વુલ્ફ ડાયરીઝ

(1.6k)
  • 161.9k
  • 95
  • 81.3k

જીવન હંમેશા રહસ્યોથી ભરેલું હોય છે. ક્યારે, ક્યાં, કેવી રીતે, શું બની જાય તે કોઈ નથી જાણતુ હોતું. અને આવા રહસ્યો જ જીવનને જીવવા લાયક બનાવતા હોય છે. વુલ્ફ ડાયરીઝ પણ એક એવી જ વાર્તા છે. જે રહસ્યો અને પ્રેમ પર આગળ વધી રહી છે. આ કોઈ એક વ્યક્તિની વાર્તા નથી. આ ઘણા લોકોની એક વાર્તા છે. જેમાં પ્રેમ છે.. નફરત છે.. ગુસ્સો છે.. રહસ્ય છે.. મજબૂરી છે.. તાકત છે.. અને એકબીજાનો સાથ નિભાવવાની શક્તિઓ છે. વુલ્ફ.. વેમ્પાયર.. અને જાદુથી ભરેલી આ વાર્તા મારી પ્રથમ નવલકથા છે. અને મને વિશ્વાસ છે કે તે જરૂર વાચક મિત્રોને પસંદ આવશે. તો શરુ

Full Novel

1

વુલ્ફ ડાયરીઝ - 1

જીવન હંમેશા રહસ્યોથી ભરેલું હોય છે. ક્યારે, ક્યાં, કેવી રીતે, શું બની જાય તે કોઈ નથી જાણતુ હોતું. અને રહસ્યો જ જીવનને જીવવા લાયક બનાવતા હોય છે. વુલ્ફ ડાયરીઝ પણ એક એવી જ વાર્તા છે. જે રહસ્યો અને પ્રેમ પર આગળ વધી રહી છે. આ કોઈ એક વ્યક્તિની વાર્તા નથી. આ ઘણા લોકોની એક વાર્તા છે. જેમાં પ્રેમ છે.. નફરત છે.. ગુસ્સો છે.. રહસ્ય છે.. મજબૂરી છે.. તાકત છે.. અને એકબીજાનો સાથ નિભાવવાની શક્તિઓ છે. વુલ્ફ.. વેમ્પાયર.. અને જાદુથી ભરેલી આ વાર્તા મારી પ્રથમ નવલકથા છે. અને મને વિશ્વાસ છે કે તે જરૂર વાચક મિત્રોને પસંદ આવશે. તો શરુ ...Read More

2

વુલ્ફ ડાયરીઝ - 2

“તું...?” શ્લોક અને રોમી બંને લગભગ એક સાથે જ બોલી ઉઠ્યા. “તું આ કોને ઉઠાવીને લઇ આવી છે મારા પોતાની આંખો પર વિશ્વાસ ના થતા સેમએ કહ્યું. “વાહ.. તમે લોકો એક બીજાને ઓળખો છો. એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? કોઈ કોફી પીશે?” કહીને કિમ રસોડામાં જવા લાગી. તેને ખબર હતી કે આગળ હવે શું થવાનું હતું. “આ નમુના તને ક્યાં મળ્યા? અને એમને અહી કઈ ખુશીમાં લાવી છું?” અકળાઈને ઉભા થતા સેમએ કહ્યું. તે ખુબ જ ગુસ્સામાં દેખાઈ રહી હતી. “સેમ, મેં કાલે તો તને કહ્યું હતું કે આપણી સાથે જે લોકો છે તે તારા ઘરે રહેશે ...Read More

3

વુલ્ફ ડાયરીઝ - 3

ઇવ ખરીદી પત્યા પછી પોતાના ઘરે તૈયાર થવા માટે જતી રહી. શ્લોક અને રોમી પણ સેમ સાથે ઘરે પાછા “તમે લોકો તૈયાર થઇ જાઓ. હું કિમને કોલ કરી લઉં. એ આવી ગઈ છે કે નહિ.” ઘરમાં દાખલ થતા સેમએ કહ્યું. હા કહી શ્લોક અને રોમી બંને પોતાના રૂમ તરફ ચાલ્યા. થોડી વાર પછી શ્લોક અને રોમી બંને તૈયાર થઈને હોલમાં સોફા પર બેઠા હતા. શ્લોકએ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. જયારે રોમીએ કાળી ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. તે બંને કોઈ હીરોથી ઓછા નહોતા દેખાઈ રહ્યા. “તો બધા તૈયાર છો ને?” ઘરમાં દાખલ થતા કિમએ કહ્યું. ...Read More

4

વુલ્ફ ડાયરીઝ - 4

અચાનક જ રોમીએ બ્રેક મારીને કાર રોકી. રોમી અને રેડિઓ બંને ગીત ગાતા બંધ થઇ ગયા. હજુ હમણાં જ બંને ખુશીમાં હતા અને અત્યારે એક નવી મુસીબત અમારી સામે આવી ગઈ હતી. “શું થયું?” મને કોઈક સ્ત્રીની ચીસ સંભળાઈ. “કોઈક છોકરી અચાનક કાર સામે આવી ગઈ છે.” રોમીએ ગભરાતા મને કહ્યું. “જલ્દી ઉતર..” કહીને હું કારમાંથી નીચે ઉતરવા લાગ્યો. “તું પાગલ છે શ્લોક? આપણએ કોઈ કારાણ વગર જ આ લફડામાં ફસાઈ જઈશું. તું થોડો સમજવાનો પ્રયત્ન કર. આપણએ અહીથી ભાગી જવું જોઈએ. નહિ તો આખું જીવન કોર્ટ કચેરીમાંથી ઊંચા નહિ આવીએ.” હજુ સુધી કારનું સ્ટેરીંગ પકડી રાખેલા રોમીએ કહ્યું. ...Read More

5

વુલ્ફ ડાયરીઝ - 5

“તેને ભાન આવે તો તરત જ મને જણાવજો.” શ્લોક અને રોમીને કહીને ક્રિસ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. તે પલંગ પર સુવડાવી હતી. બાજુના ટેબલ પર શ્લોક તેની પાસે બેઠો હતો. અને સહેજ દુર આવેલા સોફા પર રોમી સુતો હતો. શ્લોકનું ધ્યાન એ છોકરી પર જ હતું. તેણે લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેના કાળા વાળ કમર સુધીના હશે. તેનો ચહેરો બહુ જ સુંદર હતો. તેની આંખો મોટી હતી. અને નાક એકદમ લાંબુ અને પાતળું. તેનું શરીર પણ સપ્રમાણ હતું. તેનો વાન બિલકુલ ઉજળો હતો. અચાનક જ તેણે પોતાનો હાથ હલાવ્યો. “રોમી... જલ્દી આવ.” શ્લોકએ સુતા રોમીને ઉઠાડ્યો. ...Read More

6

વુલ્ફ ડાયરીઝ - 6

“બહુ દુઃખે છે?” સિયાની બાજુમાં પડેલા ટેબલ પર બેસતા શ્લોકએ કહ્યું. “એટલું બધું પણ નહિ.” પોતાના પગ તરફ જોતા કહ્યું. “માણસએ આટલું બધું ઉદાસ પણ ના રહેવું જોઈએ. હંમેશા હસતા રહેવું જોઈએ. અને જ્યારે આટલો હેન્ડસમ છોકરો બાજુમાં બેઠો હોય તો તો જરૂર હસવું જોઈએ. આવું પુરાણોમાં લખ્યું છે..” હસતા શ્લોકએ કહ્યું. સિયા શ્લોકની વાત સાંભળીને હસી પડી. “બધી વસ્તુ થવા પાછળ કોઈક કારણ હોય જ છે. અને ભગવાને આપણો લાભ જોઇને જ બધું કર્યું હોય. એટલે બહુ ચિંતા ના કરીશ.” સિયા સામે જોઇને શ્લોકએ તેને દિલાસો આપતા કહ્યું. “આમાં શું લાભ જોયો હશે તેમણે?” પોતાના પગ સામે જોઇને ...Read More

