બાણશૈયા

(55)
  • 40.1k
  • 6
  • 15.7k

બાણશૈયા - એક સંવેદનકથા. આ કથામાં આલેખાયેલ સંવેદના મારી પોતીકી છે. એમાં સંવેદનાની એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીંતરમાં બેઠેલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધેયની છે. વાત સબૂરીની છે. સરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જીંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથાર નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામળો પુરવાર થાય છે એ વાત છે.

Full Novel

1

બાણશૈયા - 1

બાણશૈયા અર્પણ: મારી અંદર બેઠેલ ઈશ્વરને કેફિયત: બાણશૈયા - એક સંવેદનકથા. આ કથામાં આલેખાયેલ સંવેદના મારી પોતીકી છે. એમાં એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીંતરમાં બેઠેલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધેયની છે. વાત સબૂરીની છે. સરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જીંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથાર નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામળો પુરવાર થાય છે એ વાત છે. શુભત્વનો રંગ કંકુવર્ણ લાલ હોય, લાગણીત્વનો રંગ લીલો હોય, પ્રેમત્વનો રંગ ગુલાબી, અંધકારનો રંગ કાળો હોય. પણ, અહીં વાત છે મારી વેદના અને પીડાની. તો, વેદના અને પીડાનો રંગ કયો ...Read More

2

બાણશૈયા - 2

પ્રકરણઃ ૨ વિધિની વક્રતા દરેક માતા-પિતાનાં જીવનમાં સંતાન ‘મા’ ના ગર્ભમાં પાંગરતું હોય ત્યારથી આંખમાં સપનાં આંજવાની કુદરતી પ્રક્રિયા હોય છે. અમારાં જીવનમાં પણ એ શુભ ઘટનાનો માંડવો રચાયો હતો. ૧૧ માર્ચ ૨૦૦૧નાં દિવસે દીકરા પર્જન્યએ આ સૃષ્ટિ પર પ્રથમ વખત શ્વાસ લીધો મારી ગર્ભનાળમાંથી છૂટો પડી. અમારાં પતિ-પત્ની બંનેની પાંપણોએ પર્જન્યના આગમનથી શણગાર સજી હતી. મારું હૈયું ભવિષ્ય માટે વાવેતર કરી સિંચવાનું શરૂ કરી દીધું હતું. દીકરા પર્જન્યને જે કોઈ સગાં-સબંધી રમાડવા આવે એ કાનમાં કહેતાં “બેટા! મોટો થઈને એન્જીનીયર બનવાનું છે.” ને, મારા મન માંડવે સપનાંઓનો મેળો ભરાતો. હું મનોમન હરખાતી અને હાલરડું ગાતી “પર્જન્ય મારો રાજા, ...Read More

3

બાણશૈયા - 3

પ્રકરણઃ ૩ સંભવામિ સમયે સમયે આમ તો, આ અગાઉ પણ નાની-મોટી સામાન્ય કહી શકાય એવી ૧૩ સર્જરીસ થઈ ચૂકી પરંતુ, છેલ્લા દશ મહિનામાં ખૂબ ગંભીર, ગૂંચવાડાભરી ડોકટર્સટીમનાં દાંત ખાટાં કરી નાખનાર મલ્ટીપલ્સ સોળ સર્જરીસ થઈ. ફક્ત દશ જ મહિનામાં આટ-આટલી પીડા, વેદના, વિટબણાંઓ જીરવતાં કોણ શીખવી ગયું!? જયારે વેન્ટીલેટર પણ જવાબ આપી રહ્યું હતું એવા એક નહિં, બે નહિં, ત્રણ-ત્રણ વખત મારાં ફેફસામાં ફૂંક કોણ ભરી ગયું!? કર્ણપટલ પર મૃત્યુની ઘંટડી વાગી રહી હતી ત્યારે સુમુધુર વાંસળી કોણ વગાડી ગયું!? મારી અધૂરી રહી ગયેલ વાર્તાના છેડાને બીજો છેડો બાંધી કોણ લંબાવી ગયું!? બંને પગોમાં એક્સટર્નલ ફિક્સેટર્સ હાડકામાં અંદર સુધી ...Read More

