સંકલ્પ - એક અતૂટ જોડાણ

(125)
  • 66k
  • 8
  • 24.5k

પ્રકરણ ૧ શુભ સવાર મિત્રો, અગાઉ પ્રેમરંગ (મારી નવલકથા - મારા ઈશ્કનો રંગ)નું વિસ્તૃત વર્ણન કર્યા પછી આધ્યાત્મ મારા લેખન માટે એકદમ નવો જ વિચાર છે. કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખી હું મારી આ કથાને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીશ. વાંચકોના પ્રેમ માટેની અને મારી આ નવલકથા સાથેના તેમના જોડાણ સાથેની કલ્પના કરતી હું આ કથા આપની સમક્ષ રજુ કરી રહી છું, ‘સંકલ્પ’ ૮ ઓગસ્ટ, ૨૦૦૫, ઋષિકેશ, સાંજના ૪ વાગ્યાનો સમય અને રામઝૂલા નજીકના ત્ર્યમ્બકેશ્વર મંદિર નજીકનો ઘાટ. અત્યંત આહલાદ્ક વાતાવરણ, રમણીય દ્રશ્ય અને નીરવ શાંતિ વચ્ચે ગંગા મૈયાનું ઉછળ-કુદ કરતું પાણી. કોઈ જો ત્યાં બેસે તો કદાચ કલાકો સુધી ત્યાં

Full Novel

1

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 1

પ્રકરણ ૧ શુભ સવાર મિત્રો, અગાઉ પ્રેમરંગ (મારી નવલકથા - મારા ઈશ્કનો રંગ)નું વિસ્તૃત વર્ણન કર્યા પછી આધ્યાત્મ મારા માટે એકદમ નવો જ વિચાર છે. કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખી હું મારી આ કથાને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીશ. વાંચકોના પ્રેમ માટેની અને મારી આ નવલકથા સાથેના તેમના જોડાણ સાથેની કલ્પના કરતી હું આ કથા આપની સમક્ષ રજુ કરી રહી છું, ‘સંકલ્પ’ ૮ ઓગસ્ટ, ૨૦૦૫, ઋષિકેશ, સાંજના ૪ વાગ્યાનો સમય અને રામઝૂલા નજીકના ત્ર્યમ્બકેશ્વર મંદિર નજીકનો ઘાટ. અત્યંત આહલાદ્ક વાતાવરણ, રમણીય દ્રશ્ય અને નીરવ શાંતિ વચ્ચે ગંગા મૈયાનું ઉછળ-કુદ કરતું પાણી. કોઈ જો ત્યાં બેસે તો કદાચ કલાકો સુધી ત્યાં ...Read More

2

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 2

પ્રકરણ 2 શું જરૂરી વસ્તુઓ ભૂલી હતી એ એણે યાદ કરવા પ્રયત્ન કર્યો. એને કઈ યાદ ન આવ્યું. છેવટે પપ્પાએ જ શ્રુતિને વિચારોમાં ખોવાયેલી જોઇને કહ્યું, “શ્રુતિ, ચિંતા ના કર, જે હશે એ જયારે યાદ આવશે ત્યારે જે-તે જગ્યાએથી લઈ લઈશું. અત્યારે તું બાકીની પેકિંગ પર ધ્યાન આપ” “ઠીક છે” એમ કહી શ્રુતિ પાછી કામે વળગી. અને એની અને એના મમ્મી-પપ્પા માટેની ૩ બેગો એણે ઝટપટ તૈયાર કરી દીધી અને ઘરના લાડુ, થેપલા, ફરસી પૂરી એ બધું મૂકી દીધું અને બેગ પેક કરી વજન ચેક કર્યું. વિમાનમાં જવાનું હોઈ એ ચેક કરવું જરૂરી હતું. પણ જે વજનની મર્યાદા હતી ...Read More

