વફા કે બેવફા

(318)
  • 82.4k
  • 18
  • 31.6k

વફા કે બેવફાભાગ-1બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો..ખુશનુમા વાતાવરણ હતું.જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય..... આરુષિ આહાનને સુવડાવી ચા‌ બનાવી લ‌‍ઈને બાલ્કનીમાં જઈને ‌બેઠી. બપોરનો‌ સમય હતો. અને તે એકલી જ હતી. આહાન એટલે કે તેનો એકનો એક દીકરો. જે હવે બે વર્ષનો થવા આવ્યો હતો. આરુષિના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.આરુષિ બાલ્કનીમાં બેઠા બેઠા રસ્તા પર જતાં લોકોને નિહાળી રહી હતી.નાના બાળકો છબછબિયાં કરતા જતા તો ઘણા પોતાને વરસાદથી બચવાના નિષ્ફળ પ્રયાસ કરતા જઈ રહ્યા હતા. તો કોઇ ચા ની કીટલી પર વરસાદી માહોલ વચ્ચે ચા કોફીની મજા લઇ રહ્યા હતા. એમાં ઘણા કોલેજીયન કપલ્સ પણ હતા જે

Full Novel

1

વફા કે બેવફા - 1

વફા કે બેવફાભાગ-1બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો..ખુશનુમા વાતાવરણ હતું.જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય..... આરુષિ આહાનને સુવડાવી બનાવી લ‌‍ઈને બાલ્કનીમાં જઈને ‌બેઠી. બપોરનો‌ સમય હતો. અને તે એકલી જ હતી. આહાન એટલે કે તેનો એકનો એક દીકરો. જે હવે બે વર્ષનો થવા આવ્યો હતો. આરુષિના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.આરુષિ બાલ્કનીમાં બેઠા બેઠા રસ્તા પર જતાં લોકોને નિહાળી રહી હતી.નાના બાળકો છબછબિયાં કરતા જતા તો ઘણા પોતાને વરસાદથી બચવાના નિષ્ફળ પ્રયાસ કરતા જઈ રહ્યા હતા. તો કોઇ ચા ની કીટલી પર વરસાદી માહોલ વચ્ચે ચા કોફીની મજા લઇ રહ્યા હતા. એમાં ઘણા કોલેજીયન કપલ્સ પણ હતા જે ...Read More

2

વફા કે બેવફા - 2

અયાન, તે એક સિમ્પલ છોકરો હતો.. આરુષિ એ તેને ઘણી વખત ફેમિલી મેરેજમાં જોયો હતો. એક વાર પણ એવું લાગ્યું ન હતું. તે આરુષિને નોટીસ કરે છે. કે કદાચ ધ્યાન જ નહોતુ ગયું.જો કે મેરેજમાં છોકરા કે છોકરી પસંદ કરવાનું તો આપણા ઈન્ડિયન કલ્ચરમાં તો ફેવરિટ છે." અરે યાર સાચી વાત છે... આજે સાંજે મને કોલ કરવાનો છે. તું જાતે જ વાત કરી લેજે. પછી તો વિશ્ર્વાસ આવશેને...." યેશા " શું...કોલ.......? આમ અચાનક શું વાત કરવી તેની સાથે..." આરુષિ." અરે એમા શું વિચારવુ છે. એક વાર વાત કરી જો.. પછી તને ના ગમે તો તું જાતે જ ના પાડી દેજે. ...Read More

3

વફા કે બેવફા - 3

ભાગ-3 રાતના લગભગ વાગ્યાના આસપાસ યેશા આવે છે..." લો મેડમ.... તમારા સપનોના રાજકુમારનો ફોન આવી ગયો..". એમ કહી હસે છે... આરુષિ ધીમેથી બોલે છે, " ચુપ કર...!! અયાન શું વિચારશે...!? "યેશા વધારે મસ્તીમાં આવી જાય છે.. " પ્યાર કિયા તો ડરના ક્યા....."" બસ કર...‌! " એમ કહી યેશાના હાથમાંથી ફોન લઈ લે છે.. અને જરાક અચકાતા " હેલો.. " બોલે છે..સામેથી ‌અયાન બોલે છે. " સોરી લેટ થઇ ગયું ફોન કરવામાં, એક્ચુલી થોડા કામથી બહાર ગયો હતો."" નો ઈટ્સ ઓકે.. હું જાગતી હતી..." ,આરુષિઆરુષિ આગળ કઈ બોલી નહિ... એટલે અયાને બોલવાનું ચાલુ ...Read More

