ભેદી ટાપુ

(18.4k)
  • 843.4k
  • 3.1k
  • 507.8k

૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?” “ના, આપણે નીચે ઊતરીએ છીએ.” “શું? આપણે નીચે ઊતરીએ છીએ?” “હા, કપ્તાન. આપણે નીચે ઊતરતા નથી, પણ નીચે પડીએ છીએ.” “તો પછી સામાન ફેંકવા માંડો.” “બધું જ ફેંકાઈ ગયું, કપ્તાન.” “બલૂન ઊંચે ચડે છે?”

1

ભેદી ટાપુ - 1

૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?” “ના, આપણે નીચે ઊતરીએ છીએ.” “શું? આપણે નીચે ઊતરીએ છીએ?” “હા, કપ્તાન. આપણે નીચે ઊતરતા નથી, પણ નીચે પડીએ છીએ.” “તો પછી સામાન ફેંકવા માંડો.” “બધું જ ફેંકાઈ ગયું, કપ્તાન.” “બલૂન ઊંચે ચડે છે?” ...Read More

2

ભેદી ટાપુ - 2

બલૂનમાં કિનારા પર આવ્યા તે મુસાફરો હવામાં ઉડ્ડયન કરનારા ન હતા. તેઓ તો યુધ્ધકેડી હતા. તેઓ હિંમતથી બલૂન દ્વારા છૂટ્યા હતા. કેટલીયે વાર તેઓ મરતાં મરતાં બચ્યા હતા. ૨૦મી માર્ચે તેઓ રીચમંડ શહેરમાંથી નાસી છૂટ્યા હતા. જનારાત્લ ગ્રાંટે રીચમંડ ને ઘેરો ઘાલ્યો હતો. બલૂનમાં નાસી છૂટનારા અત્યારે વર્જીનિયાની રાજધાનીથી સાત હજાર માઈલ દૂર હતા. બલૂનમાં તેઓએ પાંચ દિવસ સફર કરી હતી. ...Read More

3

ભેદી ટાપુ - 3

ઈજનેર જાળીની દોરી ઢીલી પડતાં સમુદ્રના મોજામાં તણાઈ ગયો. તેનો વફાદાર કૂતરો માલિકની પાછળ કૂદી પડ્યો. સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફટ, ચારેય જણા પોતાનો થાક ભૂલીને શોધખોળ કરવા લાગ્યા. બિચારો નેબ! તે રડતો હતો. તેને હાર્ડિંગ સિવાય પોતાનું કહી શકાય એવું દુનિયામાં કોઈ ન હતું. હાર્ડિંગ અદ્રશ્ય થયો. એને હજી બે જ મિનીટ થઇ હતી. તેમને આશા હતી કે તેઓ હાર્ડિંગ ને બચાવી શકશે. આથી તેઓ હાર્ડિંગને બચાવવા આગળ વધતા હતા. ...Read More

4

ભેદી ટાપુ - 4

એકાએક સ્પિલેટ ઊભો થઈ ગયો. તેણે ખલાસીને કહ્યું: “હું બરાબર આ જ સ્થળે તમને પાછો મળીશ. હું પણ નેબ ગયો દિશામાં જાઉં છું.” એમ કહીને તે કરાડની પાછળ અદ્રશ્ય થઇ ગયો. હર્બર્ટ તેની સાથે જવા ઈચ્છતો હતો, પણ ખલાસીએ તેને રોક્યો અને કહ્યું: “ઊભો રહે, મારા દીકરા,” ખલાસી બોલ્યો. “આપણે પહેલાં રહેવાની જગ્યા શોધી કાઢવી પડશે. પછી કંઈક સારું ખાવાપીવાનું જોઈશે. આપણા મિત્રો થાક્યાપાક્યા પાછા આવશે ત્યારે તેમને માટે આપણે બધું તૈયાર કરી રાખવું પડશે. અહીં આપણે ભાગે કામ વહેંચી લઈએ.” ...Read More

5

ભેદી ટાપુ - 5

પહેલાં તો લાકડાના ભાર ગુફામાં નાખ્યા. પછી જેટલાં નકામાં મોટાં કાણા હતાં તે બધાંને ખલાસીએ લાકડાં અને પથ્થરથી પૂરી હવાની આવ-જા માટે જરૂરી અને અગ્નિનો ધુમાડો નીકળી જાય, એટલાં જ કાણા રહેવા દીધાં. ગુફામાં સૂકી રેતી પાથરી. ગુફા આપોઆપ ત્રણ ચાર ખંડમાં વહેંચાઇ ગઈ હતી. ગધેડાને પણ ન ગમે તેવી આ ગુફા અત્યારે તો ખૂબ મીઠી લગતી હતી. ગુફાના અર્ધા ભાગમાં ચાલીને જી શકાય એમ હતું. ...Read More

6

ભેદી ટાપુ - 6

ગુફામાં સૂતેલા માણસો પાસે પોતાનાં કપડાં સિવાય બીજું કંઈ ન હતું. સ્પિલેટ પાસે ઘડિયાળ તથા નોટબુક રહી ગઈ હતી. પાસે કોઈ પણ હથિયાર કે ખિસ્સામાં રાખવાનું ચાકૂ સુધ્ધાં ન હતું. તેમણે બલૂનનો ભાર હળવો કરવા બધું જ ફેંકી દીધું હતું. વાર્તાનો કાલ્પનિક નાયક ડેનિયલ ડેફો પણ આટલી મુશ્કેલ સ્થિતિમાં ન હતો. કાં તો તેની પાસે પૂરતી સામગ્રી હતી અથવા ટાપુ પર તેને બધું મળી રહેતું હતું. જયારે અહીં તો કોઈ સાધન પાસે નથી. કોઈ વાસણો નથી. અહીં તો શૂન્યમાંથી સર્જન કરવું પડે એવી વિકટ પરિસ્થિતિ હતી. ...Read More

7

ભેદી ટાપુ - 7

પેનક્રોફટ અને હર્બર્ટ જયારે ગુફા પાસે પહોંચ્યા ત્યારે ગુફાની બહાર સ્પિલેટ ઊભો હતો, તે શૂન્ય નજરે સમુદ્ર તરફ જોતો અદબ વાળી હતી. ભારે વાવાઝોડું આવી રહ્યું છે એવી નિશાનીઓ આકાશમાં દેખાતી હતી. હર્બર્ટ ગુફામાં ચાલ્યો ગયો પેનક્રોફટ સ્પિલેટ પાસે ગયો. સ્પિલેટે ખલાસીને જોયો નહિ. “રાત્રે વાવાઝોડું થશે, મિ. સ્પિલેટ.” ખલાસીએ કહ્યું. સ્પિલેટ એકાએક ખલાસી તરફ ફર્યો, અને પૂછ્યું. “કપ્તાન કિનારાથી કેટલેક દૂર દૂર દરીયામાં પડી ગયા હશે?” ...Read More

