સાંબ સાંબ સદા શિવ

(135)
  • 38.7k
  • 4
  • 16.8k

હા સર. એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ જીવ્યો. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી વિચિત્ર યાત્રાની વાર્તા. આ વિચિત્ર મુસાફરી વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેની શરૂઆત એક મંત્રથી થઈ. આ મંત્ર 'સાંબ સાંબ સદા શિવ' હતો. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે! તો સાંભળો મારી વાત.

Full Novel

1

સાંબ સાંબ સદા શિવ - 1

પ્રકરણ 1. હા સર. એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ જીવ્યો. અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી વિચિત્ર યાત્રાની વાર્તા. આ વિચિત્ર મુસાફરી વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેની શરૂઆત એક મંત્રથી થઈ. આ મંત્ર 'સાંબ સાંબ સદા શિવ' હતો. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે! તો સાંભળો મારી વાત. હું સૂર્યાસ્ત પછી તરતનાં ઘોર અંધારામાં આસામ મેઘાલય આસપાસનાં ગાઢ જંગલની ઝાડીઓ વચ્ચે અટવાઈ ગયો હતો. મારી ચારે બાજુ ઊંચાઊંચા ડુંગરાઓ કોઈ ...Read More

2

સાંબ સાંબ સદા શિવ - 2

પ્રકરણ 2 તેણે કહ્યુ, "તને મેં ગુરુની ઈચ્છા અને આજ્ઞાને લઈ બચાવ્યો છે. હવે તું અમારા ગુરુને શરણે છે. જવાનું વિચારતો નહીં." તેણે મને એ પથ્થર પાસે ઊગેલાં ઝાડનું એક વિશાળ પહોળું થડ ખેંચી લેવા હાથથી ઈશારો કરી આદેશ કર્યો. કુહાડી વગર આવડું થડ કેમ ખેંચાય? તો પણ મેં જોર લગાવી થડને બાથ ભરી ખેંચ્યું. તે પોચી માટીના જ ઢાળ પર ઉગેલું. થોડું જોર કરતાં મૂળમાંથી બહાર આવી ગયું. એ સાથે હું નીચે અને થડ મારી ઉપર આવત પણ તેણીએ મને પાછળથી પકડી લીધો. થડ ડાળીઓ અને પાંદડાંઓ સાથે અમારી બાજુમાં સુઈ ગયું. હું તે થડ પર બેઠો. મારી ...Read More

3

સાંબ સાંબ સદા શિવ - 3

પ્રકરણ 3 એ સન્યાસીના આખા શરીરે ભભુતી ચોળી હતી. તેને માથેથી ઉતરી આખા શરીરે વીંટળાયેલી ખૂબ લાંબા વાળની જટા તેનું કપાળ ખુબ મોટું અને ઝગારા મારતું હતું. તેમની આંખો પણ ખુબ મોટી અને કોઈ રાની પશુ જેવી અંધારામાં તગતગતી હતી. તેને લાંબી, પગની પાની સુધી પહોંચતી દાઢી હતી. તેમના વાળ કાળા પરંતુ શ્વેત થઈ રહેલા હતા. કદાચ તેઓ કોઈ સાપ કે અજગરનું કે વિશાળ વૃક્ષનાં મૂળનું ગોળ ગૂંચળું વાળી તેના ઉપર બેઠા હતા. મોટાં પર્ણોથી તેમણે મારું હમણાં કરવામાં આવેલું તેવું ખૂબ લાબું લિંગ ઢાંકયું હતું. કદાચ એ ગૂંચળાંનો સહુથી ઉપરનો આંટો તેમનું લિંગ જ હતું. નજીકમાં પાંસળીઓનું પિંજર ...Read More

