પ્રેમનો બદલાવ

(131)
  • 28.3k
  • 13
  • 11.4k

2099 ની સાલનો આખરી દિવસ હવે બે દિવસ દૂર હતો! આજે 29 ડિસેમ્બરનો દિવસ હતો ને અબીર આજે પણ એટલો જ દુઃખી હતો જેટલો એને સમજ આવી ત્યારે હતો. અબીર એક ધનાઢ્ય શેઠનો એકના એક દીકરો હતો. અબીર ને જે એક વખત જોઈ લે તે બીજી વખત અબીર સામે જોવું પણ પસંદ કરે નહિ! અબીર નો દેખાવ તો કોઈ રાજકુંવર થી કમ ન હતો પણ અબીર નું અંતર્મુખી પણું તેને અમિરમાંથી એક જ પળમાં રંક બનાવીને છોડી મૂકતું હતું.

Full Novel

1

પ્રેમનો બદલાવ - 1

પ્રેમનો બદલાવ 2099 ની સાલનો આખરી દિવસ હવે બે દિવસ હતો! આજે 29 ડિસેમ્બરનો દિવસ હતો ને અબીર આજે પણ એટલો જ દુઃખી હતો જેટલો એને સમજ આવી ત્યારે હતો. અબીર એક ધનાઢ્ય શેઠનો એકના એક દીકરો હતો. અબીર ને જે એક વખત જોઈ લે તે બીજી વખત અબીર સામે જોવું પણ પસંદ કરે નહિ! અબીર નો દેખાવ તો કોઈ રાજકુંવર થી કમ ન હતો પણ અબીર નું અંતર્મુખી પણું તેને અમિરમાંથી એક જ પળમાં રંક બનાવીને છોડી મૂકતું હતું. અબીર નો ચહેરો ઉપરથી ભરાવદાર અને નીચે થી થોડો ચપટો હતો. તેની આંખો ઘેરા કથ્થઈ રંગની હતી ...Read More

2

પ્રેમનો બદલાવ - 2 - પહેલી મુલાકાત

ભાગ 2 - પહેલી મુલાકાત30 ડિસેમ્બર 2099 વહેલી સવારે અબીર જલ્દીથી ઉઠી છે, ત્યારે તેને યાદ આવે છે કે ગઈ કાલે તે રિવાયત ને કહી ચુક્યો હતો કે તે 31st ની પાર્ટી માં તેની સાથે બાગબાન રિસોર્ટ જશે! પણ એમાં પણ એક મોટી સમસ્યા તેની આગળ આવીને ઊભી થઈ ચૂકી હતી. અબીર પાસે પાર્ટીમાં પહેરવા માટે કપડા હતા જ નહિ! અંતર્મુખી અબીર બઉ મોટી મુંજવણમાં મુકાઈ જાય છે. અબીર ની અંદર એટલી હિંમત ન હતી કે અબીર એકલો જઈને તેના માટે કપડા ખરીદી શકે! અબીર ખૂબ જ પરેશાન થઈ જાય છે. એટલામાં જ રિવાયત નો ફોન ...Read More

3

પ્રેમનો બદલાવ - 3 - પ્રેમ, રોબર્ટ ને પાર્ટી

ભાગ - 3 - પ્રેમ, રોબર્ટ ને પાર્ટી અર્વી અને અબીર એકબીજાની લપતાઈને પ્રેમનો અહેસાસ માણી રહ્યા હોય છે. અબીર અત્યારે પોતાના બધા જ ગમ ભૂલી જઈને બસ અર્વી ની પ્રેમાળ આંખોમાં પરોવાયેલા હતો. અર્વી નો પ્રેમ રોબર્ટ કુંજ માટે હતો પણ અર્વી એ વાત થી હજુ ઘણી અજાણ હતી કે એને જેનાથી પહેલી નજરનો પ્રેમ થયો છે એ અબીર નહિ પણ રોબર્ટ કુંજ છે. અર્વી અને અબીર એક બીજાની આંખોમાં એવા ખોવાયેલ હતા કે તેમની આસપાસ શું થઈ રહ્યું હતું તેની પણ એ બંને ને જાણ હતી જ નહિ! થોડા જ સમયમાં કિયારા અને રિવાયત તે બન્નેની ...Read More

4

પ્રેમનો બદલાવ - 4 - પ્રેમ કે દગો?

ભાગ - 4 :- પ્રેમ કે દગો? અને અર્વી એક નવી દુનિયામાં પોતાના કદમ મુકવા જઈ રહ્યા હતા. અબીર અને અર્વી એકબીજા માટે કઈક મહેસૂસ કરવા લાગી ગયા હતા, પણ શું જ્યારે અર્વી ને ખબર પડશે કે એને જેની સાથે પ્રેમ થયો છે એ અબીર નહિ પણ એનો હમશકલ રોબર્ટ કુંજ છે ત્યારે અર્વી નો ફેંસલો શું હશે? અર્વી નો જે પણ ફેંસલો હોય એ, પણ રિવાયત અને કિયારા સમજી ચૂક્યા હતા કે અબીર અને અર્વી એકબીજા માટે કંઇક મહેસૂસ કરવા લાગ્યા છે." રિવાયત સર મને લાગે છે કે મારી સહેલી અર્વી અબીર સર ...Read More