7

વુલ્ફ ડાયરીઝ - 7

થોડી જ વારમાં સિયા અને શ્લોક બંને એક તળાવ પાસે આવી પહોચ્યા. ત્યાં આસપાસ બહુ બધું ઘાસ હતું. એ થોડાં લાકડા મુકીને આગ પેટાવી હતી. તેની આસપાસ બે છોકરા અને બે છોકરીઓ બેઠી હતી. રોમી પણ ત્યાં જ હતો. “હેય દોસ્તો. આખરે તું એને અહી લઇ જ આવ્યો.” રોમીએ સિયા અને શ્લોક તરફ આગળ વધતા કહ્યું. શ્લોક અને રોમીની મદદથી સિયા ત્યાં આગ પાસે જઈને બેઠી. “આ અમારી કોલેજના મિત્રો છે. અમારી સાથે ઇન્ટર્ન ડોક્ટર છે. અને દોસ્તો આ છે સિયા. અમારા બંનેની દોસ્ત.” શ્લોકએ બધાની ઓળખાણ કરાવી. સિયા બધા સાથે વાત કરવા લાગી. શ્લોકએ ગિટાર લઈને અચાનક જ ...Read More

8

વુલ્ફ ડાયરીઝ - 8

“સિયા નહિ..” શ્લોકએ કમરથી નીચે ટુવાલ વીટ્યો હતો. તે હજુ હમણાં જ બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો હતો. તેના વાળ હજુ ભીના હતા. સિયાને રૂમમાં જોઇને તે એકદમ ગભરાઈ ગયો. “સોરી... મને નહોતી ખબર...હું પછી આવું.” કહીને સિયા ગભરાઈને ઉંધી ફરી ગઈ. “એક મિનીટ.” કહીને શ્લોક રૂમ જોડે અટેચ બાથરૂમમાં કપડા લઈને ગયો. જીન્સ પહેરીને તે ફટાફટ બહાર નીકળ્યો. તેના ગળા પર હજુ પણ ટુવાલ વિટાળ્યો હતો. તેને રૂમમાં નજર ફેરવી પણ ઉતાવળમાં શર્ટ મળ્યો નહી. “પત્યું?” સિયાએ કહ્યું. “હા.” વાળ લૂછતાં શ્લોકએ કહ્યું. “હું.. નાનીએ આ..” સિયા પાછળ ફરી શ્લોકને જોઈ રહી હતી. તેણે નીચે જીન્સ પેર્યું હતું. તેનું ...Read More

9

વુલ્ફ ડાયરીઝ - 9

“શું થયું?” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું. “ધાબા પર બેસીએ?” સિયાએ પૂછ્યું. “હું પણ એ જ વિચારતો હતો.” હસીને કહ્યું. બંને ધાબા પર જઈને બેઠા, અને તારાઓને જોઈ રહ્યા હતા. “શું થયું?” શ્લોકએ ક્યારની ચુપ બેઠેલી સિયાને પૂછ્યું. “તને ક્યારેય ડર લાગ્યો છે?” સિયાએ કહ્યું. “કેવો ડર?” શ્લોકએ પૂછ્યું. “પોતાના કોઈ નજીકના માણસને ખોઈ બેસવાનો ડર. અથવા પોતાના જ અસ્તિત્વને ખોઈ બેવાનો ડર? અથવા...” સિયા હજુ પણ તારાઓ તરફ જ જોઈ રહી હતી. “અથવા ગમતા વ્યક્તિને ખોઈ બેસવાનો ડર..” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું. “હા.” સિયાએ માથું હલાવ્યું. “ડરવાથી પરિસ્થિતિ બદલાઈ તો નહિ જાય ને? જે થવાનું છે એતો ...Read More

10

વુલ્ફ ડાયરીઝ - 10

“આ ને તો બહુ જ તાવ છે.” શ્લોકના કપાળ પર હાથ મુકતા સિયાએ કહ્યું. “શ્લોક... શ્લોક...” શ્લોકને ઉઠાડતા સિયાએ “હા.” આંખો મચેડી ઉભા થતા શ્લોકએ કહ્યું. શ્લોકનો અવાજ બહુ જ ધીમે નીકળી રહ્યો હતો. તે માંડ માંડ બેઠો થયો. “શ્લોક તને બહુ જ તાવ છે. ચાલ જલ્દી નીચે. ઠંડી લાગી જશે.” શ્લોક સિયા સાથે નીચે રૂમમાં આવ્યો. “આ લે દવા.” સિયાએ તેને દવા પીવડાવી. “સિયા મારે મારા રૂમમાં જવું છે. હું સવારે મળું તને.” કહીને શ્લોક પોતાના રૂમ તરફ જતો રહ્યો. “કામના લીધે તાવ આવી ગયો હશે. કેટલી ભાગદોડ કરતો હોય છે હોસ્પિટલમાં..” સિયા તેને જતા જોઈ રહી. “રોમી..” ...Read More

11

વુલ્ફ ડાયરીઝ - 11

બીજા દિવસ સવારે પણ શ્લોક, સિયા ઉઠે તે પહેલા જ હોસ્પિટલ જવા નીકળી ગયો. અને રાતે પણ મોડો જ આમને આમ તે સિયાને ત્રણ-ચાર દિવસ સુધી મળ્યો જ નહી. સિયા ટ્રેઈનીંગમાં પણ બહુ ઉદાસ રહેતી હતી. તેનું કોઈ કામમાં ધ્યાન નહોતુ. બીજી તરફ શ્લોકની પણ એવી જ હાલત હતી. તે જાણી જોઇને પોતાને કામમાં વ્યસ્ત રાખતો હતો. જેથી તે બધું ભૂલી શકે. અને સિયા પણ જીવનમાં આગળ વધી જાય. “શું થયું મારી ગુડીયાને? કેમ આમ ઉદાસ બેઠી છે?” નાનીએ સિયાને શાંત બેઠેલી જોઇને કહ્યું. “નાની કેટલા દિવસ થઇ ગયા. શ્લોક મને મળ્યો જ નથી. મને ખબર છે તે કામમાં ...Read More

12

વુલ્ફ ડાયરીઝ - 12

સિયાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. તેને ઘરે પાછી લઇ આવ્યા હતા. છતાં પણ તેની હાલત હજુ બહુ નબળી સહારા સાથે જ તે ઉભી થતી. આ વાતને બે દિવસ થઇ ગયા હતા. તેણે શ્લોક કે રોમી સાથે હજુ સુધી કોઈ વાતચીત કરી નહોતી. શ્લોકએ પણ પ્રયત્ન નહોતો કર્યો. સવારે સિયા ઉઠી ગઈ હતી. નાની તેને જ્યુસ પીવડાવી રહ્યા હતા. “કેવું છે હવે?” ક્રિસએ રૂમમાં આવતા પૂછ્યું. “હું પાણી લઈને આવું.” કહીને નાની બહાર નીકળ્યા. “શું થયું સિયા? બેટા જીવનમાં પ્રેમ જ બધું નથી હોતો. એ તને પ્રેમ નથી કરતો તો પછી તારા રડવાથી કે દુઃખી થવાથી શું એ તને ...Read More