4

સાંબ સાંબ સદા શિવ - 4

પ્રકરણ 4 અમારી વચ્ચે જે વાત થઈ એ મને જેવી યાદ છે તેવી કહું છું. અઘોરા અને સન્યાસી હિંદીમાં કરતાં હતાં. મારી સાથે વાતની ભાષા પણ હિંદી હતી. સન્યાસી ચહેરા અને દેખાવનાં ફીચર્સ પરથી નોર્થઇસ્ટ બાજુના, આસામ કે મેઘાલયના લાગતા હતા પણ ત્યાંના લોકો તો ઠીંગણા હોય. તેમનો બાંધો તો વિશાળ હતો. તેઓ સંસ્કૃતમય હિન્દી શુદ્ધ ઉચ્ચારોમાં બોલતા હતા. અમારી વચ્ચે લગભગ આ પ્રકારની વાત થઈ. તેઓ : "તને ખબર છે બેટા, અમે અઘોરીઓ શું છીએ?" હું : "અઘોરીઓ.. આપ અને હવે હું, શિવજીના ભક્તો છીએ. આરાધના કરનારા, પણ કોઈ એક અલગ, વિચિત્ર માર્ગે." તેઓ: (ગુસ્સામાં) " હુ.. ...Read More

5

સાંબ સાંબ સદા શિવ - 5

પ્રકરણ 5 અઘોરીઓ કહેવાય ડરામણા, સ્મશાન અને બિહામણી જગ્યાએ પડ્યા પાથર્યા રહી તપ કરનારા. પણ આ સંપ્રદાય આખરે તો એક અલગ સ્વરૂપે આરાધના કરવા અને હિન્દૂ ધર્મની રક્ષા માટે છે. એટલા માટે એ સંપ્રદાયમાં પણ ચોક્કસ કાયદાઓ છે, તેમની પોતાની અદાલતો છે અને તેમના કાયદાઓ આમ તો સાચે રસ્તે રહેવા માટે છે પણ તેનો ભંગ કરવાથી કમકમાટી ઉપજાવે તેવી સજા થાય છે. એ અઘોરાએ મને કહ્યું હતું. તેણીએ મને અહીં કોઈ પણ જાતના અશિસ્ત, આજ્ઞાનું અવલંધન, નામર્દાઇ કે કોઈ નાનું પણ ગુનાહિત કૃત્ય કરવાથી દૂર રહેવા કડક ચેતવણી આપી. અહીંની સજાઓ કંપારી છૂટી જાય તેવી કડક હતી. કેવા ...Read More

6

સાંબ સાંબ સદા શિવ - 6

પ્રકરણ 6. મને અઘોરાએ ઢંઢોળીને જાગૃત કર્યો. ગુફામાં હું એકલો હતો. આ શું? હું પેલા પશુનાં ચામડાંને બદલે એક સ્ત્રીના નગ્ન મૃતદેહ પર બેઠો હતો. અતિ બિહામણું શબ. મોં ખુલ્લું, તેમાં દેખાતા દાંત, ખુલ્લી આંખો અને આસપાસ છુટા પડેલા વાળ. "હું ક્યાં છું? આ શબ કોનું છે?" મેં પૂછ્યું. "તું શવ સાધના કરી રહ્યો હતો. ગુરુજીએ તને તારી અભાન અવસ્થામાં જ આ સ્મશાનમાં મોકલેલો. તારી પાસે એક માનવ સ્ત્રીનાં શબ પર બેસી સાધના કરાવેલી. તને મૃતદેહને સંપર્કમાં ડર લાગે છે કે નહીં અને નગ્ન સ્ત્રી દેહ જોઈ તને વાસના ભડકે છે કે નહીં એ જોવા. મારી તો બધી લાગણીઓનું ...Read More

7

સાંબ સાંબ સદા શિવ - 7

પ્રકરણ 7 એક સવારે એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં ચાર વાગે મને ગુરુ અઘોરી બાબાનું કહેણ આવ્યું. હું ગુફાની બહાર ભેંસનાં મેં તેનો શિકાર કરી ઉતરડેલાં ચર્મ પર ટટ્ટાર બેસી ઊંઘ ખેંચતો હતો. દૂર ક્ષિતિજમાં પેલો દિવસ-રાત્રીના મિલનનો કસ્પ દેખાય તેની હું રાહ જોતો હતો. એકદમ ઘોર અંધકાર સાથે બિહામણી શાંતિમાંથી ઓચિંતી તાજા પવનની એક લહેરખી આવી. દિવસ આવી રહ્યો છે તેની મને જાણ થઇ. હું હજી ઊંડા શ્વાસ ફેફસાંઓમાં ભરતો જ હતો ત્યાં એ કહેણ આવ્યું. કોઈ મોબાઈલ ફોન દ્વારા નહીં કે નહીં ગુરુ દ્વારા મને બૂમ પાડીને. એ વિકરાળ કાળમીંઢ પથ્થરો ઉપર ગાઢ વનરાજીથી ઢંકાયેલી ગુફામાંથી ગુરૂ બુમ ...Read More

