પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

(337)
  • 21.7k
  • 37
  • 8.1k

અનુરોધ મારી સર્વે વાર્તાઓ કાલ્પનિક છે. મારી મૌલિક કૃતિઓ છે. આ કથાના પાત્રો, ઘટનાઓ અને ઘટના સ્થળો કાલ્પનિક છે. આ કથામાં વિનિયોગ પામેલા પરિધાન પહેરવા કે પહેરાવવા પ્રયત્ન ન કરવા અનુરોધ છે. મારી વાર્તાઓના કારણે કોઈને દુઃખ કે પીડા પહોંચાડવાનો મારો કોઈ આશય નથી. જો કોઈને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થુ છું. વધુમાં મારા પ્રિય વાચકોને હું અનુરોધ કરું છું કે કોઈએ પણ આ વાર્તાઓ ઇન્ટરનેટ પર ફ્રી ડાઉનલોડ માં મૂકવી નહીં. એક લેખક માટે જરૂરી છે કે તેની વાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તેનું નામ થાય સાથે સાથે વાર્તા ના બીજ થી લઈને વાચકોના હાથ સુધી પહોચાડવામાં

Full Novel

1

પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

અનુરોધ મારી સર્વે વાર્તાઓ કાલ્પનિક છે. મારી મૌલિક કૃતિઓ છે. આ કથાના પાત્રો, ઘટનાઓ અને ઘટના સ્થળો કાલ્પનિક છે. કથામાં વિનિયોગ પામેલા પરિધાન પહેરવા કે પહેરાવવા પ્રયત્ન ન કરવા અનુરોધ છે. મારી વાર્તાઓના કારણે કોઈને દુઃખ કે પીડા પહોંચાડવાનો મારો કોઈ આશય નથી. જો કોઈને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થુ છું. વધુમાં મારા પ્રિય વાચકોને હું અનુરોધ કરું છું કે કોઈએ પણ આ વાર્તાઓ ઇન્ટરનેટ પર ફ્રી ડાઉનલોડ માં મૂકવી નહીં. એક લેખક માટે જરૂરી છે કે તેની વાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તેનું નામ થાય સાથે સાથે વાર્તા ના બીજ થી લઈને વાચકોના હાથ સુધી પહોચાડવામાં ...Read More

2

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન - 2

રાજા વિક્રમસિંહના પત્ની મહારાની કનકબા એક સિંહણ હતા, એક સતી હતા. તેમનો પ્રજાપ્રેમ જગજાહેર હતો. તેમનાથી પ્રજાની આ વ્યથા નહોતી. રાજા વિક્રમસિંહ શરાબ, સુંદરી અને જુલ્મોમાથી ઉંચા નહોતા આવતા. હકીકત તો એ હતી કે રાજા મહારાણી પાસે મીંદડી બની જતા અને આથી જ તે મહારાણી સમક્ષ જતા પણ નહોતા. તેમનાથી મહારાણીની સામે ઉભુ રહેવાતુ જ નહોતુ. ક્યાંથી ઉભુ રહેવાય? મહારાણી કનકબા પાસે તેમના પૂજાપાઠનુ તપ હતુ, જયારે રાજા વિક્રમસિંહ તાંત્રિકની મેલી વિધ્યાનો પડછાયો હતો. મહારાણી કનકબાએ પ્રજાને રાજા વિક્રમસિંહના ત્રાસમાથી છોડાવવાનો નિર્ણય લીધો. કોઈપણ હિસાબે તે પોતાની પ્રજાને સુખચેન આપવા ઇચ્છતા હતા. ભલે આમ કરવા જતા તેમના એકમાત્ર પુત્રના માથેથી પિતાનુ છત્ર પણ ખૂંચવાઇ જાય.. ...Read More

3

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૩

મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. વહી ગયેલી વાર્તા આપ આગળની પોસ્ટ માં જોઈ શકો છો. હવે આગળ..... ૩. તાંત્રિક્ને અધીરાઇ આવી તાંત્રિક એકદમ શાંત થઈ ગયો હતો, તે શાંત નહોતો તે તેની પૂજામા લાગેલો હતો. તેનુ અશક્ત શરીર તેને સાથ આપતુ નહોતુ છતા તેણે તેના બધા જ શિષ્યો દૂરના અલગ અલગ કાર્યો સોપીને પોતાનાથી અલગ કરી દીધા કેમકે દેવીની પ્રસાદી ભૂલથી પણ તેના કોઇ શિષ્યને મળી જાય તો તે પણ ઘણો શક્તિશાળી બની જાય તેથી તેણે બધા જ શિષ્યોને મોકલી દીધા હતા. ફક્ત રાજા વિક્રમસિંહને બાકી રાખ્યા હતા, તેમની તો ...Read More