3

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 3

રાતના 1:50 થયા કે આ પ્રવાસના મેનેજર મિ. શ્રીકાંત પ્રવાસના દરેક વ્યક્તિ જે રૂમમાં રોકાયા હતા, એમનો દરવાજો ખખડાવી અને બધાને સામાન સાથે નીચે આવવા જણાવ્યું. એક પછી એક બધા આવી ગયા. નીચે આવ્યા તો દરેકે જોયું કે 27 સીટની એક મીની લક્ઝરી સિવાય બીજી કોઈ બસ ત્યાં નહતી. "હવે અહીંથી આપણે આ બસમાં આગળ જઈશું." બધાનો મુંઝવણ ભરેલો ચહેરો જોઈ મિ. શ્રીકાંત નજીક આવી બોલ્યા. એમણે જાતે જ બધાનો સામાન બસમાં મુકવામાં મદદ કરી. સામાન ખૂબ હતો, પણ વ્યવસ્થિત ગોઠવણથી બધો સામાન આવી શક્યો. છેવટે 2 વાગ્યે બસ ઉપડી અને બધા બસમાં જ જેમ-તેમ કરી સુઈ ગયા. સવારે ...Read More

4

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 4

પ્રકરણ 4 યમનોત્રી (ચારધામની યાત્રા માટે શ્રુતિ અને એનો પરિવાર નીકળી ગયા હતા. હાલ એ યમનોત્રીના રસ્તા પર પહાડો બળતા જંગલોના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. શ્રુતિ આ નજારાથી ખૂબ ડરી ગઈ હતી. હવે જોઈએ આગળ શું થાય છે?) "શ્રુતિ જો આ બાજુ પણ આ ઝાડ અંદરથી બળી રહ્યા છે." શ્રુતિના માસી બોલી રહ્યા હતા અને પોતાના સ્માર્ટફોનમાં આ નજારો કેપ્ચર કરી રહ્યા હતા. શ્રુતિ કુદરતનું આ ભયાનક સ્વરૂપ જોઈ રહી હતી. વાંકા-ચૂંકા રસ્તા એને ડરાવી રહ્યા હતા. છેવટે યમનોત્રીથી થોડા કિલોમીટર દૂર રાણાચટ્ટીમાં એક ગેસ્ટહાઉસ પર રાત્રે 8 વાગ્યે એમની મિનિબસ રોકવામાં આવી. એ ગેસ્ટહાઉસ પર એમના મેનેજર ...Read More

5

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 5

શ્રુતિ ખૂબ ઉદાસ હતી, પણ એણે વિચાર્યું કે જે થશે એ જોયું જશે. હાલ એ બાબતો વિચારવી જ નથી. માણસના હાથમાં ન હોય. એમ વિચારી એ પોતાના રૂમમાં આવી સુઈ ગઈ. વહેલી સવારે એ ઉઠી ત્યારે, સવારનો કુમળો તડકો એના ચહેરા પર રમત રમી રહ્યો હતો. બારી તો વૉર્નિંગ માસીને કારણે બંધ હતી, પણ એમાંથી સૂરજના કિરણો આવી એની સાથે રમત રમી રહ્યા હતા. શ્રુતિ ખૂબ આનંદ અને ઉમળકા સાથે ઉઠી. માસી તો પહેલાથી જ બાથરૂમમાં સ્નાનાત્યાદિ ક્રિયાઓ માટે ઉઠી ગયા હતા. એ ઉઠી ત્યારે કુમળા તડકા સાથે એણે બીજું પણ કંઈક અનુભવ્યું. એવું કંઈક જે હાલ પૂરતું એને ...Read More

6

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 6

(શ્રુતિના મમ્મીનો જન્મદિવસ હોવાથી ગંગોત્રીના ઘાટ પર પૂજા કરાવી એ અને એના પિતા બંને મીઠાઈની એક દુકાનમાંથી બધા પ્રવાસીઓને માટે લાડુ ખરીદે છે. જ્યારે એના પપ્પા ધીમે-ધીમે પાછળ આવે છે. ત્યારે શ્રુતિ આગળ એની મમ્મીને જ્યાં બેસાડ્યા હોય છે ત્યાં જાય છે. ત્યાં હાલ ઝઘડો ચાલુ હોય છે. હવે આગળ...) શ્રુતિ જ્યારે એની મમ્મીની નજીક આવી ત્યારે બધા વહીલચેર ખેંચનાર ભાઈઓ ઝઘડતા હતા, નજીક ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ બધા એની મમ્મીને બસ સ્ટેન્ડ સુધી લઈ જવા માટે ઝઘડી રહ્યા હતા. શ્રુતિ જેવી નજીક આવી તો એ બધા જ એની નજીક આવી ચર્ચા કરવા લાગ્યા. શ્રુતિએ બધાને શાંત ...Read More