4

વફા કે બેવફા - 4

બધાં પાર્ટી કરવામાં પડી જાય છે.. ગપ્પા મારે છે.. અયાન પણ ઇન્જોય કરે છે.. બધા એક એક કરીને માંડે છે. એક ફ્રેન્ડ મસ્તીમાં કેહેતો જાય છે... ન્યુ ગર્લ ફ્રેન્ડ મુબારક... ઇન્જોય... ત્યાં અયાનને આરુષિની વાતો યાદ આવે છે જે આખી રાત કરી હતી... અને અયાન ક્યાંક કશુંક ખોટું તો નથી થઈ ગયુંને એ મુંઝવણમાં એક બાજુ બેસી જાય છે. અયાનને આમ જોઈ રાહુલ તેની પાસે આવી બેસે છે.." વોટ હેપન ડુડ... ઓલ રાઈટ.... યુ રોક ટુ ડે... તારે તો ખુશ દેખાવું જોઈએ.. " " રાહુલ હું શરત તો જીતી ગયો... પાર્ટી પણ થઈ ગઈ... પણ હવે.... શું...!!? આરુષિને શું કહીશ...? " ...Read More

5

વફા કે બેવફા - 5

મજાની વાત એ છે કે રોહન અને અયાન નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બંને જણા એક બીજાથી રગરગથી હતા. રોહને પૂછ્યું, અયાન, ચલ મારી સાથે યેશાને મળવા જવાનું છે.એન્ડ આરુષિ પણ આવાની છે. મળવું હોય તો...!?" કેમકે એ અયાન વિશે બધું જ જાણતો હતો. એટલે વધારે કંઈ બોલ્યો નહિ. અયાન વિચારે છે. ફેસ ટુ ફેસ વાત કરી લઉ તો સારું રહે.. આરુષિને વધારે સારી રીતે સમજાવી શકાય. રોહનને પણ કહે છે. તો રોહન પણ એમ જ કહે છે," બેટર છે તું મળીને વાત કરે... "આ બાજુ યેશાના ઘરે બધાં લંચ કરી લે છે.. " યેશા, કેટલી વાર..... છે.. ?? ...Read More

6

વફા કે બેવફા - 6

સો....!! ક્યાં સુધી છે અહીં...?? " " બસ એક વીક..." આરુષિ " અચ્છા.. પછી તો અમદાવાદની લાઈફમાં બીઝી જઈશ નહીં....? " આરુષિ અસમંજસમાં પડી જાય છે શુ કહેવું. પછી બોલે છે, " ના, એવું કઈ નથી.." અયાનને તેની વાત કરતા પહેલા પુછવાની ઈચ્છા થઈ.. એટલે પૂછી કાઢ્યું," તે મને કેમ હા પાડી... એ પણ આટલું જલ્દી....તું તો મને જસ્ટ ઓળખે છે.. મારા વિશે કશું જાણતી નથી.."આરુષિ થોડી વાર ચુપ રહી બોલે છે.." એ વાત સાચી કે તને જાણતી નથી.. પણ તારી સાથે વાત કરતા એક અલગ જ લાગણી અનુભવી હતી.. બસ વિશ્વાસ કરવાનુ મન થયું... તારી સાથે વાત કરતા બીજું બધું ભૂલી ...Read More

7

વફા કે બેવફા - 7

આરુષિને ખુશ જોઈ યેશા કંઈ આગળ પૂછતી નથી. વિચારે છે..ઘરે જઈને શાંતિથી વાત કરીશ. આમ પણ અહીં પૂછવું યોગ્ય યેશાનો ફોન ડીકી‌મા રીંગ વાગી વાગીને છેવટે બંધ થઇ જાય છે.. એટલે રોહન મેસેજ કરે છે.. આરુષિને કંઈ કહેતી નહીં..એને કંઈ જ ખબર નથી... અયાન રસ્તામાં જતો જતો વિચારે છે હવે આરુષિ ક્યારેય વાત નહીં કરે.. માફ પણ નહીં કરે મેં કર્યું છે એવું...મારે એવું કરવું જ ન'તુ જોઈતું. આ બાજુ યેશાને આરુષિ બંને શોંપિગ પૂરી કરી ઘરે જાય છે. આરુષિ ફ્રેસ થવા જતી રહે છે.. યેશાને ફોન યાદ આવે છે. જુએ છે તો બંધ... ...Read More

