ઓ મોરે સૈયા

(63)
  • 18.2k
  • 6
  • 7.5k

ચાંદની ... તેના નામ ની જેમ જ ચંચળ અને ખૂબસૂરત હતી. ચાંદની ની જેમ જ તેનો ગોરો વર્ણ જાણે ચારે બાજુ તેજસ્વીતા ફેલાવતો હોય તેવો ચમકદાર હતો. તેના થોડા કાળા તો થોડા સોનેરી વાળ કમર સુધી આવતા હતા. તેની મોટી કાળી આંખ અને ગુલાબી કોમળ હોઠ તેનું સોંદર્ય વધુ નિખારી રહ્યા હતા. ચાંદની નો પરિવાર મધ્યમ વર્ગ નો હતો. તેના પપ્પા રાકેશભાઈ ને એક મીઠાઈ ની દુકાન હતી. કદાચ એટલે જ ચાંદની માં તેના પપ્પા ની મીઠાઈ ની જેમ ખૂબ મીઠાસ આવી હતી. તેના પિતા સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હતા. તેઓએ ચાંદની ને ક્યારેય કોઈ પણ વાત માં રોક ટોક કરી નહોતી.

Full Novel

1

ઓ મોરે સૈયા - 1

પ્રેમ એક એવી લાગણી છે જે કોઈ પણ જાત ના ધર્મ જાતિ ના ભેદભાવ વગર કોઈની સાથે પણ થઈ છે. મોહિત અને ચાંદની સાથે પણ કંઇક એવું જ થયું હતું. તો ચાલો તેમના પ્રેમ ના સફર ની શરૂઆત કેવી રીતે થઈ તે જોઈએ......? ...Read More

2

ઓ મોરે સૈયા - 2

ચાંદની કોલેજ માં પહોંચે છે. કોલેજ પહોંચતા જ તેને તેના પપ્પા ના મિત્ર વિશાલભાઈ મળી જાય છે તે તેને સુધી લઈ જાય છે. વિશાલભાઈ ના કારણે ચાંદની રેગિંગ થી બચી જાય છે. મોહિત તેના ક્લાસ નો કેપ્ટન હતો. તે હજી કોલેજ પહોંચ્યો નહોતો. ચાંદની એક બેન્ચ પર બેસી ગઈ ત્યાં તેની મુલાકાત શબાના અને નેના સાથે થઈ . તે ત્રણેય વાતો કરવા લાગી. મોહિત ક્લાસ માં આવી રહ્યો હતો. બહાર દરવાજા પરથી જ તેની નજર સીધી ચાંદની પર પડી. તે તેને જોઈ દંગ રહી ગયો." આ અહીંયા ક્લાસ માં શું કરે છે ? " ...Read More

3

ઓ મોરે સૈયા - 3

ચાંદની ની તબિયત ખરાબ થઈ ગઈ હતી.. એટલે તે કોલેજ ગઈ નહોતી. તે જ્યારે ગભરાઈ જતી ત્યારે તેને ફીવર જતો. થોડા દિવસ માં તે ફરી નોર્મલ થઈ ગઈ હતી.. આજે તે કોલેજ માં જતા જ લાઇબ્રેરી માં જતી રહી હતી. મોહિત ને આજે પણ ક્લાસ માં ચાંદની દેખાણી નહિ.. તેને સમજાતું નહોતું કે શા માટે તેની નજર ચાંદની ને શોધી રહી હતી.. જ્યારે પહેલાં તો તેની સાથે આવું ક્યારેય થયું નહોતું. તે પણ લાઇબ્રેરી માં જતો રહે છે. આ બાજુ ચાંદની કોઈક બુક શોધી રહી હતી.. તે જ કબાટ માં બીજી તરફ મોહિત બુક ...Read More

4

ઓ મોરે સૈયા - 4

મોહિત અને કબીર ચાંદની ની પીજી શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા.. તે બે માળ ની હતી. ચાંદની નો રૂમ માળે હતો. પીજી નો દરવાજો બહાર થી લોક હતો. કબીર તો હજી આમતેમ જોવે ત્યાં મોહિત દરવાજો ઠેકી અંદર પહોંચી ગયો. કબીર તરત તેની પાછળ ગયો. કબીર ત્યાં પહોંચે એ પહેલાં મોહિત ત્યાં પડેલી એક સીડી લઈ ઉપર ના રૂમ ની બારી તરફ ચડવા લાગ્યો.. કબીર : ઓહ નો.. આ મોહિત ક્યાંક પડી ના જાય એક તો તેનું પહેલી વાર છે અને આ રૂમ ચાંદની નો નઈ હોય તો તો મર્યા... મોહિત તો બારી ...Read More

5

ઓ મોરે સૈયા - 5 - છેલ્લો ભાગ

મોહિત અને ચાંદની બંને જોબ કરવા લાગ્યા હતા. ચાંદની અને મોહિત નો પ્રેમ વધતો જતો હતો. તેમના લગ્ન ને એક વર્ષ થવા આવ્યું હતું. હવે દિવાળી આવવાની હતી. લગ્ન પછી તે બંને ની પહેલી દિવાળી હતી. આજે ચાંદની સ્કુટી લઈને જોબ પર જવા નીકળી ગઈ હતી. બીજા દિવસ થી ચાંદની ને પાંચ દિવસ ની રજા પડવાની હતી. આ બાજુ સવિતા બહેન ખૂબ ઉદાસ હતા. તેને જોઈ લાલચંદ્ર એ પૂછ્યું , " શું થયું છે ? કેમ આમ ઉદાસ છો ? "સવિતા બેન : ઉદાસ તો હોવ જ ને .. દિવાળી આવવાની છે..અને આપણો દીકરો અને વહુ ...Read More