વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી

(64)
  • 29.2k
  • 7
  • 11.8k

લજ્જા તેનાં નામ જેવાજ ગુણ.પણ લગ્નજીવન નાં ૪૫માં વર્ષે તે બોલી “મારું કહ્યું તું માનતો નથી એટલે મને તું ગમતો નથી પણ તારા વિનાય મને ગમતું નથી.” પ્રણવ લજ્જાને જોઇ રહ્યો.પહેલા ઘા કરે અને પછી તે વાળી લે એમ કરતા તો ૪૫ વર્ષ વહ્યાં અને હવે પણ બાકીનાં વર્ષો નીકળી જશે એમ માનીને તે બોલ્યો "લાજો હવે કેટલા બાકી રહ્યાં કે તમને મારી સાથે ફાવતું નથી? મને તો તમારી સાથે જલસા જ છે.ખાવાનું સરસ બનાવો છો અને ચા તો હું જાતે બનાવી લઉં છુ. તેથી મને તો કોઇ જ ફરિયાદ નથી.. હા જરા એક્જ તકલીફ છે અને તારા બદલાતા નિયમોની.. પણ મને તેનો રસ્તો આવડી ગયો છે.પહેલા સાંભળી લેવાનું અને ભુલી ગયા હોવાનું નાટક કરવાનું.પછી જરુરી હશે તો ફરી ગુસ્સે થઇને તુ બોલીશ "પ્રણવ તને શું થયું છે?મેં તને કહ્યું છતા તું નથી કરતો?"

Full Novel

1

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 1

અર્પણ ડૉ બેલડી ડૉ આનંદ અને ડૉ.ચંદન (ઈઝાબેલ) પ્રકરણ-૧ લજ્જા તેનાં નામ જેવાજ ગુણ.પણ લગ્નજીવન નાં ૪૫માં વર્ષે તે “મારું કહ્યું તું માનતો નથી એટલે મને તું ગમતો નથી પણ તારા વિનાય મને ગમતું નથી.” પ્રણવ લજ્જાને જોઇ રહ્યો.પહેલા ઘા કરે અને પછી તે વાળી લે એમ કરતા તો ૪૫ વર્ષ વહ્યાં અને હવે પણ બાકીનાં વર્ષો નીકળી જશે એમ માનીને તે બોલ્યો "લાજો હવે કેટલા બાકી રહ્યાં કે તમને મારી સાથે ફાવતું નથી? મને તો તમારી સાથે જલસા જ છે.ખાવાનું સરસ બનાવો છો અને ચા તો હું જાતે બનાવી લઉં છુ. તેથી મને તો કોઇ જ ફરિયાદ નથી.. ...Read More

2

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 2

પ્રકરણ ૨ જમાઈને પુછોતો ખરા એ જવા માંગે છે કે નહીં? પ્રણવ મનમાં બોલ્યો,,,પછી તેને જ યાદ આવ્યું તેણી કહ્યું હતું કે વહેલી સવારે નીકળી જશે. સાસુમાએ તો ગરમ ગરમ સેવો, ખાખરા અને મઠિયાનાં નાસ્તા સાથે ચા અને કઢાયેલ દુધનો કટોરો આપ્યો હતો. પ્રણવને તો જવું જ નહોતુ પણ સાસુમાનો દેકારો આખા ફળીયાને જગાડી મુકવા પુરતો હતો. જાણ કર્યા વિના આવ્યો હતોને? પ્રણવ પોતાની જાતને વઢ્તો હતો લજ્જા મનોમન સમજતી હતી પણ હવે થાય પણ શું? પાછા નાના સાળા એકલને પણ જગાડી મુક્યો હતો કે બસ સ્ટેંડ ઉપર તે લજ્જાની સાથે જાય. પાંચ અને પંદરે બસ આવી.. કમને લજ્જાનો ...Read More