13

વુલ્ફ ડાયરીઝ - 13

“આટલું બધુ પણ શું વિચારે છે?” શ્લોકની બાજુમાં આવીને બેસતા કિમએ કહ્યું. “કંઈ નહીં.” શ્લોક અચાનક કિમના આવવાથી પાછો ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યો. બાકી બધા પણ ત્યાં સુધીમાં પાછા આવ્યા. બધા જમ્યા અને પોતપોતાના ઘર તરફ પાછા ફર્યા. ઘરે આવીને શ્લોક ધાબા પર તારા જોઈ રહ્યો હતો અચાનક જ તેનું ધ્યાન નીચે પડ્યું. નીચે બગીચામાં ઘાસ પર બેઠી બેઠી સેમ પણ તારા જોઈ રહી હતી. તે બંનેની નજર મળતા સેમ ઘરમાં જતી રહી. શ્લોક પણ પછી રૂમમાં આવીને સુઈ ગયો. બીજા દિવસ બધા જ કયુરેટરના હેડક્વાર્ટર પર પહોંચ્યા. “હેલ્લો હીરોઝ. હું સુમેર છું. તમારો કમાન્ડિગ ઓફિસર તમારું અહીં સ્વાગત છે. ...Read More

14

વુલ્ફ ડાયરીઝ - 14

શ્લોક અને સેમ મેઈન હોલમાં સોફા પર જ બેસીને કામ કરી રહ્યા હતા. “આપણે મારા રૂમમાં જઈને કામ કરીએ? અહી ફાવતું નથી.” સેમએ કહ્યું. શ્લોકએ ખાલી માથું હલાવ્યું. “તું જા, હું કોફી લઈને આવું.” કહીને સેમ રસોડામાં ગઈ. શ્લોક સેમના રૂમમાં બધે નજર નાખી રહ્યો હતો. આખા રૂમમાં બધે જ ઢીંગલા, ટેડી, લાઈટ લાગેલા હતા. એવું લાગતું હતું જાણે આ કોઈ નાના બાળકનો રૂમ હોય. દીવાલ પર નાના નાના સાઈઝના ઘણા બધા ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. જેમાં સેમ, જેક, ઈવ, કિમ બધાના ફોટો હતા. અમુક અજાણ્યાં લોકોના પણ હતા. તે એમના મિત્રો હશે તેવું શ્લોકએ અનુમાન લગાવ્યું. ...Read More

15

વુલ્ફ ડાયરીઝ - 15

“કરન... એ ભાગી ગયો. સોરી.” ઈવએ પોતાના ઘવાયેલા હાથને લૂછતાં કહ્યું. “કોઈ વાંધો નથી આ બંનેને કસ્ટડીમાં લઇ લો. તેમના આ બીજા સાથીઓને જેલમાં નાખી દો.” ક્યુરેટરના નીચલા વર્ગના ઓફિસરને બોલાવીને જેકએ કહ્યું. “મારે તમારા બધા સાથે ખાસ વાત કરવી છે.” કિમએ કહ્યું. “મારા ઘરે જઈએ. ત્યાં બેસીને વાત કરીએ. અને આ જીત પર પાર્ટી પણ બને જ છે.” સેમએ ખુશ થતા કહ્યું. “બહુ સારો વિચાર છે. પણ આજે બહુ થાકી ગયા છીએ. કાલે રાખીએ.” ઈવએ પોતાના ઘવાયેલા હાથ તરફ જોતા કહ્યું. “ઓકે.. કાલે જ રાખીએ. મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે..” જેકને કંઇક યાદ આવતા તેણે ...Read More

16

વુલ્ફ ડાયરીઝ - 16

એક અંધારા ઓરડામાં તે ઉભો હતો. તેને શરીર પર એક લાંબો કાળો કોટ પહેરી રાખ્યો હતો. જે જમીન સુધી હતો. “શું થયું આ બધું તને?” જેવો કરન હાંફતો તે ઓરડામાં દાખલ થયો તેવું તેણે પાછળ ફરીને કહ્યું. તેનો ચહેરો તો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. પણ અંધારામાં તેની લાલ આંખો ચમકી રહી હતી. તે એક વેમ્પાયર હતો. “બોસ.. આ એ ક્યુરેટરના માણસોનું કામ છે.” માથું ઝુકાવી કરનએ કહ્યું. “ક્યુરેટરની હિંમત દિવસે દિવસે વધી રહી છે. તેમને એક ઝટકાની જરૂર છે. હવે આ સંસ્થાનો નીચે પડવાનો સમય આવી ગયો છે.” ખુરશી પર બેસતા તેણે કહ્યું. “ખાલી હું જ બચ્યો છું. બાકી ...Read More

17

વુલ્ફ ડાયરીઝ - 17

પાર્ટી તો પતી ગઈ હતી, પણ ઘર આખું વિખેરાયેલું પડ્યું હતું. એટલે બધા મળીને તેને સાફ કરી રહ્યા હતા. બહાર સમાન ગોઠવી રહી હતી. રોમી અને શ્લોક તેની મદદ કરી રહ્યા હતા. જયારે સેમ ઘરમાં કામ કરી રહી હતી. “કિમ... શું હું તને એક વાત પૂછી શકું?” શ્લોકએ ધીમેથી કહ્યું. “હા. બોલને.” કિમએ કામ કરતા કહ્યું. “જેક.. અને ઈવ..? મતલબ મને લાગ્યું કે જેક અને સેમ બંને વચ્ચે કંઇક હતું.. તો ઈવ કઈ રીતે?” શ્લોકએ અચકાતા પૂછ્યું. કિમ જોર જોરથી હસવા લાગી. “શું તું પાગલ છે? સેમ અને જેક..? કઈ પણ વિચારે છે તું શ્લોક.” તે હજુ પણ હસી ...Read More

18

વુલ્ફ ડાયરીઝ - 18

સમય : થોડાં વર્ષો પહેલા સ્થળ : આર્મી બેસ કેમ્પ “હેય.. અહી બહાર કેમ ઉભો છે?” જેકનો ખભો પકડતા પૂછ્યું. “મારી બેન આવવાની છે આજે. એ આમ તો લંડનમાં એક બોર્ડીંગ સ્કુલમાં ભણી હતી. પણ ત્યાંથી સિલેક્ટ થઈને અહી આવે છે.” ખુશ થતા જેકએ કહ્યું. “ઓકે. હું જઉં ડીપાર્ટમેન્ટમાં. મળીએ પછી.” કહી રેયન ત્યાંથી નીકળી ગયો. “જેક..” દોડતી આવીને સેમ જેકને ગળે લાગી. “કેમ છે મારી રાજકુમારી?” જેક જાણે પોતાની દીકરીને મળી રહ્યો હોય તેવું એને લાગી રહ્યું હતું. “હું ઠીક છું. કિમ કેમ દેખાતી નથી?” આજુબાજુ નજર કરતા સેમએ કહ્યું. “શેતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર..” પાછળથી ...Read More

