પ્રતિશોધ તૃતીય અંક:

(4.3k)
  • 137.5k
  • 107
  • 78.6k

આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં દ્વિતીય અંકનો વીસમો ભાગ અટક્યો હતો. માટે આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં આગળનાં ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લો. સૂર્યા પંડિત સિરીઝની પ્રથમ નવલકથા એવી પ્રતિશોધનાં આગળનાં બે અંકના અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વાચકોના આવતા મેસેજ એ દર્શાવવા કાફી છે કે આ નવલકથામાં આગળ શું બનવાનું છે એ જાણવાની વાચકોની ઉત્કંઠા કેટલી બળવત્તર બની છે. કાળી શક્તિઓ, ડિમન, ટેન પ્લેગ ઓફ ઈજીપ્ત, ધર્માંતરણ, તાંત્રિકોના ગામ મયાંગ, બ્રહ્મરાક્ષસ, ભૂતકાળને ધરબીને ઊભેલો કિલ્લો, મેલી વિદ્યા જેવી ઉત્કંઠા જગાડનારી વસ્તુઓને સમાવતી નવલકથાનો આ ત્રીજો અને અંતિમ ભાગ તમારી સઘળી અપેક્ષાઓ પર ખરો ઉતરે અને તમારા મનમાં ઉદ્દભવેલા દરેક પ્રશ્નોનું નિરાકરણ કરે એવી આશા.

Full Novel

1

પ્રતિશોધ તૃતીય અંક: - 1

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-1 આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં દ્વિતીય અંકનો વીસમો ભાગ અટક્યો હતો. માટે આપ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં આગળનાં ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લો. સૂર્યા પંડિત સિરીઝની પ્રથમ નવલકથા એવી પ્રતિશોધનાં આગળનાં બે અંકના અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વાચકોના આવતા મેસેજ એ દર્શાવવા કાફી છે કે આ નવલકથામાં આગળ શું બનવાનું છે એ જાણવાની વાચકોની ઉત્કંઠા કેટલી બળવત્તર બની છે. કાળી શક્તિઓ, ડિમન, ટેન પ્લેગ ઓફ ઈજીપ્ત, ધર્માંતરણ, તાંત્રિકોના ગામ મયાંગ, બ્રહ્મરાક્ષસ, ભૂતકાળને ધરબીને ઊભેલો કિલ્લો, મેલી વિદ્યા જેવી ઉત્કંઠા જગાડનારી વસ્તુઓને સમાવતી નવલકથાનો ...Read More

2

પ્રતિશોધ તૃતીય અંક: - 2

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-2 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન પોતાની દીકરી અંબિકાના પુત્ર જોરાવરનો એકલાનો જ માધવપુરની રાજગાદી પર જળવાઈ રહે એ હેતુથી રેવતીએ રાજા વિક્રમસિંહની બીજી પત્ની પદ્માના ગર્ભમાં ઊછરી રહેલા બાળકને જન્મ પહેલા જ મારી નાંખવાની ભયંકર યોજના બનાવી અને એ યોજનાનો અમલ કરવા એ અંબિકા જોડેથી પોતાના ગામમાં જવાની રજા માંગીને માધવપુરથી નીકળી ગઈ. આ યોજનાને પૂરી કરવા હેતુ રેવતીને બીજા લોકોની પણ મદદ જોઈતી હતી અને એ લોકો માટે રેવતીએ બે વ્યક્તિઓ પર પસંદગી ઉતારી. જેમાં એક હતી જયપુરના રાજાની ચોથી પત્નીની દીકરી રૂપાદેવી, આ રૂપાદેવી એ જ યુવતી હતી જેને તલવારબાજીની છેલ્લી સ્પર્ધામાં અંબિકાએ ...Read More

