આસામ મેઘાલય પ્રવાસ

(52)
  • 26.1k
  • 3
  • 9.3k

નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ. આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. નદીઓ અને વિશાળ ધોધનાં પાણીના રંગ પણ અલગ અને વનસ્પતિ, ફૂલો બધું ઘણું નવું. ગુજરાતમાં જાણીતા ટ્રાવેલવાળાઓ ખૂબ ઊંચી મિમત રાખે છે અને ઉત્તર, ખાસ કરી દિલ્હીના ટ્રાવેલ વાળાઓ કિંમત તો તેમનાથી ઓછી રાખે છે પણ ત્યાં ના અમને આપવામાં આવતા ટેક્ષી ડ્રાઇવરોનકહેવા મુજબ એ ટુર ઓર્ગેનાઇઝરોએ ક્યારેય નોર્થ ઇસ્ટ ની મુલાકાત લીધી નથી હોતી અને મેપ્તાથ સાઇટ જોઈને જ પેકેજ ઘડી આપે છે. નોર્થ ઇસ્ટ મારસ્તા ખૂબ ઊંચી ટેકરીઓ કાપીને બનાવેલા અને મોટે ભાગે ટુ ટ્રેક છે તેથી 70 કીમી આપણે દોઢ કલાક ગણીએ તેના ત્યાં 3 કલાક ગણી લેવાના. નિકળી પડવાનું સવારે 6 આસપાસ કેમ કે સૂર્ય 4.30થી 5 વચ્ચે ઉગે અને 4.30 બ ટોઘોર અંધારું થઈ જાય. પણ પોતાની રીતે ટુર બુક કરી જવાની આવી મઝા.

New Episodes : : Every Wednesday & Friday

1

આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 1

આસામ મેઘાલય પ્રવાસ - 1નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ.આપણું પશ્ચિમ ભારતને એ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. નદીઓ અને વિશાળ ધોધનાં પાણીના રંગ પણ અલગ અને વનસ્પતિ, ફૂલો બધું ઘણું નવું.ગુજરાતમાં જાણીતા ટ્રાવેલવાળાઓ ખૂબ ઊંચી મિમત રાખે છે અને ઉત્તર, ખાસ કરી દિલ્હીના ટ્રાવેલ વાળાઓ કિંમત તો તેમનાથી ઓછી રાખે છે પણ ત્યાં ના અમને આપવામાં આવતા ટેક્ષી ડ્રાઇવરોનકહેવા મુજબ એ ટુર ઓર્ગેનાઇઝરોએ ક્યારેય નોર્થ ઇસ્ટ ની મુલાકાત લીધી નથી હોતી અને મેપ્તાથ સાઇટ જોઈને જ પેકેજ ઘડી આપે છે. નોર્થ ઇસ્ટ મારસ્તા ખૂબ ઊંચી ટેકરીઓ કાપીને બનાવેલા ...Read More

2

આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 2

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 228 ઓકટ.ની રાત્રે શિલોન્ગ ધીમી ગતિના ડ્રાઇવર સાથે પહોંચ્યા ત્યાં રસ્તે દુર્ગા ઉત્સવ ની લાઈટો પોલો બઝાર અને અનેક ઢાળ વાળા રસ્તાઓ પરથી કેમલ બેક રોડ થઈ પોલો બઝાર પાસ કરી બ્લુબેરી રિસોર્ટ પહોંચ્યાં તે આગલા અંકમાં કહ્યું.અમારી બ્લ્યુબેરી રિસોર્ટની સામે જ હોટેલ પાઈનવુડ હતી. ખૂબ મોટું કમ્પાઉન્ડ અને અંદર જ જાણે કે એક રંગબેરંગી બોટનીકલ ગાર્ડન. તે હોટેલ 1898 થી ચાલે છે!બ્લ્યુબેરી માં ખાવાનો ઓર્ડર સાંજે વહેલો આપી દેવો પડે. અમે તો પહોંચેલા જ સાત આસપાસ. અને મેનુ થોડું મોંઘું પણ લાગ્યું. એ લોકો ખૂબ કો ઓપરેટિવ અને સારી હોસ્પિટાલીટી ધરાવતા હતા.ઢાળ ઉતરી પોલો ...Read More