19

વુલ્ફ ડાયરીઝ - 19

“શું? એને કેન્ટીનમાં.. કઈ રીતે..? કિમ સેમને રોક યાર.” ગભરાતા ઈવએ કહ્યું. “તું એની ચિંતા ના કરીશ. ચલ આપણે જઈએ. સેમ આવી જશે.” કિમ ઈવને ખેચીને લઇ ગઈ. “સેમ હજુ સુધી કેમ નથી આવી? ચાલને આપણે તેને જોવા માટે જઈએ.” કેન્ટીનમાં બેઠેલી ઈવએ ચિંતા કરતા કહ્યું. “ચુપ ચાપ બેસ. સેમ આવી જશે.” કિમએ મોઢાં પર આંગળી મુકતા કહ્યું. “અમે આવી ગયા.” પાછળથી આવીને સેમએ કહ્યું. “સેમ તું પણ ક્યાં... શું..? જેક..?” ઈવ પાછળ ફરી બોલવા ગઈ, પણ સેમ જોડે જેકને જોયો ત્યારે એનું મોઢું ખુલ્લું રહી ગયું. “જેક આ ઈવ છે. મારી રૂમમેટ.” ઓળખાણ કરાવતા સેમએ કહ્યું. “હેલ્લો ઈવ.” ...Read More

20

વુલ્ફ ડાયરીઝ - 20

સવારે કિમ 6 વાગ્યે તૈયાર થઈને ગ્રાઉન્ડ પર પહોચી. “તું આટલો વહેલો..” જેક પાસે જઈ ઈવ કહી રહી હતી. ચક્કર.. આ મેદાનના..” ઈવની વાત ના સાંભળતા, જેકએ દોડતા કહ્યું. “10..???” ઈવના તો હોશ ઉડી ગયા. “જલ્દી..” પાછળ ફર્યા વગર જ જેકએ કહ્યું. “હા.” કહી ઈવ જેક પાછળ દોડવા લાગી. “મારાથી હવે નહિ દોડાય.” ઈવ વચ્ચે ઉભી રહી ગઈ. “માત્ર 6 રાઉન્ડમાં તું થાકી ગઈ? હજુ તો આ શરૂઆત છે. આપણે હજુ બીજી કસરત પણ કરવાની છે.” જેકએ ઉભા રહેતા કહ્યું. “શું?” મોટેથી બોલતી ઈવ નીચે જમીન પર બેસી ગઈ. “થોડી દયા કર મારા પર..” આજીજી કરતા ઈવએ કહ્યું. “સારું ...Read More

21

વુલ્ફ ડાયરીઝ - 21

“શું થયું?” જેકની આંખો ખુલતી જોઇને ઈવએ તેની બાજુમાં બેસતા પૂછ્યું. પણ જેક બસ તેની સામે જોઈ રહ્યો. તેણે જવાબ ના આપ્યો. “તને તો બહુ તાવ છે.” જેકના કપાળ પર હાથ મુકતા ઈવએ ગભરાઈને કહ્યું. જેકની આંખો માંડ ખુલી રહી હતી. “તું સુઈ જા.” ઈવએ તેને સુવડાવીને બ્લેન્કેટ ઓઢાડ્યું. અને ઠંડા પાણીના પોતા મુકવાના શરુ કાર્ય. તે થોડી થોડી વારે તેનો તાવ માપી રહી હતી. “તાવ તો ઓછો થઇ રહ્યો છે.” ખુશ થતા ઈવ રસોડામાં ગઈ. “જેક.. આ પી લે.” જેકને બેઠો કરી ગ્લાસ આપતા ઈવએ કહ્યું. “આ શું છે?” એક ઘૂંટડો પીતા જેકએ મોઢું બગડ્યું. “આ ગ્લુકોઝ છે. ...Read More

22

વુલ્ફ ડાયરીઝ - 22

“એ છોકરી અને તેની એક સાથી, તે બંને કાલે વિમાનમાં પરીક્ષાના સમયે એકલા હશે. જાણવા મળ્યું છે કે કાલે સિક્યુરિટી નહિ હોય. તેના ભાઈને મેં પહેલા જ રસ્તામાંથી હટાવી દીધો છે. તો આપણું કામ સહેલું બની શકે છે. પણ હું તેની જવાબદારી ના લઇ શકું.” પર્સીએ એક અંધારા ઓરડામાં બેઠા સેમનો ફોટો બતાવતા કહ્યું. “તને તારી જોઈતી કિંમત મળી જશે. મને બસ એ છોકરી જોઈએ છે.” પોતાની લાલ આંખો બતાવતા કરનએ સેમનો ફોટો હાથમાં લીધો. “મને એક વાત નથી સમજાતી કે, તમારા જેવા શક્તિશાળી વેમ્પાયરને એક પાયલટની શું જરૂર પડી?” શંકાના ભાવ સાથે પર્સીએ પૂછ્યું. “તે કોઈ સાધારણ છોકરી ...Read More

23

વુલ્ફ ડાયરીઝ - 23

“સમાયરાની મિત્ર પાસેથી અમને જાણવા મળ્યું છે કે તેને ઘણા દિવસોથી ધમકી અપાઈ રહી હતી. તો આ કોઈક જાણી કરી રહ્યું હતું. તમે એના ભાઈ છો. જો તમે ત્યાં જશો તો તમારા જીવને પણ જોખમ થઇ શકે છે. માફ કરશો. પણ અમારું ડીપાર્ટમેન્ટ કામ કરી જ રહ્યું છે. જો અમને કોઈ મદદની જરૂર પડશે તો અમે તમને જણાવીશું.” કહી તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. “કેવી ધમકી?” ઈવ પાસે જઈને જેકએ કહ્યું. “સેમને કોઈક પાર્સલ મોકલી રહ્યું હતું. લોહીવાળી ઢીંગલી, રમકડા અને આપણા ફોટો. એ એનાથી ડરેલી જ હતી.” ઈવએ ધીમેથી કહ્યું. “અને તમે મને આ જણાવવું યોગ્ય કેમ ના ...Read More

24

વુલ્ફ ડાયરીઝ - 24

“કિમ.. શ્લોક.. રોમી..” સેમએ હોલમાંથી બુમ પાડી. “શું થયું?” રૂમની બહાર નીકળતા રોમીએ કહ્યું. “સુમેરનો ફોન હતો. એણે આપણને હમણાં જ હેડ ક્વાટર બોલાવ્યા છે.” સેમએ કહ્યું. “અત્યારે? સવારમાં આટલા વહેલા શું કામ આવી ગયું?” આંખો ચોળતા કિમએ કહ્યું. તે હજુ પણ ઊંઘમાં જ હતી. “ત્યાં જઈને જ ખબર પડશે. જલ્દી તૈયાર થાઓ. હું જેક અને ઈવને પણ બોલાવી લઉં.” સેમએ ફોન લગાવતા કહ્યું. બધા ફટાફટ હેડ ક્વાટર પહોચ્યા. “શું વાત છે?” જેકએ સુમેરને પૂછ્યું. “કિમ.. હું ઈચ્છું છું કે તું થોડી હિંમત રાખે.” સુમેરએ કિમ સામે જોયું. “વાત શું છે?” ગભરાતા કિમએ કહ્યું. “ક્રિસ.. કાલે એ અહી આવા ...Read More

25

વુલ્ફ ડાયરીઝ - 25

તેને વાદળી શર્ટ અને કાળું જીન્સ પહેર્યું હતું. તેના ચહેરા પરથી જરાય નહોતું લાગતું કે તે બે બાળકોની મા તે પોતાના સમયમાં વધારે સુંદર હશે તેવું શ્લોક અને રોમીએ અનુમાન લગાવ્યું. “બહુ જલ્દી આવી ગયા.” નીચે રહેલા સ્ટોર રૂમમાંથી તેમના પિતાએ બહાર આવતા કહ્યું. તેમની ઉમર પણ વધુ નહોતી લાગી રહી. તેમના વાળ કાળા હતા અને ખભા સુધીના હતા, જેને તેમણે પોનીમાં બાધ્યા હતા. તેમની આંખો બિલકુલ સેમ અને જેક જેવી હતી. બંને બાળકો પિતા જેવા જ લાગતા હતા. “બેસો.” એક બીજી સ્ત્રીએ આવતા કહ્યું. તેને પણ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. તે કિમની મમ્મી હતી. “શ્લોક..” શ્લોક ...Read More