8

ભેદી ટાપુ - 8

નેબ જરાપણ હાલ્યોચાલ્યો નહીં. પેનક્રોફટે એક જ શબ્દ ઉચ્ચાર્યો: “જીવે છે?” તેણે પૂછ્યું. નેબે કંઈ જવાબ ન આપ્યો. સ્પિલેટ અને મુખ્ય ઉપરથી લોહી ઊડી ગયું. હર્બર્ટે જોરથી મુઠ્ઠી વાળી અને સ્થિર ઊભો રહ્યો. બિચારો હબસી દુઃખમાં ડૂબી ગયો હતો. તેણે તેના સાથીઓને જોયા ન હતા કે, ખલાસીનો અવાજ સાંભળ્યો ન હતો. સ્પિલેટે નીચા નમીને હાર્ડિંગની છાતી પર પોતાના કાન રાખ્યા. ...Read More

9

ભેદી ટાપુ - 9

થોડા શબ્દોમાં ગિડીયન સ્પિલેટ, હર્બર્ટ અને નેબને ગુફામાં શું બન્યું છે એની જાણ થઈ ગઈ. આ આપત્તિ પેનક્રોફટને ખૂબ લાગતી હતી, પણ તેના સાથીઓ ઉપર તેની જુદી જુદી અસર થઈ. નેબ તો પોતાના માલિક પાછા મળ્યા એના આનંદમાં એવો ગરકાવ થઈ ગયો હતો કે, બીજું કંઈ સાંભળવા જ તૈયાર ન હતો. હર્બર્ટ કંઈક અંશે ખલાસીની લાગણીને સમજ્યો હતો. સ્પિલેટે તો સીધો જ ઉત્તર આપ્યો: “આમાં ગભરાવાની કંઈ જ જરૂર નથી. પેનક્રોફટ.” “પણ, દેવતા કરી ગયો છે!” “તેથી શું?” ...Read More

10

ભેદી ટાપુ - 10

થોડી મીનીટોમાં ત્રણેય શિકારી ભડભડ બળતા અગ્નિ સમક્ષ આવી પહોંચ્યા. પેનક્રોફટ વારાફરતી કપ્તાન તથા ખબરપત્રીના મુખ સામે જોવા લાગ્યો.તેના કેપીબેરા હતું. તે કંઈ બોલતો ન હતો. “આવો, પેનક્રોફટ!” સ્પિલેટે ખલાસીને આવકાર આપ્યો. “આ દેવતા કોને સળગાવ્યો?” પેનક્રોફટનું આશ્ચર્ય હજી શમ્યું ન હતું. “સૂરજે.” સ્પિલેટે જવાબ આપ્યો. સ્પિલેટની વાત સાચી હતી. સૂર્યની ગરમીથી આ દેવતા સળગ્યો હતો. ખલાસી આ વાત માની શકતો ન હતો. તેણે હાર્ડિંગને પ્રશ્ન ન પૂછ્યો. “તમારી પાસે આગિયો કાચ છે?” હર્બર્ટે હાર્ડિંગને પ્રશ્ન પૂછ્યો. ...Read More

11

ભેદી ટાપુ - 11

અર્ધી કલાક પછી સાયરસ હાર્ડિંગ અને હર્બર્ટ પડાવ પાસે આવી પહોંચ્યા. હાર્ડિંગે તેના સાથીદારોને ટૂંકામાં કહ્યું કે, આપણે ટાપુ હોઈએ એવું લાગે છે. વધારે ખાતરી આવતી કાલે થશે. રાત્રે અઢી હજાર ફૂટની ઊંચાઈએ બધા સૂઈ ગયા, થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. બીજે દિવસે, ૩૦મી માર્ચે,ઉતાવળે નાસ્તો પતાવી, સૌ ઊંચા શિખરની ટોચે પહોંચવા નીકળી પડ્યા. હાર્ડિંગ વિચારતો હતો કે, આ ટાપુમાં જિંદગીભર ગોંધાઈ રહેવું પડશે. આટલે દૂર કોઈ વહાણને નીકળવાનો માર્ગ ન હોય તો અહીંથી નીકળવું મુશ્કેલ પડે. ...Read More

12

ભેદી ટાપુ - 12

તેઓ બધા પર્વત ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. થોડીવારમાં તેઓ પહેલી ટૂકે પહોંચી ગયા. અહીં તેમણે આગલી રાત્રે પડાવ નાખ્યો પેનક્રોફટે નાસ્તા માટે સમય જોવાની દરખાસ્ત કરી. સમય જોવા માટે સ્પિલેટે ઘડિયાળ બહાર કાઢી. તેની ઘડિયાળ કિંમતી હતી. આવા વાવાઝોડામાં પણ તે નિયમિત ચાલતી હતી. સ્પિલેટ ચાવી દેવાનું કદી ભૂલતો ન હતો. ...Read More

13

ભેદી ટાપુ - 13

“કપ્તાન, આજે આપણે ક્યાંથી શરુ કરવાનું છે?” બીજે દિવસે સવારે પેનક્રોફટે આ પ્રશ્ન ઈજનેરને પૂછ્યો. “આપણે એકડેએકથી શરુ કરવાનું છે.” જવાબ આપ્યો.પાસે કોઈ પણ પ્રકરના સાધનો ન હતાં. તેમની પાસે માત્ર પહેરેલા કપડાં હતાં. તેમનું લોઢું હજી ખનીજના રૂપમાં હતું. અને તેમનાં વાસણો હજી માટીના રૂપમાં હતાં. ...Read More

14

ભેદી ટાપુ - 14

બીજે દિવસે, ૧૬ એપ્રિલે રવિવાર હતો. અને ઈસ્ટરનો તહેવાર હતો. એ દિવસે બધાએ કપડાં ધોઈ નાખવાનું શરુ કર્યું. સવારના બધા નદીએ ઊપડ્યા. ઈજનેરે હજી સાબુ બનાવ્યો ન હતો. સાબુ બનાવવા માટે સોદા, પોટાશ, ચરબી અને તેલની જરૂર હતી. નવાં કપડાં યોગ્ય સમયે બનાવવાની યોજના હતી. અત્યારનાં કપડાં છ મહિના ખુશીથી ચાલે તેમ હતાં. પણ નવી યોજનાઓ અમલમાં મૂકવાનો આધાર આ ટાપુ ક્યાં આવલો છે, એના ઉપર હતો. એ વસ્તુ આજે નક્કી થઈ જવાની હતી. ...Read More

15

ભેદી ટાપુ - 15

બીજે દિવસે, ૧૭મી એપ્રિલે, ખલાસીએ ગિડીયન સ્પિલેટને પહેલો પ્રશ્ન પૂછ્યો: “આજે આપણે શું કરવાનું છે?” “કપ્તાન કહે તે,” ખબરપત્રીએ જવાબ સુધી ઇજનેરના સાથીઓએ કુંભારનું કામ કર્યું હતું. હવે તેમને ધાતુ ગાળનારા બનવાનું હતું. પરમ દિવસે તેઓ ગુફાથી સાત માઈલ દૂર આવેલી ભૂશિર સુધી ગયા હતા. ત્યાં જ્વાળામુખી પર્વતમાંથી નીકળેલ લાવારાસના ગાથા જામી ગયા હતા. તેમાં બીજાં ખનીજ તત્વો સાથે ધાતુઓ પણ દેખાતી હતી. ...Read More

