મુંબઈ... હા આમચી મુંબઈ.. સપના દેખાડતી દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી ઉંચી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીતે મુંબઈ માટે કહેવાય છે અહીં નોકરી અને રોટી મળવી જેટલી સહેલી છે એટલો ઓટલો મળવો નહીં અને વાત કેટલેક અંશે સાચી પણ છે. આવા ભાગતા, પોતાની જ ધૂનમાં દોડતા શહેરમાં કંઈક બનવાના સપના સાથે પલાશી એ કામ શરૂ કર્યું હતું. ફઈ ને ત્યાં રહી ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી પલાશીને મુંબઈ ની આબોહવા સદી ગઈ હતી. રોજ સવારે 8 વાગે અંધેરીથી સાંતક્રુઝ ની લોકલ પકડતી. એના માટે લોકલમાં મુસાફરી કરવી એક રોમાંચ હતો. રોજ નવા
New Episodes : : Every Friday
કેફિએસ્ટા ઝિંદગી - 1
મુંબઈ... હા આમચી મુંબઈ.. સપના દેખાડતી દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીતે મુંબઈ માટે કહેવાય છે અહીં નોકરી અને રોટી મળવી જેટલી સહેલી છે એટલો ઓટલો મળવો નહીં અને વાત કેટલેક અંશે સાચી પણ છે. આવા ભાગતા, પોતાની જ ધૂનમાં દોડતા શહેરમાં કંઈક બનવાના સપના સાથે પલાશી એ કામ શરૂ કર્યું હતું. ફઈ ને ત્યાં રહી ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી પલાશીને મુંબઈ ની આબોહવા સદી ગઈ હતી. રોજ સવારે 8 વાગે અંધેરીથી સાંતક્રુઝ ની લોકલ પકડતી. એના માટે લોકલમાં મુસાફરી કરવી એક રોમાંચ હતો. રોજ નવા ...Read More
કેફિએસ્ટા ઝિંદગી - 2
પ્રકરણ - ૨ પુનિતની પરિસ્થિતિથી અજાણ પલાશીએ બોલવાનું ચાલુ રાખ્યું, "દોસ્ત... અરે હા હું તો તમને પૂછતાં જ ભૂલી તમને વાંધો ન હોયતો દોસ્ત કહી શકુને ?"દલાતરવાડીની જેમ સ્વમનન કરતા સ્મિત સાથે બોલી ઉઠી, "લે વળી એમાં તમને શું વાંધો હોઈ શકે ખરુંને... ભઈ આ તો પૂછી લેવું સારું. આજના જમાનામાં કોને ક્યારે શું લાગી આવે એ ખબર નથી પડતી હો." મીઠું હસતી એ તો એની જ ધૂનમાં મગ્ન બોલ્યા જ કરતી હતી. ક્યા જાણતી હતી કે જેની સાથે વાતોની ગૂંથણી કરી રહી છે એ ગાંઠો તો ક્યારની છૂટી ગઈ છે. સામેથી પુનિતનો કોઈ પ્રત્યુત્તર ના આવતા પલાશી ને અજુગતું લાગ્યું. પુનિત સામે પોતાનો ચહેરો ફેરવતા બોલી, "લાગે છે આજે જનાબનેમારી વાતમાં રસ નથી."એવું હોય તો..... પલાશી એ પુનિત તરફ આક્રોશથી જોયું, પરંતુ ક્ષણભરમાં તો આક્રોશ સમીને આંખમાંથી આંસુ સ્વરૂપે વહેવા લાગ્યો. પુનિતને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેઠેલો જોઈ પલાશીના મનમાં હજારો વિચારો વિજળીવેગે દોડી ગયા. તેને પુનિતનો હાથ પોતાના હાથમાંથીછોડ્યો અને.... તેને સમજાઈ ગયું. વસંતની પુર બહારમાં જાણે અચાનક પતજડની મોસમનો અહેસાસ થઈ આવ્યો. પુનિત... દોસ્ત.. મજાક ના કરો પ્લીઝ. ખબર નહી આપણા વચ્ચે ક્યું તો એવું બંધન છે કે મારાથી છૂટે નથી છૂટતું કે ક્યારેય ભૂલે પણ નહી ભૂલાય એટલેજો તમે આ રીતે મને દૂર કરવાનો કોઈ નવો પેંતરો કરતા હોવ તો મહેરબાની કરીને ના કરશો. કોઈ ફરક નહી પડે. તમે શા માટે આ રીતે શૂન્યમનસ્ક મારી સામે ટકટકી લગાવી બેસી રહ્યા છો. બોલોને કઈક... આટલું બોલતાની સાથે પલાશી એ પુનિતનાખભા પર હાથ મુક્યો... અને... કોથળાની જેમ પુનિતનો નશ્વર દેહ જમીન પર પડ્યો.