4

બાણશૈયા - 4

પ્રકરણ: ૪ સપ્તમેવ સખા ભવઃ એ ઊર્ફે ફિઝિક્સ ઊર્ફે સ્કૂલ ઊર્ફે સાહેબ ઊર્ફે થીયરી ઊર્ફે M.C.Q. ઊર્ફે દાખલાઓ ઊર્ફે બોર્ડ ઊર્ફે ચોક ઊર્ફે ચશ્મા ઊર્ફે પેન ઊર્ફે બ્લેક શર્ટ ઊર્ફે ગ્રે પેન્ટ ઊર્ફે બેલ્ટ ઊર્ફે ડીઓડરન્ટ ઊર્ફે પરફ્યુમ ઊર્ફે હોન્ડાસીટી ઊર્ફે ફ્રેંચકટ ઊર્ફે ડેડી ઊર્ફે મારો હેમુ. આમ તો, સમાજમાં સર્વવ્યાપક અને સર્વસામાન્ય છે કે દરેક પત્નીને પોતાનાં પતિ માટે ફરિયાદ હોય જ. “અમને સમય નથી આપતા, અમારી કાળજી નથી રાખતા.” મને પણ મારા પતિ માટે એવો જ પૂર્વગ્રહ હતો. ૨૮ વર્ષનાં દામ્પત્યજીવનમાં ક્યારેય એમણે મારી કાળજી નથી લીધી. એ એમનાં ફિઝિક્સમાં એવાં તે ગળાડૂબ- ઓતપ્રોત રહેતાં કે જાણે ...Read More

5

બાણશૈયા - 5

પ્રકરણ : ૫ મારે રૂદિયે બે કાવ્યો દીકરી જ્યારે પોતાની જનેતાની ‘મા’ બને ત્યારે!!!???- વિચાર માત્રથી રૂંવેરૂંવે કંપારી વ્યાપી પરતું, એ નિયતી પણ મારા ભાગ્યમાં આલેખાય હતી- ચીતરાય હતી. મારી દીકરી ડૉ. કથક મતલબ મારી વ્હાલુડી, મતલબ મારા આત્માનો પ્રાણઅંશ, મતલબ મારા આત્માની પ્રાર્થના, મતલબ મારા શ્વાસમાં ભરેલ વાંસળીની ફૂંક, મતલબ મારી કાનુડી. જેના નટખટ સ્વભાવથી હું માતૃત્વને ધન્ય પામી છું. જમીને ક્યારેય પણ ડીશ પણ ન ઊંચકી હોય એ દીકરી પર જ્યારે પોતાની મા ની વ્હાલુડીમાંથી એકાએક ‘મા’ થઈને માવજત કરવાની જવાબદારી આવી પડે ત્યારે!? એ દીકરી પર શું વીતી હશે??? એક દીકરીની સાથોસાથ પોતે ડૉકટર હોવાને કારણે ...Read More

6

બાણશૈયા - 6

પ્રકરણ : ૬ જમાઈ બન્યા સાક્ષાત જગદીશ ચાણક્ય નીતિમાં પણ કહેવાયું છે અને આપણા અનેક ગ્રંથોમાં પણ સમજાવ્યું છે આપણાં પૂર્વજો પણ એમનાં અનુભવનાં આધારે કહી ગયા છે કે “સામા પક્ષનું મૂળ અને કૂળ જોઈને દીકરી પરણાવાય.” મારી દીકરી ડોક્ટર હોય એના માટે જીવનસાથી પણ ડોકટર જ હોવા જોઈએ એવો અમે આગ્રહ રાખ્યો ન હતો. અમને દીકરીનાં જીવનસાથી માટે એક સારા વ્યક્તિની શોધ હતી. આમ છતાં, ઈશ્વરકૃપાથી અમને જમાઈ ડોકટર મળ્યા. જે અમારું અહોભાગ્ય હતું. એમની સાથેની મુલાકાતોથી અમને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ છોકરો સંસ્કારિતાનાં સર્વોપરિ શિખરને આંબી એક ઉત્તમ માણસ અને માણસાઈનું ઉદાહરણ પૂરું પાડી શકે ...Read More

7

બાણશૈયા - 7

પ્રકરણ: ૭ મેદાને જંગ મારા જીવનમાં ભરબપોરે બેઠેલા અમાસની રાત કેમે કરી ઉતરવાનું નામ લઈ રહી ન હતી. ‘બાર ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થતિ હતી. વડોદરામાં અનેક ટ્રીટમેન્ટ છતાં કોમ્પ્લીકેશન્સ ઓછાં થતા ન હતા. આ બધાની વચ્ચે સુરત આવવાનું નક્કી થયું. ૪થી જુલાઈ ૨૦૧૯ એ મને સુરત ડૉ. એચ.પી.સિંધને ત્યાં એડમિટ કરી. અગાઉથી ટેલીફોનીક કોન્ટેક્ટ દ્વારા ફિઝિયોથેરાપીસ્ટની એપોઈન્ટમેન્ટ પણ લઈ લીધી હતી. તે દિવસે સૂરજ ગોળ ખાયને ઉગ્યો હશે. જાણે ખુદ ચાંદ હથેળીમાં દીવો લઈ સૂરજને તેડી લાવ્યો હોય એટલી સરળતા અને સહજતાથી ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. ચિંતને સાંજે પાંચ વાગ્યે મારી વિઝીટ લીધી. મેં એને મારા શરીરને અડવા સુધ્ધાં નહીં ...Read More

