જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ

(651)
  • 52.5k
  • 45
  • 24.6k

પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આજ સુધી અલગ અલગ વિષય પર નવી નવી વાર્તા લઇને આપની સમક્ષ આવી છું.આજે ફરી એક નવો જ વિષય લઇને આવી છું. જીવનની ઢળતી સંધ્યા એટલે કે ઘડપણ.તેમાં કોઇપણ વ્યક્તિને શું જોઇએ? પોતાના જીવનસાથીનો સાથ.અહીં પણ એક એવા જ કપલ વિશે વાત કરી છે .જે તેમના જીવનની સંધ્યાએ મળે છે અને પછી શરૂ થાય છે તેમનો એક રોમાંચક સફર.જેમા ભરપૂર વળાંકો આવે છે,પણ શું તે એકબીજાનો સાથ નિભાવી શકશે? શું તે એક થઇ શકશે? તો આવો જોડાઇએ તેમના રોમાંચક સફરમાં.. ધન્યવાદ રિન્કુ શાહ.   ભાગ-૧ પરોઢના સાત વાગ્યે શહેરથી દુર આવેલ જીવનની આશા વૃદ્ધઆશ્રમમાં સવારની પ્રાર્થનાનો સમય

Full Novel

1

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 1

પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આજ સુધી અલગ અલગ વિષય પર નવી નવી વાર્તા લઇને આપની સમક્ષ આવી છું.આજે ફરી એક જ વિષય લઇને આવી છું. જીવનની ઢળતી સંધ્યા એટલે કે ઘડપણ.તેમાં કોઇપણ વ્યક્તિને શું જોઇએ? પોતાના જીવનસાથીનો સાથ.અહીં પણ એક એવા જ કપલ વિશે વાત કરી છે .જે તેમના જીવનની સંધ્યાએ મળે છે અને પછી શરૂ થાય છે તેમનો એક રોમાંચક સફર.જેમા ભરપૂર વળાંકો આવે છે,પણ શું તે એકબીજાનો સાથ નિભાવી શકશે? શું તે એક થઇ શકશે? તો આવો જોડાઇએ તેમના રોમાંચક સફરમાં.. ધન્યવાદ રિન્કુ શાહ. ભાગ-૧ પરોઢના સાત વાગ્યે શહેરથી દુર આવેલ જીવનની આશા વૃદ્ધઆશ્રમમાં સવારની પ્રાર્થનાનો સમય ...Read More

2

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 2

ભાગ-૨ આજની સવાર અક્ષરા માટે ખુબ જ ઉત્સાહ ભરી હતી.અક્ષત તેનો ભુતકાળ હતો.તેનો પુર્વપ્રેમી. રોજ સવારે પોણાસાત વાગે ઉઠવાવાળા આજે વહેલા ઉઠી ગયા.નાહીને ખુબ જ સરસ રીતે તૈયાર થયાં આજે વર્ષો પછી તેમણે સાડીની જગ્યાએ ડ્રેસ પેહર્યો અને વાળ ખુલ્લા રાખ્યા.આ ઉંમરે પણ તેમની સુડોળ કાયા પર ફીટીંગ વાળા ડ્રેસમાં સુંદર લાગતા હતાં.તે આજે આવીને પ્રાર્થનાખંડમાં ઊભા રહ્યા પણ તેમની નજર અક્ષતને જ શોધી રહી હતી.અચાનક જ અક્ષત આવતા દેખાયા તેમને.સફેદ કુરતો અને તેની નીચે લાઇટ બ્લુ ડેનીમ ૬૧ ઉંમરે પણ તેમના સુંદર લહેરાતા,કલર્ડ વાળ પ્રાર્થનાખંડમાં બધાંની નજર તેમની ઉપર જ સ્થીર થઇ ગઇ. અક્ષત અને અક્ષરાની નજર ...Read More

3

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 3

ભાગ-3 મન્વયે તે ડોન જાનભાઇની તપાસ કરવાની શરૂ કરી દીધી હતી.તે યુનિફોર્મ વગર સાદા કપડામાં તેને ખબર મળી હતી દરેક જગ્યાએ તપાસ શરૂ કરી.તેમ જ સાંજના સમયે તે શહેરના જુના ગેરેજની તપાસ કરી રહ્યો હતો. બરાબર તે જ સમયે ઓફિસથી પાછી ફરી રહેલી મનસ્વીનું એકટીવા બંધ થઇ ગયું.તે સાઇડમાં ઊભી રહી અને એકટીવા ચાલું કરવાની કોશીશ કરી. "અરે યાર,મારો તો સમય જ ખરાબ ચાલી રહ્યો છે.પહેલા પ્રમોશન ગયું પછી મારો બેડરૂમ ગયો અને હવે આ એકટીવા પણ.હે ભગવાન.મે શું બગાડ્યું છે કોઇનું તો મારી સાથે આવું થાય છે. મારો એક માત્ર સપોર્ટ મારી મમ્મી પણ મારાથી દુર થઇ ...Read More