3

પ્રતિશોધ તૃતીય અંક: - 3

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-3 ચાર દિવસ પહેલા, માધવપુર, રાજસ્થાન ઇલ્યુમિનાટીના એ સદસ્ય દ્વારા જ્યારે રાકા સમક્ષ માધવપુર કિલ્લામાં કામ મોજુદ સમીરની સાથે આવેલા તમામ લોકોનો ખાત્મો કરીને સમીરને કિડનેપ કરવાનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે રાકાએ પહેલા તો ઘણી આનાકાની કરી. આટલા મોટા હત્યાકાંડ બાદ પોતાને માથે જોખમ વધી જવાની શક્યતાઓ પ્રબળ હોવાથી રાકાએ પહેલા તો ઇલ્યુમિનાટીના એક રહસ્યમય વ્યક્તિ દ્વારા પોતાને આપવામાં આવેલી ઓફરનો અસ્વીકાર કરી દીધો. પણ જ્યારે એને કહેવામાં આવ્યું કે એને આ કામનાં પચ્ચીસ લાખ એડવાન્સ અને પચ્ચીસ લાખ પાછળથી આપવામાં આવશે ત્યારે આટલી મોટી રકમની લાલચમાં રાકા આ નરસંહાર કરવા તૈયાર થઈ ગયો. રાકા જોડે જે ...Read More

4

પ્રતિશોધ તૃતીય અંક: - 4

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-4 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન કુબા આખરે માધવપુર કિલ્લામાં પ્રવેશ મેળવી ચૂકી હતી એ જાણ્યા રેવતી ખૂબ જ ખુશ હતી. પર્શિયન જાદુગરની કુબાની તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી પોતે પદ્માના બાળકને જન્મ પહેલા જ એના ગર્ભમાં મારી નાંખવામાં હવે જરૂર સફળ થશે એવો વિશ્વાસ રેવતીને બેસી ગયો હતો. બીજા દિવસે સવાર થતાં જ રેવતી મહેલમાંથી નીકળી ચોરી-છૂપીથી ધર્મશાળામાં જઈ પહોંચી. રેવતીને ત્યાં જોતા જ વણઝારાઓ સાથે આવેલી કુબા એની પાછળ-પાછળ ધર્મશાળા નજીક આવેલ એક જૂના ચબૂતરા જોડે આવી પહોંચી. તારે અહીં આમ કેમ આવવું પડ્યું..? રેવતીને ઉદ્દેશી ક્રુદ્ધ સ્વરે કુબા બોલી. તને કહ્યું તો હતું કે ...Read More

5

પ્રતિશોધ તૃતીય અંક: - 5

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-5 જેસલમેર, રાજસ્થાન છેલ્લા ચાર દિવસથી એક અંધારા ઓરડામાં કેદ સમીરની સામે જ્યારે ત્યાંથી ભાગી છૂટવાની આવી ત્યારે સમીરની આંખોમાં ચમક આવી ગઈ, શરીરમાં જે સુસ્તી આવી હતી એની જગ્યાએ જુસ્સો આવી ગયો. કાલુ જેવું જ એને જમવાનું આપીને ગયો એ સાથે જ સમીર પોતાના પીઠ પાછળ બંધાયેલા હાથની ગાંઠ છોડવાની કોશિશમાં લાગી ગયો. સમીરને હતું કે ગાંઠ પોતે સરળતાથી છોડી શકશે પણ આ કામ એની અપેક્ષા કરતા વધુ ભારે નીકળ્યું. આખરે બે-ત્રણ કલાકની જહેમત બાદ સમીર પોતાના હાથને રસ્સીના બંધનમાંથી મુક્ત કરવામાં સફળ થયો. હાથ છૂટા થતા જ સમીરે રાહતનો શ્વાસ લીધો. ચાર દિવસની અકળામણ ...Read More

