પ્રેમ-એક એહસાસ

(297)
  • 36.2k
  • 13
  • 15.6k

પ્રેમ એટલે શું?' કોઈ પૂછે તો શું જવાબ નીકળે મોઢાંમાંથી? એ તો પ્રેમ થાય તો જ ખબર પડે. કારણ પ્રેમ એક અદ્ભૂત અનુભૂતિ છે. "I love you. " આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય પણ ……….પ્રેમ થઈ ગયાં પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે એ તો પછીથી જ ખબર પડે છે. નેહા અને પ્રીતિ એક જ શાળામાં સાથે ભણ્યા, ને એક જ કોલેજમાં સાથે ગયાં..શાળામાં હતાં ત્યાં સુધી બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી.પણ કોલેજમાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.ઉંમર,સૌંદર્ય,વિચારો,દોસ્તી,પ્રેમ વગેરે બધું જ કોલેજનાં દિવસોમાં જ નિખરે છે અને બદલાય છે.

Full Novel

1

પ્રેમ-એક એહસાસ - 1

Part -1 'પ્રેમ એટલે શું?' કોઈ પૂછે તો શું જવાબ નીકળે મોઢાંમાંથી? એ તો પ્રેમ થાય તો જ ખબર કારણ પ્રેમ એક અદ્ભૂત અનુભૂતિ છે. "I love you. " આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય પણ ……….પ્રેમ થઈ ગયાં પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે એ તો પછીથી જ ખબર પડે છે. નેહા અને પ્રીતિ એક જ શાળામાં સાથે ભણ્યા, ને એક જ કોલેજમાં સાથે ગયાં..શાળામાં હતાં ત્યાં સુધી બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી.પણ કોલેજમાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.ઉંમર,સૌંદર્ય,વિચારો,દોસ્તી,પ્રેમ વગેરે બધું જ કોલેજનાં દિવસોમાં જ નિખરે છે અને બદલાય છે. નેહાને પૈસાની કમી ...Read More

2

પ્રેમ-એક એહસાસ - 2

Part 2 દિપક નેહા પાસે આવી હાથ ખેંચીને ગરબા રમવા લઈ જાય છે.દિપકનાં આવાં અચાનક વર્તનથી નેહાનો ગુસ્સો પણ જાય છે.બંને મોજ-મસ્તી થી એકબીજાં જોડે ગરબા રમે છે.નવરાત્રિ દરમ્યાન સાથે ગરબા રમતાં-રમતાં પાછાં એકબીજાની નજીક આવી જાય છે. બંને વચ્ચે જે અંતર હતું એ દૂર થઈ ગયું. 'કોલેજ પતે ત્યાં સુધી હું મમ્મીને ખબર જ નહિ પડવા દઈશ.ગ્રેજ્યુએશન કર્યા પછી મમ્મીને મનાવી લઈશ.'એવું દિપકે મનોમન વિચારી લીધું હતું. આ બાજુ પ્રીતિનાં જીવનમાં નવરાત્રિમાં ગરબા રમવા માટેનો ઉત્સાહ કે ઉમંગ જેવું કંઈ હતું જ નહિ.પોતાનું ભણવાનું કરે,ટ્યુશન લે એ છોકરાઓને ભણાવે.બસ કોલેજનાં ત્રણ વર્ષ એણે આવી રીતે જ ...Read More

3

પ્રેમ-એક એહસાસ - 3

Part 3 પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિ સાસરે જતી રહી.ઓફિસનાં બૉસ,સ્ટાફ મેમ્બર્સ બધાં જ પ્રીતિનાં લગ્નમાં હાજર હતાં. સાદગીથી પણ રીતે પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિનાં માતા-પિતાની પણ ચિંતા હળવી થઈ ગઈ.'છોકરી તો સાસરે જ શોભે.' એવું એમનું મંતવ્ય હતું. પ્રીતિ સાસરે આવી ગઈ.આમ તો સુખી હતી.પણ…...ઘરમાં એને રાચતું નહિ.હર્ષ સવારથી જાય ને રાતનાં મોડા ઘરે આવે.અંદરો અંદર એક અજીબ અકળામણ થતી હતી.સાસરે બધાં લોકો સારાં હતાં પણ પ્રીતિને એ લોકોનાં વિચારોમાં જરા જુદાંપણું લાગતું હતું.હર્ષને મોડા આવવાનું કારણ પૂછતી તો સીધો જવાબ ન મળે.એકવાર પ્રીતિ એ હર્ષ પાસે આવીને કહ્યું, "હું મારાં માટે નોકરી શોધી લઉં?" "ના ...Read More