3

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 3

પ્રકરણ ૩ ગાંધીધામમાં લજ્જાનો પત્ર જોઇને પ્રણવ પ્રસન્ન થઇ ગયો. બહુ ધ્યાન થી ચીપી ચીપીને સરસ અક્ષરે લખાયેલ પત્ર ગમ્યો. ખાસ તો સંબોધન ગમ્યું. લજ્જાનો પ્રણવ …વાહ! તેં મારા મનની વાત કહીં. વિવાહ થયા પછી હું તારો જ છું. અને ઇચ્છું કે તારો જ રહુ. ઝડપભેર વાંચી લીધા પછી તે સમજી ગયો કે લજ્જા ખરા મનથી એક જ વાક્ય લખ્યુ છે. ગમતું નથી મને લૈ જા. તો અહીંયા મને પણ ક્યાં ગમે છે? તારી અને મારી બંને ની દશા અને હાલત એક જેવી જ છે. તેણે મારા પત્ર નાં ગુલાબો વિશે ક્યાંય નથી લખ્યું અને જે લખ્યુ છે તે ...Read More

4

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 4

પ્રકરણ ૪ “ હું તો સુઇ ગઈ પણ તારે તો મને ઉઠાડવી હતીને?” આપણો હેતૂ તો પુરો થયોને...આપણે આખી કોઇ પણ આવરણ વિના સાથે સુતાને? નિર્બંધ રાત્રીએ કરવાનું આજ હતુ ને? બકા તું નાની બેબીની જેમ ઉંઘતી હતી..તને જોતા જોતા હું પણ ક્યારે સુઇ ગયો તે મને પણ ના સમજ પડી..” “ પણ મને તો તારી સાથે તને પામવો હતો.” “ તેં મને પામીજ લીધો છેને? જ્યારે ઈચ્છીયે ત્યારે આપણે મળી શકીયે છે.. માણી શકીયે છે “ “ એમ નહીં..પતિ પત્ની ની જેમ..ઇચ્છા થાય તેમ.અને ઈચ્છા થાય ત્યારે કોઇ પણ બંધન વિના મળી શકાય..વહાલ કરી શકાય…” “હવે લગ્ન થાય ...Read More

5

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 5

પ્રકરણ ૫ લગ્ન નાં દિવસે મેકપ વાળી છોકરી એ લજ્જાનો મેક અપ સુ યોગ્ય કર્યો નહોતો.તેથી તેનો મૂડ બરોબર પ્રણવ પણ આ મેકઅપ જોઇને નિરાશ થયો. પણ કશૂં થાય તેવું નહોતુ અને મુહુર્ત થઈ ગયુ હતુ એટલે કન્યા પધરાવો સાવધાન નાં અવાજ સાથે લાલ ચુંદડી ઓઢી લજ્જા મણીયા મામા સાથે આવી.જાનૈયા જમવા બેઠા અને ભોજન મરચા ખારેકનું શાક, મોહન થાળ અને પુરી પીરસાયા. ગર્માગરમ દાળ અને ભાત પીરસાયા પ્રણવ આકાશી કલરનાં શર્ટ સાથે ભુરા શૂટ્માં શોભતો હતો. ફોટોગ્રાફર બંને વર વધુનાં ફોટા પાડતો હતો. લગ્નની વિધિ નિયત સમયમાં પુરી થઈ. હવે જાનૈયા વિખરાયા. ડેવીડ કાકા ફીયાટ લઈને આવ્યા હતા. ...Read More

6

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 6

પ્રકરણ ૬ રેહાના કાચવાલામાંથી રંગૂન વાલા બની.તેનું આમંત્રણ આવ્યુ હતુ. પણ ‘એપલ’ છોડ્યા પછી જેમ તેનું ગામડું ભુલી ગઈ તેમજ રેહાનાને ભુલી ગઈ હતી. લજ્જાનો આ સ્વભાવ હતો..તે આજમાં રહેતી હતી. ગઈ કાલ અને આવતી કાલ બંને માટે તે ઉદાસ રહેતી હતી. હા પણ બંને સંતાનો ના ઊછેર માટે તે બહુ ચોક્કસ હતી. જે શહેરમાં શક્ય હતુ તે સર્વે ઉચ્ચ કક્ષાના ભણતર માટે …ખાસ કરીને અંગ્રેજી માધ્યમ માટે તેનો આગ્રહ હતો. બધા કહેતા અંગ્રેજી માધ્યમ એસ એસ સીમાં વધુ માર્ક લાવવામાં વિઘ્ન રુપ બને છે.તે માન્યતાને ન ગણકારી બંને છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા તે અમેરિકા આવવાનું થયુ ત્યારે આશિર્વાદ ...Read More