6

પ્રતિશોધ તૃતીય અંક: - 6

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-6 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન પોતાની ચાલાકીથી વિક્રમસિંહને વિષ આપવા સાથે કુબા કાલરાત્રી નામક શૈતાનના તૈયારીઓ કરી ચૂકી હતી. મેસોપોટેમિયન વિષની અસર હેઠળ વિક્રમસિંહની હાલત વિતતા સમયની સાથે વધુ ને વધુ બગડી રહી હતી. એમનું શરીર તાવથી ભઠ્ઠીની માફક ધગી રહ્યું હતું, હજુ શરીરનો કોઈ ભાગ જાંબલી પડ્યો નહીં હોવાથી રાજવૈદ્ય પણ આ મેસોપોટેમિયન વિષની અસરનો ઉપચાર કરવામાં અસફળ રહ્યા હતાં. વિરસેન પોતાના મિત્ર અને માધવપુરના રાજા વિક્રમસિંહના આવા કથળેલા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ વ્યગ્ર હતો, ગૌરીદેવી અને અંબિકા પણ આ કારણથી અતિશય ચિંતામાં જણાતા હતાં. પદ્માને હવે છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા એટલે એને ...Read More

7

પ્રતિશોધ તૃતીય અંક: - 7

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-7 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન માધવપુર પર કાળી શક્તિઓનો પડછાયો પડી ચૂક્યો છે એનો અંદાજો ગયા બાદ વ્યાકુળતા સાથે ભાનુનાથ રાજમહેલમાં પ્રવેશ્યા; ભાનુનાથનો પુત્ર સોમનાથ પણ એમની પડખે હાજર હતો. ઉતાવળા ડગલે ચાલીને ભાનુનાથ જ્યારે વિક્રમસિંહના કક્ષમાં આવ્યા ત્યારે વિક્રમસિંહ મૃતપાય હાલતમાં પોતાની જીવનલીલા સંકેલી લેવાની તૈયારીમાં હતા. પોતાની ગેરહાજરીમાં વિક્રમસિંહ સાથે આ શું થઈ ગયું? એ પ્રશ્ન એમને અકળાવી રહ્યો હતો. ગૌરીદેવી અને અંબિકાનો નંખાઈ ગયેલો અને વૈદ્યરાજનો હતાશ ચહેરો જોઈ ભાનુનાથે અનુમાન લગાવી લીધું કે વિક્રમસિંહના બચવાની આશ તેઓ છોડી ચૂક્યા હતાં. "વૈદ્યરાજ, મહારાજને શું થયું છે.?" આ વિપદાની ઘડીમાં પોતાનાથી કંઈ થઈ ...Read More

8

પ્રતિશોધ તૃતીય અંક: - 8

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-8 જેસલમેર, રાજસ્થાન સમીરને જમાડવા ગયેલા કાલુને આવવામાં જ્યારે પાંચેક મિનિટનું મોડું થઈ ગયું તો પોતાના સચેત એવો રાકા સમીરને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો એ અલાયદા મકાન તરફ આવ્યો. "નારંગ, કાલુ ક્યાં છે?" મકાનની બહારના રૂમમાં દારૂની મહેફિલ જમાવીને બેઠેલા પોતાના બે સાગરીતમાંથી દાઢીધારી સાગરીતને ઉદ્દેશીને રાકાએ પૂછ્યું. "ભાઈ, એ તો પાંચેક મિનિટ પહેલા જ અહીંથી નીકળી ગયો.." જવાબ આપતા નારંગ બોલ્યો. "એ અમારી સાથે અવાજ આપવા પર ના બેઠો એટલે એનો અધૂરો પેગ પણ ના છૂટકે મારે પી જવો પડ્યો." નારંગના આ જવાબથી મનને સંતોષ થવાના બદલે રાકાનો રઘવાટ વધી ગયો..એ ઉતાવળા ડગલે સમીરને ...Read More

9

પ્રતિશોધ તૃતીય અંક: - 9

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-9 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન માધવપુરના રાજવી વિક્રમસિંહનું મેસોપોટેમિયન વિષ વડે થયેલું મૃત્યુ એમના નજીકના માટે ભારે તકલીફાદાયક હતું. આમ છતાં આ હત્યાના મૂળ સુધી પહોંચીને એના માટે જવાબદાર લોકોને મૃત્યુદંડ આપવાની ટેક મહારાણી અંબિકા, રાજગુરુ ભાનુનાથ અને પ્રધાન વિરસેન લઈ ચૂક્યા હતાં. મહારાણીની માં રેવતીની સંડોવણી આ હત્યામાં છે એ બાબતે ચોક્કસ વિરસેન રેવતીની શોધમાં હોય છે ત્યારે રેવતીની શોધ માટે વિરસેને મોકલેલો એક સૈનિક એ બધાને માધવપુરમાં આવેલા જૂના કુવા પાસે લઈ જાય છે. વિરસેન, ભાનુનાથ, સોમનાથ અને અંબિકા જ્યારે કુવા નજીક આવ્યા ત્યારે સૈનિક દ્વારા એમને કુવાની અંદર જોવાનું કહેવામાં આવ્યું. આતુરતા ...Read More

