આભનું પંખી

(105)
  • 34.2k
  • 6
  • 12.2k

અહમદાવાદ શહરની એક ખુશનુમાં સવાર.. શિયાળાની ઠંડક હવામાં ભળેલી હતી. સવારનો કુણો તડકો હવાને ગરમ કરવાના પ્રયત્નમાં હતો. એરપોર્ટ પર ચહલપહલ ઓછી હતી. વૈદેહીએ ટ્રોલી આગળ સરકાવી. ચેકિંગ કાઉન્ટર ખાલી જ હતું. "આટલી ઉતાવળ કેમ કરે છે. ?હજુ તો વાર છે ફ્લાઈટને. પહેલા કોફી પી લઈએ. " "કાઉન્ટર ખાલી છે તો પહેલા ચેકઇન કરી લઈએ. આ સામાનથી મુક્તિ મળેને. પછી શાંતિથી કોફી પીએ. " આશુતોષે માથું હલાવ્યું. ટ્રોલીને ખેંચતો કાઉન્ટર સુધી લઇ ગયો. બેગ ઊંચકી બેલ્ટ પર મૂકી. "કેટલી વજનદાર છે. શું ભર્યું છે.. ?"

Full Novel

1

આભનું પંખી - 1

પ્રકરણ-1 અહમદાવાદ શહરની એક ખુશનુમાં સવાર.. શિયાળાની ઠંડક હવામાં ભળેલી હતી. સવારનો કુણો તડકો હવાને ગરમ કરવાના પ્રયત્નમાં હતો. પર ચહલપહલ ઓછી હતી. વૈદેહીએ ટ્રોલી આગળ સરકાવી. ચેકિંગ કાઉન્ટર ખાલી જ હતું. "આટલી ઉતાવળ કેમ કરે છે. ?હજુ તો વાર છે ફ્લાઈટને. પહેલા કોફી પી લઈએ. " "કાઉન્ટર ખાલી છે તો પહેલા ચેકઇન કરી લઈએ. આ સામાનથી મુક્તિ મળેને. પછી શાંતિથી કોફી પીએ. " આશુતોષે માથું હલાવ્યું. ટ્રોલીને ખેંચતો કાઉન્ટર સુધી લઇ ગયો. બેગ ઊંચકી બેલ્ટ પર મૂકી. "કેટલી વજનદાર છે. શું ભર્યું છે.. ?" વૈદેહી હસી. 'પથરા'.. પણ બોલી નહીં. આશુતોષને અત્યારે વધારે ગુસ્સે નથી કરવો. આમેય ભારેલો ...Read More

2

આભનું પંખી - 2

પ્રકરણ-2 મોબાઈલની રીંગ સાંભળી રાજની આંખ ઉઘડી.. જોયું તો મોહા.. "ગૂડ મોર્નિગ. જાનુ. " "મોર્નિગ. તું પપ્પાને લઈને જઈ ?".. "ક્યાં" .. "અરે, ડોક્ટર પાસે. ?" "હજુ હમણાં તો ઉઠ્યો. રાતના કેટલું મોડું થયું હતું.. ".. ". ભલે.. ભલે.. હવે ઉઠી ગયો છે. તો ફટાફટ પહેલા પપ્પાને ડોક્ટર પાસે લઈ જા. તને ખબર છે ને. પપ્પાનો સ્વભાવ. બહારથી રૂદ્ર જેવાં છે,પણ અંદરથી ભોળા શંભુ.. પોતાની જરાય પરવાહ નહીં. બસ, બીજા માટે જીવવાનું. " મોહાનો કંઠ ભરાઈ ગયો. "ઓકે.. ઓકે. ,કેમ આજે ઢીલી થઈ જાય છે. હજુ તો મહિનો કાઢવાનો છે મારા વગર. " "રાજ,અમારું એવું જ.. ઘર પરિવાર અમારાથી ...Read More

3

આભનું પંખી - 3

પ્રકરણ-3 સમયનું ગણિત બહુ અટપટું છે.. ક્યારેક પવન પાવડી પહેરી ઉડે.. તો ક્યારેક કીડી પગે ચાલી ચટકા ભરે. 'સમયની આમ સમજાય છે.. ક્યારેક ધીમોને ક્યારેક ઉડી જાય છે.. ' વૈદેહીને કાયમ સમયની ખોટ રહેતી.. કામ ઢગલો, સમય તો જાય ભાગ્યો.. અને હવે.. હવે સમય જતો નથી. વૈદેહી સાવ નવરી થઈ ગઈ છે. રોજનું સો માણસનું રાંધતી વૈદેહીને હવે ત્રણ જણનું રાંધવું કેમ. ? એ પ્રશ્ન છે. આશુતોષ પલંગ પર છે. એના પગ અટક્યા.. પણ મગજ નથી અટક્યું. વૈદેહી જરાક આઘી પાછી થાય કે વિદુ.. વિદુ.. ની બૂમ પાડી ઘર ગજવી મૂકે. "તું જા ને, બેસ એની પાસે. રોટલી હું ...Read More

