સંબંધ

(254)
  • 30.1k
  • 16
  • 14.7k

વર્ષા અને કવિતા એક જ બિલ્ડિંગમાં આજુ-બાજુ રહે.પાડોશીને નાતે એકબીજાં સાથે સારાં એવાં સંબંધ હતાં.વર્ષા કંઈપણ સારું ખાવાનું બનાવે તો કવિતાનાં ઘરે અચૂક મોકલાવે.કવિતા પણ કંઈક સારું બનાવે તો વર્ષાનાં ઘરે જરૂર મોકલાવે.બેવ જણાંને એક-બીજાં સાથે સારું ફાવી ગયું હતું.બંને સુખ-દુ:ખની વાતો કરે.શોપિંગ કરવાં સાથે જાય.ક્યાંય પણ આવવુ જવું હોય તો સાથે ને સાથે.સારો એવો સુમેળભર્યો સંબંધ હતો.ક્યારેક તો બીજાં પડોશીઓને બંનેનાં ગાઢ સંબંધ પર અદેખાઈ પણ થતી.એકબીજાંનાં પ્રસંગો સાચવી લે. ઘરે આવનાર મહેમાનોને પણ સંભાળી લેતાં હતાં.એકબીજાં માટે સગ્ગી બહેનોથી પણ વિશેષ હતી.એક દિવસ કવિતા રાત્રે ઘરમાં ટી.વી.જોઈ રહી હતી.ઘણી રાત થઈ ગઈ હતી.આકાશ હજી સુધી ઘરે આવ્યો ન હતો એટલે

Full Novel

1

સંબંધ ( Part -1)

વર્ષા અને કવિતા એક જ બિલ્ડિંગમાં આજુ-બાજુ રહે.પાડોશીને નાતે એકબીજાં સાથે સારાં એવાં સંબંધ હતાં.વર્ષા કંઈપણ સારું ખાવાનું બનાવે કવિતાનાં ઘરે અચૂક મોકલાવે.કવિતા પણ કંઈક સારું બનાવે તો વર્ષાનાં ઘરે જરૂર મોકલાવે.બેવ જણાંને એક-બીજાં સાથે સારું ફાવી ગયું હતું.બંને સુખ-દુ:ખની વાતો કરે.શોપિંગ કરવાં સાથે જાય.ક્યાંય પણ આવવુ જવું હોય તો સાથે ને સાથે.સારો એવો સુમેળભર્યો સંબંધ હતો.ક્યારેક તો બીજાં પડોશીઓને બંનેનાં ગાઢ સંબંધ પર અદેખાઈ પણ થતી.એકબીજાંનાં પ્રસંગો સાચવી લે. ઘરે આવનાર મહેમાનોને પણ સંભાળી લેતાં હતાં.એકબીજાં માટે સગ્ગી બહેનોથી પણ વિશેષ હતી.એક દિવસ કવિતા રાત્રે ઘરમાં ટી.વી.જોઈ રહી હતી.ઘણી રાત થઈ ગઈ હતી.આકાશ હજી સુધી ઘરે આવ્યો ન હતો એટલે ...Read More

2

સંબંધ (Part -2)

આકાશને સવારે ચા - નાશ્તો હોસ્પટલમાંથી જ આપવાંમાં આવ્યો.કવિતાએ પણ આકાશ સાથે જ ચા - નાશ્તો કરી લીધો.કવિતા આકાશને આપી રહી હતી ને એક વૉર્ડ બૉય આવ્યો."મેડમ , તમે બહાર જઈ બેસો.સરને સ્પંજ કરવું છે.""જાઉં છું."કવિતા બહાર બેઠી હતી ને અનંત આવ્યો."ભાભી તમારે ઘરે જવું હોય તો જઈ આવો.હું આકાશ પાસે બેઠો છું.""ઠીક છે,હું ઘરે નાહી-ધોઈ , ઘરનું કામ પતાવી ટીફિન લઈને આવું છું."એમ કહી કવિતા ઘરે જવાં માટે નીકળે છે.ઘરે પહોંચી પહેલાં તો નાહી.કપડાં ધોવાં માટે મશીન ચાલુ કર્યું.કિચનમાં ગઈ.કૂકર મૂક્યું.લોટ બાંધી લીધો. ફ્રીજમાંથી શાક કાઢી સમારવાં બેઠી ને એને યાદ આવ્યું કે વર્ષાને ફોન કરી જણાવી દઉં.પર્સમાં ...Read More

3

સ઼બંધ (Part-3)

