આંગળિયાત

(412)
  • 74.7k
  • 20
  • 32.8k

અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ઓરડા તરફ આગળ વધ્યા, લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી, જય હજુ ભણેછે ઈન્જિનિયરીંગનુ મંજુલાબેન એક સંપુર્ણ હાઉસ વાઈફ, પોતાના નીતી,નીયમ, ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાનું જીવન જીવવા વાળા એક બહુ હાઈ-ફાઈતો ન કેહવાય,પણ સાવ સામાન્ય પણ ન કહેવાય એવો મીડલકલાસ પરીવાર, પરતું એકદમ ખૂશ ખુશહાલ. જીદંગી શાંત વહેતી નંદીની માફક રસ્તામાં આવતા મુશ્કેલીઓ સમાન પથ્થરો ઊપર થઈને પોતાની ધૂનમાં વહી જાય.

Full Novel

1

આંગળિયાત... - 1

આંગળીયાત...ભાગ. 1અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ઓરડા તરફ આગળ વધ્યા, લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી, ...Read More

2

આંગળિયાત... - 2

ભાગ 4 આંગળિયાત આગળના ભાગમાં જોયું લીનાને જોવા મહેમાન આવી ગયાછે,હવે આગળ જોઈશું. મંજુબેન ,ભરતભાઈ, ગીતાબેને, શીલાબેન, રીશીત અને ગૌરી બધાં પોતપોતાનાં કામ વિષે તો કોઈ ન કોઈ ઓળખાણ વિષે વાત કરતાં હતાં. રચીત વચ્ચે વચ્ચે ટાપસી પૂરાવી લેતો હતો. ગીતાબેને મંજુબેનને ઈશારો કરી લીનાને ચા નાસ્તો લઈ બહાર બોલાવવા કહયું. મંજુબેન રસોડામાં ગયાં અને લીનાને ચા અને નાસ્તાની ટ્રે લઈ સાથે જ લઈને બહાર આવ્યા.શીલાબેન અને ગૌરી લીનાને આવતા જોઈ રહ્યા બંનેને પહેલી નજરમાં જ લીના ગમી ગઈ, લીનાએ આવી બધાંને એક સરસ સ્માઈલ સાથે 'જય શ્રીકૃષ્ણ' કર્યાં ...શીલાબેન અને ગૌરીએ પોતાની વચ્ચે લીનાને બેસવા મટે જગ્યા કરી આપી,લીના ત્યાં બેઠી અને સામેની ...Read More

3

આંગળિયાત... - 3

ભાગ..5 આંગળિયાત આગળ જોયું આપણે રચીત અને લીનાના ગોળ-ધાણા ખાઈસંબંધ નકકી થઈ ગયો. મંજુબેન એના મુંઝવણ ભર્યાં રદયે લગ્નની શરૂ કરી દીધી બીજા દિવસથી..અઠવાડિયામાં ખરીદીનું કામ પતાવ્યું, આજ રાત્રે મહેમાનોનું લીસ્ટ કરવાનું હતું. ઘરના ચારેય સભ્યો મળી મહેમાનોનું લીસ્ટ બનાવવાનું શરૂ કર્યું....."જય, તારા ફ્રેન્ડસના નામ લખાવ..!" જયે એના ફ્રેન્ડના નામ લખાવ્યા, લીનાએ એની ફ્રેન્ડસના નામ લખાવ્યા, ભરતભાઈ એ એના સ્ટાફ અને સગા-સબંધીના નામ યાદ કરી કરીને લખ્યા,મંજુબેને એના પીયરીયાના નામ લખ્યાં,એમની સહેલી,મહીલા મંડળ, અને છેલ્લે ભરતભાઈએ ફરી કોઈ બાકી તો નથી રહી જતું એ ચેક કર્યુ લીસ્ટમાં ..લીના અને જય એના ઓરડામાં જતાં રહ્યા. મંજુબેન ફરી એની મુંઝવણ ઠાલવતાં ભરતભાઈને કહયું..."હું, શું કહું છું...!? ...Read More