10

પ્રતિશોધ તૃતીય અંક: - 10

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-10 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન આકા વઝુમની દીકરી કુબા માધવપુરમાં જ છે અને એના લીધે વિક્રમસિંહનો જીવ ગયો હતો એ વાતની ખાતરી થતા જ માધવપુરના રાજગુરુ ભાનુનાથ કુબાનો ખાત્મો કરવા ધર્મશાળા તરફ અગ્રેસર થયાં, જ્યાં પદ્માના ગર્ભમાંથી કાલરાત્રી નામક શૈતાન અવતરે એ માટેની શૈતાની વિધિ કુબા પૂરા જોરશોરમાં કરી રહી હતી. આ તરફ માધવપુરના સૈન્યની સામે અર્જુનસિંહની આગેવાની ધરાવતું બાડમેરનું સૈન્ય ભારે પુરવાર થઇ રહ્યું હતું. ઘણી તરકીબો લગાવ્યા છતાં વિરસેન માધવપુરમાં પ્રવેશવા માંગતા અર્જુનસિંહને રોકવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હતા. "એકપણ દુશ્મન કિલ્લાની અંદર આવવો ના જોઈએ.." વિરસેન ઊંચા અવાજે પોતાના સાથી સૈનિકોને ઉદ્દેશીને ...Read More

11

પ્રતિશોધ તૃતીય અંક: - 11

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-11 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન કુબાને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભાનુનાથ રાજમહેલમાં આવેલ પદ્માના કક્ષ અગ્રેસર થયાં, પદ્મા બાળકને જન્મ આપે એ સાથે જ એની હત્યા કરવાનો નીર્ધાર ભાનુનાથ કરી તો ચૂક્યાં હતાં પણ એમને એ અંદાજો નહોતો કે કાલરાત્રી બાળ સ્વરૂપે પણ એમના સમકક્ષ શક્તિઓનો સ્વામી હતો. રાજવૈદ્ય અને એમની સહાયક નંદિતા પદ્માની પ્રસુતીની તૈયારીમાં હતા એ સમયે પદ્માએ એક મરણતોલ ચીસ પાડીને એની આસપાસ હાજર સૌને અંદર સુધી ધ્રૂજાવી મૂક્યા. આ ચીસની સમાંતર પદ્માના ઉદરનો ભાગ અંદરની તરફથી કોઈક ચીરતું હોય એવું દ્રશ્ય ગૌરીદેવી, રાજવૈદ્ય અને નંદિતાએ નિહાળ્યું. પદ્માની મરણતોલ ચીસો વચ્ચે એનું ...Read More

12

પ્રતિશોધ તૃતીય અંક: - 12

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-12 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન જગતને શૈતાની શક્તિઓના આતંકથી બચાવવાના દૃઢ નીર્ધાર સાથે ભાનુનાથ કાલરાત્રીનો કરવા તૈયાર તો થયા પણ એમને તુરંત સમજાઈ ગયું કે કાલરાત્રી અસીમ શક્તિઓનો સ્વામી છે, જેને કોઈ સામાન્ય મનુષ્ય હરાવવામાં અસમર્થ નિવડવાનો છે. આગનાં ગોળાની વર્ષા વચ્ચે ભાનુનાથ અને કાલરાત્રી એકબીજાને પછડાટ આપવાનાં પ્રયાસમાં લાગી ગયાં હતાં. દૈવીય શક્તિ અને શૈતાની શક્તિ વચ્ચેના આ જંગ સ્વરૂપ માધવપુરના મહેલની ઘણી દીવાલો ક્ષત-વિક્ષત થઈ ચૂકી હતી. આઘાતમાં ડૂબેલા ગૌરીદેવી આ મુકાબલાનું શું પરિણામ આવે એની રાહ જોયા વગર હૃદયઘાતના લીધે સ્વર્ગ સિધાવી ચૂક્યા હતાં. મહેલની બંધ દીવાલોમાંથી હવે નેકી અને બદીનો જંગ ...Read More