7

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 7

ગંગોત્રીથી પાછા આવવાના રસ્તે શ્રુતિ થાકને કારણે સુઈ ગઈ, અને ગેસ્ટહાઉસ ક્યારે પહોંચ્યા એને ખ્યાલ જ ન આવ્યો. ગેસ્ટહાઉસ પછી નાહી-ધોઈને એ નીચે આવી. તો ત્યાં ટુર મેનેજર એની જ રાહ જોઈ રહ્યા હતા. જેવી એ આવી કે એને બોલાવી અને કહ્યું, "શ્રુતિ તારી મમ્મીનો બર્થડે છે. તો અમે લોકોએ બર્થડે ઉજવવાનું વિચાર્યું. આવી તક બીજે ક્યાં મળવાની? એટલે હું ઉત્તરકાશી જઈને કેક લઈ આવ્યો. જમવાનું થઈ જાય એ પછી તું એમને અહીં બહાર લેતી આવજે. આપણે અહીં જ બર્થડે ઉજવીશું." શ્રુતિ ખૂબ ખુશ થઈને બોલી, "થેન્કયું અંકલ. તમે ખરેખર આ બહુ સારું કર્યું. મમ્મી માટે આજનો દિવસ ખૂબ ...Read More

8

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 8

હજુ શ્રીનગરની બહાર બસ ગઈ જ હતી કે બસ રસ્તા વચ્ચે ખોટકાઈ. બપોરના 2 વાગ્યાનો સમય હતો. ઉનાળાની ઋતુ, ઉત્તરાખંડ પહાડીઓમાં હોવા છતાં શ્રીનગરનું તાપમાન સામાન્ય જ રહેતું. એટલે બધા જ્યારે બસની બહાર નીકળ્યા ત્યારે સરેરાશ તાપમાન 42° થી 45℃ ની વચ્ચે હતું. બહાર બેસવા માટે કોઈ જગ્યા નહીં, અને જ્યાં મળે ત્યાં ઉભા રહેવાનું. બસ ઠીક કરવા બસનો ડ્રાઈવર અને ટુર મેનેજર બંને મેકેનિક શોધવા ગયા. બસથી થોડે દુર એક ઘર હતું. તેની આસપાસ એક મોટી પાળી હતી. અને આસપાસ થોડાક ઝાડ. બસ આટલી વ્યવસ્થા મળી કે એ લોકો ખુશ થઈ ગયા. બધા ત્યાં બેસવા ગયા. પણ શ્રુતિ ...Read More

9

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 9

કણકણમાં તારું નામ તારો જાપ - તારામાં વિશ્વાસ... ઢાળમાં ગાડીઓ વચ્ચે ઘેરાયેલી બસ, અંધારી રાતનો 3 વાગ્યાનો સમય, કડકડતી-હાડ ઠંડી, અને એ વચ્ચે અફવાનો દોર - કે હેલિકોપ્ટરના રિપોર્ટિંગ સમયે જો ત્યાં ન પહોંચીએ તો એ લોકો આપણી ટીકીટ કેન્સલ કરી શકે છે. આ પરેશાનીઓ વચ્ચે શ્રુતિ પર દવાઓની એટલી ઘેરી અસર હતી કે એ એની આંખો પણ ખુલ્લી રાખી શકતી નહતી. બસનો ડ્રાઇવર તો ત્યાં જ ઉભો હતો. પણ બસ નિકાળવી કઈ રીતે? એ જ સૌથી મોટી વિટમ્બણા હતી. એવામાં ટુર મેનેજર પણ આવી ગયા. બધાને આમ દુઃખી ચહેરે ત્યાં ઉભા રહેલા જોયા. એ લોકોના શરીર એમ હતા ...Read More