26

વુલ્ફ ડાયરીઝ - 26

“પંછી.. હું ક્યારનો ઉભો છું અહી હવે જલ્દી ચાલ. આપણે કોલેજના પહેલા દિવસ જ મોડા પહોચીશું.” પંછીના ઘરની બહાર લઈને ઉભેલા ક્રિસએ ઘડિયાળમાં જોઇને બુમ પડી. “બસ. આવી ગઈ ક્રિસ. આમને આમ હું એક દિવસ બધી જગ્યાએ મોડા પહોચવાનો રેકોર્ડ બનાવી દઈશ. હું જાઉં.” કહીને પંછી તેના મમ્મી પપ્પાને પગે લાગીને ક્રિસની પાછળ બાઈક પર બેઠી. ઊંચા વૃક્ષોવાળા બરફથી ઢંકાયેલા રસ્તાઓમાં લોકો સ્વેટર અને ટોપીઓ પહેરીને રસ્તાઓ પર જોવા મળી રહ્યા હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરજના અજવાળા સાથે આ માદક ઠંડી આખા શહેરને ગુલાબી બનાવી રહી હતી. જાણે કે બરફની તળેટીઓની વચ્ચે જ બનાવવામાં આવી હોય તેવી ...Read More

27

વુલ્ફ ડાયરીઝ - 27

બીજા દિવસ સવારે બધા જ તૈયાર થઈને સવારે વહેલા જ પિકનીક જવા માટે કોલેજ પહોચી ગયા. “આટલો બધો સમાન? આપણે ખાલી એક દિવસ માટે જઈ રહ્યા છીએ. ત્યાં રોકાવા માટે નહિ.” જેસનો સમાન જોઇને ક્રિસએ કહ્યું. “શું ખબર ક્રિસ, ક્યાં અને ક્યારે કોઈક સારો છોકરો દેખાઈ જાય.. એના માટે પ્રોપર મેકઅપ તો કરવો પડે ને? જેમ તું ફસાયો છે એમ કોઈક બીજાને ફસાવવા કામ લાગે આ બધું તો.” મજાક ઉડાવતા પ્રિયાએ કહ્યું. “આ તો ઈમેજનો પ્રશ્ન છે પ્રિયા જે તારા જેવા અનાથાશ્રમવાળા લોકોને નહિ સમજાય.” કહીને જેસ બસમાં બેસી ગઈ. પંછી પણ પ્રિયા સાથે બસમાં બેઠી. પણ પંછી નહોતી ...Read More

28

વુલ્ફ ડાયરીઝ - 28

“આપણે પાણી પાસે જઈને બેસીએ ચાલને.. મને તે ગમે છે.” તે વ્યક્તિનો હાથ પકડતા પંછીએ કહ્યું. “હા.” પંછીને પકડીને પાણી સુધી લાવ્યો. બંને પાણીની નજીક જઈને બેઠા. “મને અહી આમ તારી પાસે બહુ જ સારું લાગે છે.” તેના હાથમાં હાથ પરોવતા પંછી તેના ખભા પર માથું રાખીને બોલી. “તારે હવે ઘરે નથી જવું? તું શું આખી રાત આમ જ બેસી રહીશ?” પંછીના ખભા પર હાથ મુકતા તેને કહ્યું. “નહિ... હું તને મુકીને ક્યાય નહિ જાઉં.. બિલકુલ નહિ..” કહેતા પંછી ઉભી થઇ. તે બિલકુલ નાના બાળકની જેમ જીદ કરી રહી હતી. “હેય પંછી.. ચાલ મારી સાથે.” અચાનક જ બીજી તરફથી ...Read More

29

વુલ્ફ ડાયરીઝ - 29

“શું પ્રિયા તારા અવાજથી હું પકડાઈ ગયો.” હસીને ક્રિસ ઉભો થયો. “સારું કર્યું તે પ્રિયા. આ હરામી મને બેવડી છે જો ને..” કહીને પંછી ક્રિસને મારવા લાગી. “તમારા બંને વચ્ચે પ્રિયાને કેમ ઘસેડો છો?” હસીને ત્યાં આવેલા સેમ અને રાહુલએ કહ્યું. “અરે બધા સવાર સવારમાં જ અહી? શું વાત છે? બીજી કોઈ પાર્ટી છે કે શું?” હસીને પંછીએ કહ્યું. “નહિ.. ક્રિસએ ફોન કર્યો હતો એટલે બધા અહી આવ્યા.” સેમએ કહ્યું. “અને તારી ખબર પૂછવા પણ. કેવું છે તને હવે?” પ્રિયાએ પંછીને પૂછ્યું. “મને શું થવાનું હતું? હું ઠીક છું હવે. તમે બધા બેસોને, ઉભા કેમ છો?” પંછીએ કહ્યું. “હા ...Read More

30

વુલ્ફ ડાયરીઝ - 30

“હું તો બસ તને થેંક યુ કહેવા...” પંછીએ ઉભા થતા ધીમેથી કહેવાનો પ્રયત્ન કર્યો. “નશો કરીને છોકરાઓ પર પડતી બહુ છોકરીઓ જોઈ છે. તો એ બધું બીજા કોઈક જોડે કર. મને તારા થેંક યુમાં કોઈ રસ નથી.” કહીને તે ઉભો થઇને ચાલવા માંડ્યો. પંછી તેને જતો જોઈ રહી. પંછીની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. તે ફટાફટ આંખો લુછીને ક્લાસ તરફ વળી. ક્લાસમાં પણ તે પહેલી બેંચ પર જ એકલો બેઠો હતો. તેના પર નજર નાખીને પંછી સેમ જોડે આવીને બેઠી. પંછીની નજર હજુ એના પર જ હતી. પણ તે પંછી તરફ નહોતો જોઈ રહ્યો. “પંછી.. તું પણ એને જોઇને ...Read More

31

વુલ્ફ ડાયરીઝ - 31

બીજા દિવસ સવારે બધા જ કોલેજ કેન્ટીનમાં બેઠા વાતો કરી રહ્યા હતા. “આ ક્રિસ ક્યાં ગાયબ થઇ ગયો?” આજુબાજુ પંછીએ કહ્યું. “ઓહ હા. હું કહેવાનું જ ભૂલી ગયો બાસ્કેટબોલની મેચ છે આવતા મહિને. તો એના માટે આપણી કોલેજની ટીમ બનાવી રહ્યા છે એ બધા.” પંછી સામે જોઇને રાહુલએ કહ્યું. “કેમ એ લોકોએ તને ના લીધો એમની ટીમમાં? કે પછી તને હારવાનો ડર લાગે છે?” હંમેશાની જેમ રાહુલનો મજાક ઉડાવતા સેમએ કહ્યું. “તું તારું મોઢું બંધ રાખીશ?” હાથ બતાવતા રાહુલએ કહ્યું. “ઓહ યાર... તારો હાથ. આમાંથી તો લોહી નીકળે છે.” રાહુલનો હાથ પકડતા સેમએ કહ્યું. “હા એ કાલે જીમમાં ડમ્બેલ ...Read More