16

ભેદી ટાપુ - 16

આજે છઠ્ઠી મેનો દિવસ હતો. આ ટાપુ ઉપરની છઠ્ઠી મેં એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સમાન અક્ષાંશ પર નવેમ્બરની છઠ્ઠી આ રીતે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં છ માસનો ફેર પડતો હતો. આ ટાપુ ઉપર શિયાળો શરૂ થવાનાં ચિન્હો દેખાતાં હતાં. હજી કાતિલ ઠંડી પડતી ન હતી. શૂન્ય ઉપર દસથી બાર અંશ અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન રહેતું હતું. ...Read More

17

ભેદી ટાપુ - 17

બીજે દિવસે, સાતમી મેંએ, હાર્ડિંગ અને સ્પિલેટ સરોવરના ઉચ્ચપ્રદેશ પર ચડ્યા. જયારે નેબ નાસ્તો કરવામાં રોકાયો. હર્બર્ટ અને પેનક્રોફટ લેવા ગયા. ઈજનેર અને ખબરપત્રી સરોવરની પાળે પહોંચ્યા. અહીં ડ્યુગોંગનું મડદું પડ્યું હતું. પક્ષીઓનાં ટોળે ટોળાં તેના માંસની ઉજાણી કરતાં હતાં. તેમને પથ્થર મારીને દૂર ભગાડવા પડ્યા. કપ્તાન ડ્યુગોંગની ચરબીનો ઉપયોગ કરવા માંગતો હતો. ડ્યુગોંગનું માંસ ખોરાકમાં વાપરી શકાય તેમ હતું. ...Read More

18

ભેદી ટાપુ - 18

કપ્તાનની યોજના સફળ થઈ હતી, પણ રાબેતા મુજબ તેણે સંતોષ પ્રગટ કર્યો ન હતો. બધા ખૂબ આનંદમાં હતા. કપ્તાન બીડીને ગંભીર ચહેરે ઊભો હતો. નાઈટ્રોગ્લિસરીનને પોતાનું કામ જોરદાર રીતે કર્યું હતું. જમીન નીચે વહેતા પ્રવાહ કરતાં ત્રણ ગણું પાણી આ ધોધ મારફત વહેતું હતું. થોડા સમયમાં તળાવના પાણીની સપાટી બે ફૂટથી વધારે નીચે ઉતરી ગઈ. ...Read More

19

ભેદી ટાપુ - 19

બીજે દિવસે ૨૨મી મેએ, તેઓ નવા રહેઠાણમાં વ્યવસ્થા કરવા ગયા. હકીકતે તેઓ ગુફાની સાંકડી જગ્યામાંથી ગ્રેનાઈટ હાઉસની વિશાળ જવા આતુર હતા. ગુફાને તેઓ સાવ છોડી દેવાના હતા. ઈજનેર તેમાં કેટલીક વસ્તુઓ બનાવવા માંગતો હતો. કપ્તાને પહેલાં તો ગ્રેનાઈટ હાઉસનો બહારનો ભાગ ક્યાં આવે છે તે જોવાનું નક્કી કર્યું. તે દરિયાકિનારે ગયો અને ફાંકુ પાડતી વખતે સ્પિલેટના હાથમાંથી ત્રિકમ પડી ગયું હતું તેની શોધ કરી. કેટલાક જંગલી કબૂતરો એ કાણામાંથી આવ-જા કરતાં હતાં. ...Read More

20

ભેદી ટાપુ - 20

જૂન મહિનામાં શિયાળો બેસી ગયો. અહીં શિયાળામાં વરસાદ અને કરા પડતા હતા. ગ્રેનાઈટ હાઉસના રહેવાસીઓને હવે આ નિવાસની સાચી સમજાઈ. ગમે તેવા હવામાન સામે અહીં રક્ષણ મળતું હતું. ગુફામાં રહેતા હોત તો આવા આકરા શિયાળામાં મુશ્કેલી પડત, અને ભરતી વખતે દરિયાનાં પાણી ગુફામાં ઘૂસી જાત. આથી જૂનું રહેઠાણ છોડી દીધું તે સારું થયું. આખા જૂન મહિના દરમિયાન તેમણે કેટલીક યોજનાઓ પાર પાડવાનું નક્કી કર્યું. ...Read More

21

ભેદી ટાપુ - ખંડ બીજો - 1

બલૂનમાંથી નીચે પડ્યા એ વાતને સાત મહિના વીતી ગયા હતા. આ દરમિયાન આ ટાપુ ઉપર કોઈ માણસ જોવા મળ્યું હતું. અત્યાર સુધી તેમણે આ ટાપુમાં માણસની વસ્તી છે કે નહીં તેની શક્ય તેટલી શોધ કરી હતી. આ ટાપુ ઉપર કદી પણ કોઈ માનવે પગ મૂક્યો હોય એવું કોઈ ચિહ્ન દેખાતું ન હતું. પણ હવે આ બંદૂકની ગોળી જોી તેઓ વિચારમાં પડ્યા. આ બંદૂકની ગોળી ક્યાંથી આવી? માણસ સિવાય આવું હથિયાર બીજું કોઈ વાપરી શકે? ...Read More

22

ભેદી ટાપુ - ખંડ બીજો - 2

9મી ઓકટોબરે હોડી તૈયાર થઈ ગઈ. ખલાસીઓ પોતાનું વચન પાળ્યું હતું. તેમાં ત્રણ બેઠકો હતી બંને છેડે એક અને એક વચમાં. હોડીની લંબાઈ 12 ફૂટ હતી અને તેનું વજન આશરે 5 મણ જેટલું હતું. હોડીને ગ્રેનાઈટ હાઉસ પાસેના દરિયા કિનારે લઈ ગયા. પછી તેને દરિયામાં તરતી કરી. ખલાસી કૂદીને તેમાં બેસી ગયો. “ આ હોડીથી આપણે પ્રદક્ષિણા કરી શકીએ--” ખલાસી બોલ્યો. “દુનિયાની?” સ્પિલેટે પૂછ્યું. “ના, આ ટાપુની.” ખલાસીએ જવાબ આપ્યો. ...Read More

23

ભેદી ટાપુ - ખંડ બીજો - 3

બીજે દિવસે, 30મી ઓકટોબરે, તેઓ ટાપુના પ્રવાસમાં નીકળી પડવા તૈયાર થયા. આખો ટાપુ તપાસવો જરૂરી હતો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન કે, લીંકન ટાપુના રહેવાસીઓની બીજાની મદદની જરૂર ન રહીં પણ બીજાને મદદ પહોંચાડી શકે એવી સ્થિતિમાં તેઓ હતા. એવું નક્કી થયું કે, મર્સી નદીમાં હોડી હંકારવી, પછી હોડી ન ચાલે ત્યાંથી પગે ચાલીને આગળ જવું. આથી થાક્યાં વિના ઘણો પ્રવાસ થઈ શકશે. આ રીતે ટાપુના પશ્વિમ કિનારે પહોંચવાની યોજના ઘડવામાં આવી. ...Read More

