એસિડ્સ

(93)
  • 33.5k
  • 11
  • 14k

"અનિલભાઈ..લાશની આજુ બાજુના એરિયાને સિલ કરી દો. ફોટોગ્રાફર અને ફોરેન્સિકવાળાને ફોન કરી બોલાવી લો." સિનિયર પો. ઈ. બલરામ જાધવ સાથી પો. સબ ઈ. અનિલ બાલીને સૂચના આપતા હતા. મહાનગર પાલિકાની કચરાની ગાડી શહેરથી લગભગ ૨૦ કી મી દૂર એક ખાડીને કિનારે કચરો નાંખવા જાય છે. અઠવાડિયમાં બે દિવસ એ કચરાનો નિકાલ મહાનગર પાલિકા કરે છે. રોજની જેમ આજે બપોરે ૪ વાગે કચરાની ગાડી કચરો ઠાલવવા ગઈ. કચરાના ઢગલાંથી લગભગ ૨૦૦ મી દૂરથી જ કચરાના ઢગલા પાસે ૪_૫ કૂતરાઓને કશુંક ખાતા ગાડીના ડ્રાઈવરે જોયા.. એને ગાડી ત્યાજ થોભાવી.

Full Novel

1

એસિડ્સ - 1

એપિસોડ - ૧ "અનિલભાઈ..લાશની આજુ બાજુના એરિયાને સિલ કરી દો. ફોટોગ્રાફર અને ફોરેન્સિકવાળાને ફોન કરી બોલાવી લો."સિનિયર પો. ઈ. જાધવ સાથી પો. સબ ઈ. અનિલ બાલીને સૂચના આપતા હતા. મહાનગર પાલિકાની કચરાની ગાડી શહેરથી લગભગ ૨૦ કી મી દૂર એક ખાડીને કિનારે કચરો નાંખવા જાય છે. અઠવાડિયમાં બે દિવસ એ કચરાનો નિકાલ મહાનગર પાલિકા કરે છે. રોજની જેમ આજે બપોરે ૪ વાગે કચરાની ગાડી કચરો ઠાલવવા ગઈ. કચરાના ઢગલાંથી લગભગ ૨૦૦ મી દૂરથી જ કચરાના ઢગલા પાસે ૪_૫ કૂતરાઓને કશુંક ખાતા ગાડીના ડ્રાઈવરે જોયા.. એને ગાડી ત્યાજ થોભાવી. બાજુમાં ગાડીનો ક્લીનર હતો. ગાડીની ઉપર ૩ મજૂરો હતાં. ક્લીનર અને ...Read More

2

એસિડ્સ - 2

એપિસોડ -૨ તેમનું હોસ્પિટલ ભારતીય વસાહતમાં હતું. કોલેજમાં ભણતા હતા ત્યારે તેમનાથી જુનિયર સુશીલા વામણે જોડે આંખ મળી ગઈ બંને મરાઠી ખાનદાનના હતાં એટલે બંનેના પરિવારોને સંબંધ બાંધવામાં કોઈ અડચણ નહોતી. શરૂઆતમાં સુશી બહેનને લગ્ન નહોતા કરવા. કેમકે તેમને લગ્ન સંબંધ અને પુરુષો પ્રત્યે નફરત હતી.એક દિવસે રઘુનાથ ભાઈએ હિંમત કરી મનની વાત કહી. " સુશી, હું તને ચાહું છું અને તારી સાથે પરણવા તૈયાર છું.મારા ઘરવાળાઓને કશોજ વાંધો નથી.તારો શું વિચાર છે તે મને કેજો.." " નો..સોરી.. મિત્રતા સુધી બરાબર છે.આમેય મને પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ છે.મને લગ્ન જીવન મંજૂર નથી. તમે જો પરણવાનું વિચારતા હો તો ...Read More

3

એસિડ્સ - 3

એપિસોડ - ૩ સુહાનીને શિક્ષક બની ગરીબોના છોકરાઓને મફતમાં ભણાવવું હતું.સુહાની અંગ્રેજી સ્પેશિયલ વિષય સાથે એમ. એ .કર્યું અને એમ એડ.કર્યું. ૨૫મા વર્ષે શહેરની એક નામાંકિત કોલેજમાં અર્ધ સમય માટે લેક્ચરર તરીકે જોડાયા. સાથે સાથે ગરીબોના છોકરાઓને અંગ્રેજી શીખવવાનું ચાલુજ રાખ્યું. સુહાનીને સારા ઘરના માંગા આવવા માંડ્યા. પણ સુહાનીએ પરણવાની ચોખ્ખી ના પાડી હતી. બહેનપણીના બળાત્કારને ૧૩ વર્ષ વીતી ગયા હતા છતાંય સુહાનીને યાદ આવતા ઉદાસીન, ગમગીન બની જતી એટલે પુરુષો પ્રત્યે સખત નફરત થઈ ગઈ હતી.ઘરવાળાઓએ બહુ દબાણ કર્યું નહોતું. પાંચ વર્ષની નોકરી બાદ પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા. તે દરમ્યાન તેમના સિનિયર પ્રોફેસર. ડો. સંધુના ...Read More

