અલબેલી

(121)
  • 23.4k
  • 8
  • 10.2k

નામ એનું અલબેલી. અલબેલી એના નામ પ્રમાણે જ ખૂબ અલબેલી હતી. અનાથ આશ્રમમાં ઉછરેલી આ છોકરી અલબેલી. આમ જોઈએ તો અલબેલી ના જીવનમાં કશું જ સારું નહોતું. છતાં પણ એ તેના સ્વભાવને કારણે ખૂબ અલબેલી હતી. એનો જન્મ થયો ત્યારે જ એની માતા મૃત્યુ પામી હતી. અને એના પિતા અલબેલીની માતા ને ખૂબ પ્રેમ કરતા હતા. પણ અલબેલીના જન્મ પછી જ્યારે એની માતા મૃત્યુ પામી ત્યારે એના પિતા તો અલબેલીને જ પોતાની માતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવા લાગ્યા અને એક દિવસ પત્નીની યાદમાં અને એના વિરહમાં બધું જ ભાન ભૂલી ગયેલા અને માનસિક રીતે ખૂબ તૂટી ગયેલા અલબેલીના પિતા એક ગોઝારી ક્ષણે પોતાની દીકરી અલબેલીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા.

Full Novel

1

અલબેલી - ૧

પ્રકરણ-૧નામ એનું અલબેલી. અલબેલી એના નામ પ્રમાણે જ ખૂબ અલબેલી હતી. અનાથ આશ્રમમાં ઉછરેલી આ છોકરી અલબેલી. આમ જોઈએ અલબેલી ના જીવનમાં કશું જ સારું નહોતું. છતાં પણ એ તેના સ્વભાવને કારણે ખૂબ અલબેલી હતી.એનો જન્મ થયો ત્યારે જ એની માતા મૃત્યુ પામી હતી. અને એના પિતા અલબેલીની માતા ને ખૂબ પ્રેમ કરતા હતા. પણ અલબેલીના જન્મ પછી જ્યારે એની માતા મૃત્યુ પામી ત્યારે એના પિતા તો અલબેલીને જ પોતાની માતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવા લાગ્યા અને એક દિવસ પત્નીની યાદમાં અને એના વિરહમાં બધું જ ભાન ભૂલી ગયેલા અને માનસિક રીતે ખૂબ તૂટી ગયેલા અલબેલીના પિતા એક ગોઝારી ...Read More

2

અલબેલી - ૨

પ્રકરણ-૨અલબેલી અને નિરાલી બંને ખૂબ ખાસ બહેનપણી હતી. અલબેલી અને નિરાલી બંનેને એકબીજા વિના બિલકુલ ચાલતું જ નહીં. નિરાલીનું જ્યોતિ અનાથાશ્રમની બિલકુલ સામે જ હતું. નિરાલીની મમ્મી અનુષા ઘણી વખત આનાથશ્રમમાં સેવા આપવા આવતી ત્યારે નિરાલીને પણ સાથે લાવતી ત્યારે નિરાલી પણ અલબેલી જોડે રમતી અને પછી રમતા રમતા જ બંને વચ્ચેની દોસ્તી ગાઢ બનેલી. નિરાલીની માતા અનુષા એક વિધવા સ્ત્રી હતી. એક અકસ્માતમાં એમના પતિ અને નિરાલીના પિતાનું મૃત્યુ થયું હતું. નિરાલી ત્યારે માત્ર બે જ વર્ષની હતી. અકાળે પતિનું અવસાન થતાં અનુષા ખૂબ તૂટી પડી હતી. જ્યારે એમના પતિ જીવતા હતાં ત્યારે તેઓ જ્યોતિ અનાથાશ્રમમાં ખૂબ સેવાઓ આપતા. ...Read More

3

અલબેલી - ૩

પ્રકરણ-૩શું વિચારી રહ્યો છે જય?" કીર્તિએ જયના ખભે હાથ મુકતાં પૂછ્યું."એ જ કે, હું કેટલો નાલાયક માણસ છું નહીં. મારા જ હાથે મારી દીકરીને અનાથાશ્રમમાં મૂકી આવ્યો. મારા જેવો મૂર્ખ બાપ તો કોઈ નહીં હોય નહીં? અને હવે તો મને એ પણ યાદ નથી કે, હું એને ક્યાં આશ્રમમાં મૂકી આવ્યો હોઈશ. પાગલપનના આવેશમાં હું મારી પોતાની જ દીકરી જેની જોડે મારો લોહીનો સંબંધ હતો, જે મારી અંજુની યાદ હતી એને જ હું તરછોડી આવ્યો. ક્યારેક બહુ પસ્તાવો થાય છે. એમ થાય છે કે જઈને એને શોધી લાવું કીર્તિ. પણ પછી ફરી મન ખચકાટ અનુભવે છે કે, કદાચ જો ...Read More

