બડી બિંદી વાલી બંદી

(159)
  • 16k
  • 10
  • 6.1k

‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં બોલી... ‘પૂછી શકું કે, તમે આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ? ‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? યુવકે પૂછ્યું.. ‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી જ દયો ને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે સ્વયં તમારી જાતને તો નથી છેતરી રહ્યાં ને ?

Full Novel

1

બડી બિંદી વાલી બંદી - 1

બડી બિંદી વાલી બંદી’પ્રકરણ- પહેલું /૧‘મુઝે કુછ કહેના હૈ.’‘મુઝે ભી કુછ કહેના હૈ.’‘પહેલે તુમ,’‘પહેલે તુમ.’‘તુમ.’‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં બોલી...‘પૂછી શકું કે, તમે આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ? ‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? યુવકે પૂછ્યું..‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી જ દયો ને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે સ્વયં તમારી જાતને તો ...Read More

2

બડી બિંદી વાલી બંદી - 2

બડી બિંદી વાલી બંદી’પ્રકરણ- બીજું /૨‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના અંતર જેટલું અસમંજસ સામે આવ્યાં પછી, એ વજ્રઘાત સમા કળની પીડા ગળી, વન વે જેવા જીવનસફરની મજલ કાપતાં કાપતાં તારી અનંત એકલતાને અવગણી, તે કેટકેટલું અને કઈ રીતે સફર કર્યું, એ મને કહીશ ?’સ્હેજ સ્મિત સાથે તેની બન્ને હથેળીઓથી તન્વીના ગાલ પંપાળતા સારિકા બોલી..‘બસ..એક તું, અને બીજી મારી કવિતા. મારા મક્કમ મનોબળના બે મજબુત આધારસ્તંભના આધારે જ.‘પણ મમ્મી આ કવિતાનો જન્મ ક્યારે થયો..? તન્વીએ પૂછ્યું‘કવિતા, કવિતાની કુંપણ તો ફૂંટી હતી મારી ...Read More

3

બડી બિંદી વાલી બંદી - 3 - છેલ્લો ભાગ

બડી બિંદી વાલી બંદી’પ્રકરણ ત્રીજું /૩ (અંતિમ)મંચની મધ્યમાં એકબીજાની નીતરતી લાગણીની ઉષ્માનો સંચાર કરતાં પરસ્પર તેઓની હથેળીઓ ગૂંથીને પરમાનંદની માણતાં રજત અને સારિકા ઊભા હતાં. રશ્મિ, ભાર્ગવી અને અનિકેતને પણ, અચાનક આ અકથનીય, અકપ્નીય નજારો દ્રશ્યમાન થતાં સૌ નિ:શબ્દ થઈને મોઢું અને ડોળા ફાડી, સ્ટેચ્યુ થઈને જોતાં જ રહી ગયાં.શરમાતાં શરમાતાં સારિકાએ તન્વી તરફ નજર કરતાં જ તન્વીએ દોડતાં આવીનેઆનંદાશ્રુ સાથે સારિકાને બથ ભરી લીધી. આ આનંદાતિરેકની ઘડીના અનુભૂતિનો અનુવાદ કરવો બન્ને માટે અશક્ય તો હતું જ પણ, તન્વીની પરિકલ્પનાના પલડામાં આનંદ કરતાં આશ્ચર્યનું પલડું ભારે હતું. જીવનભર એક જ ગતિ અને દાયરાની પરિઘમાં ચાલી આવતી સારિકાની ધરબાયેલી ઊર્મીનો ગ્રાફ ...Read More