4

પ્રેમ-એક એહસાસ - 4

Part 4 બીજાં દિવસે પ્રીતિ પણ પાછી સાસરે આવી ગઈ.કામ પર જવા લાગી.રૂટિન લાઈફ શરૂ થઈ ગઈ હતી.થોડાંક વીતી ગયાં ને ખબર પડી કે પ્રીતિને પ્રેગ્નેટ રહી ગયાં છે.પ્રીતિએ પોતાની મમ્મી સાથે વાત કરી.આ વાત સાંભળી પ્રીતિની મમ્મી એકદમ જ ખુશ થઈ ગઈ. "એક બાળક થઈ જવા દે." "પણ હજી અમે જ બરાબર સેટ થયાં નથી ,તો બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીશું?" "બધું જ થઈ જશે.અમે છીએ ,તારાં સાસુ-સસરા છે." "ઠીક છે.હર્ષને મેં હજી જણાવ્યું નથી.હું એની સાથે પણ એક વાર વાત કરી જોઉં છું." "ભલે." "ઓ.કે.,બાય." "બાય,બેટા." સાંજે ...Read More

5

પ્રેમ-એક એહસાસ - 5

Part-5 પ્રીતિની જિંદગી પણ સરળ તો હતી જ નહિ.સાસરે તો એને પણ બંધન જેવું લાગતું જ હતું.આમ તો હર્ષ સારી રીતે રાખતો જ હતો,પણ પ્રીતિ એની સાથે પોતાનું દિલ ખોલીને વાત કરી શક્તી નહોતી.હર્ષને હમેશા કામનું પ્રેશર જ રહેતું.હર્ષ રાત્રે પણ મોડો આવતો હતો.આ બધી વાતથી પ્રીતિ અકળામણ અનુભવતી હતી.માતા-પિતાને ત્યાં જવાબદારીવાળું જીવન જીવતી હતી.લગ્ન પછી પ્રીતિને એમ જ હતું કે હવે કદાચ જિંદગી માણવા મળશે.હર્ષ સાથે આનંદથી રહેશે.પણ હર્ષ કાયમ ઉખડીને જ વર્તન કરતો હતો.પ્રીતિની હાલત એવી હતી કે ન તો કોઈને કહી શક્તી હતી કે ન તો વધારે સહી શક્તી હતી.બાળક પણ નાનું હતું એટલે પોતે બહાર ...Read More

6

પ્રેમ-એક એહસાસ - 6

Part - 6 એક દિવસ સાંજે નેહા અને દિપક પોતાનાં ગાર્ડનમાં ઝૂલાં પર બેઠાં હતાં ત્યારે નેહાએ પૂંછ્યું, "દિપક પપ્પાને વાત કરી?" "શાની?" "આપણાં માટે બીજું ઘર લેવાની?" "નેહા હું મમ્મી-પપ્પાને એકલાં નહિ મૂકી શકું?" "મમ્મી-પપ્પા એકલાં ક્યાં રહેશે?આપણે ચોવીસ કલાક માટે એક બાઈ રાખી દેશું ને." દિપકને લાગ્યું કે નેહા સમજાવવાથી સમજશે નહિ.અત્યારે વાતને વધુ ખેંચવી એને યોગ્ય ન લાગી. "સારું હું મોકો જોઈ પપ્પા સાથે વાત કરી લઈશ."દિપકે હાલ પૂરતી વાત ટાળવા માટે કહી દીધું. "સાચે જ."નેહા ખુશ થતાં થતાં બોલી. નેહા જરા પણ એડજેસ્ટ ન કરી શક્તી હોવાની વાતને લીધે દિપક ...Read More