4

અલબેલી - ૪

પ્રકરણ-૪આ બાજુ જય કે જે અલબેલી નો પિતા હતો એ પોતાની દીકરીને તરછોડી દીધાનો અફસોસ જતાવી રહયો હતો અને બાજુ આ અલબેલી કે, જે આ વાતથી બિલકુલ અજાણ હતી.ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. જય પોતાની પુત્રીની ખોજમાં બધા જ અનાથાશ્રમમાં તપાસ કરી રહ્યો હતો અને એમાં એને એની મિત્ર કીર્તિ પણ પૂરી રીતે મદદરુપ થઈ રહી હતી.અલબેલી હવે દસ વર્ષની થઈ ગઈ હતી. અને એ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. એના કલાસમાં હંમેશા એ પહેલો નંબર લાવતી હતી અને હોશિયાર હોવાને કારણે એ હંમેશા અનેક મિત્રોથી ઘેરાયેલી જ રહેતી હતી."અલબેલી, જો નિરાલી તારી જોડે રમવા આવી ...Read More

5

અલબેલી - ૫

પ્રકરણ-૫જ્યોતિબહેન આજે આશ્રમમાં એમની થોડી અગત્યની ફાઈલો કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા હતા. એવામાં દરવાજા પર કોઈનો અવાજ આવ્યો, અંદર આવું કે?"જ્યોતિબહેને ફાઈલમાંથી માથું ઊંચું કરીને જોયું અને એમણે આગંતુકને આવકાર આપતા કહ્યું, "અરે, સુકેતુ! આવ. અંદર આવ. હું ક્યારની તારી જ રાહ જોતી હતી."સુકેતુ એ અંદર ઓરડામાં પ્રવેશ કર્યો અને બોલ્યો, "જ્યોતિ, તું હજુ પણ એવી જ લાગે છે જેવી કોલેજના દિવસોમાં લાગતી હતી. ઉંમરની સાથે તું બિલકુલ બદલાઈ નથી."સુકેતુ અને જ્યોતિબહેન બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. અને બંને ખૂબ સારા મિત્રો હતાં પરંતુ આજે બંને ઘણાં વખતે મળ્યા હતા."કહે જ્યોતિ, તે શા માટે મને બોલાવ્યો છે?" ...Read More

6

અલબેલી - ૬

પ્રકરણ-૬બારીમાંથી સવારનો કૂણો તડકો આવી રહ્યો હતો અને એનો પ્રકાશ જયના માથા પર પડી રહ્યો હતો. અને એ પ્રકાશના જય નો ચહેરો ખૂબ ચમકી રહ્યો હતો..સવારના લગભગ આઠ વાગ્યા હતા. એવામાં જયની આંખો ખુલી. એ પથારીમાંથી ઊભો થયો અને એણે એની રોજિંદી ક્રિયાઓ પતાવી. રોજિંદી ક્રિયાઓ પતાવીને પછી જ્યારે એ દરવાજે આવ્યો તો ત્યાં એણે દરવાજામાં પડેલું છાપું જોયું. એણે છાપાને ઉઠાવ્યું અને વાંચવાનું શરૂ કર્યું.એવામાં એની નજર એક જાહેરાત પર પડી કે જેમાં અલબેલી વિશેની એક જાહેરાત હતી. જેમાં અલબેલી નો તાજેતર નો ફોટો અને એક જુનો ફોટો હતો અને સાથે લખાણ લખ્યું હતું કે, આ એ કન્યા ...Read More

7

અલબેલી - ૭ - છેલ્લો ભાગ

પ્રકરણ-૭જય ને આવકારતા જ્યોતિબહેને પૂછ્યું, "કહો, અલબેલી વિશે તમે શું જાણો છો?"અને જય એ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.એણે જન્મથી લઈ અને પોતાની પત્નીના મૃત્યુથી લઈ અને પોતાના પાગલપન સુધીની બધી જ વાત કરી. અને કેવી રીતે પોતે પાગલપનના આવેશમાં અલબેલીને આ આશ્રમમાં મૂકી ગયો હતો અને પછી એની મિત્ર કીર્તિએ કેવી રીતે એનો જીવ બચાવ્યો અને કેવી રીતે એ સાજો થયો કીર્તિની મદદથી એ બધીજ વાત એણે જ્યોતિબહેનને કરી. જ્યોતિબહેને ધ્યાનથી જય ની બધી જ વાતો સાંભળી લીધી અને પછી થોડો વિચાર કરીને કહ્યું, "તમે કહો છો એ બધું જ સાચું જ હોય એમ હું કેવી રીતે માની ...Read More