13

પ્રતિશોધ તૃતીય અંક: - 13

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-13 તારાપુર, રાજસ્થાન માધવપુરના સર્વનાશની વિતક રાજા તેજપ્રતાપના મુખેથી સાંભળ્યાં બાદ આદિત્યના મનમાં જે પ્રશ્નો હતા નિરાકરણ તો ના આવ્યું પણ આ વિતક સાંભળી એ પ્રશ્નોમાં વધારો અચૂક થયો. આદિત્યની છઠ્ઠી ઈન્દ્રિય એને જણાવી રહી હતી કે માધવપુરની આ ઘટનાનો એ પોતે સાક્ષી હતો. "શું વિચારે છે આદિત્ય?" આદિત્યને વિચારશીલ મુખમુદ્રામાં જોઈ રાજા તેજપ્રતાપે પૂછ્યું. "આ ઘટના તે પોતે અનુભવી હોય એવું લાગે છે ને તને?" પોતે શું વિચારી રહ્યો હતો એની રાજા તેજપ્રતાપને કઈ રીતે ખબર પડી? આ વિચારતા આદિત્ય આંચકો લાગ્યો હોય એમ વૃદ્ધ રાજા સામે તકી રહ્યો. તુરંત આદિત્યએ સ્વસ્થતા ધારણ કરી અને ...Read More

14

પ્રતિશોધ તૃતીય અંક: - 14

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-14 પચાસ વર્ષ પહેલા, ઈજીપ્ત દુનિયાભરમાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો હતો, ટેકનોલોજીમાં થતો ઉત્તરોઉત્તર વધારો પોતાની ગામડાઓને પણ ઈલેક્ટ્રિસિટીથી જોડી રહ્યો હતો. જૂના રીત-રિવાજો, અંધશ્રધ્ધા, સંકુચિત માનસિકતા આ બધું ત્યજીને પૂરી દુનિયા પ્રગતિના રસ્તે ચાલી નીકળી હતી. આ બધી બાબતોના લીધે શૈતાની શક્તિઓને પૂજતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. યુરોપમાં ઇલ્યુમિનાટી સંસ્થાના અસ્તિત્વ માથે પણ જોખમ હતું એટલે જ એ લોકો વધુને વધુ ગુપ્ત બની કામ કરવા મજબૂર બન્યા. આકા વઝુમ જેવા ભયાનક શૈતાની જાદુગરોનું મધ્ય એશિયાના દેશોમાંથી નિકંદન નીકાળી દેવામાં આવ્યું હતું. અમેરિકા અને દક્ષિણ એશિયાના આદિવાસી સમુદાયના લોકો પણ ધીરે-ધીરે દુનિયાના ...Read More

15

પ્રતિશોધ તૃતીય અંક: - 15

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-15 વર્તમાન સમય, કાલી સરોવર, રાજસ્થાન 'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવતને ચરિતાર્થ કરતો હોય સમીર એક પછી એક મુશ્કેલીઓમાંથી બચીને રાકાની પકડમાંથી છટકી આવ્યો હતો. પોતે માધવપુર સામ્રાજ્યનો આખરી વંશજ છે એ વાતથી બેખબર સમીર જીવ બચાવવા સાપોથી ભરેલા કાલી સરોવરમાં ચાલુ ટ્રેઈનમાંથી કૂદી પડ્યો હતો. સમીરનું નસીબ જોર મારતું હતું, નદીમાંથી તરીને એ સફળતાપૂર્વક બહાર આવી ગયો અને એને કોઈ ઝેરી સર્પનો ભેટો પણ ના થયો. આ ઉપરાંત એક બીજી વસ્તુ પણ સમીરના પક્ષે રહી, રાકા અને એના માણસો સમીર જે તરફ કુદ્યો હતો એનાંથી વિપરીત દિશામાં એની શોધખોળ કરવામાં લાગ્યા હતાં. જેના ...Read More