8

બાણશૈયા - 8

પ્રકરણ: ૮ પીડાને માત આપે એવી વેદના: કોલોસ્ટોમી વેદનાને વાચા ખૂટે તો, સપનાઓ આંખે ખૂંચે તો; હૈયામાં હામ ખૂટે ખુદ ખુદને જ લૂટે તો. પીડા તો પચાવી પણ શકાય. પીડાને પચાવતાં તો ઈશ્વર પણ શીખવી શકે. પીડા પેઈનકિલરથી પણ ડામી શકાય.શ્રધ્ધા અને સબુરી પર વિશ્વાસ મૂકી પીડાદાયી સમયને પાર પણ કરી શકીએ. બાધા-આખડી લઈ, ઈષ્ટદેવ પર ભરોસો રાખી, આત્મબળ વધારીને પણ પીડાને માત આપી શકીએ..... પણ વેદના!!! વેદનાનું શું??? જે પોતે જ વ્યાકુળ છે, જે પોતે જ વ્યકત થવા વલખાં મારી રહી છે એનું શું? પીડાની પડખે ખુદ ઈશ્વર ઊભો રહી ટેકો આપે એવો મારો ખુદનો અનુભવ છે અને ...Read More

9

બાણશૈયા - 9

પ્રકરણઃ ૯ લોહીની સગાઈ અને એથીય પરે ઈશ્વરને પણ ઈર્ષા આવે એટલી હું પપ્પાની લાડકી એ વાત જગજાહેર છે. દીકરી હોવાનો એમને ક્યારેય ભાર નથી લાગ્યો. એમણે મા અને બાપ બંનેનો પ્રેમ ત્રણેય બહેનોને આપ્યો છે. આમ પણ, મારું માવતર એટલે પપ્પાની વિશાળ છત્રછાયા નીચે હું, માસીમા અને મારી બે બહેનો. આ ચાર સ્તંભ પર ટકેલ મજબૂત, શાનદાર અને સમાજમાં ઉદાહરણ રૂપ ઈમારત એટલે મારું ગૌરવવંતુ પિયર. આમાંથી એક પણ સ્તંભ હાલકડોલક થાય તો મારા માવતરની ઈમારત ડગી જાય. અને, છત્રછાયા રૂપી પપ્પા ઢીલાઢસ થઈ જાય. એમનો જીવ અમારાં ચારમાં જ વસેલો. અમારા ચારના કુંડાળામાં એમનું સમગ્ર વિશ્વ સમાય ...Read More

10

બાણશૈયા - 10

પ્રકરણ: ૧૦ સાત પેઢીનો સંબંધ જ્યારે પોતાની દીકરી, પોતાનું કાળજું કોઈ અજાણ્યા-અપરિચિતને સોંપવાનું હોય ત્યારે દરેક મા-બાપની નજર સી.આઈ.ડી. થઈ જતી હોય છે. એવાં સમયે દિલ અને દિમાગનાં કશ્મકશ વચ્ચે બંધાતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. અને પછી, એ સંબંધમાં ફક્ત વત્તા અને ગુણાકાર સતત રહે એટલે સાત પેઢીનો સંબંધ. કંકુવર્ણ સ્નેહનો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. સ્નેહ અને સગપણનાં માંડવે રચાતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. હસતાં-હસતાં ત્યાગ, સમર્પણ અને જતું કરવાની નીતિ ફક્ત આ જ સંબંધમાં જોવા મળે. શું મેળવ્યું કરતાં શક્ય એટલું વધુ આપવાના આનંદનો અવસર સાત પેઢીનાં સંબંધને આંગણે જ જોવા મળે છે. ઘરમાં કોઈ ...Read More

11

બાણશૈયા - 11

પ્રકરણ : ૧૧ મિત્રોની મહેંક કહે છે ઈશ્વર એક બારી બંધ કરે ત્યાં બીજી બારી ખોલે છે. મને પણ સાક્ષાત અનુભવ થયો. મારું જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું મારો શ્વાસ પણ ઉછીનો હતો. મારું આખું શરીર એક્સ્ટર્નલ ફિક્સેટર, વેન્ટીલેટર અને જાત-જાતનાં મેડિકલ ઉપકરણો પર નભતું હતું. મારી આ પીડાદાયક અને વેદનામય પરિસ્થિતિમાં વિવિધ મિત્રોને ઈશ્વર મારા સથવારા માટે મોકલતો હતો. મારા હાથ, પગ, ફેફસાં, આંતરડા બધું જ છિન્નભિન્ન હતું પણ મારા મિત્રોની ફોજ અડીખમ હતી. અસહ્ય પીડા, દશ મહિના સુધી પડખું પણ ફરી શકવાની ક્ષમતા નહીં. ચટ્ટોપાટ જીવતી લાશની જેમ પડી રહેવાનું આખો દિવસ ડોક્ટર્સ, ડ્રેસિંગ, ફિઝિયોથેરાપી, વિવિધ ટ્રીટમેન્ટમાં ...Read More