ડૉક્ટરનાં ગયાં પછી વૉર્ડ બૉય આવ્યો. આકાશ અને કવિતાને ચા - નાશ્તો આપી જતો રહ્યો.""કવિતા સાંજે ટીફિન નહીં લઈ હું અહીં જ ખાઈ લઈશ. અનંત આવે પછી તું જતી રહેજે. પછી કાલે સવારે સીધી ટિફીન લઈને આવજે." આકાશે કવિતાને કીધું."હા.""ચા-નાશ્તો કરી, આકાશે મેડિસિન લીધી. કવિતા જોડે વાત કરતો હતો ને અનંત આવી ગયો.અનંતનાં આવ્યાં પછી કવિતા ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગઈ.વિઝિટીંગ આર્સમાં આકાશ અને કવિતાનાં ફ્રેન્ડ્સ, રીલેટીવ્સ ખબર પૂછવા માટે આવતાં રહેતાં હતાં. વર્ષા પણ એનાં હસબન્ડ હિતેશ સાથે મળવાં માટે આવી .આવીને હિતેશનાં ખબર અંતર પૂછ્યાં. પછી ધીરે રહીને બોલી, "કવિતા નથી.""એ તમારાં આવવાંનાં પાંચ મિનિટ પહેલાં ...Read More

4

સંબંધ (Part-4)

કવિતા ડૉક્ટરની કેબિનમાં ગઈ. ડૉક્ટરે એને બેસવા માટે કીધું. કવિતા બેઠી એટલે ડૉક્ટરે વાત શરૂ કરી. એક-બે દિવસમાં આકાશને કરવા અંગે જણાવ્યું. આકાશને કઈ મેડિસિન્સ કેટલાં દિવસ માટે આપવાની છે એનાં વિશે માહિતી આપી. ફિઝિયો થેરપી ટ્રીટમેન્ટ ચાલુ કરવાં માટે કહ્યું. આકાશની કેવી રીતે સંભાળ રાખવાની છે તે સમજાવ્યું.કવિતા લગભગ દોઢ કલાક પછી ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી. જે મેડિસિન્સ નહોતી એ લઈ આવી. રૂમમાં આવી લંચ કર્યું. પછી થોડીવાર આરામ કર્યો. સાંજે ફરી એને થયું કે 'વર્ષા જોડે વાત કરી લઉં.' જેવો એણે મોબાઈલ હાથમાં લીધો જ હતો ને વૉર્ડ બૉય આવ્યો,"પેશન્ટને દસ મિનિટમાં અહીંયા શિફ્ટ કરવામાં આવી રહ્યાં ...Read More

5

સંબંધ (Part -5)

આકાશ હવે વૉકર છોડીને ઉભા રહેવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પછી ડૉકાટરે આપેલી સૂચના પ્રમાણે એક દિવસે એક ડગલું, દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું એમ કરી ધીરે-ધીરે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. લગભગ દસ મહિના પછી આકાશ બરાબર રીતે ચાલી શક્યો હતો. ઝડપભેર રીકવરી દેખાઈ રહી હતી. ઓફિસ જવાની શરૂઆત કરવાં માંડી હતી. એકાદ વર્ષ પછી માનસિક અને શારિરિક રીતે સ્વસ્થ થઈ ગયો હતો.એક વર્ષમાં કવિતાનું પાર્લરનું કામ ખૂબ જ જામી ગયું હતું. ધમધોકાર ચાલી રહેલાં પોતાનાં વ્યવસાયને હવે એ બંધ કરવાં માંગતી નહોતી. આકાશ પણ ઓફિસ જવા લાગ્યો હોવાથી કામ ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યું હતું.ખરાબ સમયનું વાદળું ...Read More

6

સંબંધ (Part -6)

કવિતાએ પાછળ વળીને જોયું તો વનિતા વાત કરી રહી હતી. વનિતા સાથે એનો હસબન્ડ અને બીજું એક ફ્રેન્ડ કપલ વનિતા વર્ષા વિશે વાત કરી રહી હતી. "હમણાં હમણાં જ સામે રહેતી વર્ષા સાથે સંબંધ વધ્યો છે. કંઈપણ સારું ખાવાનું બનાવે એટલે મારાં ઘરે ઢાંકી જાય. અમારાં ઘરમાં તો કોઈ ખાય નહિ, કોઈને ભાવે નહિ, બધું જ ફેંકવામાં જાય. મોઢાં પર તો ના કહેવાય નહિ. પાછી વાતો પણ એવી મોટી મોટી કરશે ને."આ સાંભળી એની સાથે જે હતી એ બોલી, "અમુક લોકો હોય છે જ એવાં આવડત ઓછી ને હોશિયારી ઘણી બતાવે." આ સાંભળી કવિતા ને જરા ખરાબ લાગી આવ્યું. વર્ષા માટે મનમાં ...Read More