4

આંગળિયાત... - 4

આંગળિયાત..ભાગ..6આપણે આગળ જોયું લીના એના સંસારમાં બહું ઓછા સમયમાં ખુશી ખુશી સમાઈ ગઈ છે, પટેલ પરીવારે પણ એને અને ઘરની સદસ્ય તરીકે માની લીધી છે, કલાકો દિવસો આમને આમ વીતી રહ્યા છે,લીના અને રચીતના લગનને પંદર દિવસ વીતી ગયાં છે,હવે રચીતને એક ફીલ્મના શુટિંગ માટે અમેરીકા જવાનો સમય થઈ ગયો છે, રચીત પોતે એક્ટર છે એટલે એની લાઈફ સ્ટાઈલ સામાન્ય યુવકો કરતા ઘણી જ જુદી પડે છે,રચીતનો જાજો સમય ફોન, ફોલોઅર્સ,ફેન,અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ આ ચારએફમાં જ વીતતો,આ ચાર ખુણાંનુ ચતુષકોણ એનું જીવન હતું,ડીઝાઈનર કપડાં,અલગ અલગ ગર્લફ્રેન્ડ, મોટી મોટી ગાડીઓ,નીતનવા મોબાઈલ આ બધાંને એ એક ફીલ્મ સ્ટારની સાચી નીશાની ...Read More

5

આંગળિયાત - 5

આંગળિયાત...ભાગ..7આપણે આગળ જોયું લીનાને લગ્નના દોઢ મહીનામાં પ્રેગનન્સી રહે છે, રચીતનું અજીબ વર્તન લીનાને દિલનાં કોઈ ખુણે ખુચેં છે,હવે જોઈશું......પટેલ પરીવાર ખુશ છે, નાનું બાળક ઘરમાં આવશે, પરંતુ લીનાને રચીતનું વર્તન મુંઝવે છે,ધીરે ધીરે દિવસો પસાર થાય છે,શીલાબેન અને શરદભાઈ લીનાના પડયા બોલ ઝીલે છે,ગૌરી પણ લીનાનું નાની બહેની જેમ ધ્યાન રાખતી હતી,બન્ને દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનો જેટલો પ્રેમ અને લાગણી હતા, લીનાએ એનુ ફેશન ડિઝાઇનિંગનુ કામ પણ ચાલું કરી દીધું હતું, ઘરમાં પૈસેટકે કમી ન હતી,પરંતુ લીનાને સમય પસાર કરવા એક પ્રવૃતિ રહે એને રચીત શહેરમાં નહતો તોલીનાનું મન પણ લાગ્યું રહે, દિવસો પસાર થતાં થતાં આમ ...Read More

6

આંગળિયાત - 6

આંગળિયાત..ભાગ..8લીનાને અત્યારે સાતમો મહીનો બેઠો હતો, શ્રીમંતોનો પ્રસંગ ખૂબ સરસ ધામધુમથી ઉજવાય છે, શ્રીમંતમાં એના મમ્મી પપ્પા પણ છે, રચીતનો પરીવાર એમને પૂરા માનસંમાન સાથે સાચવે છે, પ્રસંગ પતવી રચીત પાછો એના શુટીંગમાં વ્યસ્ત થઈ જાય છે,એક દિવસ અચાનક રાત્રે લીનાને ડીલવરીનો દુખાવો ઉપડતાં હોસ્પીટલ લઈ જવામાં આવી અને એણે એક ખુબ સરસ ફુલ જેવાં દિકરાને જન્મ આપ્યો, રચીતના પરીવારની ખુશીનો પાર ન રહ્યો,શહેરમાં સગા વાહલામાં,સ્ટાફમાં મીઠાઈઓ વહેંચવામાં આવી....દિકરાનું નામ કરણ ગૌરી અને રીશીતના હાથે કરવામાં આવ્યું, એ વાત લીનાને મનમાં થોડી ખટકી પરંતુ પરીવારનો સંપ જોતા બોલવું ઠીક નહીં લાગ્યું,અને હસતાં મોઢે પરીવારની હા માં હા સ્વીકારી લીધી, દિકરાનું ...Read More