4

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 4

ભાગ-4 અક્ષરાએ અક્ષતના રૂમનો દરવાજો ખખડાવ્યો,પણ અંદરથી કોઇ અવાજના આવ્યો.અક્ષરાએ બારણાને ધક્કો માર્યો,દરવાજો ખુલ્લો હતો.તે અંદર ગઇ અને બારણું કર્યું.અક્ષત ધ્યાન મુદ્રામાં બેસેલો હતો અને આંખો બંધ કરીને ભગવાનનું નામ લઇ રહ્યો હતો. અક્ષરા તેને પોતાનો નિર્ણય સંભળાવવા આતુર હતી.તે રાહ નહતી જોઇ શકતી. "અક્ષત,તને કેટલી વાર લાગશે?"અક્ષરા આતુર થઇને બોલી. અક્ષતે આંખો ખોલી અને કશું બોલ્યા વગર તેની સામે આંખો કાઢી.અક્ષરાને ગુસ્સો આવ્યો અને તેના ધીરજની કસોટી થઇ રહી હતી. "હવે બસ જલ્દી કરને અક્ષત." અક્ષતે પોતાની ધ્યાનસાધના અધુરી રાખી અને ઊભા થતાં બોલ્યો, "બોલ મારી માઁ,કેમ આટલી ઉતાવળ છે?" "હ ઉતાવળી થઇ છું તારા સવાલનો ...Read More

5

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 5

ભાગ-5 "મમ્મી,આ કોણ છે અને તે એમનો હાથ કેમ પકડ્યો છે?તે એમના ખભા પર માથું કેમ રાખ્યું હતું?"મનસ્વીના મનમાં સવાલ તેણે પુછી લીધાં. "અક્ષરા,આ તારી દિકરી? ખુબ જ સુંદર છે.તેનું નાક કેવું ગોળમટોળ છે મારા જેવું.મને તો બધા નાક માટે ખુબ જ ચિઢવતા."અક્ષત બોલ્યા. "હા તો અંકલ મને પણ ચિઢવે છે."મનસ્વી બોલી. "અક્ષત,તેનું નાક પણ તારા જેવું છે અને સ્વભાવ પણ.તે પણ તારી જેમ ડરે છે સંબંધમાં બંધાવાથી.તારા જેવી જ છે અને હોય પણ કેમ નહીં ,આજે એક એવી વાત જણાવીશ કે જે માત્ર મારા અને અર્ણવ વચ્ચે જ હતી."અક્ષરાબેન ગંભીર થઇ ગયા. "એ શું?"અક્ષતભાઇ અને મનસ્વી ...Read More

6

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 6

ભાગ-6 "ચલો મમ્મી,હવે આપણે નિકળીએ ત્યાં જઇને ગાડીમાં સામાન મુકીએ અને નિકળીએ.પપ્પા આર યુ શ્યોર કે આપણે ડ્રાઇવર નથી પુછ્યું. "હા શ્યોર,મને ગાડી ચલાવવાનો ખુબ જ શોખ છે.હું તો આનાથી પણ વધારે ગાડી ચલાવી શકું છું.આપણે રાત્રે રાત્રે હોલ્ટ લઇશું,રાત્રે હું ગાડી નથી ચલાવતો.પહેલાની વાત અલગ હતી જુવાનીના દિવસો,પણ હવે થાક લાગે છે.ચલો સામાન લઇને નિકળીએ.મનસ્વી તે બધું લઇ લીધું છેને?"અક્ષતભાઇ બોલ્યા. "હા પપ્પા,મે બધું જ લઇ લીધું છે ડોક્ટર જોડેથી પ્રિસ્ક્રાઇબ કરાવીને દવા,નાસ્તો,જ્યુસના ટ્રેટાપેક અને જરૂરિયાતનો બધો જ સામાન,પણ મમ્મી આટલા બધાં દાગીના લઇને ફરવું મને યોગ્ય નથી લાગતું.પહેલા આપણે કોઇ બેંકમાં લોકર ખોલાવીને આ બધું તેમા મુકી ...Read More