32

વુલ્ફ ડાયરીઝ - 32

“શું થયું ભાઈ?” ક્રિસને કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા જોઈને રાહુલએ કહ્યું. “મને નથી સમજાતું રાહુલ કે તારા સવાલનો હું જવાબ આપું. હું ઈચ્છું છું કે આ બધું જ જે થઈ રહ્યું છે તે એક ખરાબ સપનું હોય અને હું જલ્દીથી એમાંથી બહાર નીકળી જઉં. આ બધું આપણી સાથે જ કેમ થઈ રહ્યું છે?” રાહુલ સામે જોતા ક્રિસએ કહ્યું. “આમા આપણે કઈ પણ કરી શકીએ તેમ નથી ક્રિસ... આપણે આ બધાને હકારાત્મક રીતે પણ તો જોઈ શકીએ છીએ ને?” ક્રિસને સમજાવતા રાહુલએ કહ્યું. “કઈ રીતે હું હકારાત્મક વિચારું? ક્યાં સુધી આપણે ખોટું બોલશું લોકો અને આપણા મિત્રો સામે? પોતાના આ ...Read More

33

વુલ્ફ ડાયરીઝ - 33

રાતે બે વાગ્યે પંછીની અચાનક જ ઊંઘ ઊડી ગઈ. તેણે ફરી એ જ સપનું જોયું હતું. પણ આ વખતે પોતાના કાતીલનો ચહેરો જોયો. એ અક્ષય હતો. “અક્ષય... અક્ષય કેમ મને મારી નાખવા ઈચ્છતો હશે? નહીં, એ એવું ના કરી શકે. તો પછી કેમ આટલા વર્ષો પછી મેં સપનામાં મારા ખૂનીનો ચહેરો જોયો.” પંછીએ બેઠા થતા વિચાર્યું. “હું તારા વિશે વિચારતી હતી કદાચ એટલે તારો ચહેરો દેખાતો હશે. આખો દિવસ ખબર નહિ કેમ મને તારા જ વિચારો આવતા રહે છે અક્ષય. તું જેટલો મારાથી દુર જાય છે મને એટલું જ દુઃખ થાય છે. ખબર નહીં આપણાં વચ્ચે આ કેવો સંબંધ ...Read More

34

વુલ્ફ ડાયરીઝ - 34

“જેસ... આ શું બચપનો છે? એને જાણી જોઈને તારા પર પાણી નહોતુ નાખ્યું.” અકળાઈને ક્રિસએ કહ્યું. “તું ક્યારથી આ આશ્રમનો પક્ષ લેવા માંડયો ક્રિસ? તને તો એ પસંદ નહોતી ને? તો હવે તું કેમ એની બાજુ...? જેસ ક્રિસ તરફ જોઈને બોલી. “એ મારી સાથે છે... એ કોઈ અનાથ આશ્રમ નથી. એને સોરી કહે હમણાં જ...” ક્રિસએ ગુસ્સામાં બુમ પાડીને કહ્યું. “ક્રિસ... હું તારી ગર્લફ્રેંડ છું. અને આવી વાહિયાત છોકરી જેની કોઈ કિંમત જ નથી એના માટે તું મારા પર ગુસ્સો કરે છે એ પણ બધા સામે...” આજીજી ભર્યા અવાજમાં જેસએ કહ્યું. “એની કિંમત નક્કી કરવાવાળી તું કોણ છે?” જેસને ...Read More

35

વુલ્ફ ડાયરીઝ - 35

તે પછીના દિવસો શાંતિથી સ્કૂલમાં પસાર થઈ રહ્યા હતા. એક દિવસ ક્રિસ એની બાઇક લઈને સ્કૂલની બહાર નીકળ્યો. રસ્તામાં ચાલતી જતી પ્રિયા દેખાઈ. “બેસી જા.” હોર્ન મારી પ્રિયાને રોકતા ક્રિસએ બાઇક પર બેસવાનો તેને ઈશારો કર્યો. પ્રિયાને ખબર હતી કે ક્રિસ કેટલો જીદ્દી છે. કઈ પણ બોલ્યા વગર પ્રિયા તેની પાછળ બેસી ગઈ. પ્રિયા ક્રિસની કમરથી સહેજ દૂર પોતાના હાથ રાખીને તેને પકડવાનું નાટક કરી મનમાંને મનમાં ખુશ થઈ રહી હતી. ક્રિસએ અચાનક જ બ્રેક મારી જેથી પ્રિયાએ ક્રિસને પાછળથી બાથ ભરી લીધી. “નીચે ઉતર હમણાં જ..” ગુસ્સાથી બાઇક રોકતા ક્રિસએ કહ્યું. પ્રિયા કંઈ પણ બોલ્યાં વગર માથું ઝુકાવીને ...Read More

36

વુલ્ફ ડાયરીઝ - 36

“ક્યાં ગયા બંને?” બહાર નીકળીને ક્રિસએ વિચાર્યું. અચાનક તેનું ધ્યાન નીચે પડેલા સમાન પર પડ્યું. “પ્રિયા... શું થયું તને?” પડેલી પ્રિયાને જોઇને ક્રિસ તેની તરફ દોડ્યો. પ્રિયાના માથા પરથી હજુ પણ લોહી વહી રહ્યું હતું. અહી શું થયું હશે તે સમજતા ક્રિસને વાર ના લાગી. પ્રિયાને પોતાની બાહોમાં ઉઠાવી ક્રિસ તેને રૂમમાં લાવ્યો. તેનું ડ્રેસિંગ કરી તેને સુવડાવી. “હું બધું સરખું કરી દઈશ. હવે હું તારી સાથે છું.” પ્રિયાના કપાળને ચૂમતા ક્રિસએ કહ્યું. સાંજ પડી ગઈ હતી. ક્રિસ આજે જાતે જમવાનું બનાવી રહ્યો હતો. પ્રિયા પણ ઉઠી ગઈ હતી. તેણે અરીસામાં પોતાના ઘાવ જોયા. તેને એ બધું ફરીથી યાદ ...Read More

37

વુલ્ફ ડાયરીઝ - 37

ક્રિસને માથા પર હાથમાં બધે જ પાટા બાંધ્યા હતા. આંખ નીચે પણ તેને વાગ્યું હતું. તે ભાનમાં આવી ગયો ક્રિસની આવી હાલત જોઈ પ્રિયાના પગ ધીમા પડી ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્રિસ પાસે જઈને પ્રિયાએ તેના માથા પર હાથ ફેરવ્યો. “તું ઠીક..” બોલતા પ્રિયાના ગાળામાં ડૂમો બાઝી ગયો. ક્રિસે હાથ લંબાવી પ્રિયાના આંસુ લૂછ્યા. પ્રિયા રડતા રડતા તેને વળગી ગઈ. “હવે હું ઠીક છું.” પ્રિયાના માથામાં હાથ ફેરવતા ક્રિસએ કહ્યું. “કેવો છે મારા વાઘ?” રૂમમાં આવતા રાહુલે કહ્યું. પ્રિયા અને ક્રિસ એકબીજાથી અલગ થયાં. “દાદી? દાદીને કેવું છે?” ક્રિસને અચાનક યાદ આવતા તેને પૂછ્યું. પ્રિયા, રાહુલ, સેમ ...Read More