4

આભનું પંખી - 4

પ્રકરણ-૪ રાતના ઘેરો અંધકાર મીરાની આંખમાં અંજાયો હતો. રાતની ઊંઘમાં દૈહિક અને માનસિક અનેક સમસ્યાઓ શમી તો નથી જતી, ભૂલાઈ અવશ્ય જવાય છે. મીરાંની આંખોમાં આજે ઉંઘ પણ નહોતી. સામેની બારીમાંથી તારા મઢેલું આકાશ દેખાતું હતું. યાદ આવ્યું.. ગામનું ખુલ્લું તારા મઢેલું આકાશ... મીરાદી.. આ તારા સાચા હોય.. ? હાસ્તો.. તો પછી સવારે કેમ જતા રહેં.. ? વૈદેહીના પ્રશ્નો અનંત હતા.. જતા ના રહેં પણ સૂરજનાં તેજ પ્રકાશમાં દેખાય નહીં. સામાન્ય કરતા જરાક અલગ જ હતી વૈદેહી. હમેશાં હસતી.. ક્યારેય એના મોઢાં પર ફરિયાદ ન હોય.. સહનશીલ તો એટલી જાણે ધરતી.. મીરા કહેતી.. તારું નામ વૈદેહી એકદમ બંધ બેસતું ...Read More

5

આભનું પંખી - 5

પ્રકરણ-૫ ધારેલું પાર ન પડે તેવું ઘણી વાર થતું હોય છે.. 'તત્ર કો મોહ.. કો શોક'.. બહારગામ જવાનું નક્કી હોય અને ન જવાયું હોય,તેવુંય બન્યું છે. કુલુ મનાલી જવાનો પ્રોગ્રામ બની ગયો હતો, ને બા માંદા પડ્યા.. જવાનું કેન્સલ થયું.. મામાના સીત્તેરમાં વરસની ઉજવણી 'ગોકર્ણ' માં રાખી હતી ને રિચાને તાવ આવ્યો. જવાનું કેન્સલ થયું.. અરે, ગાડી લઈને બધાં મિત્રો સૂરત પોંક ખાવા જતા હતા.. મીરાં ત્યારે પ્રેગ્નેન્ટ હતી. સવારે નીકળતા હતા.. ને બાપૂજીએ ફરમાન કર્યું.. આવી હાલતમાં નથી જવું. મીરાં ચૂપચાપ ઘરમાં આવી ગઈ. માધવ એકલો ગયો.. પણ ત્યારે દુઃખ નહોતું લાગતું.. આજે હવે અમદાવાદ જવાનું કેન્સલ થાય ...Read More

6

આભનું પંખી - 6

પ્રકરણ -૬ સવારે પરવારી મીરા હોસ્પિટલ પહોંચી.. વૈદેહી બધી તૈયારી કરીને જ આવી હતી. “બા.. ?” “ બા ઘરે છે.. અત્યારે ખોટો ધક્કો શું ખાય. સાંજના ઓપરેશન પતે પછી ફોન કરીશ. આશુને જે ખાવાનું હશે તે પ્રમાણે બનાવીને લેતા આવશે. ” પલાશ અને સેજલ દુબઈ ગયા પછી તેમનો રૂમ ખાલી થયો હતો તેમાં એક પેઈંગ ગેસ્ટ રાખી લીધી હતી.. પલ્લવી.. મહિનાના દસ હાજર ભાડુ મળતું.. થોડી ઘણી રાહત થઈ જતી. ખાસ તો બા ઘરે એકલા છે.. એવી ચિંતા પણ રહેતી નહીં. છોકરી સારી હતી. બાનું ઘણું ધ્યાન રાખતી. "બાનું શરીર સારું ચાલે છે,આ ઉંમરે. એકલા બધે આવી જઈ શકે ...Read More