7

સંબંધ (Part -7)

"અરે હા, વર્ષા કહેતી હતી કે...."વનિતા આગળ બોલતાં બોલતાં અટકી ગઈ. એને કવિતાનાં ચહેરાંનાં હાવભાવ જોવાં હતાં. પણ કવિતા ને ઓળખતી હતી એટલે એણે પોતાનાં ચહેરાનાં હાવભાવ સામાન્ય જ રાખ્યાં."તારાં માટે ઘણી જ વાતો કહે છે મને.""હા, અમારી વચ્ચે સારાં સંબંધ છે ને એટલે મારી વાતો નીકળતી હશે એનાં મોઢાંમાંથી. આ તો પાર્લરનાં કામમાં હું વ્યસ્ત રહેવાં લાગી એટલે હમણાં જરા ઓછી વાતચીત થાય છે." કવિતા એની વાત ટાળવા પ્રયાસ કરી રહી હતી."બરાબર છે." જરાક ફાંકડું હસીને વનિતા બોલી."શું લેશે? ચા કે ઠંડું ? જે ફાવે તે."" ન ...Read More

8

સંબંધ (Part -8)

વનિતાએ કહેલી વાતથી કવિતા જરા ઉદાસ રહેવા લાગી હતી. ઘણી મક્કમ અને વ્યસ્ત રહેવાં છતાં પણ એણે બોલેલી વાતો ઘૂંટાયા જ કરતી રહેતી હતી. ન ઈચ્છવા છતાં મનનાં કોઈક ખૂણે વર્ષાએ વનિતાને પોતાની જીંદગીની અમુક અંગત વાતો જે કરી હતી એનું દુ:ખ સતાવ્યે રાખતું હતું. એણે વર્ષાને પોતાની એકદમ જ સાચી સહેલી માનીને બધી વાત કરી હતી, જેનો હવે તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો.વનિતા એટલી ચાલાક હતી કે કવિતાને કોઈની વાત સાંભળવામાં રસ ન હતો છતાં એનાં કાને વાત સંભળાવીને જ રહી. કવિતાને હવે ચેન પડતું ન હતું. પોતાની જાતને કોસ્યા કરતી હતી. વનિતા બધે જ એની ...Read More

9

સંબંધ (Part 9)

કવિતાએ મનપસંદ કલા હસ્તગત કરીને પોતાની જાતને સંભાળી લીધી હતી. ઉદાસ ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ હતી. શરીર અને બંને સ્વસ્થ રહેતાં હતાં. જિંદગી પહેલાં કરતાં વધારે સારી લાગવા માડી હતી. એક સવારે ચા પીતાં પીતાં આકાશ બોલ્યો, "કવિતા , રોજ સવારે તું આ ભજન વગાડે છે. એ ઘણું સારું કરે છે. ચિત્ત થોડુંક આધ્યાત્મ રહે છે, તો મન એકદમ હળવું બની જાય છે.""મને પણ રોજ સવારે ભજન સાંભળીને ખૂબ જ સારું લાગે છે. અજબ પ્રકારની માનસિક શાંતિ મળે છે.""કેટલાં વાગ્યા છે?""સાડા આઠ.""હું નીકળું છું હવે, નવ વાગ્યે મારી એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે. બપોરે ઘરે જમવા માટે નહિ આવું. ...Read More

10

સંબંધ (Part - 10) - છેલ્લો ભાગ

કવિતા એક ગ્લાસમાં પાણી કાઢી વર્ષાને પીવા માટે આપ છે. વર્ષા સ્માઈલ કરેી ગ્લાસ હાથમાં લે છે. પોતે પાણી પી લે છે. વર્ષાની સામે બેસી , પોતાની વાતની શરૂઆત કરે છે."આપણાં વચ્ચે એક સમયે ખૂબ જ સારો સંબંધ હતો. તને મળીને મને પણ સારું લાગતું હતું. આપણે એકબીજા સાથે ઘણી સુખ-દુ:ખની વાતો કરી છે. મારાં માટે એવાં સંજોગો કે પરિસ્થિતિ આવી ગઈ કે આપણાં વચ્ચે વાતચીત કરવાનો જે સેતુ હતો એ તૂટી ગયો. એક નજીવી વાતને લીધે તને મનદુ:ખ થઈ ગયું ને આપણાં સંબંધમાં તિરાડ પડી ગઈ."વર્ષા થોડી ચિંતાતુર નજરે કવિતાને જોવા લાગી. કવિતાએ એની સામે આંખ પટપટાવી આગળ ...Read More