38

વુલ્ફ ડાયરીઝ - 38

સવારે ઘરનો બેલ વાગતા પ્રિયાએ દરવાજો ખોલ્યો. દરવાજા પર કોઈક ડ્રાઈવર ઉભો હતો. “ક્રિસ બાબા..” તેમણે પ્રિયાને જોઇને કહ્યું. છે?” બહાર આવતા ક્રિસએ કહ્યું. “રામભાઈ.. તમે અચાનક?” ક્રિસએ કહ્યું. “ક્રિસ બાબા સાહેબ કારમાં તમારી રાહ જોવે છે. જલ્દી ચાલો.” રામભાઈએ કહ્યું. “રાહુલના ડ્રાઈવર છે. કાકાને કામ હશે. હું આવું.” પ્રિયાને કહી ક્રિસ ઘરની બહાર ઉભેલી કારમાં બેસી ગયો. “ડેડ... તમે અહી?” કારમાં બેસતા જ ક્રિસને આંચકો લાગ્યો. “કેમ? હું મારા એકના એક છોકરાને મળવા પણ ના આવી શકું?” રાકેશભાઈએ હસતા કહ્યું. પણ ક્રિસએ સામે કઈ કહ્યું નહિ. ક્રિસ રાજેશભાઈ સાથે બહાર નીકળ્યો. બંને બાપ દીકરા રાહુલના ઘરે એટલે ક્રિસના ...Read More

39

વુલ્ફ ડાયરીઝ - 39

“વુલ્ફ ક્યારથી માણસો માટે રડવા લાગ્યા?” પ્રિયાને રડતા જોઈ અક્ષયએ કહ્યું. અક્ષયના અવાજથી પ્રિયા ભૂતકાળના વિચારોમાંથી બહાર આવી. “એવું નથી હું તો બસ..” પ્રિયા કહી રહી હતી. “મને ખબર છે. તને ક્રિસ પસંદ છે.” હસીને અક્ષયએ કહ્યું. “માત્ર પસંદ હોવાથી પ્રેમ સફળ નથી થઇ જતો. હું વુલ્ફ છું. હું કઈ રીતે એની પસંદ બની શકું?” દુઃખી થતા પ્રિયાએ કહ્યું. “ક્યારેક આપણે સામે વાળા તરફથી નિર્ણય કરી લેતા હોઈએ છીએ. આપણે એમને એક મોકો તો આપવો જ જોઈએ ને?” અક્ષયએ પ્રિયા પાસે બેસતા કહ્યું. “આ તું કહી રહ્યો છે? જે હંમેશા પંછીથી દુર ભાગે છે એ?” પ્રિયાએ કહ્યું. “હા. તને ...Read More

40

વુલ્ફ ડાયરીઝ - 40

પ્રિયા, સેમ, અને પંછી એક જ રૂમમાં રોકાયા હતા. તેમની તો જાણે વાતો જ નહોતી ખૂટી રહી. જયારે રાહુલ, અને અક્ષય ધાબા પર ઉભા હતા. “તમને બંનેને મારા અને પ્રિયાના સાથે હોવાથી કઈ વાંધો નથી?” ક્યારની મનમાં ચાલી રહેલી વાત ક્રિસએ કહી. “મને શરૂઆતમાં એ પસંદ નહોતું. પણ શું ફર્ક પડે છે? પ્રિયા સારી છોકરી છે. અને તારી ખુશીથી વધારે બીજું કઈ જ નથી મારા ભાઈ.” ખુશ થઈને રાહુલએ કહ્યું. “પ્રિયા તારા વગર અધુરી છે. અને તમે બંનેએ બહુ સહન કરી લીધું. તમે બંને હવે ખુશીના હક્કદાર છો.” અક્ષયએ સાથ આપતા કહ્યું. “થેંક્યું દોસ્તો. તમે લોકો મારી સાથે ના ...Read More

41

વુલ્ફ ડાયરીઝ - 41

અક્ષય પોતાનો શર્ટ ઉતારીને પંછીની પાસે બેઠો અને તેને પોતાની બાહોમાં લઇ લીધી. “પંછી.. આંખો ખોલ..” ચિંતામાં અક્ષયએ કહ્યું. કેટલો ગરમ છે.” અક્ષયની છાતી પર હાથ મુકતા પંછીએ ધીમેથી આંખો ખોલી કહ્યું. “તું ઠીક છે?” તેના માથા પર હાથ ફેરવતા અક્ષયએ કહ્યું. “હવે ઠીક છું. તારી આંખો બહુ ક્યુટ છે.” અક્ષયની આંખોમાં જોતા પંછીએ કહ્યું. “લાગે છે ઠંડી માથા પર ચડી ગઈ છે.” હસીને અક્ષયએ કહ્યું. પંછી એમ જ અક્ષયની બાહોમાં સુઈ ગઈ. અક્ષય આખી રાત તેને જોતો રહ્યો. તે પણ એમ જ સુઈ ગયો. પંછી સવારમાં આળસ ખાતા પલંગ પર બેઠી થઇ. “તું..” જેવું તેનું ધ્યાન બાજુમાં સુતા ...Read More

42

વુલ્ફ ડાયરીઝ - 42

રીતુબેનએ પોતાની શક્તિથી બેભાન થતી પંછીને નીચે પડતા બચાવી અને પલંગ પર સુવડાવી. “તેને આરામ કરવા દો.” રીતુબેન પાછળ બધા જ રૂમની બહાર નીકળ્યા. “તેની શક્તિઓ આવી રહી છે.” કેયુરભાઈએ કહ્યું. “કેવી શક્તિઓ?” રાહુલએ પૂછ્યું. “એ રાજકુમારીના વંશની છોકરી છે. તેથી ...Read More

43

વુલ્ફ ડાયરીઝ - 43

બીજા દિવસ સવારે કોલેજમાં પ્રિયા, ક્રિસ અને પંછી કેન્ટીનમાં બેઠા હતા. “સેમ અને રાહુલ ક્યાં છે?” પ્રિયાએ પૂછ્યું. “એ ક્યાંક બહાર ગયા છે.” ક્રિસએ કોફી પીતા કહ્યું. “હાય...” એટલામાં અક્ષય ત્યાં આવ્યો. “મારે લાયબ્રેરીમાં કામ છે. હું જઉં.” કહીને પંછી ઉભી થઈને ચાલવા લાગી. “આ ને શું થયું? જરૂર તે કંઇક કર્યું હશે.” પ્રિયાએ અક્ષય સામે જોયું. “હું જઈને જોઉં.” કહી અક્ષય તેની પાછળ ભાગ્યો. “મને લાગે છે કાલની વાતની જ કોઈ અસર છે આ..” ચિંતામાં ક્રિસએ કહ્યું. “કઈ વાત?” પ્રિયાએ પૂછ્યું. એટલામાં સેમ અને રાહુલ પણ ત્યાં આવી ગયા. ક્રિસ બધી વાત કહી રહ્યો હતો. પંછી લાયબ્રેરીમાં નહોતી. ...Read More

44

વુલ્ફ ડાયરીઝ - 44

“આ ને શું થયું છે?” કેન્ટીનમાં ક્યારની ચુપ બેઠેલી પંછીને જોઇને અક્ષયએ કહ્યું. “શું ખબર? ક્લાસમાં પણ ચુપ જ ક્રિસ પણ દેખાયો નથી આજે સવારથી.” પ્રિયાએ આજુબાજુ નજર ફેરવતા કહ્યું. “આ આવી ગયો.” ક્રિસને આવતા જોઈ રાહુલએ કહ્યું. “ક્રિસ.. ક્યાં હતો? હું સવારની તારી રાહ જોઉં છું.” ચિંતામાં પંછીએ કહ્યું. “મને કઈ સમજાતું નહોતું કે હવે આગળ શું કરવું. એટલે એકલો બેઠો હતો થોડી વાર.” બધા સાથે બેસતા ક્રિસએ કહ્યું. “શું વાત છે દોસ્તો?” સેમએ કહ્યું. “અમારા બંનેના ઘરે આમારા લગ્નની વાત ચાલે છે. એ લોકો મારી અને પંછીની સગાઇ કરવાનું વિચારી રહ્યા છે.” ચિંતામાં ક્રિસએ પ્રિયા સામે જોયું. ...Read More

