હકીકત

(304)
  • 32.1k
  • 15
  • 15.6k

"વંશ, તને કાંઈ ખબર પડી?" શિખા બોલતી બોલતી કેન્ટીનમાં વંશ જ્યાં બેઠો હતો ત્યાં આવી.તે કોઈ વાત વંશને બતાવવા માટે ઉતાવળી હતી. "શીઅઅઅઅઅઅ......" વંશે મોં પર આંગળી મૂકી ચૂપ રેહવા કહ્યું અને કેન્ટીનમાં ટીવી ચાલુ હતી તેની તરફ આંગળી કરી શાંતિ થી સાંભળવા ઈશારો કર્યો. શિખા થોડીવાર એમનેમ ચૂપચાપ બેસી ગઈ અને એ પણ ન્યૂઝ જોવા લાગી.એ વંશ ને સારી રીતે ઓળખતી હતી. જ્યારે ડૉ. અગ્રવાલ નું ઇન્ટરવ્યુ હોય કે તેના રિલેટેડ કોઈ વાત હોય ત્યારે વંશ બધું ભૂલી જતો હતો. વંશ તેના રૂમમાં પણ ડૉ. અગ્રવાલનો ફોટો રાખતો અને તેને હંમેશા પોતાના ભગવાન માનતો.એટલે શિખા વધારે કાઈ પણ બોલ્યા વગર ન્યૂઝ જોવા લાગી.

Full Novel

1

હકીકત - 1

Part :- 1 "વંશ, તને ખબર પડી?" શિખા બોલતી બોલતી કેન્ટીનમાં વંશ જ્યાં બેઠો હતો ત્યાં આવી.તે કોઈ વાત વંશને બતાવવા માટે ઉતાવળી હતી. "શીઅઅઅઅઅઅ......" વંશે મોં પર આંગળી મૂકી ચૂપ રેહવા કહ્યું અને કેન્ટીનમાં ટીવી ચાલુ હતી તેની તરફ આંગળી કરી શાંતિ થી સાંભળવા ઈશારો કર્યો. શિખા થોડીવાર એમનેમ ચૂપચાપ બેસી ગઈ અને એ પણ ન્યૂઝ જોવા લાગી.એ વંશ ને સારી રીતે ઓળખતી હતી. જ્યારે ડૉ. અગ્રવાલ નું ઇન્ટરવ્યુ હોય ...Read More

2

હકીકત - 2

Part:-2 સવારના પાંચ વાગવા આવ્યા હતા પણ વંશની આંખમાં ઊંઘ નહતી અને હોય પણ ક્યાંથી આજે ઈન્ટરનશીપ માટેનું મેરીટ જાહેર થવાનું હતું.વંશને પોતાની પર વિશ્વાસ જ હતો પરંતુ છતાં પણ આ માનવ મન કેહવાય ને એટલે તેને આખી રાત નીંદર આવી નહોતી. મેરીટ સવારે આઠ વાગે વેબસાઇટ પર મૂકાવાનું હતું.એટલે આઠ વાગ્યા સુધી તો રાહ જોવાની જ હતી. " વંશ, આઠ થવા આવ્યા છે,ભાઈ ઊભો થા હવે!!" વંશ કયારેય પણ ...Read More

3

હકીકત - 3

Part :- 3 વંશે ઘડિયાળમાં જોયું સાંજના સાડા સાત જેવું થવા હતું. તે રેસ્ટ રૂમમાં આવી બેઠો. આજની તેની ડ્યુટી હવે પૂરી થઈ ગઈ હતી. તે સોફા પર બેઠો અને માથું થોડું સોફા પર લંબાવ્યું ત્યાં જ ફોનની રીંગ વાગી. વંશ ઊભો થયો અને ઇન્ટરકોમ પર ફોન ઉઠાવ્યો. "હેલ્લો ડૉ.વંશ, રૂમ નંબર ૩૦૩ માં નવો કેસ આવ્યો છે. બીજા ડોક્ટર્સ ની ડ્યુટી હજુ પૂરી નથી થઈ એટલે સર એ તમને ચેક કરવા માટે કહ્યું છે." રિસેપ્શન પરથી ...Read More

4

હકીકત - 4

Part :- 4 ડૉ.અગ્રવાલ તેના બીજા ઇન્ટર્ન સાથે રૂમ નંબર ૩૦૩ માં ઉભા હતા. વંશે ડૉ. અગ્રવાલને પૂર્વના સિટી સ્કેન રીપોર્ટ ની ફાઈલ આપી. "આજે ઓ.ટી. ખાલી નથી એટલે કાલે ઓપરેશન માટે લઈ જવામાં આવશે."ડૉ.અગ્રવાલએ પૂર્વ ના રીપોર્ટ ચેક કરી સીમા ને કહ્યું. "કાંઈ વાંધો નહિ. પણ પૂર્વને સાવ સારું થઈ જશે ને??" સીમા થોડી ચિંતા સાથે બોલી. "હા! આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી. ઓપરેશન થયા પછી પૂર્વ એકદમ સારો થઈ જશે." ...Read More

