુ ધીમો હતો પણ દિશાને જાણીતો લાગ્યો. દિક્ષાએ પતલી મહિલાની સામે જોઈને હળવી સ્માઈલ આપ્યું પછી અચાનક જ દિક્ષા બોલી ઊઠી કે ' ઓહહહહહ , રચના તું... તું કેમ સાવ ...Read More

2

અચંબો - ૨

આપણે આગળના ભાગમાં જોયું એ મુજબ દિક્ષા રચનાના ઘરે પહોંચી છે.... ઘરમાં ધરખમ ફેરફારો અને રચનાનું વર્તન જડમૂળથી બદલાયેલું જાણે કોઇ અજાણ્યા ઘરમાં પ્રવેશી હોય એવું દિક્ષા અનુભવી રહી હતી.... હવે .......આગળ દિક્ષાને જોઈ રચના ફિક્કું સ્મિત આપે છે. ઊમળકો વ્યકત કરવા જાય છે... ...પરંતુ, એ કશું બોલતી નથી.. રચના કોફી લાવે છે. બેય હોલમાં સોફા પર બેસે છે. દિક્ષા બોલે છે , "શું વાત છે રચના ..તે તો ઘરનો નકશો બદલી કાઢયો ; પણ, તું.....બદલાઈ ગઈ એ જરા પણ પસંદ નથી આવ્યું મને. કોઈ આમ અચાનક ફોન બંધ કરી દે ને મળવાનું બંધ કરી દે એનો શું ...Read More

3

અચંબો - ૩

આગળ જોયું કે રચનાના સાસુ દિક્ષા સાથે ઘટિત ઘટના વર્ણવે છે.. એ ચિંતિત હતા જ્યારે રચના બિમાર હતી પણ એ રચનાને સમજાવે છે બધું ભૂલવા માટે હવે આગળ.. રચનાના સાસુ : "મેં જેવો દરવાજો ખોલ્યો કે રચના તો અડધી પથારી માં અને અડધી જમીન પર લટકતી હતી. એના મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા.. એના વાળ પુરા ચહેરા પર ઢંકાઈ ગયા હતા..... મેં......તો સીધી ચીસ જ પાડી અને બાજુવાળા બહેન દોડીને આવ્યા..બેય દિકરાઓ (રચના ના સંતાન) પણ આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા..વિનય તો (રચનાનો પતિ) દુકાને જવા નીકળી ગયો હતો. પડોશીબેને રચનાને સરખી સુવડાવી અને એનું મોં લુછયુ... ...Read More

4

અચંબો - ૪

આપણે આગળ જોયું એ મુજબ દિક્ષાને રચનાના સાસુ અથથી ઈતિ બધી વાત જણાવે છે..રચનાના અસામાન્ય વર્તનથી બધા ચિંતિત હતા...હવે વિનય રચના વિશે વિચારતા દુઃખ અનુભવે છે. એના બાળકો પણ પોતાની જનેતાનું આવું રૂપ પહેલીવાર નિહાળે છે. વિનયના બા તો ભગવાન સાથે મનોમન બાખડે છે અને રડયા કરે છે. નરોતમના કહ્યા મુજબ રચના સુતી જ રહે છે. એક આંગળી પણ નથી હલતી એની. વિનય પોતે રાતના દસ વાગ્યાની જ રાહ જુએ છે. રૂમનું બારણું ખુલ્લું જ હોય છે. રચના જેવી લાગતી હતી એનાથી કંઈક અલગ જ દેખાય છે ચહેરાથી. બા રસોઈ બનાવે છે ઉપાધિમાં પણ કોઈ એક ...Read More