24

ભેદી ટાપુ - ખંડ બીજો - 4

સવારના છ વાગ્યે, ઉતાવળે નાસ્તો કરીને, બધા પશ્વિમ કિનારા તરફ નીકળી પડવા તૈયાર થયા. પશ્વિમ કિનારે પહોંચતાં કેટલો સમય હાર્ડિંગ ધારતો હતો કે, લગભગ બે કલાક લાગશે. રસ્તો ખરાબ હોય તો વધારે સમય લાગવાનો સંભવ હતો. આ પડાવ ફ્રેન્કલીન પર્વતથી ત્રણ માઈલ દૂર હતો. તેઓ પશ્વિમ કિનારા તરફ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. નીકળતાં પહેલાં તેમણે હોડીને એક ઝાડ સાથે મજબૂત બાંધી દીધી. પેનક્રોફ્ટ અને નેબે બે દિવસ ચાલે તેટલી ખાવાની સામગ્રી સાથે લઈ લીધી. ...Read More

25

ભેદી ટાપુ - ખંડ બીજો - 5

સાયરસ હાર્ડિંગ અને તેના સાથીઓ જેગુઆર બોડમાં નિરાંતે સૂતા. સર્યોદય વખતે બધા સમુદ્ર કિનારે આવ્યા. તેઓ સૌ ક્ષિતિજ સુધી જોઈ હતા. ટાપુના કિનારાનો બે તૃતિયાંશ ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. દૂરબીનથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ જોવામાં ન આવી. અહીંથી ત્રણ માઈલ સુધી દષ્ટિ પડતી હતી. દરિયામાં કે જમીન પર કોઈ વસ્તુ દેખાતી ન હતી. હવે દક્ષિણ કિનારાને તપાસવો બાકી હતો. અત્યારે જ એ તપાસ શરૂ કરવી? આજનો આખો દિવસ એ કામમાં વાપરી નાખવો? ...Read More

26

ભેદી ટાપુ - ખંડ બીજો - 6

હાર્ડિંગ સ્તબ્ધ થઈ ગયો. તે કંઈ બોલતો ન હતો. તેને સાથીઓ અંધારામાં દીવાલ ઉપર સીડીની શોધખોળ કરતા હતા. હવાથી આડી અવળી થઈ ગઈ હોય કે નીચે પડી ગઈ હોય! પણ સીડી તો તદ્દન અદશ્ય થઈ ગઈ હતી. “જો કોઈએ મજાક કરી હોય તો આ ક્રૂર મજાક છે!” ખલાસી બોલ્યો “હું તેને જોઈ લઈશ!” નેબ તો “ઓહ! ઓહ! ઓહ!” એમ ચીસો પાડતો હતો. “કોઈએ આપણી ગેરહાજરીમાં આપણા ઘરનો કબજો લીધો છે અને સીડી ઉપર ખેંચી લીધી છે.” સ્પિલેટ બોલ્યો. ...Read More

27

ભેદી ટાપુ - ખંડ બીજો - 7

લીંકન ટાપુના રહેનારાઓને પોતાનું રહેઠાણ ફરીથી પ્રાપ્ત થયું. સરોવર તરફનો રસ્તો ખોલવો ન પડ્યોય એટલું સદ્દભાગ્ય કડિયાકામની મહેનત તેઓ જૂનો રસ્તો ખોલવા જતા હતા, બરાબર તે વખતે વાંદરાઓ ભયથી ધ્રુજવા લાગ્યા. આ કેવી રીતે બન્યું અને ખુલાસો ન કરી શકાય એવી રીતે બન્યું. કોઈ કે તેમને ગ્રેનાઈટ હાઉંસની બહાર હાંકી કાઢ્યા. કોણ હશે એ? અથવા વાંદરાની પીછેહઠનો આ એક જ ખુલાસો હોઈ શકે. દિવસ દરમિયાન વાંદરાઓને જંગલમાં દાટી દીધા. પછી ગ્રેનાઈટ હાઉસમાં વાંદરાઓએ જે બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું તેને ફરીથી વ્યવસ્થિત કર્યું. સદ્દભાગ્યે તેમણે કંઈ તોડફોડ કરી ન હતી. ...Read More

28

ભેદી ટાપુ - ખંડ બીજો - 8

જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું તેમણે કપડાં સીવવાનું ગાળ્યું. બલૂનનું કપડું હતું. સોય અને દોરા પણ હતા. બીજાને દરજીકામ ઓછું ફાવ્યું. ખલાસી દરજીકામમા પ્રવીણ હોય છે. એ જાણીતી વાત છે. કેટલાંક ડઝન ખમીસ અને મોજાં સીવવામાં આવ્યાં. તેમાંથી ઓછાડ પણ બનાવવામાં આવ્યા. આ દિવસોમાં તેમણે સીલના ચામડામાંથી જોડા સીવી લીધા. આ બૂટ દેખાવમાં રૂપાળાં ન હતાં, પણ પહેરવામાં અનુકૂળ હતાં અને પગમાં જરાય કઠતાં ન હતાં. ...Read More

29

ભેદી ટાપુ - ખંડ બીજો - 9

માર્ચના પહેલા અઠવાડિયામાં હવામાનમાં ફેરાફાર થયો. હજી ખૂબ ગરમી પડતી હતા. બીજી માર્ચે ગર્જનાઓ સંભળાઈ, પૂર્વમાંથી પવન ફૂંકાવા લાગ્યો, તડતડ અવાજ સાથે કરાનો વરસાદ પડવા લાગ્યો. ગ્રેનાઈટ હાઉસનાં બારીબારણાં તરત જ બંધ કરી દેવામાં આવ્યાં. કોઈ કોઈ કરા કબૂરતમાં ઈંડાં જેવડા હતા. ખલાસીને ઘઉંના ખેતરની ચિંતા થઈ. તે દોડતો દોડતો ખેતરે પહોંચી ગયો. ત્યાં જઈને તેણે ઘઉંની ઉંબીઓ ઉપર્ મોટું કપડું ઢાંકી દીધું. આવું ખરાબ હવામાન એકાદ અઠવાડિયા સુધી ચાલ્યું. તે દરમિયાન આકાશમાં આંધી અને ગર્જનાના અવાજો સંભળાયા કરતા. ...Read More