10

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 10

કેદારનાથમાં એક એક મીટરનું ચઢાણ કરતા શ્રુતિ, એની મમ્મી અને એના પપ્પા ત્રણેયને જોરજોરથી શ્વાસ ચઢી રહ્યો હતો. એમા પણ બાકાત રહ્યા નહતા. આ ચઢાણ ખૂબ અઘરું થઈ રહ્યું હતું. છેવટે ધીમે-ધીમે એમને મંદિરનો આગળનો ભાગ દેખાયો. એ ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા. આગળ એક 10 થી 15 ફૂટની કેડી, એક બાજુ હેલિપેડનો બેઝ, બીજી તરફ પે એન્ડ યુઝની હારમાળા. 2013ની ઘટના અને પી.એમ.ના વારંવાર કેદારનાથની મુલાકાતને કારણે કેદારનાથ ખૂબ સાફ રાખવામાં આવ્યું હતું. જગ્યા-જગ્યાએ કચરાપેટી મુકવામાં આવી હતી. થોડીક આગળ જતાં એક પુલ આવ્યો, નીચે મંદાકિની નદી વહેતી હતી. સામે દૂર કેદારનાથ મંદિર હતું. એની પાછળ ઊંચા-ઊંચા પહાડો ...Read More

11

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 11

શ્રુતિ અને એનો પરિવાર મંદિરના પાછળના ભાગમાં બેસીને કુદરતનો નજારો માણી રહ્યા હતા. ત્યાં બેસવા માટે પણ એક રીતે જોઈએ, ત્યાં વાતાવરણ ઠંડુ જ હતું. પણ થર્મલ વેરના કારણે એ લોકો 3 કલાક સુધી ત્યાં બેસી શક્યા. ત્યારબાદ 11 વાગ્યા કે એ લોકો ધીમે-ધીમે મંદિર તરફ આવ્યા અને ત્યાં કેટલાક ફોટા પાડી, પાછા જવા માટે નીકળ્યા. મંદિરની સીડીઓ ઉતરતા નીચે બંને તરફ 8-10 નાસ્તાની દુકાન આવેલી હતી. 2013માં આવેલ પુર કેદારનાથ મંદિર આગળની બધી જ દુકાનો અને મકાન વહાવી ગયું. એ પછી ત્યાં ખૂબ ઓછી દુકાનોને સ્થાન મળ્યું. અને એ પછી મંદિર જવાનો રસ્તો પણ ખૂબ મોટો થયો. શ્રુતિ ...Read More

12

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 12

લાગી તારી માયા, પડ્યો તારો મોહ.. મહાદેવની ધૂન, શંકરાનો વિચાર... સવારે 6 વાગ્યે શ્રુતિ ઉઠી ગઈ, એને ખૂબ શરદી ગઈ હતી, પણ એ તરફ ધ્યાન ન આપતા એ હાલ તો માત્ર ફરવા પ્રત્યે ધ્યાન આપી રહી હતી. એ અને એના પપ્પા નાસ્તો કરવા ગયા ત્યારે ટુરના અન્ય સદસ્યો હજુ થાકને કારણે આવ્યા નહતાં. એ લોકો તો રૂમમાંથી બહાર નીકળવાની પણ ના પાડી રહ્યા હતા. નાસ્તામાં ગરમાંગરમ બ્રેડપકોડા બન્યા હતા. શ્રુતિએ ડાઇનિંગ એરિયામાં અન્ય કેટલાક અજાણ્યા 5-6 જણાને જોયા, એ લોકો પણ એમની સાથે નાસ્તો કરી રહ્યા હતા. તરત એણે ત્યાંથી દૂર ઉભેલા ટુર મેનેજરને જઈને એ લોકો વિશે પૂછ્યું, ...Read More

13

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 13

ચોપતા.... એડવેન્ચર માણવાની અદભુત જગ્યા. કોઈપણ આ જગ્યાનું થઈ જાય, જો એ અહીં એક વખત આવી જાય તો.. માત્ર રસ્તો અને એનો નજારો જોઈ શ્રુતિ અહીંના પ્રેમમાં પડી ગઈ. લહેરાતી ઠંડી-ઠંડી હવા, બધે જ લીલોતરી, બર્ફીલા પહાડો અને હાથમાં એક ગરમ ચાનો પ્યાલો. બસ આટલી વસ્તુઓ હોય એટલે જાણે જીવનની અધૂરપ પુરી થઈ જાય. પણ શું કરી શકાય? શિમલા, મનાલી કે ઉટી જેટલુ મહત્વ આ જગ્યાને નથી મળ્યું. એટલે જ તો લોકો આ જગ્યાને ઓળખતા નથી. અને એટલે જ જેમને શાંતિથી પ્રવાસીઓના ધસારા વગર ફરવામાં રસ છે. એમની માટે આ યોગ્ય જગ્યા છે. શ્રુતિએ પોતાની ચા પુરી કરી અને ...Read More