5

હકીકત - 5

ડૉ.અગ્રવાલે પૂર્વને ઓ.ટી. માં લઇ જવાની સૂચના આપી દીધી હતી એટલે નર્સે નેના પૂર્વને સ્ટ્રેચર પર સુવડાવી ઓ.ટી. તરફ જઈ રહી હતી. " સિસ્ટર, એક વાત કહું?" પૂર્વ સ્ટ્રેચર પર સુતા સુતા બોલ્યો. " હા, બોલ ને બેટા!" નેના સ્ટ્રેચર ને ધક્કો દેતા બોલી. " તમે મમ્મી ને નહિ કેતા પ્લીઝ!!" પૂર્વ નેના ને મનાવતા બોલ્યો. " હા, નહિ કહું, શું વાત છે બોલ??" નર્સે સ્મિત સાથે બોલી. " મમ્મી જ્યારે મેડીસીન લેવા માટે નીચે ગયા ત્યારે મે બે ...Read More

6

હકીકત - 6

Part :- 6 એક અઠવાડીયું થઈ ગયું હતું પરંતુ પૂર્વમાં કાઈ પ્રકારની હિલચાલ જોવા મળી નહતી.સીમા રાત દિવસ પૂર્વ પાસે જ બેસી રેહતી. વંશ શિખા સાથે વાત કરવાના કેટલા પ્રયત્ન કરી ચુક્યો હતો. પરંતુ શિખા વંશ સાથે બોલવાનુ ટાળતી.વંશ ફ્રી હોય ત્યારે તે પણ પૂર્વ પાસે આવી બેસતો. સીમા કેન્ટીન માં બેસી ઓફિસનું વર્ક કરી રહી હતી.વંશ બે કૉફી લઇ સીમા જે ટેબલ પર બેઠી હતી ત્યાં જઈ બેેેઠો. ...Read More

7

હકીકત - 7

Part :- 7 શિખા પર બેસી રડતી હતી.તેને સમજમાં નહોતું આવતું કે તે શું કરે? વંશે તેને એક ઊંડા ખાડામાં નાખી દીધી હોય એવું લાગી રહ્યું હતું. શિખા એ અત્યાર સુધી આટલી મહેનત વંશ સાથે રેહવા માટે જ તો કરી હતી. એ ઉભી થઈ અને પાછી બેસી ગઈ. તેને પોતાના પપ્પા પણ યાદ આવ્યા એના પપ્પાની ઈચ્છા હતી કે તેની દીકરી એક ખ્યાતનામ ડોક્ટર બને અને એ સપનું પૂરું કરવા તો પોતે દિલ્હી ...Read More

8

હકીકત - 8

Part :- 8 "તમે જેની અગેન્સ્ટ કેસ ફાઈલ કરવા માંગો તેનું નામ તમે જાણો છો ને??" એડવોકેટ ગરિમા આશ્ચર્ય સાથે ત્રણેય સામે જોઇને પૂછી રહી હતી. "હા, ડૉ.અગ્રવાલને તો હવે હું બરાબર ઓળખું છું.મારાથી બેહતર તો તેમને કોઈ ઓળખી પણ ન શકે." વંશ ડૉ.અગ્રવાલને યાદ કરતા બોલ્યો. "છતા પણ તમારે વિચારવા માટે સમય લેવો હોય તો લઈ લ્યો. કારણકે એકવાર આ કેસમાં ફસાયા પછી તમારે આમાંથી બહાર આવતા સમય લાગી જશે. ડૉ.અગ્રવાલ એ કોઈ નાનું ...Read More

9

હકીકત - 9

Part :- 9 "એટલે તુ એમ કહેવા છે કે ગરિમા અને મિ.સેન એ બન્ને મળેલા છે?" મેહુલ આશ્ચર્ય સાથે પૂછી રહ્યો હતો. વંશે આવીને સીમા અને મેહૂલને બધું જણાવી દીધું હતું. "મને શક તો હતો જ એટલે મેં ગરિમા નો પીછો કર્યો અને મારો શક સાચો જ પડ્યો." વંશ એકદમ વિશ્વાસથી બોલી રહ્યો હતો. "પણ તને એવું કેમ લાગ્યું??" હવે સીમાએ પ્રશ્ન કર્યો. "કારણકે મે કોર્ટમાં નોટિસ કર્યું હતું કે ગરિમા હંમેશા હોસ્પિટલ ને જ ખોટી સાબિત ...Read More

10

હકીકત - 10 (અંતિમ ભાગ)

Part :- 10 (અંતિમ ભાગ) વંશ કાફે માં બેસી શિખાની રાહ જોઈ રહ્યો હતો.થોડી થોડી ઘડિયાળમાં જોઈ લેતો પછી મનમાં જ બોલ્યો કાઈ ફાયદો નથી પોતે જ શિખાને મળવા વેહલો આવી ગયો હતો અને શિખા તો એના ટાઈમ એ જ આવવાની હતી. આજે વંશ થોડો ખુશ હતો કારણકે ઘણો ટાઇમ થઈ ગયો હતો તેને શિખાને મળ્યાને. મળવાની વાત તો દૂર હવે તો બંનેની ફોન પર પણ વાત બંધ થઈ ગઈ હતી. આજે ઘણા દિવસ પછી તે શિખાને મળવાનો હતો. વંશ ...Read More