30

ભેદી ટાપુ - ખંડ બીજો - 10

પેનક્રોફ્ટના મનમાં એકવાર જો કોઈ યોજના આવી, તો જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી તે પગ વાળીને નહીં. તેણે ટેબોર ટાપુની મુલાકાત લેવાનો મનસૂબો કર્યો. તે માટે એક વહામ બનાવવાનું નક્કી કર્યું. ક્યાં પ્રકારનું લાકડું વાપરવું? એલ્મ કે ફર? બંને પ્રકારનાં લાકડાં ટાપુમાં જથ્થાબંધ મળે તેમ હતાં. તેમણે ફરનાં લાકડાં વાપરવાનું નક્કી કર્યું. આટલી વિગત નક્કી થયા પછી, તેઓ જાણતા હતા કે છ મહિના પહેલાં દરિયામાં મુસાફરી કરી શકાય એવી મોસમ નહીં આવે. આથી એમ નક્કી કર્યું કે, હાર્ડિંગ અને પેનક્રોફ્ટ એ બે જણાએ વહાણ બનાવવાનું કામ હાથમાં લેવુ સ્પિલેટ અને હાર્બર્ટ શિકારનું કામ ચાલુ રાખે નેબ અને જપ ઘરકામ અને રસોઈનું કામ સંભાળે. ...Read More

31

ભેદી ટાપુ - ખંડ બીજો - 11

જૂન મહિનો બેઠો અને શિયાળાનું આગમન થયું. ઉત્તર ગોળાર્ધમાં ડિમેમ્બર મહિનામાં જેવી મોસમ હોય તેવી મોસમ દક્ષિણ ગોળાર્ધમાં જૂન હોય છે. ગરમ કપડાં તૈયાર કરવાનું કપ્તાને હાથમાં લીધું. ઘેટાંઓનું ઊન કાપી લીધું. કપ્તાન પાસે કાંતવાનાં કે વણવાનાં કોઈ યંત્રો હતાં નહીં. આથી તેણે સાદો રસ્તો અપનાવ્યો. આ રસ્તો ઊનને દબાવીને વસ્ત્રો તૈયાર કરવાનો હતો. પ્રારંભમાં ઊનને ધોવી, સાફ કરવી વગેરે પ્રાથમિક પ્રક્રિયાઓ કરવામાં આવી. ચોવીસ કલાક સુધી તેને પાણીમાં પલાળી રાખી. પછી તેને ધોવાના સોડાથી ધોઈ નાખવામાં આવી, કેટલોક સમય તેને સુકાતાં લાગ્યો. આ રીતે કાચો માલ તૈયાર થઈ ગયો. ...Read More

32

ભેદી ટાપુ - ખંડ બીજો - 12

સાંજે શિકાર કરીને બધા પાછા ફર્યાં. બધાને ખૂબ મજા પડી હતી. શિકાર પણ ખૂબ મળ્યો હતો ચાર માણસો ઉપાડી એટલી સામગ્રી પ્રાપ્ત થઈ હતી. “માલિક,” નેબ બોલ્યો, “કોઠારના ઓરડામાં સંગ્રહ કરવા જેવું ઘણું મળ્યું છે પણ મને મદદની જરૂર પડશે. પેનક્રોફ્ટ, તમે મદદ કરશો?” “ના,” ખલાસીએ જવાબ આપ્યો. “હું વહાણ બાંધવાના કામમાં રોકાયેલો છું.” “હર્બર્ટ તમે?” “ના,” હર્બર્ટે જવાબ આપ્યો, “મારે કાલે સવારે પશુશાળાએ જવાનું છે.” “તો પછી સ્પિલેટ, તમે?” “હા, હું તને મદદ કરીશ.” ...Read More

33

ભેદી ટાપુ - ખંડ બીજો - 13

“તરછોડાયેલા માણસ!” પેનક્રોફ્ટ બોલ્યો. “ટેબોર ટાપુ ઉપર અહીંથી દોઢસો બરસો માઈલ દૂર! કપ્તાન, હવે તમે મને જવાની ના નહીં પેનક્રોફ્ટ,” હાર્ડિંગે જવાબ આપ્યો. “તમારે જેમ બને તેમ જલદી નીકળવું જોઈએ.” “આવતી કાલે?” “હા, આવતી કાલે!” ઈજનેરના હાથમાં શીશામાંથી નીકળેલો કાગળ હતો. તે તેના ઉપર વિચાર કરતો હતો. પછી તે બોલ્યો. ...Read More

34

ભેદી ટાપુ - ખંડ બીજો - 14

પેનક્રોફ્ટ, હર્બર્ટ અને સ્પિલેટ અંધારામાં ઊભા રહ્યાં. પેનક્રોફ્ટે જોરથી બૂમ પાડી. કંઈ જવાબ ન મળ્યો. ખલાસીએ એક ડાળી સળગાવીને પ્રકાશ કર્યો. ઓરડો તદ્દન ખાલી હતો. પાછળના ભાગમાં તાપણું સળગાવવાની જગ્યા હતી. ત્યાં થોડાં લાકડાં અને ઘાસ પડ્યું હતું. પેનક્રોફ્ટે સળગતી ડાળી એના ઉપર નાખી. લાકડાં સળગ્યાં અને ઓરડો પ્રકાશિત થયો. ...Read More

35

ભેદી ટાપુ - ખંડ બીજો - 15

બીજા દિવસે 20મી ઓકટોબરે સવારે સાત વાગ્યે ચાર દિવસની મુસાફરી પછી વહાણ મર્સી નદીના મુખમાં હેમખેમ આવી પહોંચ્યું. હાર્ડિંગ અને તોફાની વાતાવરણને કારણે અસ્વસ્થ બની ગયા હતા. તેમને પાછા વળવામાં મોડું થયું. તેથી બંને ચિંતાતુર હતા. તેઓએ સરોવરના ઉચ્ચપ્રદેસમાં જઈને સવારે જોયું તો વહાણને આવતા દીઠું. ...Read More

36

ભેદી ટાપુ - ખંડ બીજો - 16

હા! તે દુર્ભાગી માણસ રડતો હતો. કોઈક સ્મરણોએ તેને રડાવ્યો હતો. એ આંસુથી તે ફરીવાર માણસ બન્યો હતો. બધાએ તેને એકલો રહેવા દીધો. બધા તેનાથી થોડા દૂર જઈ ઊભા રહ્યા. એથી કંઈ ફાયદો ન થયો. હાર્ડિંગ તેને ગ્રેનાઈટ હાઉસમાં પાછો લાવ્યો, બે દિવસ આગંતુક બધાની સાથે ભળવા લાગ્યો. તે સાંભળતો હતો અને સમજતો હતો પણ ન બોલવાનો તેણે વિચિત્ર નિર્ણય કર્યો હતો. એક સાંજે પેનક્રોફ્ટે તેના ઓરડામાંથી નીચેના શબ્દો સાંભળ્યાં. ...Read More

37

ભેદી ટાપુ - ખંડ બીજો - 17

આ છેલ્લા શબ્દો બધાના અનુમાનને સાચું પાડતા હતા. આ માણસનો ભૂતકાળ વેદનાથી ભરેલો હતો. તેણે તેના ગુનાની પૂરતી સજા હતી પણ તેનો આત્મા હજી તેને માફ નહોતો કરતો. એ પાપી માણસ અફસોસ કરતો હતો. પસ્તાવાથી શેકાતો હતો. નવા મિત્રો તેને પોતાની સાથે ભેળવવા ઈચ્છતા હતા પણ તે પોતાની જાતને લાયક ગણતો ન હતો. આ માણસો પ્રામાણિક હતા. જ્યારે પોતે દુરાચારી હતો. ...Read More

