ગીતાભ્યાસ

(25)
  • 11.3k
  • 0
  • 3.7k

ગીતાભ્યાસ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ખુબ નાની વયે જ મેં શ્રીમદ ભગવદ્દ ગીતાનું નિયમિત વાંચન કરવાનું શરુ કર્યું હતું. કદાચ માત્ર 15 કે 16 વર્ષની મારી ઉમર રહી હશે જયારે મેં પ્રથમ વખત શ્રીમદ ભગવદ્દ ગીતાના અમૃતરસ નું સેવન કર્યું હતું. બસ ત્યારથી આજ સુધી મારી એક પણ સવાર એવી નથી રહી કે મેં શ્રીમદ ભગવદ્દ ગીતા નું વાંચન ન કર્યું હોય. અત્યારે છેલ્લા 17 કે 18 વર્ષ થયા હું દરરોજ સવારે 4 થી 5 શ્લોક જરૂરથી વાંચું છું. છતાં પણ મને શ્રીમદ ભગવદ્દ ગીતામાંનો એક એક શ્લોક દરરોજ કંઈક અને કંઈક નવું શીખવી જાય છે એમ કહી શકાય કે

New Episodes : : Every Sunday

1

ગીતાભ્યાસ

ગીતાભ્યાસ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ખુબ નાની વયે જ મેં શ્રીમદ ભગવદ્દ ગીતાનું નિયમિત વાંચન કરવાનું શરુ કર્યું હતું. માત્ર 15 કે 16 વર્ષની મારી ઉમર રહી હશે જયારે મેં પ્રથમ વખત શ્રીમદ ભગવદ્દ ગીતાના અમૃતરસ નું સેવન કર્યું હતું. બસ ત્યારથી આજ સુધી મારી એક પણ સવાર એવી નથી રહી કે મેં શ્રીમદ ભગવદ્દ ગીતા નું વાંચન ન કર્યું હોય. અત્યારે છેલ્લા 17 કે 18 વર્ષ થયા હું દરરોજ સવારે 4 થી 5 શ્લોક જરૂરથી વાંચું છું. છતાં પણ મને શ્રીમદ ભગવદ્દ ગીતામાંનો એક એક શ્લોક દરરોજ કંઈક અને કંઈક નવું શીખવી જાય છે એમ કહી શકાય કે ...Read More

2

ગીતાભ્યાસ - 2

ગીતાભ્યાસ અધ્યાય 1 અર્જુનવિષાદ યોગ શ્લોક 2-3 સંજય કહે છે: હે રાજન, તે સમયે રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા, "હે આચાર્ય! દ્રુપદ ના પુત્ર અને આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટધુમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને આપ જુઓ." અહીં શ્લોક 2 અને 3 સાથે સમજવાથી વધુ શરળતા થી સમજાય તેમ છે. સંજય આ શ્લોકમાં દુર્યોધન ને રાજા કહીને સંબોધે છે પરંતુ હકીકત માં દુર્યોધનનો તો ક્યારે પણ રાજ્યાભિષેક થયો જ નથી. હસ્તિનાપુરના રાજા યુદ્ધ પહેલા અને પછી પણ દુર્યોધન ના પિતા ધૃતરાષ્ટ જ રહ્યા છે. ઘણા વિદ્વાનોનું માનવું છે ...Read More