7

આંગળિયાત - 7

આંગળિયાત...ભાગ..9આગળ આપણે જોયું લીનાએ રચીત અને શીલાબેન વચ્ચે થતી વાતો સાંભળી લીધી હતી,એ વાત ચાલું હતી એ સમયે અને રીશીત ત્યાં હાજર ન હતા રચીતના પપ્પા હતા,લીનાને આખી રાત ઊંઘ નથી આવતી, રચીત અને એના મમ્મીના શબ્દો કાને વંટોળની જેમ અથડાયા કરે છે, એ વિચારે છે ગૌરીભાભી સાથે વાત કરીશ હમણાં પિયરમાં કઈ કેહવુ ઠીક નથી,સવારે ઊઠી લીના એને નિત્ય ક્રમ મુજબ એનું કામ પતાવી પરવારે છે, લીના પણ રચીત સાથે હજું કઈ બન્યું જ નથી એવું જ વર્તન કરે છે, બહારથી એકદમ નોર્મલ હોવાનો દેખાવ કરે છે પરતું એની અંદર કેટલુંય મનોમનંથન ઘુંટાઈ રહ્યુ હતું, એના સવાલોના જવાબ મેળવવાની ...Read More

8

આંગળિયાત - 8

આંગળિયાત..ભાગ..10આપણે આગળ જોયું લીનાએ ગૌરીને બધી વાત કરી ,ગૌરી એ શીલાબેનને સજાગ કરી દીધા છે,- કે લીના થોડું જાણે આગળ...ગૌરી એના ઓરડામાં આમ તેમ રઘવાઈ થઈ આંટા મારે છે, હવે પ્લાન થોડો બદલવો પડશે એ માટે વિચારે છે, એને એ વિચારમાં એના મગજમાં ચમકારો થાય છે, એને એ પ્લાન શીલાબેન અને બીજા સભ્યોને કહે છે,બધાં એ માટે તૈયાર હોય છે, ગૌરી સવારે લીનાને કહે છે તારે થોડાં દિવસ પિયર જવું હોયતો જઈ આવ એટલે તને મનની શાંતિ થઈ જાય,અને અહીં આ લોકો શું વિચારે છે હું એ જાણવાની કોશીશ કરું, મને કઈ પણખબર પડશે કે તરત જ તને કહીંશ,લીના ...Read More

9

આંગળિયાત - 9

આંગળિયાત..ભાગ..11લીનાએ રચીતને કોઈ છકરી સાથે ગાડીમાં જતા જોયો એ ફરી વિચલિત થઈ, એનું મન અશાંત થઈ ગયું, એના મનમાં જ વિચાર ઘુમતો રેહતો,-કે રચીત ઉપર હવે કેટલો ભરસો કરવો, રચીતનું મહીનાઓ સુધી ઘરે નહીં આવવુ, ફોન ઉપર પણ ઔપચારિક વાતો જ કરવી, જાણે પરીવારની સાથે કોઈ લાગણી જ ન હોય, એવું પણ ન હતું એ શીલાબેન,શરદભાઈ, રીશીત એની ભાભી ગૌરી બધાં સાથે ખૂબ સરસ વર્તન કરતો,પરંતુ લીનાથી દુર દુર રેહતો, વાત ઓછી કરતો,એનું આવું વર્તન લીનાને અકળાવતું, અને જ્યારથી એને અજાણી છોકરી સાથે વાત કરતાં જોયો એક જ ગાડીમાં ત્યારથી તો લીનાના મનમાં જાણે વહેમ ઘર કરી ગયો હતો, એક ...Read More