5

અચંબો - ૫

આપણે આગળ જોયું એ મુજબ રચના સાવ વિચિત્ર હરકતો કરે છે..અને નરોતમ હજી બે દિવસ પછી એના ઉપાયની સલાહ છે...હવે આગળ આજની રાત વિનય અને એના પરિવાર પર ભારે છે કારણ કે રચના સુતી જ રહેશે કે પછી કોઈ હરકતો કરી બધાને ડરાવશે એ સવાલથી બધાની ઊંઘ હરામ છે. રચનાને સુતી જોઈ વિનય એક હાશકારો અનુભવે છે પણ રચનાનું શરીર એકદમ તપ્યા જ કરે છે. વિનયને વિચાર આવે છે કે મીઠાંના પોતા મુકવાથી કદાચ રચનાને રાહત થાય એ આશયે એ બે બાઉલમાં પાણી લાવી રચનાના માથા પર ભીનો નેપ્કિન મુકે છે પણ આ શું ? રચના આંખો ...Read More

6

અચંબો - ૬

આગળ જોયું એમ રચના કોઈને ઓળખતી નથી અને પોતાની હરકતોથી બધાને ચિંતિત કરી દે છે નાના બાળકની આત્મા એના પર હાવિ થાય છે...હવે આગળ... રવિવાર છે આજ ! રાત્રિનાઆઠ વાગી ચુક્યા છે. નરોતમ નવ વાગ્યે આવશે. બધા રચના માટે દુવા કરે છે કે 'એ પહેલાની જેમ જ સરસ જીવન જીવતી થઈ જાય.' રચના પણ ઊઠી ગઈ છે. સતત પાંચ દિવસથી ગરમ પાણી પીવાથી એના મોંની બહાર લાલ ફોલ્લા પડયા છે આજ તો એ એક અર્ધી ગાગર જેટલું પાણી એકસામટુ જ પી ગઈ છે. બધા એને જોવે છે પણ એ બધાથી કોઈ સંબંધવિહીન હોય એવી રીતે જોવે છે.. ...Read More

7

અચંબો - ૭

નરોતમ એની વિધિ પુરી કરી વાતનો હલ લાવે છે.. ત્યાં જ ફોનની રીંગ વાગે છે બા ઘરની અંદર વાત જાય છે...હવે આગળ..... રચના દિક્ષા પાસે બેસે છે ઝુલા પર...અને દિક્ષા પણ એક ઊંડી લાગણીથી રચનાના હાથ પર હાથ મુકીને સહાનુભૂતિ દર્શાવે છે. રચના બોલી "બા એ તને જે કહ્યું એ વાત મને આજ ખબર પડી.! મને કયારેય કોઈએ આ વાતની લેશમાત્ર જાણ નથી થવા દીધી..આવો સમજુ પતિ અને પ્રેમાળ સાસુ હોય ત્યાં મારા જેવા નમાલા ન શોભે..( આમ કહી નિઃસાસો નાંખે છે.) રચના થોડીવાર શાંત થઈ પછી કહે છે "તે એક જ બાજુની વાત સાંભળી હવે મારી ...Read More

8

અચંબો - ૮ - છેલ્લો ભાગ

રચના પોતાની વેદના પણ દિક્ષા પાસે ઠાલવે છે. એ જે દુનિયામાં હતી ત્યાં પણ દોજખ જ હતું. એક શરીરમાં કેટલા આંતરિક અને બાહ્ય ઘાવ સહન કર્યા. એક જીંદગી બચાવવા એ કેટલી લડી..હવે આગળ... રચનાની વાત સાંભળી દિક્ષા વિસ્મય પામે છે. બાલાસુર રચનાના શરીર પર કબ્જો જમાવી પોતાના શબને પામવા કેવી મથામણ કરે છે. રચના પછી પોતે જ કહે છે.." કે એ દુધના ઉકળાટમાં ચામડી શું બચી હોય મારી? હું ત્યાં મારી જાતને જોવા માત્રથી કંઈક અજુગતું અનુભવતી હતી. પણ, મારે તો એક શિશુના જીવ બચાવવા પાછળ મારો જીવ આપવાનો જ હતો ને... મેં એ પણ કબુલ કરી લીધું..." ...Read More