45

વુલ્ફ ડાયરીઝ - 45

સમય પાણીની જેમ ઝડપથી પસાર થઇ ગયો. આખરે એ દિવસ આવી જ ગયો. તે પૂર્ણિમાની રાત હતી. પ્રિયાએ શ્લોકને આપી દીધો હતો. અને સેમએ રોમીને. પંછીને હજુ એક મહિનાની વાર હતી. બધા જ બહુ ખુશ હતા. “પંછી ક્યાં છે?” ક્રિસએ પૂછ્યું. “તે રસ્તામાં જ છે. અક્ષય સાથે આવે છે.” રાહુલએ કહ્યું. “એને આવી હાલતમાં અહી આવવાની શું જરૂર છે?” પ્રિયા અને સેમ વાત કરી રહ્યા હતા. ત્યાં જ ક્રિસનો ફોન રણક્યો. “શું? કઈ રીતે?” હું હમણાં જ આવું છું.” ગભરાઈને ક્રિસએ ફોન મુક્યો. “શું થયું?” પ્રિયાએ પૂછ્યું. “કેયુરકાકા અને તેમના બીજા સાથીઓએ પંછી અને અક્ષયને પકડી લીધા છે. મારે ...Read More

46

વુલ્ફ ડાયરીઝ - 46

બધા ત્યાંથી સેમના ઘરે ભેગા થયાં. બધા જ ખુબ ચિંતામાં હતા. આગળ હવે શું કરવું તેની તૈયારી ચાલી રહી “શું વિચારે છે?” સેમને ક્યારની ચુપ બેઠેલી જોઇને જેકએ પૂછ્યું. “મને ખબર નહિ કેમ પણ એવું લાગે છે કે મમ્મી પપ્પા આપણાથી કંઇક છુપાવી રહ્યા છે.” વિચારોમાંથી બહાર આવતા સેમએ કહ્યું. “મને પણ એવું જ લાગી રહ્યું છે. એમણે આપણને બધી જ વાત પહેલાથી કહી. પણ છેલ્લે જે મુખ્ય લડાઈ થઇ અને જેનાથી બધા અલગ થયા એ જ એમને પૂરી નથી જણાવી.” રોમીએ કહ્યું. “હા. અને તેમણે મને મારી શક્તિઓ વાપરવાની ના પાડી. આવું તેમણે પહેલા તો ક્યારેય નથી કહ્યું.” ...Read More

47

વુલ્ફ ડાયરીઝ - 47

“શ્લોક.. તું સેમનું ધ્યાન રાખ. હું જાઉ છું, જેક અને ઈવને શોધવા.” સેમને પોતાના જાદુથી રૂમમાં સુવડાવતા કિમએ કહ્યું. પણ આવીશ.” રોમીએ કહ્યું. “પણ રોમી ત્યાં ખતરો..” કિમ તેને સમજાવા જઈ રહી હતી. “તારે એકલા ના જવું જોઈએ. રોમીને સાથે લઇ જા.” શ્લોકએ ધીમેથી કહ્યું. માથું હલાવી કિમ અને રોમી બધાને શોધવા બહાર નીકળ્યા. “તું સુતી કેટલી સારી લાગે છે. તને યાદ છે જયારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે પણ તું આમ બેભાન જ હતી.” સેમના માથે હાથ ફેરવતા શ્લોકએ કહ્યું. તેને સેમના ઘાવ પર દવા લગાવી. અને ત્યાં જ તેની પાસે બેસી રહ્યો. સાંજ થઇ ગઈ ...Read More

48

વુલ્ફ ડાયરીઝ - 48

“મને અહી કેમ પકડીને રાખી છે?” ગુસ્સામાં કિમએ તેનાથી મોઢું ફેરવતા કહ્યું. “તારું નામ શું છે બેટા?” કિમની જઈને રોહનએ શાંતિથી પૂછ્યું. “હું કેમ એ માણસને મારું નામ કહું જેને મને બાંધી રાખી છે?” તેની સામે જોયા વગર જ કિમએ કહ્યું. “એના હાથ ખોલી દે.” કરન સામે જોઇને રોહનએ હુકમ કર્યો. “પણ બોસ એ..” કરન દલીલ કરવા જઈ રહ્યો હતો પણ રોહનએ પોતાની લાલ આંખો બતાવી એટલે કરન આગળ કઈ બોલી શક્યો નહી. કિમના હાથ ખોલીને રોહન તેને બહાર બીજા એક મોટા રૂમમાં લઈને આવ્યો. જેમાં અજવાળું હતું. અને તે સજાવેલો પણ હતો. “તું થાકી ગઈ હોઈશ. આરામ કર.” ...Read More

49

વુલ્ફ ડાયરીઝ - 49

“તું ઠીક છે?” રોહનએ કિમની નજીક જતા કહ્યું. “દુર રહો મારાથી. અને મને સાચું જણાવો.” કિમએ પાછળ ખસતા કહ્યું. તું શેના વિશે વાત કરી રહી છે છોકરી?” અજાણ બનતા તેણે કહ્યું. “સાચે જ? તો કેમ તમે મારી રક્ષા કરો છો? એક વેમ્પાયર મને કેમ બચાવે છે? અને કેમ મને તમારી જોડે અજાણ્યું નથી લાગતું? કેમ મને તમારી માટે લાગણીઓ બંધાઈ રહી છે?” કિમએ તેની આંખોમાં જોઇને કહ્યું. “એવું કઈ જ નથી. તું કંઇક વધારે જ વિચારી રહી છે.” રોહનએ તેની સામે જોયા વગર પોતાનું દુઃખ છુપાવતા કહ્યું. “જો સાચે જ એવું છે તો મને મારી કેમ નથી નાખતા?” કિમએ ...Read More

50

વુલ્ફ ડાયરીઝ - 50 અંતિમ ભાગ

“કરન... તારા સાથીઓને બોલાવી લે.” બધાને શાંત પડતા જોઈ કેયુરભાઇએ કહ્યું. “અમે અહી જ છીએ.” બહાર નીકળતા તેને કહ્યું. જેક અને બધાને ઝટકો લાગ્યો. “હા હું. તને શું લાગે છે? પર્સી વિશે તને માહિતી મેં કેમ આપી? અને પર્સીને જેલમાંથી કોણે ભગાડ્યો? ક્રિસના કિડનેપ વિશે મને કઈ રીતે ખબર પડી? આ બધી મારી ચાલ હતી. જેમાં તમે બધા ફસાઈ ગયા.” હસતા સુમેરએ કહ્યું. તેની પાસે ક્યુરેટરના બીજા ઓફિસર પણ હતા. તે બધાએ તેમને ઘેરી લીધા. “એને છોડી દે..” ભાનમાં આવતા રોહનએ કહ્યું. “તું પણ બેવકૂફ છે રોહન. તારી પત્ની એ દિવસ આપણી વાત સાંભળી ગઈ હતી. તેણે તને સમજાવાની ...Read More