38

ભેદી ટાપુ - ખંડ બીજો - 18

“આનો અર્થ શો?” ખલાસી બોલ્યો. “આયર્ટને શીશો દરિયામાં ફેંક્યો નથી. તો પછી કોણ ફેંક્યો?” “એ એક રહસ્ય છે!” હાર્ડિંગે જવાબ આ વાતને લંબાવવા માગતો ન હતો. બીજે દિવસે 21મી ડિસેમ્બરે બધા સરોવરના ઉચ્ચ પ્રદેશમાં ભેગા થયા. આયર્ટન તેના મકાનમાં હતો. હર્બર્ટ, પેનક્રોફ્ટ અને નેબ પોતપોતાના કામે લાગી ગયા હતા, હાર્ડિંગે અને સ્પિલેટને કંઈ કામ પ્રસંગે ગુફામાં જવું પડ્યુ. ગુફામાં તેમની વચ્ચે આ વિષય ઉપર વાતચીત થઈ. ...Read More

39

ભેદી ટાપુ - ખંડ બીજો - 19

બે વરસ! બે વરસથી તેઓ પોતાના દેશથી છૂટા પડી ગયા હતા. સુધરેલી દુનિયાના કોઈ સમાચાર તેમને મળતા ન હતા. અમેરિકામાં થતું હશે? આંતરિક યુદ્ધ ચાલુ હશે કે પૂરું થઈ ગયું હશે? આ બે વરસમાં એક પણ વહાણ આ બાજુ ડોકાયું નથી. લીંકન ટાપુ દુનિયાથી અજાણ્યો છે. નકશામાં પણ તેને બતાવવામાં આવ્યો નથી. અહીં બંદર નથી. બહુમાં બહુ તો આગબોટ પીવાનું પાણી લેવા કોઈ ટાપુ પર આવતી હોય. સ્વદેશ પાછા પહોંચવા માટે બહારની કોઈ મદદની આશા વ્યર્થ હતી. બધો આધાર પોતાનાં બાવડાનાં બળ ઉપર જ રાખવો પડે તેમ હતો. ...Read More

40

ભેદી ટાપુ - ખંડ બીજો - 20

પેનક્રોફ્ટની આગાહી પ્રમાણે પવનનું તોફાન ઉપડ્યું. પવનની ગતિ કલાકે ચાલીસથી પિસ્તાલીસ માઈલ હતી. ખુલ્લા સમુદ્રમાં વહાણ આવા પવનના ઝપાટાથી થવા માંડે. સવારે છ વાગ્યે વહાણ અખાત પાસે પહોંચી ગયું હતું. પણ ભરતી હોવાથી અખાતમાં પ્રવેશવું મુશ્કેલ હતું. સદ્દભાગ્યે પવન જોરદાર હતો. પણ જમીનની ઓથ હોવાથી પડતી ન હતી. સમુદ્રનાં મોટાં મોટાં મોજાંઓ તેના તૂતક ઉપર જોરથી અથડાતાં હતા. રાત્રિ દરમિયાન, હાર્ડિંગ અને સ્પિલેટને વધારે વાતચીત કરવાનો મોકો મળ્યો ન હતો પણ ઈજનેરે કાનમાં જે કહ્યું એટલાથી સ્પિલેટને ઘણો બધો ખ્યાલ આવી ગયો હતો. આ ટાપુના ભેદભરયુક્ત વાતાવરણ વિષે એ મનમાં વિચારતો હતો. ...Read More

41

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 1

લીંકન ટાપુમાં બલૂનમાંથી ફેંકાયાને અઢી વર્ષ વીતી ગયા હતાં. એ સમય દરમિયાન તેમનો સ્વદેશ સાથે કોઈ સંપર્ક રહ્યો ન એક વાર સ્પિલેટે પક્ષીને ગળે બાંધીને ચિઠ્ઠી મોકલી હતી. એનો કોઈ અર્થ ન હતો. આયર્ટન એકલો તેમની સાથે જોડાયો હતો. હવે એકાએક 17મી ઓકટોબરે અણધાર્યા ઉજ્જડ સમુદ્રમાં બીજાં માણસો દેખાયાં હતાં. એમાં કોઈ શંકા ન હતી દેખાતું હતું એ વહાણ હતું! એ વહાણ સીધે સીધું જતું રહેશે? કે બંદરમાં અંદર પ્રવેશશે? થોડા કલાકોમાં એની ખબર પડી જશે. ...Read More

42

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 2

ચાંચિયા અહીં રોકાવા માગતા હતા. એમાં કોઈ શંકા ન હતી. સવારે હોડીમાં બેસીને માણસો અહીં આવશે એ સ્પષ્ટ હતું. જો તેઓ અંદરના ભાગમાં ન આવે તો, માણસોની વસ્તી વિશે એમને કંઈ જાણ ન થાય. તેમનો ઈરાદો મર્સી નદીમાંથી મીઠું પાણી ભરી લેવાનો હોય. પણ તેઓ આગળ જાય તો પુલ, વગેરે ઉપરથી માણસો અહીં રહે છે એ વાતનો ખ્યાલ આવ્યા વિના ન રહે. પણ કાળો વાવટો શા માટે ફરકાવ્યો? તોપનો ધડકો શા માટે કર્યો? ચાંચિયાઓએ બહાદુરીના પ્રદર્શન માટે એ કર્યું હોય! વહાણ તોપોથી સજ્જ હતું. એ તોપોની સામે હાર્ડિંગ અને તેના સાથીઓ પાસે શું હતું? માત્ર થોડી બંદૂકો. ...Read More

43

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 3

રાત કોઈ પણ જાતની ઘટના વિના પસાર થઈ. હાર્ડિંગ વગેરે બધા ગુફામાં હતા. ચાંચિયાઓએ ટાપુ પર ઊતરવાનો કોઈ પ્રયાસ ન હતો. રાતના છેલ્લા ગોળીબાર પછી તદ્દન શાંતિ હતી. એ ઉપરથી એવી શંકા ગઈ કે ચાંચિયાઓ પ્રતિસ્પર્ધી જોરદાર છે એમ માનીને રાતના જ કિનારો છોડીને ચાલ્યા ગયા હોય. પણ હકીકતમાં એમ બન્યું ન હતું. વહેલી સવારે હાર્ડિંગ વગેરેએ જોયું કે ગાઢ ધુમ્મસ વચ્ચે ‘ઉતાવળું’ ચાલ્યું આવે છે. ...Read More