12

બાણશૈયા - 12

પ્રકરણઃ ૧૨ ટેકા વિનાની ભીતરની ભીંત જીવનની આસ્વાદની પળો પૂનમના ચંદ્ર જેવી સોહામણી હતી. મેં જીવનભર સૌદર્યને ચાહ્યું હતું. દરેક સ્ત્રીને સોળ શૃંગાર કરી સજી-ધજીને મ્હાલવાની દસ્તાવેજી પરવાનગી આપી જ હોય છે. સોળ શૃંગાર થકી પોતાની જાતને અભિવ્યક્ત કરવાની મહેચ્છા અને જીજીવિષા કુદરતે દરેક સ્ત્રીમાં ઠસોઠસ ભરી જ હોય છે. ખુદ પ્રકૃતિ પણ સ્ત્રી છે એ પણ સજીધજીને વસંતનાં વધામણા કરતી હોય છે. મારી જન્મકુંડળીમાં શુક્ર બળવાન હોવાથી સ્વભાવગત હું પરફેકશનવાળી. મને લઘર-વઘર ડ્રેસિંગ ફાવે નહીં. કપાળની બિંદીથી લઈ હેરક્લચર અને હેરપિનથી લઈ ચંપલ સુધી મને મેચીંગ જ ગમે અને હોવું જ જોઈએ એવો આગ્રહ પણ. થીમથી લઈ મટીરીયલ ...Read More

13

બાણશૈયા - 13

પ્રકરણ: ૧૩ એક ખુલ્લો પત્ર ઈશ્વરને પ્રતિ, શ્રી ઈશ્વરજી મુ.પો. બ્રહ્માંડ હેં ઈશ્વર! તને કયા નામે સંબોધું? એ સૂઝતું આજકાલ અમારે ત્યાં ‘હાય’ ‘હેલો’ જેવાં સંબંધો ચલણમાં છે. જે મને તારાં માટે રૂચતાં નથી. તું મારો ચિત્ત-પરિચિત છે. તારો અને મારો આત્માનો નાતો. જે જન્મોજન્મથી કોઈક અદશ્ય તંતુથી જોડાયેલ છે અને ઘણાં જન્મોજન્મ સુધી જોડાયેલ રહેશે. એટલે આપણો સંબંધ આત્મીય છે. તો પછી... આત્મિક ઈશ્વર! મારાં અંતરનાં નાથ એવાં તને મારા અંતઃકરણપૂર્વક વ્હાલ અને નમસ્કાર. જો, તને પત્ર લખવા બેઠી તો આંગળીઓનાં ટેરવા ગુલાબી થઈ રહ્યા છે. મન ઉપવન થઈ ઝૂમી રહ્યું છે. રગેરગમાં લોહી ઝરણાં થઈ ઉછળકૂદ કરી ...Read More

14

બાણશૈયા - 14 - છેલ્લો ભાગ

પ્રકરણ: ૧૪ એય! જીન્દગી વ્હાલી જીંદગી, પ્યારી જીંદગી. તું ખૂબસુરત છે. ખૂબ...ખૂબ..ખૂબ જ સુંદર. જાણે કે સૃષ્ટિનાં ભાલ પર તિલક, જાણે કે સહેજ પીળાશ પડતો ચળકતો પૂનમનો ચાંદ, જાણે કે ક્ષિતિજની પેલેપાર પહોંચવા ઉત્કૃષ્ટ રતૂમડો સૂરજ જાણે કે મહાસાગરનાં મોજાં પર હિંચકે ઝૂલતું મેઘધનુષ, જાણે કે રૂમઝૂમતું પાયલ પહેરી પગરવ માંડતો પવન, જાણે કે બ્રહ્માંડમાં ગરબે ઘૂમતાં વાદળો, જાણે કે ઉછળતું કૂદતું હરણું અને હરણાંને બાથમાં ભરી વ્હાલ કરતું ઝરણું અને એ ઝરણું મારું શમણું અને એ શમણાંમાં સમાયેલ મારું શરણું. હું તને ખૂબ ચાહું છું અને તું પણ મને. હું તારી પાસે ખોબો ભરીને સુખ માગું અને તું ...Read More