8

વફા કે બેવફા - 8

યેશાનાં ફોન પર રીંગ ફરી વાગે છે... યેશાનું ધ્યાન ફોનમાં હોવાથી આરુષિ પણ ઈશારો કરે છે શું થયું? એટલે આરુષિને ફોનની સ્ક્રીન બતાવે છે... આરુષિધીમા અવાજે કહે છે.. " ઓકે હું વાત કરું... કંઈ કામ હશે. " આરુષિ ફટાફટ થોડું પાણી પીને ફોન લઈ રૂમમાં જતી રહે છે. ફોન રીસીવ કરી કહે છે... " શું થયું તને..? કેમ આટલા ફોન.... કંઈ પ્રોબ્લેમ... તું ઠીક છે ને...??? અયાન બોલી પડે છે, " બસ... મને બોલવાનો મોકો તો આપ....." " ઓકે.. બોલ..." " બસ.. વાત કરવી હતી.. સોરી તમને લોકોને હેરાન કર્યા હોય તો.. " " ના, ...Read More

9

વફા કે બેવફા - 9

અમદાવાદ..... એક ધમધમતું શહેર... મોટી મોટી બિલ્ડીંગ્સ, રાત દિવસ ભીડ વાળા રસ્તા.... રાત તો જાણે ફરી દિવસ ચાલું થયો એમ લાગે.....ફાસ્ટ એન્ડ બીઝી લાઈફ સ્ટાઈલ.... જાણે કોઈ એકબીજાને ભાવ પૂછવા પણ નવરું ન હોય એમ લાગે... સિવાય કીટી પાર્ટી વાળી લેડીઝ....,? દેશી ભાષામાં કહીએ તો ઓટલા બેઠકનું નવું વર્ઝન...... આરુષિ ફરી પોતાની અમદાવાદની દુનિયામાં પાછી આવી ગઈ... " પપ્પા...................... મીસ યુ સો મચ........મમ્મી શું કરે છે.........? મને બહુ જ ભૂખ લાગી છે..." ઘરમાં આવતા જ આરુષિની બૂમો શરું થઈ ...Read More

10

વફા કે બેવફા - 10

બે વાર ત્રણ વાર રીંગ વાગે છે તો પણ રીસિવ ન થતાં આરુષિ ગુસ્સામાં ફોન મુકી આવે છે.. અયાનને પડી નથી મારી.. એટલું પણ ના વિચાર્યું કે પહોંચી હશે કે કેમ... વાત જ નહી કરું... અયાનને ફોન યાદ આવતા ફરી ઘરે આવી જાય છે. આવીને મિસ કોલ જુએ છે.." ઓહ સીટ.... હવે તો આવી જ બન્યું.." ફટાફટ કોલ બેક કરે છે.. પણ કોઈ રિસીવ કરતું નથી..હવે તો વેઈટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બોસ સાંભળવા તૈયાર રહો.... બીજા દિવસે સવારે આરુષિ અને તેના પપ્પા બંને કોલેજ ...Read More

11

વફા કે બેવફા - 11

તારાથી દુર આવીને અહેસાસ થાય છે કે.. કેટલું મુશ્કેલ છે....તારી વગર રહેવુ.. તારી બહું યાદ આવે છે.. આટલા શોર્ટ તારાથી આટલી નજીક આવી જઈશ.. એ વિચાર્યું પણ ન હતું..." આરુષિ(હા મેં પણ ક્યાં વિચાર્યું હતું) મનમાં અયાનને થાય છે." હા આરુ... મારી પણ એ જ હાલત હતી.. તને ખબર છે કેવી રીતે ટાઈમ કાઢ્યો છે.. ખરાબ વિચારો આવતા હતા..કે તું મારાથી દૂર થઈ જશે..." " બસ.... એવું ના બોલીશ... ગમે તે થાય પણ તારાથી દુર નહીં થાઉં...લવ યુ સો મચ....એન્ડ. હા પેલો મારી મમ્મી નો નંબર છે. હવે પછી એ નંબર પર ફોન ના કરતો.. મેં ફોન લઈ લીધો છે.. ...Read More