4

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન - 4

મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. વહી ગયેલી વાર્તા આપ આગળની પોસ્ટ માં જોઈ શકો છો. હવે આગળ..... ૪. શામલી ફૂલવાળી શામલી ફૂલવાળી ફૂલ વેચીને પોતાનું ઘર ચલાવતી હતી. માંડ 18 વર્ષની ઉમરમાં તેના પર ઘરનો બોજ આવી પડ્યો હતો. તેના બીમાર માતા-પિતા અને ભાઈ ની તે જ સંભાળ રાખતી હતી. આખો દિવસ તે બધે ફરી ફરીને ફૂલ વેચતી છતાં ઘણી વાર તેના ઘણા ફૂલ વેચાયા વગર પડી રહેતા કે કોઈ વાર ફૂલ વેચાઈ જતાં પણ ભાવ ઓછો મળતો જેથી કમાણી ઓછી થતી હતી પરંતુ આજે તો શામલીનો ધંધો ઘણો ...Read More

5

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૫. પંડિતનું બલિદાન

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ આભાર. વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો. હવે આગળ..... ૫. પંડિતનું બલિદાન પંડિત મંગતરામ મહારાણીને પોતાની બધી જ યોજના સમજાવી ચૂક્યા હતા. સાવધાનીના એક ભાગરૂપે તેમણે મહારાણીને કહ્યુ હતુ કે જો તાંત્રિક મારૂ લોહી ન પીવે તો તેને સંતાઇને બાણ મારીને હણવો પડશે. તાંત્રિક જ્યાં સુધી સાધના કરતો હશે ત્યાં સુધી તે તેના મંત્રકવચમા રહેશે જેથી તેને કોઇ મારી શકે નહિ પરંતુ જ્યારે તે, તેની દેવીને મારો બલિ ચઢાવશે ત્યારે દેવીના આશીર્વાદ લેવા ...Read More

6

પીળી કોઠીનો લોહી તરસ્યો શયતાન - ૬.

૬. શેઠને ત્યાં પુત્ર રત્ન “કેમ બેટા, આજે તુ બહુ ઉદાશ દેખાય છે?” પંડિત જગન્નાથ એક માસુમ તરુણને રહ્યા હતા. તરુણની આંખોમા પાણી ઘસી આવ્યા. તેણે કહ્યુ, “પપ્પા મને આ ગામ છોડીને જવા કહે છે, શહેરની કોલેજમા તેમણે મારો દાખલો કરાવ્યો છે, અભ્યાસ કરવાનુ તો મને ગમે છે પણ તમને બધાને છોડીને જવાનુ મને નથી ગમતુ.” વાત એમ હતી કે અમનપુરના શેઠ રસિકલાલ શાહ ઇચ્છતા હતા કે તેમનો એકનો એક પુત્ર સંજય વધુ અભ્યાસ કરે. સંજયે તેનો શાળાનો અભ્યાસ પૂર્ણ થતા જ પિતાના કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું હતું, આમ જ બે વર્ષ વહી ગયા હતા. ...Read More

7

પીળી કોઠીનો લોહી તરસ્યો શયતાન ૭. લક્ષ્મીનું અંતરમન

૭. લક્ષ્મીનું અંતરમન છોડી દો, એને છોડી દો, ન મારશો, એને કાઇં ન કરશો, હુ તમારા હાથ જોડુ લક્ષ્મી હિબકા ભરી ભરીને રડતી હતી. લક્ષ્મીના આ રડતા અવાજે સંજયને એકદમ જગાડી દીધો. હજુ પણ છોડી દો, એને છોડી દો, ન મારશો, ની આજીજીઓ લક્ષ્મી કરતી હતી. હજુ તો મધ્યરાત્રિ જ થઇ હતી અને લક્ષ્મીના રુદન નો આ અવાજ. સંજયે લક્ષ્મીને કદી રુદન કરતા સાંભળી નહોતી. લક્ષ્મીની આંખમા પાણી આવે તે સંજય સહન કરી શકતો નહિ અને અત્યારે તે જ લક્ષ્મી હિબકા ભરી ભરીને રડતી હતી. એક છલાંગ મારીને સંજય તેની પથારીમાથી ઊભો થઇ ...Read More