10

આંગળિયાત - 10

આંગળિયાત..ભાગ..12આપણે આગળ જોયું એક એવી હકીકત રૂપાની સામે આવી હતી,-કે એ હવે મુંઝવણમાં આવી ગઈ હતી ,એક સહેલી છે...એક છે..બંનેને સાચું કેમ કહે..? એકની જીંદગી તો ખરાબ થઈ જ ગઈ છે, એ વાત જુદી હતી કે હજું લીનાએ વાતથી અજાણ હતી,અને બીજીની જીંદગી ખરાબ થવાની તૈયારીમાં હતી,આખી રાત જાગીને વિચાર કર્યાં પછી એક જ નિર્ણય મગજમાં આવતો હતો,- કે બંનેને પોતાના પતિની હકીકત ખબર હોવી જોઈએ અને એના વિશે જે સાચું છે એ સ્વીકારી આગળ શું નિર્ણય કરવો એ એમનાં હાથમાં છે,પરતું પોતાને જે ખબર પડી છે એના વિશે બંનેને અવગત તો કરાવવું જરૂરી હતું.....રૂપા અને રૂબી શોપિંગ માટે ...Read More

11

આંગળિયાત - 11

આંગળિયાત..ભાગ..13રૂપા,રૂબી અને લીનાએ મળી રચીતને સબક શીખવાડવા એક પ્લાન નકકી કર્યોં એ આપણે આગળ જોયું, હવે આગળ....રૂપાની માહીતીથી એટલું સમજાયું કે રચીત ચીરીત્રથી બરાબર ન હતો,એ રૂબી અને લીના સાથે છલ કરતો હતો, પરંતુ એ એની આદત હતી,- કે કોઈ મજબૂરી હતી,એ બધું જાણવા પ્લાન મુજબ રૂબીએ એની સાથે જોડાઈ રેહવું જરૂરી હતું,કારણકે લીના સાથે એ છલ કરતો હતો એટલે એને રચીત સત્ય કહે એવી કોઈ આશા ન હતી ,રૂબી સાથે છલ કરતો હતો,પણ એની સાથે લગ્ન કરવાનો હતો,એટલે એની સાથે રહીને ઘણી માહીતી મેળવી શકાય એમ હતું,પરંતુ એના માટે લગ્નનો સમય થોડા મહિના માટે ટાળવો પડે એમ હતો,રૂબીએ રચીત ...Read More

12

આંગળિયાત - 12

આંગળિયાત..ભાગ..14આગળ આપણે જોયું લીનાને રચીત જે કરવાં જઈ રહ્યો હતો એનાથી ભાંગી પડી હતી,રચીતનુ આવુ કરવાનુ કરણ લીનાની સમજમાં ન હતુ, જો એને લીના પસંદજ ન હતી તો લગ્ન કરવાનુ કારણ શું હતુ, એને એના લેવલની મોડલ કે હીરોઇન જ જોતી હતી તો આબધા નાટક શુકામ કર્યાં..?સવાલ તો ઘણાં જ હતા પરંતુ જવાબ ન હતો,એના જવાબ માત્ર રચીત પાસે હતા,અને સાચો જવાબ આપશે કે કેમ અની ઉપર હવે વિશ્ર્વાસ કેટલો કરવો...?એમા પણ ઘણાં સવાલ હતા.મંજુબેન લીના પાસે બેસી એના ભુતકાળને લીના સમક્ષ રાખતાં જીભ થોથવાતી હતી, પણ હવે અંશ ખાતીર કેહવું પણ જરૂરી હતુ, એક રાઝ જે વરસોથી લીનાથી ...Read More

13

આંગળિયાત - 13

આંગળિયાત..ભાગ..15આપણે આગળ જોયું રૂપા અને રૂબી રચીતના મોઢે બોલાયેલુ કબુલાત નામુ લઈને લીનાના ઘરે આવે છે,હવે આગળ....લીના મમ્મી પપ્પાને કરી રૂપા અને રૂબીએ મળીને હકીકત જાણવાનો પ્લાન કર્યો હતો એટલે રચીતની કબુલાત ફોનમાં રેકોર્ડ કરી લઈને આવી છે, બાધા એકદમ ભારે અને ચીંતા ભર્યાં વાતાવરણમાં હોલમાં સોફા ઉપર બેઠાં હતા,લીનાએ બંને સહેલીઓને પાણી આપ્યુ અને મંજુબેન અને ભરતભાઈને આંખોમાં કેટલાંય સવાલો અને મનમાં ચીંતા ભરી નજરે ઘડી ઘડી એકબીજા સામે જોવે અને વળી પાછા રૂપા સામે જેવે,જય અંશને રમાડતો હતો પરંતુ એનુ ધ્યાન આલોકો શું વાત કરે છે એમા જ હતુ,અંશ તો એની મમ્મી અને પોતાની જીંદગીમાં આવનાર મુસીબતોથી ...Read More