16

પ્રતિશોધ તૃતીય અંક: - 16

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-16 તારાપુર, રાજસ્થાન પોતે માધવપુરના રાજગુરુ એવા ભાનુનાથ જેવી દિવ્યાત્માનો પુનર્જન્મ છે એ વાતને આદિત્ય ધીરે-ધીરે લાગ્યો હતો. આવતીકાલે જ કાલરાત્રીને જીવિત કરવાની વિધિ થવાની હતી એ વાત જાણ્યા બાદ આદિત્ય કોઈપણ ભોગે એ વિધિ રોકવાનો નીર્ધાર કરી ચૂક્યો હતો. આ કાર્યમાં બ્રહ્મરાક્ષશ પોતાના માટે સહાયક બનશે એવી આશા સાથે આદિત્ય તારાપુર ગામના તળાવ નજીક ઊભેલા વડ વૃક્ષ તરફ પોતાની કાર લઈને આગળ વઘ્યો. દસેક મિનિટમાં તો આદિત્ય ત્યાં આવી પહોંચ્યો. રાતના હજુ દસ વાગ્યા હતા છતાં ત્યાં સ્મશાનવત શાંતિ પ્રસરાયેલી હતી. ખુલ્લો વિસ્તાર હોવાથી તળાવ પરથી આવતા પવનના સુસવાટા શાંત વાતાવરણને વધુ વિહ્વળ બનાવતા હતાં. ...Read More

17

પ્રતિશોધ તૃતીય અંક: - 17

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-17 છ મહિના પહેલા, દુબઈ સમીર માધવપુર રાજપરિવારનો વારસદાર છે એ વાત વલીદના ધ્યાનમાં આવી એ જ એને ગ્રુપ ઓફ ઈવિલના મુખ્ય કર્તાહર્તા એવા ક્રિસ્ટોફરને આ વિશે જાણ કરી. પોતે જ્યાં સુધી દુબઈ ના આવે ત્યાં સુધી સમીર પર નજર રાખવાનું ક્રિસ્ટોફરે વલીદને કહ્યું હોવાથી એ પડછાયાની માફક સમીરની જોડે થઈ ગયો. આ કામ કરતા વલીદે ત્રીજા દિવસે જાણ્યુ કે સમીરની પત્ની રેહાનાના ત્યાં નોકરી કરતી હતી. પહેલા તો વલીદે આ તરફ વધુ ધ્યાન ના આપ્યું પણ જેવી એની નજર રેહાના પર પડી એ સાથે જ એનું હૈયું ધબકારો ચૂકી ગયું. બીજા દિવસે આધ્યાના ઘરે જતા ...Read More

18

પ્રતિશોધ તૃતીય અંક: - 18

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-18 માધવપુર કિલ્લો, રાજસ્થાન આજથી બસો વર્ષ પહેલા જે માધવપુર કિલ્લામાં ભાનુનાથે પોતાનો જીવ આપીને કલરાત્રીને કરી માનવતાને શૈતાની શક્તિઓના હાથમાં સપડાવવાથી ઉગારી લીધી હતી એ જ માધવપુર કિલ્લામાં આજે પુનઃ કાલરાત્રીને જીવિત કરવાની વિધિ થવાની હતી. સમીરની સાથે એની પત્ની આધ્યા, આધ્યાની બહેન જાનકી, અને સમીરના કલીગ રાઘવને કેદ કરી રેહાના નક્કી કરેલા સમયથી પહેલા માધવપુર આવી પહોંચી હતી. કિલ્લાના રાજમહેલની નજીક આવેલા એક વિશ્રામખંડમાં એ ચારેયને મુશ્કેટાટ બાંધીને રાખવામાં આવ્યા હતાં. રણપ્રદેશની મધ્યમાં આવેલા માધવપુરના જર્જરિત કિલ્લામાં કોઈ નહિ આવે એવા અનુમાન સાથે રેહાના, જુનેદ અને યુસુફ ક્રિસ્ટોફર, વલીદ અને ગ્રુપ ઓફ ઈવિલના અન્ય ...Read More