44

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 4

“આખું વહાણ જ ઊડી ગયું!” હર્બર્ટે કહ્યું. “હા! જાણે આયર્ટને દારૂગોળો ફૂંકી માર્યો હયો એમ ઊડી ગયું!” ખલાસીએ જવાબ આપ્યો. “પણ બન્યું હશે?” સ્પિલેટે પૂછ્યું. “તે આપણે થોડી વારમાં જોઈશું.” ઈજનેરે જવાબ આપ્યો.“મુખ્ય મુદ્દો એ છે કે ચાંચિયાઓનું નિકંદન નીકળી ગયું!” બધા ઝડપથી લિફ્ટમાં બેઠા અને કિનારે પહોંચ્યા. વહાણનો કોઈ ભાગ દેખાતો ન હતો. મોજાં પર ઊંચે ઊછળીને તે પડખાંભેર પડી ગયું હતું. વહાણમાં કોઈ મોટું બાકોરું પડ્યું હશે એમાં શંકા ન હતી. ખાડીમાં પાણી વીસ ફૂટ ઊંડું હતું. ઓટ થાય તે વખતે વહાણ તળિયે બેઠેલું જોઈ શકાશે. ...Read More

45

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 5

આમ, ટોરપીડોને કારણે વહાણ ડૂબવાનો ભેદ ઉકેલ્યો. લડાઈમાં ટોરપીડો વાપરવાનો પ્રસંગ હાર્ડિંગને આવ્યો હતો. ટોરપીડો ભયંકર શસ્ત્ર હતું. તેની શક્તિ અસાધારણ હતી. લોઢાના ભૂંગળામાં અતિશય સ્ફોટક પદાર્થો ભરેલા હોય. લાકડાનું વહાણ તો શું, ગમે તેવી મજબૂત લોઢાની બનેલી આગબોટના પણ ટોરપીડો ફૂરચેફૂચા ઉડાવી દે! હા, બધો ખુલાસો થઈ ગયો, પણ ટોરપીડો છોડ્યો કોણે? --- આ પ્રશ્નનો જવાબ મળવો બાકી હતો. ...Read More

46

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 6

બધાએ નક્કી કર્યું હતું કે એકવાર આખા ટાપુની રજેરજ જમીન તપાસી લેવી. આ કાર્ય અત્યારે મહત્વનું હતું. તેની પાછળ ઉદ્દેશ હતા એક તો રહસ્યમય માનવીને શોધી કાઢવો અને બીજું, પેલા છ ચાંચિયાઓનું શું થયું એ પણ જાણવુ જરૂરી હતું. તેમણે ક્યાં આશરો લીધો છે, કેવું જીવન તેઓ ગાળે છે અને હવે તેઓ કેવું નુકસાન કરી શકે તેમ છે, આ બધાની તપાસ કરવી આવશ્યક હતી. ...Read More

47

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 7

હર્બર્ટની ચીસ સાંભળી, પેનક્રોફ્ટે બંદૂકને હાથમાંથી પડવા દીધી, અને તે તેની તરફ દોડ્યો. “મારી નાખ્યો!” ખલાસીએ બૂમ પાડી, “મારા છોકરાને નાખ્યો!” હાર્ડિંગ અને સ્પિલેટ પણ હર્બર્ટ તરફ દોડ્યા. સ્પિલેટે હર્બર્ટની છાતી પર કાન માંડ્યો. તેનું હ્દય હજી ધબકતું હતું. “જીવે છે!” સ્પિલેટ બોલ્યો “તેને જલ્દી લઈ ચોલો...” “ગ્રેનાઈટ હાઉસમાં? અશક્ય છે!” ઈજનેરે જવાબ આપ્યો. “તો પછી, પશુશાળામાં!” પેનક્રોફ્ટ બોલ્યો. ...Read More

48

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 8

બંદૂરના ભડાકાથી ખાતરી થઈ કે ચાંચિયાઓ હજી ત્યાં છે. તેઓ પશુશાળા ઉપર નજર રાખે છે અને એક પછી બધાન માં નાખવા તૈયાર થયા છે. જંગલી જાનવરોના જેમ ચાંચિયાઓને ખતમ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. પણ અત્યારે ખૂબ સાવધાન રહેવું પડે એમ હતું. કારણ કે બદમાશો ફાયદાકારક સ્થિતિમાં હતા. પોતે સંતાયેલા રહીને હાર્ડિંગ વગેરેને તેઓ જોઈ શકતા હતા. તેઓ ધારે ત્યારે એકાએક હુમલો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. ...Read More

49

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 9

હર્બર્ટની તબિયત નિયમિત રીતે સુધારા પર હતી. હવે એને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવી શકાય એટલી તબિયત સુધરે એ જરૂરી પશુશાળામાં સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં સંપૂર્ણ સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવવાનો વેતરણમાં બધા હતા. તેની તબિયતને કંઈ વાંધો ન આવે એવી રીતે ફેરવી શકાય તેની તેઓ રાહ જોતા હતા. ...Read More

50

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 10

ગ્રેનાઈટ હાઉસ પાસે થયેલો વિશાન કે ચાંચિયાઓ તરફનો ભય એ વિષે કોઈ વિચારતું ન હતું. હર્બર્ટની ગંભીર સ્થિતિએ આ પ્રશ્નોને એક બાજુ મૂકી દીધા હતા. હર્બર્ટ માટે આ પ્રવાસ ઘાતક નીવડશે? પ્રવાસથી અંદર કંઈ ઈજા થઈ હશે? સ્પિલેટે કંઈ જવાબ આપી શકે એમ ન હતો. દસ મિનિટમાં હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં પથારી પર સુવડાવી દીધો. ...Read More

51

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 11

સ્પિલેટે ખોખું ઉઘાડ્યું. તેમાં લગભગ બસ્સો ગ્રેઈન જેટલો સફેદ પાઉડર હતો. ખાતરી કરવા તેણે એ ધોળી ભૂકીમાંથી ચપટી ભરીને પર મૂકી જોઈ. અતિશય કડવાશથી સ્પિલેટને હવે કોઈ શંકા ન રહી. એ સલ્ફેટ ઓપ ક્વિનાઈન જ હતી! ...Read More

52

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 12

બીજે દિવસે, 18મી ફેબ્રુઆરીએ સર્પદ્વીપકલ્પના જંગલોમાં ધોધ નદી સુધીનો પ્રદેશ તપાસવાનું નક્કી થયું. તેઓ આખા જંગલમાં ફરી વળ્યા. એની ત્રણથી ચાર માઈલની હતી. તેમાં પશ્વિમ કિનારે ક્યાંય ચાંચિયાઓની નિશાની દેખાઈ નહીં. ...Read More

53

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 13

આ કેવી રીતે બન્યું? ચાંચિયાને કોણે માર્યા? આયર્ટને માર્યા હશે? ના, કારણ કે એને તો ચાંચિયા પાછા ફરે તેની હતી. આયર્ટન અત્યારે ભર ઊંઘમાં હતો. એમાંથી એને જગાડવો શક્ય ન હતો. થોડા વાક્યો બોલીને એ બેભાન થઈ ગયો હતો અને પથારીમાં હાલ્યા-ચાલ્યા વિના પડ્યો હતો. ...Read More

