સફળતાનાં સોપાનો

(97)
  • 39.4k
  • 10
  • 15.6k

નામ:- સફળતાનાં સોપાનો લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, આજે ફરીથી તમારી સમક્ષ પ્રેરણાત્મક બાબત લઈને આવી છું. તમારા બધાનાં મારી વાર્તા માટેનાં અભિપ્રાય અને પ્રેરણાથી પ્રેરાઈને મેં હવે ધારાવાહિક લખવાનું નક્કી કર્યું છે. આશા છે કે મારી આગળની વાર્તાઓની જેમ આ ધારાવાહિકને પણ સફળ બનાવવા તમે મારી મદદે આવશો. આ ધારાવાહિક માટે વધુ વાચકો મને મળે તેવી અપેક્ષા સાથે એને રજુ કરું છું. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં સફળતા ઈચ્છે છે. દરેકને એમ છે કે હું કંઈક કરી બતાવું અને બધાં મારા વખાણ કરે. મને મારી સફળતા પર ગર્વનો અનુભવ થાય. પણ મિત્રો, આ સફળતા કંઈ એમ જ થોડી મળી જાય

Full Novel

1

સફળતાનાં સોપાનો

નામ:- સફળતાનાં સોપાનો લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, આજે ફરીથી તમારી સમક્ષ પ્રેરણાત્મક બાબત લઈને આવી છું. તમારા બધાનાં વાર્તા માટેનાં અભિપ્રાય અને પ્રેરણાથી પ્રેરાઈને મેં હવે ધારાવાહિક લખવાનું નક્કી કર્યું છે. આશા છે કે મારી આગળની વાર્તાઓની જેમ આ ધારાવાહિકને પણ સફળ બનાવવા તમે મારી મદદે આવશો. આ ધારાવાહિક માટે વધુ વાચકો મને મળે તેવી અપેક્ષા સાથે એને રજુ કરું છું. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં સફળતા ઈચ્છે છે. દરેકને એમ છે કે હું કંઈક કરી બતાવું અને બધાં મારા વખાણ કરે. મને મારી સફળતા પર ગર્વનો અનુભવ થાય. પણ મિત્રો, આ સફળતા કંઈ એમ જ થોડી મળી જાય ...Read More

2

સફળતાનાં સોપાનો - 2

નામ:- સફળતાનું સોપાન પહેલું - સ્પષ્ટતા(Clarity) લેખિકા:- સ્નેહલ જાની મિત્રો, આશા રાખું છું કે પ્રથમ ભાગ વાંચ્યા પછી તમે ભાગની રાહ જોઈ હશે. આગળ જણાવ્યું તેમ હું સફળતાનાં સોપાનો વિશે ચર્ચા કરીશું. આજે આપણે સફળતાનાં સાત સોપાનો પૈકી પ્રથમ સોપાન Clarity એટલે કે સ્પષ્ટતા વિશે ચર્ચા કરીશું. Clarity એટલે કે સ્પષ્ટતા. કોઈ પણ બાબત કરવા પહેલા એ વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સફળતાનો સૌથી મોટો આધાર એનાં વિશે સ્પષ્ટ સમજ હોવી તે છે. એંસી ટકા સફળતા સ્પષ્ટતાથી જ મળી જાય છે. તમને થશે કે આવું કેવી રીતે શક્ય બને? બને. જોઈએ વિસ્તારથી. આપણે જોઈએ છીએ કે ઘણી વખત બાળકને પૂછવામાં ...Read More

3

સફળતાનાં સોપાનો - 3

નામ:- સફળતાનું સોપાન બીજું - યોગ્યતા(Competence) લેખિકા:- સ્નેહલ જાની મિત્રો, આશા રાખું છું કે સફળતાનું પ્રથમ સોપાન સ્પષ્ટતા વિશેની સારી લાગી હશે. આજે સફળતાનાં બીજા સોપાન Competence એટલે કે યોગ્યતા વિશે વાત કરીએ. એક વાર પોતાનાં લક્ષ્ય માટે સ્પષ્ટ થઈએ પછી એની પાછળ મહેનત કરવા તૈયાર રહેવું પડે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણું લક્ષ્ય આપણી યોગ્યતાને અનુરૂપ હોય. આપણી યોગ્યતા બહારનું લક્ષ્ય નક્કી કરી લઈએ તો એક વાત તો નક્કી જ કે આપણી સફળતાનાં માપદંડ આપોઆપ અંત પામી જશે. ક્યાં તો આપણી યોગ્યતા અનુસાર ધ્યેય નક્કી કરવું અથવા તો ધ્યેયને અનુરૂપ આપણી યોગ્યતા વિકસાવી લેવી જોઈએ. જ્યારે ...Read More

4

સફળતાનાં સોપાનો - 4

નામ:- સફળતાનું સોપાન ત્રીજું- દબાણ, મુંઝવણ(Constraints) લેખિકા:- સ્નેહલ જાની તો મિત્રો, કેવા લાગ્યા આગળના બે સોપાનો? મજા આવી ને? આજે ત્રીજા સોપાનની ચર્ચા કરીએ. સફળતાનું ત્રીજું સોપાન એટલે Constraints એટલે કે દબાણ કે મુંઝવણ. આપણે જોઈએ જ છીએ કે અનુભવીએ છીએ કે ઘણી વાર વ્યક્તિ કામ કરવા માટે તો તૈયાર હોય છે પણ એક પ્રકારના માનસિક દબાણ હેઠળ હોય છે. ક્યાં તો 'કોઈ શું કહેશે?' એમ વિચારીને અથવા તો 'શું હું આ કરી શકીશ?' એમ વિચારીને. આ સ્થિતિમાંથી એક જ રીતે બહાર આવી શકીએ - મન મક્કમ કરીને. એમ વિચારવું કે, 'મારા સિવાય કોઈ આ કરી શકે જ નહીં.' ...Read More