7

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 7

પ્રકરણ ૭ જૈનો નું અમેરિકન દ્વિવાર્ષિક સંમેલન “જયના”નો આ વખતે પ્રોગ્રમ ન્યુ જર્સી હતો બેઉ ભાઇ બહેન પાઠશાળામાંથી ન્યુ ગયા હતા ત્યાં ડો. દીપ મહેતાનો પરિચય થયો..ઉમ્મરમાં પાંચ વર્ષે મોટો અને રેડીયોલોજી માં આગળ ભણવા માટે હ્યુસ્ટન અવવાનો આગ્રહી પણ મનથી રોશનીને ચાહનારો મારવાડી હતો. વાતોમાં એને જ્યરે ખબર પડી કે પુર્વેશ તો ધૈર્યનો મિત્ર હતો અને રોશની સાથે તેના તે માનતો હતો તેવા કોઇ જ્ સંબંધો ન હતા ત્યારે તેના મનની વાત તેણે કરી... રોશની કહે હું એમ.બી.બી. એસ ભણી નથી,એટલે તમને તમારી પ્રેક્ટીસમાં મદદ નહીં કરી શકું.દીપ કહે મને તારી મદદની જરુર પણ નથી,મારી મૉમ ની જેમ ...Read More

8

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 8

પ્રકરણ ૮ પ્રણવ આમતો લાગણી ભુખ્યો માણસ,,એટલે લજ્જા સાથે લગ્ન જીવન ઠીક ઠીક ચાલ્યુ..પણ જ્યાર થી લજ્જા અપેક્ષા ગ્રસ્ત ત્યાર થી લજ્જાની અપેક્ષાઓ વધતી ગઈ અને તે અપેક્ષા ઓ પુરી ન થાય એટલે પ્રણવ તરફનો અણગમો છણકા સ્વરુપે બહાર આવે. લજ્જાને એ છણ્કાની માઠી અસર સમજાય તે પહેલા તો તેનો પ્રણવ અન્ય રાજ રોગ ડિમેંચાનો શિકાર બની ગયો.. સામાન્ય લાગતા પ્રણવને આ રોગ લાગી ચુક્યો છે તેની નોંધ ચોવીસ કલાક સાથે રહેતી દિકરી એ શોધી કાઢ્યુ.કે પપ્પા નોર્મલ નથી. લજ્જા કહે પ્રણવ્ નાં નાટક્ને ઓળખવા માટે મને ૪૦ વર્ષનો અનુભવ છે.,તેને કશું નથી. કહેતા તો કહી દીધુ પણ લજ્જા ...Read More

9

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 9 - છેલ્લો ભાગ

પ્રકરણ ૯ બરોબર ૪૫મી લગ્ન્ગાંઠ ના દિવસે પ્રણવ ઈન્સ્યુલીનનું થરમોસ ગાડીમાં મુકીને ભુલી ગયો. બીજે દિવસે ઇંસ્યુલીનની શોધખોળ ચાલી. એમ બની હતી કે આગલે દિવસે ઘરે પાછા જવાની વાત હતી ,,,લજ્જાએ વિચાર માંડી વાળ્યો અને બીજે દિવસે ઇંસ્યુલીન ની શોધ ખોળ ચાલી. બહુ વિચારતા પ્રણવ ને યાદ આવ્યું કે કાલે દીકરીને તે આપ્યું હતું. ફોન ઉપર આ વાત દીકરીને જણવતા તે વિસ્મય્માં પડી. “ના પપ્પા મનેતો તમે કંઇ જ નથી આપ્યુ” લજ્જાનો ગુસ્સો સાતમે માળે ચઢતો હતો..” પ્રણવ યાદ કર તું ગઈ કાલે ગાડીમાં થર્મોસ મુકતો હતો.” ગાડી ખોલી ને જોયુંતો થરમોસ ત્યાં હતુ.પ્રણવ માનતો થઇ ગયો હતો. લજ્જા ...Read More