4

એસિડ્સ - 4

એપિસોડ- ૪ ડો.સુશીએ એક દિવસ ડો. રોબર્ટને ફોન કરી રૂબરૂ એમના ઘરે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે મુજબ એક બંનેએ મુલાકાત ગોઠવી. " ડો. રોબર્ટ , આપણી લેબમાં એક એવા જીવાણુંનું પરીક્ષણ થઈ રહ્યું છે જેના લક્ષણો એઇડ્સના જીવાણુ જેવા છે. પણ આ જીવાણું એઈડ્સના જીવાણું કરતા વધુ ઝડપથી ફેલાય છે. " " હા..પણ એનું શું?" " ડો.હું શું કામ આ વિશેની માહિતી માગી રહી છું તે તમને કહું છું પણ તે પહેલાં તમે મને ખાત્રી આપો કે આ વાત આપણી બે વચ્ચે રહશે.ભૂલે ચૂકે પણ તમે આ વાત કોઈને કહેતાં નહી. કામ બને કે ન બને એ બે ...Read More

5

એસિડ્સ - 5

એપિસોડ-૫ સત્તાવાર આ જીવાણુનું નામ હજુ નક્કી નથી થયું પણ અમારી લેબના વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ તેને " એસિડ્સ" નામ આપ્યું આમ તેનું લાંબુ નામ " એક્યુટ સેક્સ ઈમ્યૂન ડેફિસીએન્સી સીન્ડ્રોમ " છે. ટુંકુ નામ A.S.I.D.S છે. "આ જીવાણું અમારી ટીમ પરીક્ષણ માટે લઈ આવ્યા. છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું. પરીક્ષણ સફળ પણ થયું.તેના પર અમોએ એન્ટી વાયરસનો ડોઝ પણ શોધી કાઢ્યા છે. એન્ટી વાઈરસનું નામ પણ " એન્ટિ એસિડ્સ" રાખ્યું છે.હાલ નમૂના સ્વરૂપે અમારી લેબમાં ઉપલબ્ધ છે. એન્ટિ એસિડ્સનું પરીક્ષણ પણ સફળ થયું.જ્યારે આ રોગનો ફેલાવો થશે ત્યારે અમો એ એન્ટી એસિડ્સ જાગતિક આરોગ્ય સંસ્થાને જાણ કરી ...Read More

6

એસિડ્સ - 6

એપિસોડ-૬ " હા..સુહાની..તને બે જણની જરૂર પડશે. તારા એકલાથી આ કામ નહી થાય. હું આવું છું ભારત. કાલેજ વિઝા અરજી કરુ છું. અહી પંદર દિવસમાં જ વિઝા મળી જશે. વિઝા આવે એટલે ટિકિટ બુક કરાવી તને જાણ કરું છું.દરમ્યાન તું એ હરામખોરોને પકડી જ રાખજે. બસ બહુ રાહ નહી જોવી પડશે. ટૂંકમાં જ મુલાકાત થશે એમ એમને કહી દે." " ઓહ.. વાવ..સુશી.ગ્રેટ કામ કર્યું તે. આટલા જલ્દી કામ થશે તેની મને આશા નહોતી.ચલ આવ જલ્દી.મારું લોહી ઉકળી ઉઠ્યું છે. મન થાય છે કે હમણાં ને હમણાજ એ નરાધમોને ઉપર પહોચાડી દઉં." " હા સુહાની મને પણ એમજ થાય છે." ...Read More