5

સફળતાનાં સોપાનો - 5

નામ:- સફળતાનું સોપાન ચોથું - એકાગ્રતા(Concentration) લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મારી ધારાવાહિક 'સફળતાનાં સોપાનો'માં. તમારા અને પ્રેરણાથી હું આજે ચોથા સોપાન સુધી પહોંચી ગઈ છું. સફળતાનું ચોથું સોપાન છે concentration એટલે કે એકાગ્રતા. એકાગ્રતા માત્ર સફળતા માટે જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કે જરુરી છે. ઘરમાં અચાનક કોઈ મુસીબત આવી પડે કે પછી ઘરનાં મોભીનું દુઃખદ અવસાન થયું હોય કે પછી કોઈ પરીક્ષામાં નાપાસ થયા હોય એવા સમયે નાસીપાસ થઈ જવાની જરૂર નથી. પોતાનાં મનને શાંત રાખી યોગ્ય નિર્ણય લેવો એ આપણી પ્રાથમિક જવાબદારી છે. ગભરાઈ જઈને કોઈ ઉતાવળીયો નિર્ણય લઈએ અને પાછળથી પસ્તાવો થાય ...Read More

6

સફળતાનાં સોપાનો - 6

નામ:- સફળતાનું સોપાન પાંચમું - સર્જનાત્મકતા(Creativity) લેખિકા:- સ્નેહલ જાની તો મિત્રો, કેવો લાગ્યો આગળનો લેખ? એકાગ્રતા વધારવાની શરૂઆત કરી નહીં? શું કહ્યું? કરી દીધી. સરસ. તો ચાલો, હવે પછીના બધાં સોપાનો એકાગ્ર થઈને વાંચજો. આજે ચર્ચા કરીએ સફળતાનું પાંચમું સોપાન એટલે કે Creativity - સર્જનાત્મકતા વિશે. જયાં સુધી કોઈ સર્જનાત્મક કાર્ય ન કરી શકીએ ને ત્યાં સુધી પ્રગતિ નહીં થાય, નવી નવી શોધો પણ ન થાય. જ્યારે દબાણ અને મુંઝવણમાંથી બહાર નીકળીને યોગ્ય ક્ષમતા વિકસાવીએ અને પોતાનાં લક્ષ્ય પ્રત્યે સભાન થઈએ ત્યારે આપોઆપ સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. વ્યક્તિ આપોઆપ જ નવું નવું વિચારવા માંડે છે. પોતાની સર્જનાત્મકતા ખીલવવા માટે ...Read More

7

સફળતાનાં સોપાનો - 7

નામ:- સફળતાનું સોપાન છઠુ - હિંમત(Courage) લેખિકા:- સ્નેહલ જાની નમસ્તે મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું મારી આ ધારાવાહિક 'સફળતાનાં તમારા સૌનો ખૂબ ખૂબ આભાર આટલો સરસ પ્રતિસાદ આપવા બદલ. આશા રાખું છું કે તમે આ ભાગની રાહ જોઈને બેઠા હશો.? અગાઉ આપણે જોયું કે કેવી રીતે યોગ્યતા અને એકાગ્રતાનાં સમન્વયથી સફળતા મેળવી શકાય છે. પોતાની કલ્પનાશક્તિ અને જરૂરિયાતનો ઉપયોગ કરી સર્જનાત્મકતા દ્વારા કોઈક ઉપયોગી શોધ કરી શકાય છે. આજે આપણે જોવાના છીએ સફળતાનું છઠુ સોપાન courage એટલે કે હિંમત. મિત્રો, વ્યક્તિમાં હિંમત ક્યારે આવે? મારા મતે વ્યક્તિમાં હિંમત હોવાનાં કે આવવાનાં ઘણાં બધાં પરિબળો છે, જેમ કે, ખૂબ નાની ...Read More

8

સફળતાનાં સોપાનો - 8 (અંતિમ ભાગ)

નામ:- સફળતાનું સોપાન સાતમું - સતત અભ્યાસ(Continous learning) લેખિકા:- સ્નેહલ જાની નમસ્તે મિત્રો, તમારા સૌનાં સાથ અને સહકારથી હું સફળતાનાં અંતિમ સોપાન સુધી પહોંચી ગઈ છું. આગળના તમામ સોપાનો માટે મળેલા તમારા અભિપ્રાયો માટે ખૂબ ખૂબ આભાર. આપણે આગળ જોયું કે સફળતા મેળવવા માટે સૌ પ્રથમ તો લક્ષ્ય બાબતે સ્પષ્ટ બનવું પડે. ત્યારબાદ એ મેળવવા માટે યોગ્યતા કેળવવી પડે. મનમાં રહેલ દબાણ કે મુંઝવણ દૂર કરી એકાગ્ર બનવું પડે. ત્યારબાદ જ કોઈ પણ બાબતનું સર્જન થઈ શકે છે. આ માટે પહેલ કરવાની હિંમત પણ કેળવવી પડે. પરંતુ આટલેથી સફળતા મળી શકશે પણ લાંબો સમય ટકી ન શકે. એ માટે ...Read More