5

પ્રેમનો બદલાવ - 5 - પ્રેમનો એકરાર

ભાગ :- 5 - પ્રેમનો એકરાર 01-01-2100 - રાત્રે 12:10 નો સમય થોડા પછી એક પછી એક એમ પ્રદર્શન શરૂ થાય છે. એક પછી એક બેહતરીન પ્રોજેક્ટ લોકોની નજર આગળ હોય છે. ત્યાં હાજર લોકોની અક્કલ કામ કરવાનું બંધ કરી દે છે કેમકે એટલા કામયાબ ટેકનોલોજી યુક્ત પ્રોજેક્ટ તેમની આંખો સમક્ષ હતા. આખરે અબીર ના પ્રોજેક્ટ નો નંબર આવે છે અને રિવાયત અબીર પાસે આવે છે. " અબીર ચાલ ભાઈ સ્ટેજ ઉપર, હવે આપડો નંબર આવી ગયો છે." રિવાયત " શું? હું કંઈ સમજ્યો નહિ!" અબીર " ભાઈ હવે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ તારો જ બનાવેલો ...Read More

6

પ્રેમનો બદલાવ - 6 :- સચ્ચાઈથી સામનો

ભાગ - 6 :- સચ્ચાઈથી સામનો ટેક્સી ની હડતાલ હોવાના લીધે કિયારા રાત્રે એટલી સૂમસામ સડક ઉપર જઈ રહી હોય છે અને અચાનક જ કેટલાક મવાલીઓ તેનો રસ્તો કાપી દે છે. કિયારા થોડી ગભરાઈ ને ઉતાવળા પગે ચાલવા લાગે છે પણ મવાલીઓ પણ તેની સાથે બાઈક ચલાવે છે તો ક્યારેક બાઇક ને બ્રેક મારી દે છે. કિયારા નો ડર પણ હવે ધીરે ધીરે વધતો જતો હોય છે. " ચાલો મેડમ અમે તમને છોડી દઈએ." મવાલી " મારે અહીંયા જ જવાનું છે. આભાર!" કિયારા " તો ત્યાં સુધી છોડી દઈએ. બેસી જાઓ મારા બાઇક માં." મવાલી મવાલીઓ કિયારા સાથે ...Read More

7

પ્રેમનો બદલાવ - 7 - સચ્ચાઈથી સામનો  (02)

ભાગ :- 7 - સચ્ચાઈથી સામનો (02) અબીર મા માધવી એકમહિના પછી પોતાના દીકરા અબીર ને મળવા માટે ખૂબજ ઉત્સાહિત હતી પણ રસ્તામાં જ અચાનક તેની કાર રાત્રે ઠીક 12:17 વાગે ખરાબ થઈ જાય છે. માધવી નું ઘર વધારે દૂર ન હતું પણ આજનો જમાનો પગપાળા ચાલે થોડો! માધવી ઘણો સમય ટેક્સીના ઠીક થવાની રાહ જોવે છે પણ ટેક્સી ઠીક થતી નથી. રાત ના 12:30 થઈ ચૂક્યા હતા. અબીર ની નજર બસ ઘડિયાળ ઉપર જ ટેવાયેલી હતી. અબીર ની બેચેની ધીરે ધીરે વધી રહી હતી. અબીર નો જીવ પોતાની માતા ને લઈને ખૂબ જ ગભરાઈ રહ્યો હતો, આખરે ...Read More

8

પ્રેમનો બદલાવ - 8 - સચ્ચાઈથી સામનો - 03

સચ્ચાઈથી સામનો - 03 અબીરના દિલમાં વર્ષોથી પડેલો બોઝ આજે દુનિયાની રૂબરૂ અબીરના પિતાને પણ આજે જ ખબર પડી હતી કે તેમની પત્ની સાથે શું થયું હતું! અબીરના પિતાને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કે અબીરની અંતર્મુખી હાલત જોઈને તેમને હંમેશાં અબીર ઉપર ગુસ્સો જ કર્યો છે. આટલા હોનહાર દીકરા ઉપર માર અને મેણા બોલીને તેની હાલત વધારે ખરાબ કરવામાં યોગદાન આપ્યું હતું. અબીરના પિતા અબીરની સાથે આંખો મિલાવી શકે એમ પણ હતા નહિ! રોહન નીચે જોઇને અબીર આગળ બે હાથ જોડી દે છે. " અબીર.... બેટા... મને માફ કરી દે દીકરા, હું તારો ગુનેગાર છુ. ...Read More

9

પ્રેમનો બદલાવ - 9 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ

ભાગ- 09 - છેલ્લો ફેશલો - પ્રેમનો બદલાવ એવોર્ડ ફંકશમ પૂરું થયા પછી અબીર બહાર જઈને સીધો અર્વી પાસે જાય છે. અબીરને જોતાં જ અર્વી...." ઓહ અબીર તમે એવોર્ડ જીતી ગયા! તમને દિલથી શુભકામનાઓ. અબીર તમે એવોર્ડ તો જીતી ગયા પણ અર્વી ન હારી ગયા! અબીર તમે દુનિયાના બેસ્ટ વૈજ્ઞાનિક તો બની ગયા પણ તમે પ્રેમની જંગમાં નિષ્ફળ થયા. અબીર ગુડ બાય..." અર્વી" કેમ અર્વી શું થયું? મે એવું તો શું કર્યું કે મારો પ્રેમ તારી નજરમાં હારી ગયો? અર્વી આ બધાનો મતલબ શું છે?" અબીર"અબીર તમે મારી સાથે દગો કર્યો છે. અબીર હું તમને ...Read More