3

આસામ મેઘાલય પ્રવાસ - 3

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 3.સવારે આંખ ઉઘડી ત્યાં પડદા પાછળથી પણ ગુલાબી કિરણો આવતાં હતાં. ઊંડો શ્વાસ લીધો. હવા તાજી, નાવીન્ય ભરી. મેં બારી પાસે જઈ પડદો હટાવી ઉગતો લાલ ચટક સૂર્ય જોયો. ઘડિયાળ જોઈ. અરે! 5.22 સવારે. 30.10 ના જ. બ્રશ કરી બ્લ્યુબેરી રિસોર્ટના સુંદર પુષ્પાચ્છાદિત આંગણામાં કાળા પોલિશની નેતરની ચેર અને હિંચકા પર બેઠો. ચાલવા નીકળ્યો. પેલી 1898માં બનેલી હોટેલ પાઈનવુડથી ઢાળ ઉતરી કાલે અંધારું થતાં સરખું જોવું રહી ગયેલ વૉર્ડસ લેક પાછળ જ હતું તેમાં. સુંદર શાંત તળાવ, તેમાં તરતા હંસ, એકદમ ભૂરું આકાશ, વચ્ચે સફેદ પેઇન્ટ કરેલો કમાન આકારનો પુલ, રંગબેરંગી વનસ્પતિ અને વૉકવે પર ચાલતાં ...Read More

4

આસામ મેઘાલય પ્રવાસ - 4

નોર્થ ઇસ્ટ દિવસ 4.આજે શિલોન્ગ થી ચેરાપૂંજી પ્રયાણ કરવાનું હતું અને રસ્તે કેટલાંક સ્થળો જોવાનાં હતાં. 5.30 ના સૂર્યોદય ઉભા. રિસોર્ટમાં ચા તો બની ગયેલી. ટોસ્ટ સાથે ચા લઈ એપલ વ. પેક કરાવી 7 વાગ્યે તો નીકળી ગયાં. અમારાથી અમારો નવો ડ્રાઇવર વધુ ઉતાવળમાં હતો. લાંબો, પર્વતીય અને તીવ્ર વળાંકો વાળો રસ્તો અને સ્થળો કવર કરી મંઝીલે પહોંચવાનું.પ્રથમ જવાનું હતું લિવિંગ રૂટ બ્રિજ. આવો જ એક ડબલ ડેકર બ્રિજ છે જ્યાં એક વૃક્ષોથી બનેલો બ્રિજ નીચે, બીજો ઉપર. તે ઘણો લાંબો પહોળો છે તેમ કહેવાય છે. ત્યાં જવા આખો દિવસ જોઈએ અને જઈને 300 પગથિયા વિકટ રસ્તે ઉતરી,1 કીમી જેવો ...Read More

5

આસામ મેઘાલય પ્રવાસ - 5

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 5, 6નવેમ્બર 1 2019. ઠંડી અને ધૂમ્મસ વચ્ચે બારીમાંથી ગુલાબી તડકો દેખાયો. ઘડિયાળ જોઈ, 5.25! કલાક એમ જ પથારીમાં પડી રહી બહાર નીકળી જોયું તો ચેરાપૂંજીના ઊંચી ટેકરીઓ અને ઊંચા, અણીદાર લીલા ઘાસ વચ્ચે નીચે સપાટ જગ્યાઓમાં સ્થાનિક મકાનો દેખાયાં. આજે આસપાસનાં જ સ્થળો જોવાનાં હોઈ નિરાંતે રિસોર્ટમાં બ્રેકફાસ્ટ કર્યો, નજીક ભ્રમણ કર્યું. કોઈ બંગલાઓની બહાર ચમકતાં કાળા પોલિશ કરેલી લાકડાની ચેર પર ગુલાબી ત્વચા અને ચીબાં નાકવાળા દેખાતા એ લોકો તેમનાં બેઠા ઘાટનાં મકાનોની બહાર લીલીછમ લોનમાં બેસી ચા પીતા હતા. સવારે સાડા પાંચ વાગે. તેમનું ઘર ટિપિકલ, ચાર પીલ્લર પર ઊભેલું લીલા કે ...Read More