7

એસિડ્સ - 7

એપિસોડ-૭ અચાનક સુશી બોલી," કેવી રીતે આયોજન કર્યું છે?" કોઈની મદદ લીધી છે? કોઈને ખબર કરી છે.? " સુશી યાદ છે કે જ્યારે આપણે દસમા ધોરણમા ભણતા હતા ત્યારે એક મારવાડીનો છોકરો નિકુંજ આપણી સાથે ભણતો હતો. યાદ આવ્યું? " યાદ આવ્યું.તો એનું સુ"? " એ છોકરો નાગીનાનો બોય ફ્રેન્ડ છે. નગીના ઉપર લટ્ટુ થઈ ગયો હતો. પણ કમનસીબે નગીના ....નથી રહી એટલે પેલો ઘણો માયુસ થઈ ગયો.લગ્ન કરવાની ના પાડતો હતો પણ ઘરવાળાઓએ સમજાવી, પટાવી મનાવી લીધો. છેક ૩૨ વર્ષની ઉંમરે વડીલોના દબાણને વશ થઈ લગ્ન કર્યા પણ મારી સાથે એણે મિત્રતાના સંબંધ ચાલુજ રાખ્યા હતા. ઘણીવાર અવારનવાર ...Read More

8

એસિડ્સ - 8

એપિસોડ-૮ ગાડી અને રિક્ષાની પણ વ્યવસ્થા થઈ ગઈ. કોડવર્ડ પણ નક્કી કરી લીધો. એ નરાધમો હજુ તારા સંપર્કમાં છે. પણ કરે છે. સુહાની , હાથીનું આખું ચિત્ર દોરાઈ ગયું હવે ફક્ત પૂછડું જ દોરવાનું બાકી રહ્યું છે. ભગવાન આપણા થકી એવા નરાધમોને મોતની સજા આપવાનું વિચાર્યું હશે એટલે આપણા કામ સફળ થતાં ગયા. ભગવાન પર શ્રદ્ધા રાખ. આપણે ખોટું નથી કરી રહ્યાં ને? નિર્દોષની જાન નથી લઈ રહ્યાં ને? બસ..તો ચિંતા શેની? તું એક કામ કર એ લોકોને સમય આપી દે, કોડવર્ડ અને રિક્ષાનો નંબર આપી દે." સુશી ચિંતિત થયેલી સુહાનીને સમજાવતી હતી. એની ચિંતા દૂર કરવાની કોશિશ કરતી ...Read More

9

એસિડ્સ - 9

એપિસોડ-૯ પછી સુહાની અને સુશીએ એક બીજા સામે જોયું અને એક બીજાને માસ્ક હટાવવાનો ઈશારો કર્યો. દરમ્યાન બંને નરાધમો મારતાં હતા. તેમના ગળામાં અગન થવા લાગી.શ્વાસ લેવાતો નહોતો. મોંથી શ્વાસ લેતા હતા. ઠંડા પીણા માટે આજીજી કરતા હતા. બંને બહેનપણીઓએ ધીમેથી મુખવટો હટાવ્યો અને ખળખળાટ હસવા લાગ્યા.બંને નરાધમો સમજી ન શક્યા. એક નરાધમે સુહાનીને જોઈ અને આંખો પહોળી કરી બોલ્યો.." તુમ?" હા.. મૈં.. સુશીએ આંખો પહોળી કરી અને લાલઘુમ થઈ બોલી" हरामखोरो याद करो आज से बीस साल पहले तुम दोनों ने शाम साथ बजे वाडिया अंग्रेजी स्कूल के चार छात्राओंका अपहरण किया था। उसमे दो लड़कियां भाग निकली ...Read More

10

એસિડ્સ - 10 - છેલ્લો ભાગ

એપિસોડ-૧૦ તને આ ગુપ્ત વાત કહીને મે મારા મનનો ભાર હળવો કરી નાખ્યો. હવે હું નિરાંતે આ દુનિયાને અલવિદા શકું. મારી પ્રિય બહેનપણીઓ એલીના અને નગીના મને બોલાવી રહી છે. હું એમને નિરાંતે મળી શકું. બચપણની વાતો કરી શકું.ખાસ એટલે તેમનો બદલો કેવી રીતે લીધો ,ક્યારે લીધો તે મારે કહેવું છે . હું એમને મળવા અધીરી બની છું. વાત કરતા કરતા સુહાનીબહેનને અચાનક ગભરામણ થવા લાગી.જોરજોરથી શ્વાસ લેતા હતા. શરીર ઠંડું લાગતું હતું..સુધાંશુભાઈએ ફરજ પરના ડો.ને બોલાવ્યા . ડો.એ હૃદયના ધબકારા અને નાડી તપાસી. નાડી ધીમે પડી ગઈ હતી. હૃદયના ધબકારા ધીમા પડી ગયા હતા. ડો.એ સ્ટેથોસ્કોપ કાનેથી ઉતારી ...Read More