7

આભનું પંખી - 7

પ્રકરણ -૭ હોસ્પીટલનું વાતાવરણ એવું હોય છે કે સાજો સારો માણસ. માંદગીનો અનુભવ કરવા લાગે છે. દવાની વાસ.. સફેદ ફરતી નર્સો.. સ્ટ્રેચર લઈ આંટા મારતા વોર્ડબોય, ભારેખમ વાતાવરણ.. જીવ મુંજાઈ જાય... માધવ અને મીરા નર્સિંગહોમમાંથી બહાર આવ્યા. મિત્રો ગાડીમાં તેમની રાહ જોતા હતા. બંને ગાડીમાં બેઠા. ક્યાં જઈએ છીએ હવે.. ? રીવર ફ્રન્ટ .. દીપકે ગાડી ચાલુ કરી. "કેમ છે તારા બનેવીને હવે.. ?" "ઠીક છે. પગ તો વધારે ન કાપવો પડ્યો. પણ હજુ ટાંકા લીધા નથી. ડોક્ટર કહે છે રૂઝ આવે પછી પગ પેક કરશે. દિલ્લી હજુ ઘણી દૂર લાગે છે. " "ડાયાબિટીક પેશન્ટનો એજ પ્રોબ્લેમ.. શરીરના અંગો ...Read More

8

આભનું પંખી - 8

પ્રકરણ-૮ સૂરજની પહેલી કિરણે બારીમાંથી ડોકીયું કર્યું.. રોજ વહેલી ઉઠી જતી વૈદેહીની આંખ આજે ખુલતી નથી. બે દિવસનો થાક થયો છે. ભલે સૂઈ રહેતી.. નીલા બહેન પણ તેને ઉઠાડ્યા વગર પૂજામાં પરોવાયા. ટ્રીન ટ્રીન.. ઉપરા ઉપર બેલ વાગી,વૈદેહીની આંખ ખુલી ગઈ. સવાર સવારમાં આટલી બેલ. ? દરવાજો ખોલી જોયું તો સીતાબાઈ.. "કેમ આજે આટલી વહેલી?" "ભાભી, હમ ગાંવ જા રીએ. હમરા પગાર દેદો. ".. "કેમ અત્યારે ગાંવ. ?" "હમ સભી જા રીએ.. ટ્રેન તો સબ બંધ કરી... હમારા આદમીને ગાડી કીયા સ્પેસલ.. યહાં તો ભોત કોરોના હે. બસ પગાર દેદો.. " "વાપસ કબ આએગી.. ?" પેલીએ આકાશ તરફ આંગળી ...Read More

9

આભનું પંખી - 9

પ્રકરણ-9 વિરાટ પ્રકૃતિએ માનવને જન્મ આપ્યો. પોતાના મદમાં છકેલો માનવ પ્રકૃતિના ઉપકારને ભૂલી ગયો. આ મોટા મોટા બ્રીજો, ટાવરો.. મેં બનાવી છે.. નદિયોં પર બંધ બાંધી નદીયોના વહેંણ મેં બદલ્યા છે.. છે.. દરિયાને પૂરી તેના પર બાંધકામ કરી દરિયાને મેં હફાવ્યો છે.. અજેય ઊંચાં પર્વતો પર કેબલકાર મૂકી તેની ઉચાઈને મેં પડકારી છે.. ગરમીમાં ઠંડક અને ઠંડકમાં ઉષ્મા ઉભી કરે,તેવા વાતાનુકૂળ આવરણ મેં ઉભા કર્યા છે. આ સુખ. આ સગવડ મેં ઉભી કરી છે.. "વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે,પુષ્પો,વનોની વનસ્પતિ.. યત્ર વિશ્વમ ભવત્યેકનીડમ" ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માનવ ભૂલી ગયો છે. તેના સિવાયની જીવ ...Read More

10

આભનું પંખી - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ-૧0 પરિવર્તન સંસારનો નિયમ છે.. દુઃખ પછી સુખ.. રાત પછી સવારનો ઉદય છે જ.. બસ થોડી ધીરજ, શ્રદ્ધા કેળવવાની છે. ક્ષિતિજના કોરે હલકો પ્રકાશ દેખાય છે. બસ સૂર્ય થોડી વારમાં ઉદય થશે. સરકારે 'અનલોક-1' ની જાહેરાત કરી છે. લોકો કામ ધંધા તરફ વળ્યા છે.. જોકે સ્થિતિ સામાન્ય થતા વાર લાગશે.. પણ શરૂવાત તો ક્યાંકથી કરવી જ રહી. કોરોના નામનો રાક્ષસ હજી સમાપ્ત નથી થયો.. હજુ નથાયો નથી.. પણ લોકોના મનમાંથી તેનો ઓથાર.. તેનો ભય ઓછો થતો જાય છે.. અર્થતંત્રની ભયંકર મંદીમાંથી બહાર આવવા લોકો સજ્જ થઈ રહ્યા છે.. આજે આશુતોષના પગનો પાટો ખુલવાનો છે. ! જો બધું બરાબર હશે ...Read More