19

પ્રતિશોધ તૃતીય અંક: - 19

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-19 માધવપુર કિલ્લો, રાજસ્થાન વલીદ અને તાંત્રિક જુમાનને લઈને ક્રિસ્ટોફર જ્યારે માધવપુર પહોંચ્યો ત્યારે સાંજના પાંચ ચૂક્યા હતા. રેહાના, યુસુફ અને જુનેદ આતુરતાપૂર્વક એમની રાહ જોઈ રહ્યા હતા. કાળા રંગના વસ્ત્રોમાં સજ્જ, માથે તિલકધારી, આધેડ વયના જુમાનને રેહાના આજે પ્રથમ વખત મળી રહી હતી. જ્યારે યુસુફ અને જુનેદ માટે તો ક્રિસ્ટોફર, વલીદ અને જુમાન ત્રણેયને મળવાનો આ પ્રથમ અવસર હતો. "ક્યાં છે સમીર?" રેહાનાની નજીક પહોંચતા જ ક્રિસ્ટોફરે સવાલ કર્યો. "ત્યાં.." સમીર, આધ્યા, જાનકી અને રાઘવને જ્યાં કેદ રખાયા હતા એ સ્થાન તરફ આંગળી કરતા રેહાના બોલી. "આ તો નસીબજોગે સમીર મને ભટકાઈ ગયો, નહિ તો ...Read More

20

પ્રતિશોધ તૃતીય અંક: - 20

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-20 માધવપુર કિલ્લો, રાજસ્થાન રાત એના ચરમ પર આવી પહોંચી હતો. એક વખતના સમૃદ્ધ નગરની ઝાંખી માધવપુર કિલ્લો મૌન બની આવનારી ઘટનાની સાક્ષી બનવા જઈ રહ્યો હતો. બસો વર્ષ પહેલા આવી જ એક અંધારી રાતે કાલરાત્રીનો સામનો ભાનુનાથ સાથે થયો હતો. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે કાલરાત્રીનો અંત કરવાનું જે ભગીરથ કાર્ય ભાનુનાથે કર્યું હતું એ ખરેખર અવિશ્વસનીય હતું. શૈતાનોના રાજા તરીકે જેની ગણતરી થતી હતી એવા કાલરાત્રીનો અંત એક મનુષ્યના હાથે થયો એ તાજ્જુબી ભરી વાત હતી. પોતાના વર્ષોના તપ, ધ્યાન અને શ્રદ્ધાના લીધે ભાનુનાથ એ સમયે અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ અડગ મન સાથે માથે કફન ...Read More

21

પ્રતિશોધ તૃતીય અંક: - 21 - અંતિમ ભાગ

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-21 અંતિમ ભાગ માધવપુર કિલ્લો, રાજસ્થાન આદિત્યના ઓચિંતા આગમને આખી બાજી પલટી દીધી હતી. રાઘવે કરેલા જુનેદનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આધ્યાએ માથા પર ફટકારેલા લાકડાના લીધે યુસુફને પણ ગંભીર કહી શકાય એવી ઈજા પહોંચી હતી અને એ બેભાનવસ્થામાં સરી પડ્યો હતો. રાઘવની હાલત પણ ગંભીર હતી છતાં એનામાં હજુ જીવ બાકી હતો. જાનકીને હવે ધીરે-ધીરે કળ વળી રહી હતી. "આદિત્ય, તું અહીં ક્યાંથી..?" આધ્યાએ આદિત્યને કરેલા આ પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે આદિત્ય ક્રિસ્ટોફર, રેહાના અને જુમાનની તરફ આગળ વધ્યો. "આદિત્ય...આદિ..." આદિત્ય વિધિ રોકવાના આશયથી વર્તુળ નજીક હજુ પહોંચ્યો જ હતો ત્યાં એના કાને જાનકીનો દબાયેલો ...Read More