7

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 7

ભાગ-7 હર્ષ અને આયુષ ઘરે આવ્યાં,બન્ને ભાભીઓએ મુખ્ય કબાટ ખોલ્યુ.જેમા તેમને કઇંક ગડબડ થઇ હોય તેવું લાગ્યું.તેમનો પુરો કબાટ હતો.તેમણે લોકર ખોલીને જોયું તો તેમાંથી તેમની સાસુના ઘરેણા અને સાસુમાઁએ તેમની દિકરી માટે બનાવેલા ઘરેણા ગાયબ હતા.તેમના મોઢાંમાંથી ચીસ પડી ગઇ. તેમના બન્નેના પતિ દોડતા દોડતા અંદર આવ્યાં. "શું થયું ? આમ ચીસો કેમ પાડો છો?" "હર્ષ અને આયુષ,લોકરમાંથી મમ્મીજી અને દીદીના ઘરેણા ગાયબ છે."હર્ષની પત્ની બોલી. "શું તે ઘરેણા હજી સુધી ઘરમાં શું કરતા હતાં? તેને બેંક લોકરમાં કેમ ના મુક્યા?"આયુષ. બન્ને દેરાણીજેઠાણી નીચું જોવા લાગી. "મને લાગે છે કે આ મનસ્વીના જ કામ છે.તે ...Read More

8

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 8

ભાગ-8 મન્વય આશ્ચર્યથી મનસ્વીને જોઇ રહ્યો હતો, તે રડી રહી હતી.મન્વય દોડીને મનસ્વી પાસે ગયો.મનસ્વીતેને ગળે લાગીને રડવા લાગી. શાંત થઇ જા.મને એમ કહે કે જેણે આંટીને કીડનેપ કર્યા હતા તે માણસો આવા લાગતા હતા ?"મન્વયે જાનભાઈ અને તેમના માણસોનો ફોટો બતાવ્યો. "મને નથી ખબર તેમણે માસ્ક પહેરેલા હતા,પણ આવા તો નહતા જ લાગતા.મન્વય તું મારા પપ્પાની સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યો હતો અને તે તેમના કપાળે ગન કેમ તાકી હતી?"મનસ્વી બોલી. મન્વય નીચું જોવા લાગ્યો તેને લાગ્યું કે સત્ય જણાવવાનો સમય આવી ગયો છે. મનસ્વી મેં તારાથી એક સત્ય છુપાવ્યું હતું તે એ હતું કે હું ...Read More

9

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 9

ભાગ-9 ન્યુઝપેપરમાં બીજા પાના પર જ્યાં શહેરના સમાચાર આવતા હોય,ત્યાં મોટા અને ઘાટ્ટા અક્ષરે હેડલાઇન્સ હતા. ' જીવનની આશા અક્ષરાદેવી અને અક્ષતભાઇ નામના બે વૃદ્ધો ભાગી ગયા.સમાજની લાજ શરમને નેવે મુકીને' નીચે તેમના બન્નેના ફોટો પણ હતા. આ સમાચાર વાંચતા જ તેમના હાથમાંથી પેપર પડી ગયું.મન્વયે તે જોયું.મનસ્વી અને અક્ષરાબેન પણ બહાર આવ્યા.આ સમાચાર વાંચીને તેમને પણ ખુબ જ આઘાત લાગ્યો.તેમને તરત જ સમજાઇ ગયું કે આ કામ વૈશાલીબેનનું જ હોવું જોઇએ.તેમણે રસોડામાં જઇને અક્ષતભાઇને પાણી આપ્યું. "આખી જિંદગીમાં કમાયેલી બધી જ ઇજ્જત પાણીમાં ગઇ.આપણા પવિત્ર પ્રેમ માટે કેવા ગંદા શબ્દો વાપર્યા છે."અક્ષતભાઇની આંખો ભીની થઇ ગઇ. " ...Read More

10

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 10 - છેલ્લો ભાગ

ભાગ-10 આજની સવાર અક્ષરાબેન અને અક્ષતભાઇ માટે ખુબ જ મહત્વની હતી.ગઇકાલે જીવનની આશામાંથી નિકળીને વાડીએ પહોંચતા અક્ષરાબેનને તેમના બન્ને અને તેમના દિયર મળ્યા. "મમ્મી!!!"આટલું કહીને તેમના દિકરાઓ તેમને ગળે લાગ્યાં. "અમને માફ કરી દેશો મમ્મીજી"બન્ને વહુઓ માથું ઝુકાવીને ઉભી હતી.અક્ષરાબેને તેમને પણ ગળે લગાવી લીધી. "નાનકો ક્યાં?"અક્ષરાબેને પુછ્યું. અક્ષરાબેને તેમના પૌત્ર વિશે જાણીને ખુબ જ દુખ થયું. "ચિંતા ના કરો.હું કાલથી જ તેની સારવાર શરૂ કરી દઈશ.જોજો એક મહિનામાં દોડતો થઇ જશે પાછો." "મમ્મી,અમે તમારી સાથે છીએ અને આ લગ્ન તો થઇને જ રહેશે."હર્ષ અને આયુષ બોલ્યા. "હા ભાભી, મોટાભાઇની અંતિમ ઇચ્છા અમે જરૂર પુર્ણ કરીશું."તેમના દિયર બોલ્યા. અક્ષતભાઇ ...Read More