12

વફા કે બેવફા - 12

ઘરના અને સ્કૂલની ક્લોઝ ફ્રેન્ડસ બધા કેક સાથે ઊભા હોય છે.. આરુષિની ખુશીનો પાર રહેતો નથી..."આરુ , જલ્દી કેક ક્યારનો વેઈટ કરીએ છીએ તારો..કેક જોઈને હવે ભૂખ લાગે છે..‌" આરુષિની સ્કુલની ક્લોઝ ફ્રેન્ડસમાંથી કાજલ બોલે છે.આરુષિ કેક કાપે છે.. અને બધા ખૂબ જ એન્જોય કરે છે.. બધા જવા માટે નીકળે છે."થૅન્ક યુ સો મચ ઓલ ઓફ યુ... મારો ડે સ્પેશિયલ બનાવવા માટે..."આરુ "અરે આરુ ફ્રેન્ડસમાં કદી થૅન્કસ હોય...ચલ બાય.. ." ઉર્વશી "ઓકે બાય ગાઈઝ... ગુડ નાઈટ..." આરુષિ ફ્રેસ થઈ સૂવા માટે રૂમમાં જાય છે.અને અયાનનો ફોન આવે છે... "ફરમાઈએ જનાબ..... આપકી સેવા મેં હાજિર હૈ..." આરુષિ"ઓહોહો...બસ ...Read More

13

વફા કે બેવફા - 13

" મમ્મા...... મમ્મા.... " આહાનના અવાજથી આરુષિ પાછી વર્તમાન સમયમાં આવી જાય છે. વરસાદ ઓછો થઈ ગયો હોય છે..લોકો બધાં પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. રસ્તા પર લોકોની રોજ બરોજની સામાન્ય પરિસ્થિતિ જોવા મળે છે.. વરસાદ થંભી જવાની સાથે આરુષિની યાદો પણ ત્યાં થંભી જાય છે. આરુષિને ભાન થાય છે કે બહુ ટાઈમ થઇ ગયો.. લગભગ છ વાગી જાય છે... આહાન ઉઠીને આરુષિને શોધતા શોધતા બાલ્કનીમાં આવી જાય છે... આહાનને જોઈ આરુષિ બોલે છે," અરે ...Read More

14

વફા કે બેવફા - 14

બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ફટાફટ તૈયાર થઇને નીકળી જાય છે.. "આરુ, નાસ્તો તૈયાર છે.." આરુષિ ને ઉતાવળથી જતાં રમાબેન બોલે છે.."ના મમ્મી...લેટ થાય છે.." કહી સપાટાબંધ નીકળી જાય છે.રમાબેન ને નવાઈ લાગી.. આરુને નાસ્તો કર્યા વગર ના ચાલે.. આજે શું થયું..આરુષિ સીધી અયાન નાં ફ્લેટ પર પહોંચે છે. મેઘા દરવાજો ખોલે છે.. "શું વાત છે આજે સવાર સવારમાં ભાઈ યાદ આવી ગયા..""અયાન ક્યાં છે.." સીધો સવાલ જ પૂછે છે."અંદર, હજી ઊંઘે છે." મેઘાઆરુષિ ને આમ જોઈ તેને અંદાજ આવી જાય છે કંઈ થયું છે. અને આરુષિ ની આંખો ...Read More

15

વફા કે બેવફા - 15

" આવી ગઈ આરુ બહું લેટ થઇ ગયું આજે.." અજેશભાઈ સોફા પર બેઠા ચા પીતા હતા અને આરુષિ ને બોલે છે. " હા પ્રોજેક્ટ નું કામ હતું તો જાન્વીના ઘરે હતા. " આટલું બોલી રૂમ માં જતી રહે છે. અજેશભાઈ મુંઝવણમાં બોલે છે." રમા.. આરુને કંઈ ટેન્શન છે.. આજકાલ ગુમસુમ રહે છે.." "એવું કંઈ નથી.આ પ્રોજેક્ટ ને બધું અને એક્ઝામ પણ આવે છે.. એટલે એમાં પડી છે.. એટલે તમને એવું લાગે છે." રમાબેન અજેશભાઈ નું મન માનતું નથી પણ આગળ કંઈ બોલ્યા વગર ચા પીવા માંડે છે. ...Read More