14

આંગળિયાત - 14

આંગળિયાત..ભાગ..16આપણે આગળ જોયું લીનાનો પરિવાર અને રૂપા રૂબી બધાં સાથે મળીને રચીતનું કબુલાત નામુ સાંભળ્યું, હવે આગળ...લીના કઈંજ બોલી એક નજર અંશ સામે નાખી અને આંસુની ધાર વહેવા લાગી,ગળામાં ડુમો ભરાવા લાગ્યો હતો,મંજુબેન અને ભરતભાઈએ એ સમયે ઘણી હિંમ્મત દાખવી ઊંભા થઈ લીના પાસે આવ્યા અને માથે હાથ ફેરવતા કહ્યું,:" લીના,હવે આ સબંધ આગળ વધારવાનો અમને કોઈ અર્થ નથી દેખાતો અને હવે નિર્ણય તારા ઉપર છે,તું શાંતિથી વિચારીલે તારી અને અંશની જીદંગીનો સવાલ છે,"લીના મંજુબેનને ગળે વળગી અને ગળે ભરાયેલો ડુમો નીકળી ગયો અને એક ચીસ સાથે રડી પડી,ભરતભાઈએ બધાને ઈશારો કરતા એને રડી લેવા દઈ મન હલકું કરવાં ...Read More

15

આંગળિયાત - 15

આંગળિયાત..ભાગ..17આગળ જોયું આપણે લીનાને રચીતના રાઝથી રુબરૂ કરાવે છે રૂપા અને હવે લીના રચીતથી છૂટાછેડાવા મક્કમ છે,હવે આગળ.. રચોના નોટીસ મોકલી આપવામાં આવી, ઘણાં કાલાવાલા કર્યા એ લોકેએ, -કે લીના માની જતી હોય તો પાછી લઈ આવીયે, પરંતુ પેટનું પાપ તો એમને એમજ હતુ,એકવાર ગમેતેમ કરી ઘરે લઈ આવીયે અંશ અને લીનાને થોડો સમય સાચવી અંશને રાખી અને લીનાને હેરાન કરી મોકલી આપીશુ, પરંતુ એ લોકોને એવી જાણ ન હતી,-કે લીના ભલે લાગણી શીલ હતી ,પણ જમાના પ્રમાણે એના માતા પિતાના સંસ્કારે એને મનથી મજબુત બનાવી હતી,એને પોતાના નિર્ણયો મક્કમ મને લેતા શીખવાડયું હતુ, જીવનનું એક તોફાન એને ભાંગી નાખવાની બદલે ...Read More

16

આંગળિયાત - 16

આંગળિયાત..ભાગ..18આગળ જોયું આપણે લીનાના મમ્મી એને પુનર લગ્ન માટે મનાવે છે,હવે આગળ....મંજુબેન લીના સાથે વાત કરી એના ઓરડામાં જાય અને ભરતભાઈને સારા સમાચાર આપે છે,-કે લીના ફરી લગ્ન માટે માની ગઈ છે,અહીં લીના એના ઓરડામાં સૂતી સૂતી વિચારે છે, " શું પુનર લગ્ન અંશ માટે ઠીક રહેશ..? અંશ સાથે કોઈ અપનાવશે મને..? મમ્મીને ખુશી માટે હા તો કહી પણ હજી મન નહતું માનતું,અને મમ્મીને વાત પણ સાચી હતી, હું ગમે એટલી કોશીશ કરું એક પિતાની જગ્યા લેવી અઘરી હતી.એને વિચારોમાં ખોવાયેલી હતી અને કયારે નીંદ આવી ગઈએની ખબર ન રહી. સવાર થતા બધા પોતાના નિત્ય ક્રમમાં પોતાનું કામ પતાવે છે, ...Read More

