ભારતના પ્રદેશમાં પુરાતન કાળથી સૌરાષ્ટ્ર એક પ્રસિદ્ધ પ્રદેશ છે. સમૃદ્ધ અને રસાળ પ્રદેશ તરીકે તે જાણીતું છે. તેનું મહત્ત્વ અનેક પુરાણ ગ્રંથમાં સ્વીકારાએલું છે. આ પ્રદેશને વેદકાળથી વર્તમાનકાળ સુધીને ઈતિહાસ અનેક વિદ્વાને, જુદા જુદા ગ્રંથમાંથી સંશોધન અને તારવણી કરીને આલેખે છે, અને તે ગ્રંથ તેમજ તામ્રપત્ર, શિલાલેખ મુદ્રાઓ અને દસ્તાવેજોનું પુન: સંશોધન કરી સૌરાષ્ટ્રને કડીબદ્ધ ઈતિહાસ લખવાને આ એક નમ્ર પ્રયાસ છે.

New Episodes : : Every Saturday

1

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 1

આ લેખ અનેક દૃષ્ટિએ આવકારદાયક છે. એક જ લેખ માં સૌરાષ્ટ્રને આમૂલ ઈતિહાસ અહીં જ મળે છે. સૌરાષ્ટ્રના ઇતિહાસની એ છે કે, એનો ઈતિહાસ વિવિધતાભર્યો છે. રાજકીય મહત્વનાં કેન્દ્રો અહીં બદલ્યાં કર્યાં છે. એક વખત દ્વારકા તે એક વખત પ્રભાસ, એક વખત વલભીપુર, એક વખત જૂનાગઢ, એક વખત ઘુમલી, તો એક વખત પોરબંદર એક વખત જામનગર, તો એક વખત ભાવનગર, હળવદ, મોરબી, ગાંડળ વગેરે. આ બધાના સ્થાનિક ઈતિહાસ છે; અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એ બધાને સ્થાન છે. ...Read More

2

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 2

પ્રકરણ પહેલા નું ચાલુ પ્રાચીન સમયચિત્યો : અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું અને બૌદ્ધ સાધુઓ ને સાધ્વીઓ દેશમાં તેમના વિહારે બનાવી રહેતાં હતાં. આ સમયમાં બનાવેલા આવા વિહારે આજે જોવામાં આવતા નથી પણ પથ્થરમાં કેરી કાઢેલા ચિત્યે શાણ (ઉના પાસે), જૂનાગઢ પાસે બાવાપ્યારા તથા ખાપરા-કેઢિયાની ગુફા, તળાજાની ગુફાઓ અને ઢાંકની ગુફાઓમાં છે. શિલાલેખો :- પણ સર્વથી શ્રેષ્ઠ અને અશકના આ પ્રદેશ ઉપરના આધિ- પત્યની ઘણી ઉપયોગી માહિતી આપનારે તે જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર આવેલે શિલાલેખ છે.સમાજ અને ધર્મ: મોર્ચ રાજ્યમાં બ્રાહણેનું બળ ક્ષીણ થયું હતું અને બૌદ્ધ લોકેનું પરિબળ જામતું જતું હતું. આમ બ્રાહ્મણ ધર્મને વિનાશ થઈ ...Read More

3

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 3

પ્રકરણ ૨ જું શક સમય ઈ. સ. પૂર્વે ૭૦ થી ઈ. સ. ૩૯૫શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શેક પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. પૂ. ૭૦ થી ઈ. સ. ૩૯૫ સુધી એટલે લગભગ ૪૬૫ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે.શક-પૂર્વ ઇતિહાસ: ઉત્તર ચીનના યુચ—ચી નામક જ્વાલામુખી પર્વતના ફાટવાથી તેની આસપાસ રહેતા લોકોને ઈ. સ. પૂર્વે ૧૫૦ ના વર્ષની આસપાસ ત્યાંથી ખસી જવું પડ્યું. આ લેકો મૂળ સીરદરયા નદીની પેલે પાર આવેલો સીથીયાના હતા. અહીંથી તેઓએ નવી વસાહત વસાવી. તેનું ,નામ પોતાની જાતિ પરથી શકસ્થાનમાં રાખી ત્યાં રહેતા. તે સમયના ઈરાની રાજાઓ સાથે તેમણે સંબંધ બાંધ્યો. ...Read More

4

સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 4

પ્રકરણ ૨ જા નું ચાલુ જયદામનના રાજ્યઅમલની કોઈ પ્રશસ્તિ, શિલાલેખ કે ઉલ્લેખ ઉપલબ્ધ નથી. તેનું મૃત્યુ ક્યારે થયું તે વસ્તુ પ્રાપ્ત નથી, પરંતુ રૂદ્રદામને પહેલાને પુત્ર ઈ. સ. ૧૪૩ લગભગ ગાદીએ આવ્યો ત્યારે જયદામનનું મૃત્યુ થઈ ગયું હશે તેમ માની શકાય તેમ છે. રુદ્રદામન ૧ લો - (ઇ. સ. ૧૪૩-૧૫૮):રુદ્ર દામન તેના પિતાની ગાદીએ આવ્યો ત્યારે તેનું રાજ્ય બળવાન રાજ્ય ન હતું. દક્ષિણના ગૌતમીપુત્રે તેના પિતા મહ તથા અન્ય શકોને નબળા કરી નાખ્યા હતા. પણ રૂદ્રદામન એક મહાવિચક્ષણ પુરુષ હતો. તે વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય, સાહિત્ય અને કાવ્યને જ્ઞાતા હતો . તેણે અશ્વો, હાથીઓ અને રથ હાંકવાની કળા હસ્તગત કરી હતી. ...Read More