જીવન સફરના સાથી

(43)
  • 11.8k
  • 9
  • 3.6k

સૌંદર્યા એક સુંદર શમણું બની મોહક ના જીવન માં આવી લગ્ન કરીને સાસરે આવી એટલે આખાં ઘરના સભ્યોને લાગણી અને સમર્પણ થી પોતાના બનાવી લીધાં એની મીઠી વાણી અને સરળ સ્વભાવ થી તેણે બધા નું દિલ જીતી લીધું ફક્ત છ મહિનામાં તે ઘરમાં દરેક ની માનીતી અને લાડકી બની ગઈ સાસુ-સસરા તો પોતાની દીકરી ની જેમ પ્રેમ કરે ,નણંદ ને તો ભાભી નહીં સહેલી મળી,દિયરને તો સૌંદર્યા સગાં ભાઈની જેમ લાડ લડાવે અને મોહક તો તેના સ્નેહમાં એવો ઘેલો થયો કે એને તો બીજુ કઈ સૂઝતું નથી, આખો પરિવાર સૌંદર્યા ના આવવાથી ખૂબ ખુશ છે.આવી સુંદર અને સુશીલ વહુ મળી એટલે સગાસંબંધીઓ ને પણ ઈર્ષા થાય એ સ્વાભાવિક છે.

Full Novel

1

જીવન સફરના સાથી - 1

આવી સુંદર અને સુશીલ વહુ મળી એટલે સગાસંબંધીઓ ને પણ ઈર્ષા થાય એ સ્વાભાવિક છે. એક દિવસ સૌંદર્યા એ સુંદર દિકરી ને જન્મ આપ્યો હવે તો સૌમ્યાની સારસંભાળ રાખવામાં મીઠા ઝગડા થવા લાગ્યા કોઈ કહે હું રાખીશ તો કોઈ કહે હું રમાડીશ... સૌંદર્યા ડેકોરેશન અને કેકની તૈયારીઓ જોઈ રહીં હતી કે તેને યાદ આવ્યું કે હજી મોહક કેમ નથી આવ્યો લાવ એને ફોન કરીને પૂછું કે કેટલી વાર છે.આમ વિચારી મોબાઈલ હાથમાં લીધો ને મોહક ને ફોન લગાવ્યો. એટલે મોડું થઈ ગયું. થોડીજ વારમાં તારી પાસે પહોંચ્યો બોલ તારા માટે શું લાવું? મોહકે પ્રેમ થી સૌંદર્યા ને પૂછ્યું. ઓહ તો ...Read More

2

જીવન સફરના સાથી - 2

પણ વિનય તો ફોરેનમાં છેને એતો સૌંદર્યા ના લગ્ન સમયે જ જર્મની જતો રહ્યો હતો અને આગળ ભણવા માટે હવે તે ત્યા જ સારી પોસ્ટ ઉપર છે અને વેલસેટ છે.હા બેન એ જર્મની જતો રહ્યો હતો પણ ભણવા નહીં સૌંદર્યા થી દૂર થવા, તે નાનપણથી સૌંદર્યા ને પસંદ કરે છે પણ તેણે કયારેય કહ્યું નહીં એને ડર હતો કે કયાંક એની અને સૌંદર્યા ની મિત્રતા ટૂટી જાય તો એટલે એણે વિચાર્યું કે એકવાર લાઈફમાં વેલસેટ થઈ ગયા પછી સૌંદર્યા ને દિલ ની વાત કહેવાની અને એ હા પાડે તો તમને લગ્નની વાત કરવી.પણ એ પહેલા જ સૌંદર્યા ને મોહક ...Read More

3

જીવન સફરના સાથી - 3

સૌંદર્યા એને આખું ઘર બતાવી બહાર ગાર્ડનમાં લઈ આવી.બન્ને સામસામે ખુરશી ઉપર ગોઠવાયાં એટલે સૌંદર્યા એ પૂછ્યું કે અચાનક અહીં? આટલા વર્ષો પછી?મારા લગ્નમાં કેમ ન આવ્યો? તે કોઈ શોધી કે નહીં? એ માટે જ તો આવ્યો છું વિનયે સ્મિત કરતાં કહ્યું. એટલે?...અરે તું મને શ્વાસ લેવાની તક તો આપ એક સાથે કેટલા સવાલ વિનય બોલ્યો.સૌંદર્યાએ થોડા સંકોચ સાથે સોરી કહ્યું... વિનય વાતની શરૂઆત કરતા બોલ્યો સૌંદર્યા તારે સોરી કહેવાની જરૂર નથી તારો હક છે મને સવાલ કરવાનો.સૌંદર્યા તેની સામે જોઈ રહીં.વિનયે તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું આજે હું તને મારા દિલ ની વાત કહેવાની આવ્યો છું તારે જાણવું છે ...Read More