14

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 14

આગળ લોખંડની જાળીની રેલિંગ, નીચે 10 કે 15 ફૂટ નીચે અલકનંદા નદી. એનો પટ આમ બહુ સાંકડો કે પહોળો પણ નદીનો ધસમસતો પ્રવાહ ખૂબ અવાજ કરી રહ્યો હતો. અને પવનની ઠંડી લહેરખી ઠંડા વાતાવરણનો અનુભવ કરાવી રહી હતી. શ્રુતિએ સામે જોયું, એમનું છેલ્લું મુકામ બદ્રીનાથ એમની રાહ જોઈ રહ્યું હતું. ચારધામનું અંતિમ અને પ્રતિકૂળ ધામ. એ જગ્યા છે જ એવી. એક સમયે યમનોત્રી અને ગંગોત્રી જવું સરળ છે. પરંતુ કેદારનાથ અને બદ્રીનાથ ખૂબ મુશ્કેલ છે. અને સૌથી અંતિમ ધામ હોઈ એ જગ્યા પ્રત્યેનો લગાવ અલગ છે. પણ ત્યાનું અત્યંત ઠંડકવાળું વાતાવરણ શરીરના હાડકા થીજવી નાખે એવુ હોય છે. હાલ ...Read More

15

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 15

જેમ-જેમ એ લોકો પગથિયાં ચઢતા ગયા, તેમ-તેમ એમને જોનાર લોકોની નકારાત્મકતા વધી ગઈ. "આંટી ક્યારેય આગળ નહિ જઈ શકે." ચઢાણ બહુ ખરાબ છે" એ વાતો વચ્ચે શ્રુતિના પપ્પાના ભાઈબંધના ધર્મપત્ની શીલાકાકી ત્યાં જ બાજુમાં પગથિયાંની બેઠક પર બેસી ગયા. "હવે હું ઉપર નહિ જ ચઢી શકું." એ બાબત એમના મનમાં ઘર કરી ગઈ. એ ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા હતા. એમની શ્રુતિ સાથે ઉપર જવાની જીદને કારણે હવે બધાને મોડું થયું. શીલાકાકીએ બધાને કહ્યું, "તમે બધા જઈ આવો. હું અહી જ બેસીસ." શ્રુતિએ એની મમ્મી સામે જોયું, એની મમ્મી શીલાકાકી પાસે આવી. એમના ખભા પર હાથ મૂકીને બોલ્યા, "જુઓ, ...Read More

16

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 16 (અંતિમ ભાગ)

એ લોકો હજુ પણ ડાઇનિંગ એરિયામાં જ બેઠા હતા. બહાર વરસાદ પડી રહ્યો હતો અને ઠંડકનું પ્રમાણ ખૂબ વધી હતું. કદાચ ઠંડીનો પારો 5℃ જેટલો થઈ ગયો હતો. એ લોકો આ ટેનશનભર્યા માહોલમાં ત્યાં બેઠા હતા એવામાં જ મેનેજર ધ્યાન હટાવવા અચાનક બોલ્યા, "અહીં સવારે ઉપરના પહાડો તરફ જોઈએ તો નજારો ખૂબ સુંદર હોય છે. એવું લાગે જાણે માનસરોવર પર આવી ગયા હોઈએ. જો તમે લોકો 3 વાગ્યે ઉઠો તો એક વખત બહાર નજર કરી લેજો, બદ્રીનાથ મંદિરની પાછળના પહાડો તરફ..." "જો એવું હોય તો હું ચોક્કસ એલાર્મ મૂકીને જ ઉંઘીશ." શ્રુતિ ખુશ થતા બોલી. એના પિતા હજુ હાથ ...Read More