16

વફા કે બેવફા - 16

સવારમાં સૂરજના કુમળા કિરણો સીધા બારીમાંથી આરુષિ નાં મો પર પડે છે. અને તેની આંખો ધીમે ધીમે ખોલે આરુષિ વિચારોમાં ટેડી પકડી ને રાત્રે ફર્શ પર જ સૂઈ ગઈ હતી. આહાન હજુ પણ ઊંઘી રહ્યો હતો. આરુષિ ઊભી થઈને આહાન પાસે આવે છે. અને વ્હાલથી માથાં પર હાથ ફેરવવા માંડે છે. અને એટલાં માં રમાબેન આવે છે."ગુડ મોર્નિંગ બેટા.. " રમાબેન આરુષિ ને આમ જોઈ એ પણ બેસી જાય છે." જોતજોતામાં આહાન કેટલો મોટો થઈ ગયો નહીં... આરુ.. સમય ક્યાં વીતી જાય છે ખબર જ નથી ...Read More

17

વફા કે બેવફા - 17

વહેલી સવારના પહોરની વાત જ કંઈક ઔર છે... સવારમાં શાંત અને પ્રફુલ્લિત મન હોય .... એમાં પણ હિલ હોય તો વાત જ શું પૂછવી... !! મન અને તન બંને ઝઝૂમવા લાગે... સવારે ચાર વાગ્યાની આસપાસ ટ્રાવેલ સાપુતારાની એક હોટલ આગળ આવીને થંભી...સાડા પાંચ વાગ્યે ફરી ભેગા થવાનું નક્કી કર્યા બાદ બધાં જ ફ્રેસ થવા માટે જતાં રહ્યાં..." વાઉ... આરુષિ તું તો યાર હજુય કેટલી બ્યુટીફુલ લાગે છે... લાગતું જ નથી કે તારે એક દિકરો... જોજે કોઈ તને લાઈન ના મારવા લાગે " કુહુ તૈયાર થતી આરુષિને જોઈ બોલી... " જાને તું હવે... અને ફટાફટ તૈયાર થા... ...Read More

18

વફા કે બેવફા - 18

" કુહુ પ્લીઝ.... !! હવે એ વાત છોડને... જે થઈ ગયું એને યાદ કરીને શું કામ છે !!? આરુષિ" અચ્છા...!! તો બ્રેસલેટ શું કામ પહેરી રાખ્યું છે... કાઢી દે...ના નીકળતું હોય તો લાવ, હું હેલ્પ કરું...!!" કુહુએ એનો હાથ પકડી લીધો..." કુહુ....!!! " આરુષિ ‌હાથ છોડાવવા પ્રયત્ન કરવા લાગી..." તું ‌બોલે તો જ હું હાથ છોડીશ... નહીંતર આજ આ બ્રેસલેટ દરિયામાં જશે.. અને સાથે તારો પ્રેમ પણ...!! " કુહુ" ઓકે... ઓકે... પ્રોમિસ તને કહીશ... પણ હમણાં નહીં... પછી... અને ત્યાં જો કોણ બેઠું છે...!!? મોકો સારો છે.. થૅન્કસ કહીં આવ.." આરુષિ" હજુ કાલનો દિવસ છે.. કહી દઈશ.. તું બોલ...!! ...Read More

19

વફા કે બેવફા - 19

બાલ્કનીમાં ઊભી આરુષિ કૉફીનો એક ઘુંટડો પીવે છે... અને ફરી એ વીતી ગયેલી પળોની સફર પર કુહુને લઈ જાય શિયાળાની કડકડતી ઠંડીની એક રાતે ‌આરુષિ પરસેવે રેબઝેબ હતી... અને એના રૂમમાં આંટા મારી રહી હતી... એને શું કરું એ સમજાતું નહોતું... આખાં રૂમનો સામાન વેરવિખેર પડ્યો હતો..કાનમાં અયાનના એજ શબ્દો ગુંજી રહ્યા હતા..." આરુ... મને માફ કરજે... આજ પછી તારી સાથે વાત નહીં કરી શકું... " " પણ તું આમ અચાનક કેવી રીતે કહી શકે આવું... અને એનું કંઈ કારણ...!!? " " બસ.. આરુ કંઈ જ ના પુછીશ... પ્લીઝ...!!" " પણ... ?" " પ્લીઝ...." અયાન" તારા વગર કેવી રીતે ...Read More