8

સાંબ સાંબ સદા શિવ - 8

પ્રકરણ 8 મણિપુર, ત્રિપુરામાં હિન્દુઓનું સામૂહિક ધર્મપરિવર્તન થઈ રહ્યું છે તેમ ખબર મળતાં જ અમારા ગોરખનાથ સંપ્રદાયના ગુરુએ આ અટકાવવા માટે આજ્ઞા કરી. અમારે કોઈ પણ ભોગે હિંદુ ધર્મની રક્ષા તો કરવાની જ હતી પણ અહીં તો બળીયાના બે ભાગ કે જેની લાઠી તેની ભેંસ જેવી સ્થિતિ હતી. તેઓ પાસે લખલૂટ પૈસા ખોટા રસ્તે વિદેશથી આવ્યે રાખતા હતા. કોણ જાણે આ તીરંદાજી કરી ખાતા ગ્રામ્ય લોકોને ખ્રિસ્તી બનાવવાથી શું મળી જવાનું હતું. હા, પેઢીની પેઢીઓ હીંદુમાંથી ખ્રિસ્તી બની જવાની હતી. એ રીતે આ વિસ્તારમાંથી હિન્દુત્વ લુપ્ત થઈ જાય તે પહેલાં અમારે એની રક્ષા કરવાની હતી. તેમની પાસે તો વિદેશી ...Read More

9

સાંબ સાંબ સદા શિવ - 9

પ્રકરણ 9 પણ એ લાંબો વખત મારાથી પોતાની ઓળખ અને આ પંથમાં રહેવાની મજબૂરી છુપાવી શકી નહીં. લોકોને અઘોરી, કે આપમેળે વિકૃતિ સંતોષવા અને ગુનો કરવા જ બની બેઠેલા અઘોરીઓ વચ્ચેનો તફાવત ખબર હોતી નથી. અઘોરાએ તેની ઓળખાણ આપી તો હું ચોંકી ઉઠ્યો. એ કોણ હતી એ આગળ કહેવું જ પડશે. એ પોતે જ અમુક જાતમાહિતી મેળવવા અઘોરી તરીકે ચાલુ રહેલી. તેને તો મારી પહેલાં દીક્ષા મળી ચુકેલી તે તમને ન જણાવ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય. થયું એવું કે કુંભમેળો યોજાયો. અમે સહુ અઘોરીઓ એક અખાડા (એટલે કે લશ્કરની એક બટાલિયન જેવી ટુકડી)માં મેળામાં ગયા. આ ...Read More

10

સાંબ સાંબ સદા શિવ - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ 10 અને એમને એમ, સર, મહાશિવરાત્રી નજીક આવી. ગુરૂજીના પણ ગુરૂજીએ અમોને જૂનાગઢ નાગાબાવાઓ અને અઘોરીઓનાં વાર્ષિક મિલનમાં આયોજન કર્યું. અમને અમુક પસંદ કરેલા અઘોરીઓને શંકરાચાર્ય દ્વારકાપીઠ દ્વારા ખાસ કામ સોંપવામાં આવનારૂં હતું તેમ કહેવાયું. પાકિસ્તાનથી કચ્છ માર્ગે આતંકવાદીઓ સાધુ કે ફકીર તરીકે ઘૂસવાના હતા તેમને ઓળખીને અટકાવવાનું, લશ્કરને માહિતી આપવાનું અને જરૂર પડ્યે મુશ્કેલ વિસ્તારોમાં યુદ્ધ માટે મદદ કરવાનું આયોજન થતું હતું. . સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીની રાત્રે જ્યારે બધા નાગા સાધુઓ પવિત્ર કુંડમાં સ્નાન કરે છે, ત્યારે એક સાધુ ગુમ થઈ જાય છે. હકીકતમાં તેને બાહ્ય વિશ્વ સાથે સંકલન કરવાની ફરજો સોંપવામાં આવી ...Read More