17

આંગળિયાત - 17

આંગળિયાત..ભાગ..19આગળ જોયુ આપણે લીના માટે એક કરોડપતિ આધેડ વયના યુવાનનુ માગુ આવ્યુ છે,જે બીઝનેસને આગળ રાખવાના એના પહેલા વિચારને ચાલીસે પહોચીને પણ હજુ કુંવારો હતો,બીજી બાજુ લીના અને પરમને એક બીજા માટે લાગણી છે દિલમાં પણ કહેવાની હિંમત કોઈમાં નથી,હવે આગળ......લીના સાંજે ઘરે આવતા મમ્મી પપ્પા વાત કરે છે, લીનાની મુંઝવણ વધવા લાગી હતી,બીજે દિવસે પરમ અને લીના સાથે કોફી પીવા જાય છે,લીના ઘરે થયેલી વાત કરે હવે પરમને પણ લાગે છે એ લીનાને કેહવામાં વાર લગાડશતો તો એને અને લીનાને બંને ને જીંદગી ભર પસ્તાવુ પડશે, એ ઉદાસ મને વિચાર કરે છે શુ કરુ, અને મન એક જ જવાબ ...Read More

18

આંગળિયાત - 18

આંગળિયાત..ભાગ..20આગળ જોયુ આપણે લીનાએ પરમને હા કરી દીધી લગ્ન માટે અને એના સેલીબ્રેશન માટે લીના પરમ અને અંશ ત્રણેય હોટલમાં જમવા જાય છે,હવે આગળ...હોટલમાં પહોંચતા એક સરસ ખૂણાના ટેબલ પર જઈ ત્રણેય બેસે છે,લીનાની પાછળ અને પરમની સામે એમ જે ટેબલ હતુ ત્યાં પરમના મમ્મી પપ્પા બેઠા હતા,પરમ વિચારે છે મમ્મીને લીના સાથે મુલાકાત કરાવી દઉ પણ મમ્મી હોટલમાંકઈ આડુ અવળુ બોલશે તો..!એ વિચારે એને અટકાવ્યો, પોતાની અને લીના માટે જમવાનુ ઓર્ડર કર્યુ, અને અંશ માટે આઇસક્રીમ મેગાવ્યો, લીના અને અંશના ચહેરા ઊપર ખૂશી છલકતી હતી, અને પરમ તો ખૂબ ખુશ હતો પણ મમ્મી લીના માટે નારાજ હતી એને કેમ ...Read More

19

આંગળિયાત - 19 - છેલ્લો ભાગ

આંગળિયાત..ભાગ..21આગળ આપણે જોયું પરમ લીના અંશ સાથે હોટલમાં જાય છે જમવા એને ત્યા પરમના મમ્મી પપ્પા પણ હોય છે આગળ.....લીનાને ઘરે મુકી પરમ પોતાના ઘરે જવા નીકળે છે , પણ મનમા લીનાને ખોઈ બેસવાનો ડર હજુ ફરતો જ રહે છે,પરંતુ આજ હવે છેલ્લા નિર્ણયની પણ જરૂર હતી, પોતે લીના સાથે ખુશ રહેશ અને લીના જ એની લાઈફ પાર્ટનર બનશે મનથી મક્કમ નિર્ણય કરી લીધો હતો એણે, પરમ ઘરમાં જતા જોવે છે મમ્મી પપ્પા એની જ વાટ જોતા બેઠા હતા, એ સમજી ગયો આજ હવે આ ચર્ચાનો અંત આણવાનો સમય આવી ગયો છે,પપ્પાએ વાતને શરૂ કરતા એક નજર પરમના મમ્મીના ...Read More