54

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 14

25મી માર્ચ આવી પહોંચી. રીચમન્ડથી બલૂનમાં બેસીને નાસી છૂટ્યો એ વાતને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં હતાં. આ ત્રણ વર્ષ તેઓ પોતાના દેશને ભૂલ્યા ન હતા. અમેરિકાનું આંતરયુદ્ધ પૂરું થઈ ગયું હશે એવી તેમની માન્યતા હતી. એ યુદ્ધમાં કેટલું લોહી રેડાયું હશે? કેટલા મિત્રો મૃત્યુ પામ્યા હશે? આવા વિષયો ઉપર તેઓ વાતચીત કરતા હતા. પોતાના દેશમાં પાછા પહોંચવાની બધાને કેટલી ઝંખના હતી! ...Read More

55

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 15

ઈજનેરે જ્વાળામુખી પર્વત વિશે બધાને ચેતવણી આપી. બધા પોતપોતાનું કામ મૂકીને ફેંકલીન પર્વતના શિખર સામે જોઈ રહ્યાં હતા. જ્વાળામુખી જાગ્યો ધુમાડા અને વરાળ થોડા પ્રમાણમાં અંદર નીકળતા હતા. પણ અંદરનો અગ્નિ કોઈ મોટી ભાંગફોડ કરશે? કંઈ કહી શકાય નહીં. કદાચ લાવારસ નીકળવા માટે નવું મુખ બનાવે તો પણ આખા ટાપુ પર કોઈ જોખમ ન હતું. જ્વાળામુખીનું ખાતું વિચિત્ર હોય છે. એ જૂનું મુખ એક બાજુ પડતું મૂકી નવું મુખ ઉઘાડે છે, અને તેમાંથી ભયાનક લાવારસ ઓકવા માંડે છે. ...Read More

56

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 16

આ શબ્દો સાંભળીને સૂતેલો માનવી બેઠો થયો. તેના ચહેરા પર વીજળીનો પ્રકાશ પડ્યો. તેનું વિશાળ કપાળ, સફેદ દાઢી, ખભા ઢળતા વાળ અને સત્તાવાહી આંખો---આ બધાને લીધે તેનો ચહોરો પ્રતાપી લાગતો હતો. માંદગીને લીધે તે કંઈક નબળો પડેલો જણાતો હતો. પણ તેનો અવાજ હજુ ગંભીર અને શક્તિશાળી હતો. તે અંગ્રેજીમાં બોલ્યોઃ ...Read More

57

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 17

દિવસ ઊગી ગયો હતો. પણ સૂર્યનાં કિરણો આ ગુફામાં પ્રવેશી શકે એમ ન હતાં. ભરતીને કારણે પ્રવેશદ્વાર બંધ થઈ હતું. પણ વીજળીના પ્રકાશથી દિવસ જેવું જ અજવાળું ચારે તરફ પડતું હતું. કપ્તાન નેમો ખૂબ થાકી ગયો હતો. તે પલંગ પર સૂતો હતો. તેને ગ્રેનાઈટ હાઉસમાં લઈ જવાનો કોઈ અર્થ ન હતો. કારણ કે તે પોતાની સબમરીન છોડવા ઈચ્છતો ન હતો. મૃત્યુ તેના તરફ ઉતાવળે પગલે આવી રહ્યું હતું. તે બેભાન થઈ ગયો હતો. હાર્ડિંગ અને સ્પિલેટે આ મરતા માણસની તબિયત તપાસી. તેના મોઢા પરનું તેજ ઓછું થઈ ગયું હતુ. તેની શક્તિ ઘટતી જતી હતી. તેનો જીવ હવે હ્લદયમાં અને કપાળમાં જ રહ્યો હતો. ...Read More

58

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 18

સવારે નવ વાગ્યે બધા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યાં. રસ્તામાં કોઈ કંઈ બોલ્યું નહીં. 15મી ઓકટોબરની રાત્રે જોયેલા દશ્યે તેમના કબજો લીધો હતો. કપ્તાન નેમો અવસાન પામ્યા હતા. તેણે સબમરીન સાથે જળસમાધિ લીધી હતી. મુશ્કેલીની વખતે અણધારી મદદ કરનાર નેમો હવે આ દુનિયામાં ન હતા. વહાણ બનાવવાનું કામ ઝડપભેર ચાલવા લાગ્યું. હાર્ડિંગ હવે એ કામમાં પહેલાં કરતાં વધારે સમય આપવા લાગ્યો. ભવિષ્યમાં શું બને તે કહી શકાય તેમ ન હતું. ટેબોર ટાપુએ જવું હોય તો માર્ચની શરૂઆતમાં વહાણ તૈયાર થઈ જાય તે જરૂરી હતું. હજી પાંચ મહિના હાથમાં હતા. પણ સમય વેડફવો પોષાય તેમ ન હતું. ...Read More

59

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 19

બીજે દિવસે 8મી જાન્યુઆરીના રોજ દિવસ અને રાત પશુશાળામાં વિતાવીને હાર્ડિંગ અને આયર્ટન પાછા ગ્રેનાઈટ હાઉસમાં આવી પહોંચ્યા. ઈજનેરે તરત પોતાના બધા સાથીઓને ભેગા કર્યા અને ટાપુ પર આવી રહેલી ભયંકર આપત્તિની જાણ કરી. આફતમાંથી તેમનને કોઈ માનવશક્તિ બચાવી શકે તેમ ન હતી. “મિત્રો,” હાર્ડિંગે લાગણીભર્યા અવાજે કહ્યું. “આ ટાપુનો નાશ બહુ થોડા સમયમાં થશે અમે લાગે છે. એ નાશનું કારણ તેની અંદર જ રહેલું છે. તેમાંથી તેને કોઈ બચાવી શકે તેમ નથી.” ...Read More

60

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 20

એકલો એક ખડકનો ટુકડો ત્રીસ ફૂટ લાંબો, વીસ ફૂટ પહોળો અને દસ ફૂટ પાણીની સપાટીથી ઊંચો બાકી રહ્યો હતો! થોડા વખત પહેલાં લીંકન ટાપુ હતો, ત્યાં અત્યારે ખડકનો એક માત્ર ટુકડો પાણીની બહાર દેખાતો હતો. આ ખડકો ગ્રેનાઈટ હાઉસના હતા. ગ્રેનાઈટ હાઉસની દીવાલ કડડડ કરીને પડી ગઈ હતી. અને મોટા ખંડના થોડા ખડકો એક બીજા પર ઢગલો થઈને આ જગ્યા બની હતી. સાગરનાં પાણીએ પોતાની આસપાસનું બધું જ પોતાનામાં સમાવી લીધું હતું. જ્વાળામુખી પર્વતના ટુકડેટુકડા થયા પછી જો કોઈ ભાગ પાણીની બહાર રહ્યો હોય તો તો ગ્રેનાઈટ હાઉસના આ ખડકો હતા. એ ખડકો ઉપર છ સાથીઓ અને કૂતરો ટોપે આશરો લીધો હતો. આખો ટાપુ દરિયામાં ડૂબી ગયો હતો. ...Read More