7

પ્રેમ-એક એહસાસ - 7

Part -7 બધાં ને મળીને દિપકને ખૂબ જ સારું લાગ્યું હતું.ખાસ કરીને હર્ષ સાથે વાત કરવાથી મન હળવું ગયું હોય એવું લાગતું હતું. 'સારું થયું પપ્પાએ ટ્રેનમાં જવા માટે સજેસ્ટ કર્યુ.' દિપક મનમાં વિચારી રહ્યો હતો. બધાં રાજસ્થાન પહોંચી ગયાં.બધાં જ માટે રહેવાની સગવડ પહેલે થી જ કરી રાખી હતી.બધાં પોતપોતાની રીતે ફ્રેશ થવાં લાગ્યાં હતાં.દિપક અંદર વૉશ રૂમમાં હતો ને એનો મોબાઈલ વારે ઘડીએ રણકતો હતો. દિપક બહાર નીકળ્યો એટલે હર્ષે દિપકને કહ્યું, "મોબાઈલ ઘણીવાર વાગ્યો હતો,કંઈ અરજન્ટ જેવું લાગે છે." "હા હું જોઈ લઉં છું." દિપકે જોયું તો ,એની મમ્મીનાં ...Read More

8

પ્રેમ-એક એહસાસ - 8

Part - 8 "તું છોકરાંઓનું ધ્યાન નથી રાખી શક્તી?" દિપકે ગાડીમાં બેસી નેહાને પૂંછ્યું. "એ લોકો મારું જ નથી." વધારે બોલવામાં દિપકને કોઈ ફાયદો દેખાયો નહિ.ઓફિસ જવા માટે પણ મોડું થઈ રહ્યું હતું.નેહા જોડે વધારે જીફાજોડી કરી કામ બગાડવા માંગતો નહોતો. "પ્રીતિ ટીચર જોડે વાત કરી લે જે." એટલું જ બોલ્યો.નેહાને ડ્રોપ કરી ઓફિસ તરફ ગાડી ભગાવી લીધી. ઓફિસ પહોંચી કામે વળગી ગયો.દિપક બધું સેટેલ કરવા માટે તન અને મનથી પ્રયત્ન કરી રહ્યો હતો. ઘરે પહોંચી નેહાએ પ્રીતિને ફોન કર્યો, "હૅલો, પ્રીતિ ટીચર." "યસ." "આપ છોકરાંઓને ટ્યુશન આપો છો?" ...Read More

9

પ્રેમ-એક એહસાસ - 9

Part - 9 "પ્રીતિ, થેન્ક યૂ વેરી મચ." નેહા પ્રીતિને ગિફ્ટ આપતાં બોલે છે. "શાના માટે થેન્ક અને આ ગિફ્ટ….." "આજે અમને મોના અને મનનની શાળામાં બોલાવ્યાં હતાં." "ઓ.કે." "મોના અને મનનમાં ઘણો જ ફરક આવી ગયો છે. એ તારાં ને ફક્ત તારાં જ લીધે." દિપકે પ્રીતિને કીધું. "ઈટ્સ ઓ.કે. આઈ હેવ ડન માય વર્ક ઓન્લી." નેહા પ્રીતિને જે ગિફ્ટ આપી રહી હતી એ ગિફ્ટ પ્રીતિએ લેવાની ના પાડતાં કહ્યું, "આઈ એમ સોરી.હું આ ગિફ્ટ નહિ લઈ શકું.મને ફી નાં પૈસા મળી જાય છે,બસ છે." દિપક અને નેહા એક બે ...Read More

10

પ્રેમ-એક એહસાસ - 10 - છેલ્લો ભાગ

Part - 10 દિપક ઘણો જ ઉદાસ અને નિરાશ થઈ જાય છે.એક બાજુ ધંધાનું ટેન્શન, એક બાજુ નેહાની પરેશાની,પપ્પાની જ બાજુથી દિપક ઘેરાયેલો છે.દિપક હવે ખૂબ જ કંટાળો અનુભવે છે. અઠવાડિયાથી મોના અને મનન ટ્યુશનમાં ન આવતાં હોવાથી પ્રીતિ ફોન કરવાનું વિચારે છે.પ્રીતિ નેહાને કૉલ કરે છે.નેહા ફોન લેતી નથી.પ્રીતિ બે-ત્રણ વાર ટ્રાય કરે છે.પણ નેહા જોડે કોન્ટેક થઈ શક્તો નથી. નેહા ફોન ઉપાડતી ન હોવાથી પ્રીતિ દિપકને ફોન કરે છે. "હૅલો." "હૅલો દિપક, મોના અને મનન અઠવાડિયાંથી ટ્યુશનમાં આવતાં નથી." "હા ,એ લોકો નાનીનાં ઘરે જરાં રોકાવા ગયાં છે." "નેહા ફોન ઉપાડતી નથી." ...Read More