પલાશીના હદયમાંથી એક ટીસ નીકળી ગઈ.. એનો આક્રંદ દિલના એક ખૂણા માંથી બહાર આવવા મથી રહ્યો હતો. છતાં પોતાની જાતનેહિંમત આપતી, આશ્વાસન આપતી એ પુનિતના દેહ પાસે જઈ બેઠી. ક્યાંકને હમણાં પુનિત ફરી આખો ખોલે. પરંતુ એ કુદરતને મંજુર નહોતું. તેણે વેરવિખેર થયેલી હિંમત એકત્ર કરી એમ્બ્યુલન્સ નેતાબડતોડ આવવા ફોન કર્યો. પોતે જાણતી હતી કે મોડું થઈ ગયું છે છતાં... આંખો સામે હસતો ચેહરો વારંવાર ડોકિયા કરી રહ્યો હતો. મનમાં એક ખોટી પણ સંતોષ આપે એવી આશ હજી બાકી હતી. તેણે પુનિતની સામે જોતા કહ્યું, આમ તો તમે મારા પિતાની ઉંમરના છોપરંતુ તમને પહેલીવાર મળીને ત્યારથી દોસ્ત જ કહેવાનું મન થયું હતું. હજી તો આપણી દોસ્તીનો રંગ પાક્કો થાય એ પહેલા તો... ધીસઈઝ નોટ ફેર ડુડ... તમે જ કહ્યું હતું ને કે તમને મારી સાથે ખુબ જ ગમે છે તો પછી આ રીતે... પ્લીઝ બડી શું થઈ ગયું તમને આમઅચાનક. ચાલો ને ઉઠો આપણે હજી તો ઘણી વાતો કરવાની છે, વિચારોની ધીંગામસ્તી કરવાની છે, તમે કહેતા હતા તેમ મારે તમારીસાથે ગ્રાન્ટરોડની માર્કેટ જોવા આવવાનું છે. યુ નો મે મારા પપ્પાને ક્યારેય જોયા નથી પણ તમને જોઈને લાગતું કે જો મારા જીવનમાં કોઈ પુરુષ આવશે તો એ તમારા જેવો જ હશે. મારેતમને પ્રેમ આપવો છે અને તમારો પ્રેમ જોઈએ છે. દુનિયાને જે સમજવું એ સમજે મને પરવાહ નથી. મારે પ્રેમના પ્રકારમાં નથી પડવું. દોસ્તમને તમે ગમો છો બસ. મને ખબર છે તમને મારું બિદાસ્તપણું ક્યારેક ખટકતું પણ શું કરૂ હું તો આવી જ છું. જેણે છો ને તમે ? આપણી ઓળખાણ થઈ ત્યારથીહું આવી જ તો છું. અને આજે પણ હું વાત પુરી કરૂ એ પહેલા તો... ચાલો હવે ઉઠો... હું પ્રોમિસ કરૂ છું કે હવે થી સિગારેટને હાથ નહીલગાડું. પલાશીની આંખોમાં હજી આશાનું કિરણ ટકટકીયા કરતું હતું. એમ્બ્યુલન્સ ભાટિયા હોસ્પિટલના દરવાજે આવી ઉભી રહી. તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત થઈ. સીપીઆર તથા મસાજઆપી તેનું હદય ફરી ચાલુ થાય એવા પ્રયત્નો ડોકટરો દ્વારા કરવામાં આવ્યાં. થોડીવાર પછી ડો. શાહે આવી કહ્યું, " વી આર સોરી.. હીઈઝ નો મોર" પાલશીએ પોતાના ખુબજ અંગત મિત્રને ગુમાવ્યો હતો, આ પીડાથી વધુ જાણે એના જવનમાં ખાલીપણાનો અહેસાસ પલાશી ને કદાચવધુ હતો. શા માટે આટલી બેચેની અને દુઃખ એ પલાશી માટે આ સમયે સમજવું ખૂબ જ અઘરું હતું. કદાચ દિલના એક ખૂણામાં પુનિત માટે કુણી લાગણીના અંકુર ફૂટવા લાગ્યા હતા તેનો એહસાસ આજે પલાશી ને પુનિતના ગયા પછીથઈ રહ્યો હતો. પોતાના વિચારોમાં ડૂબેલી પલાશી ને ઊંડે ઉંડેથી કોઈક બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. પાછળ વળી જોયું તો વોર્ડ બોયહાથમાં કેટલીક વસ્તુઓ લઈને ઉભો હતો. "મેડમ આ વસ્તુઓ મૃતક પાસેથી મળી છે." મૃતક શબ્દથી પલાશીને મનમાં ઊંડે પીડા થઈ હોય હોય એવું લાગ્યું. પરંતુ પોતાની જાતનેસંભાળવાની મહાપરાણે કોશિશ કરતી તેણે વસ્તુઓ હાથમાં લીધી અને ખૂણા માં એક બેન્ચ પર જઈ બેઠી. વોલેટ ખોલતાની સાથે તેનીસામે મનમોહક, આકર્ષક ચહેરો ધરાવતી સ્ત્રીનો ફોટો આવ્યો. ચોક્કસ આ એજ હશે.. પલાશી હજી તો કેવી રીતે નામ, સરનામું મેળવેની અવઢવમાં હતી ને ફોનમાં રિંગ વાગી... તેણે હાથમાં ફોન લીધો અને જોયું તો સ્ક્રીન પરલખ્યું હતું... છાયા કોલિંગ.... ક્રમશ : ...Read More
કેફિએસ્ટા ઝિંદગી - 3
છાયા કોલિંગ... ફરી એકવાર પલાશી વિચારોના વમળમાં ગરકાવ થઈ. આ છાયા કોણ છે. એનો ફોન શા માટે આવ્યો ? જોઈએ કે નહીં. પલાશી ના મનોમસ્તીશ ને જનઝોડતા સવાલોના જવાબ કદાચ ફોન ઉપાડી લેવાથી જ મળશે એમ માની તેણે ફોન ઉપાડ્યો. હે... હેલો.. સામેથી અવાજ આવ્યો.. હા...ઇ.. હુઝ ધીઝ.. આ તો... હા આ પુનિતનો જ નંબર છે. તમે..?? હું છાયા.. છાયા કામટે. પુનિતની.... એક મિનિટ હું શા માટે તમને આ બધું કહું છું. "आपण कोण आहात" અને પુનિતનો ફોન તમારી પાસે ? પુનિત ક્યાં છે ? છાયા સુપેરફાસ્ટ એક્સપ્રેસની જેમ વરસી પડી. એ.. એક મિનિટ છાયાબેન.. પલાશી છાયા ના વર્તનથી ...Read More