20

વફા કે બેવફા - 20

આરુષિ પલઘડીએ તો સ્કૂટી લઈને ત્યાંથી અદશ્ય થઈ ગઈ.. અયાન ત્યાં જ પસ્તાવાનો ભાર લઈ બેસી રહ્યો...આરુષિ ફટાફટ પહોંચી ગઈ... રમાબેન એને જોઈને પહેલો દિવસ કેવો રહ્યો એમ પૂછવા માટે આવતાં જ હતાં.. આરુષિ કંઈ પૂછે એ પહેલાં જ બોલી પડી... " મમ્મી, ફ્રેસ થઈ આવું.. પછી વાત કરીએ શાંતિથી... " રમાબેન એનો ફેસ ધ્યાનથી જુએ એ પહેલાં જ એ ફટાફટ પોતાના રૂમમાં જતી રહી... અને બાથરૂમમાં જઈને શાવર ચાલુ કરીને બેસી ગઈ.... એનું દિલની વેદના જાણે આંસુઓ સાથે વહી રહી હતી...અડધા કલાક પછી એ ચેન્જ કરીને બહાર આવે છે... ઠંડીમાં ઠગરીને એના બ્લેન્કેટમાં ...Read More

21

વફા કે બેવફા - 21

સાંજના પાંચેક વાગ્યાની આસપાસ બધાં પહેલાં તો માંડવી બીચ પર ગયા... ત્યાં આરુષિ અને અયાન ઊંટ પર સવારી કરી... ક્લિક કર્યાં... અને સાથે બેસીને સમય પણ પસાર કર્યો... અને પછી કૅમ્પમાં જ્યાં રોકાવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયા... રાત્રે જમીને બધાં ભેગાં મળીને બેઠાં... વચ્ચે સળગતી આગ હુંફાળું વાતાવરણ આપી રહી હતી... ગેમ રમવાનું નક્કી થયું એટલે બધાં જ રાઉન્ડમાં ગેમ રમવા માટે ગોઠવાઈ ગયા... અને એક પછી એક સોંગ વાગતા ગયા... અને બોલ એકબીજાને પાસ થતો ગયો... અને આવીને થંભ્યો... જાન્વીના હાથમાં.... જાન્વી પાસે કૉલેજના સર મેડમની નકલ કરાવી... ખૂબ હસ્યા... આમ ગેમ આગળ વધતી ગઈ... ...Read More

22

વફા કે બેવફા - 22

આરુષિ હતાશ થઈને ત્યાં જ બેસી રહી... મનમાં એ જ વિચારો ઘુમરાયા કર્યા... અયાનનું ધ્યાન જતાં જ એ આરુષિને માટે બૂમ પાડી... " ચલને... બધાં ગ્રુપ સેલ્ફી પાડે છે... તારે નથી આવવું...!!? " પણ આરુષિએ માત્ર ડોકું હલાવી ના પાડી દીધી... એટલે અયાન દોડતો એની પાસે આવ્યો... " શું થયું... !? શું કહેતા હતા... તારા પપ્પા...?" " કંઈ નહીં, બસ ક્યારે નીકળો છો એમ..." એટલામાં રીયા બોલાવવા માટે આવી..." ચાલો, હવે નીકળવાનું છે... " બધાં ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા.. અને બસ અમદાવાદ તરફ રવાના થઈ... અયાન તો આરુષિનો હાથ પકડી ઊંઘી ગયો... અને આરુષિ એના ચહેરાને થોડીવાર સુધી નિહાળતી ...Read More

23

વફા કે બેવફા - 23 - છેલ્લો ભાગ

કુહુએ આઈસ્ક્રીમ લીધો... અને બંને ચાલવા માંડ્યા..." બાય ધ વે... આઈ એમ નીરવ..." કહીને હાથ લાંબો કરે છે... કુહુ પડી... " સહેજપણ સુટ નથી થતું તને... કોણે પાડી દીધું... !!? "પણ નીરવ શાંત થઈ ગયો... એકપણ શબ્દ બોલ્યો નહીં.. એટલે કુહુને સમજાય કંઈક ખોટું બોલાઈ ગયું છે.. એટલે એને પણ સામે હાથ લાંબો કર્યો.. ." એન્ડ આઈ એમ કુહુ..." " ગુડ... " નીરવથોડું આગળ ચાલતા... " હું પેલી રાઈડમાં બેસવા જાઉં છું... તારે આવું છે... !!? " " ઓકે... હવે એસ્સલ વર્લ્ડ તારા સાથે જ એન્જોય કરવું પડશે... એવું લાગે છે..." " આર યુ સ્યોર.. . પાણી ઉડશે એમાં... " નીરવ" આઈ‌ લાઈક ઈટ... " બંને ...Read More