પવનચક્કીનો ભેદ

(361)
  • 69.7k
  • 29
  • 30.2k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રસ્તાવના ઢીલાશંકર પોચીદાસનું પરમવીર સાહસ ! રામ, મીરાં અને ભરત એમનાં માસીને ગામ રજાઓ ગાળવા ગયાં. તાર કર્યો હોવા છતાં સ્ટેશને કોઈ સામે લેવા ન આવ્યું. કેમ ? રસ્તે ચાલતાં એવું લાગ્યું કે જાણે ઝાડીમાં કોઈ વાઘ-દીપડો સળવળાટ કરતો હોય. એ કોણ ? ઘરની કાચની બારી બહાર કોઈ ભૂતના જેવો ચળકતો ચહેરો દેખાયો. એ શું ? રાતની વેળા કોઈ ભૂતના જેવા ઠપકારા સંભળાયા. શું સાચે જ ભૂત ? છોકરાંઓ જૂની પવનચક્કી જોવા જતાં હતાં ત્યારે એમને મારની બીક બતાવીને રોકવામાં આવ્યાં. શું પવનચક્કીમાં કશો ખજાનો દાટેલો હતો ? એક ચાંચિયાના ભૂત અને એના ભયંકર કૂતરાની

Full Novel

1

પવનચક્કીનો ભેદ - 1

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રસ્તાવના ઢીલાશંકર પોચીદાસનું પરમવીર સાહસ ! રામ, મીરાં અને ભરત એમનાં માસીને ગામ રજાઓ ગયાં. તાર કર્યો હોવા છતાં સ્ટેશને કોઈ સામે લેવા ન આવ્યું. કેમ ? રસ્તે ચાલતાં એવું લાગ્યું કે જાણે ઝાડીમાં કોઈ વાઘ-દીપડો સળવળાટ કરતો હોય. એ કોણ ? ઘરની કાચની બારી બહાર કોઈ ભૂતના જેવો ચળકતો ચહેરો દેખાયો. એ શું ? રાતની વેળા કોઈ ભૂતના જેવા ઠપકારા સંભળાયા. શું સાચે જ ભૂત ? છોકરાંઓ જૂની પવનચક્કી જોવા જતાં હતાં ત્યારે એમને મારની બીક બતાવીને રોકવામાં આવ્યાં. શું પવનચક્કીમાં કશો ખજાનો દાટેલો હતો ? એક ચાંચિયાના ભૂત અને એના ભયંકર કૂતરાની ...Read More

2

પવનચક્કીનો ભેદ - 2

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ - ૨ : માસીનું ઘર કેટલે ? ભરત ખૂબ થાકી ગયો હતો અને પડી ગયો હતો. એ જોઈને રામ ઊભો રહ્યો. ભરત નજીક આવ્યો એટલે એણે કહ્યું, “ભરત, લે, તું મારો થેલો ઉપાડ. એ હળવો છે. તારો થેલો જરા ભારે લાગે છે.” ભરતે ખભેથી ઉતારીને થેલો રામને આપ્યો. એના વજનથી રામનો હાથ પણ નમી ગયો. એ બોલ્યો, “અલ્યા, આટલું બધું આમાં શું ભરી લાવ્યો છે ? પથરા છે ?” ભરતના ગાલ શરમથી લાલ થઈ ગયા. એણે હાંફતાં હાંફતાં કહ્યું, “મારી વસ્તુઓ છે. ગામડામાં એક અઠવાડિયું રહેવા માટે જોઈતી વસ્તુઓ મમ્મીએ થેલામાં ભરી છે. ...Read More

3

પવનચક્કીનો ભેદ - 3

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૩ : તાર ન પહોંચે એટલે ! મોટાં માસીના ઘરમાં કેપ્ટન બહાદુર કમળા હંમેશા રસોડામાં જ હોય, એટલે ત્રણે છોકરાંઓએ રસોડાના બારણા ભણી દોટ મૂકી. રસોડાનાં ખુલ્લાં બારણામાં થઈને ત્રણે જણાં અંદર કૂદી ગયાં. અંદર અંધારું હતું. રામે સ્વીચ શોધી કાઢી. દાબી. વીજળીના દીવાનું અજવાળું આખા રસોડામાં ફેલાઈ ગયું. છોકરાંઓએ બૂમો પાડવા માંડી. માસીના નામની, કેપ્ટન બહાદુરના નામની, કમળાના નામની બૂમો પાડી. પણ કશો જવાબ ના મળ્યો. રસોડામાં કોઈ નહોતું. નીચેના માળે કોઈ નહોતું. થોડીક વધુ બૂમો પછી સમજાઈ ગયું કે ઉપલા માળે પણ કોઈ નહોતું. વરસાદ સખત વરસવા લાગ્યો હતો. નેવાનાં ...Read More

4

પવનચક્કીનો ભેદ - 4

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૪ : એટલે ઘેરી વળ્યો ભેદ ભરત ખૂબ ડરી ગયો હતો, અને પણ એ બીકનો ચેપ લાગી ચૂક્યો હોય એમ જણાતું હતું. મોટો આવક રામ હતો અને ખરી રીતે એણે રસોડામાં જઈને તપાસ કરવી જોઈતી હતી. બારી બહાર શું છે અગર કોણ છે તે જોવું જોઈતું હતું. પણ અત્યારે તો એ પણ જરા અચકાયો. એનાં પગલાં જાણે રસોડા તરફ ઊપડવાની જ ના પાડતાં હતાં. એ માંડ માંડ દીવાનખાનામાં રસોડામાં પડતા બારણા સુધી પહોંચ્યો. આગળ વધવું કે નહિ એની ચિંતા કરતો હતો. ત્યાં જ રસોડાનું બહારનું બારણું ધડાકાભેર ખૂલી ગયું અને એક મોટો ...Read More

5

પવનચક્કીનો ભેદ - 5

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૫ : ભેદમાં ભેદ ખંડેરનો ભેદ વળતી સવારે ઊઠતાં વેંત રામે મીરાંને “આજે બપોરે આપણે રખડવા નીકળીશું. તને યાદ છે, ગયે વરસે તું પેલી પુરાણી પવનચક્કી જોવા આવવાની હતી, પછી ત્યાં જવાયું જ નહિ ? એટલે આ વરસે આપણે એમ કરીએ, પવનચક્કીથી જ શરૂઆત કરીએ.” “અને ભરતનું શું ?” મીરાંએ પૂછ્યું. રામે કહ્યું, “એને અહીં કેપ્ટન બહાદુર પાસે રાખી જઈશું. આજે હમણાં જ અહીં ખેતરમાં અહીંતહીં થોડેક ફેરવીશું એટલે એ માની જશે. આપણી પાછળ નહિ પડે.” એટલે સવારનાં દાતણપાણી અને દૂધ-નાસ્તો પતાવીને ત્રણે છોકરાં ખેતર ઉપર ઘૂમવા લાગ્યાં. ખેતીનાં ઓજારો, બળદની જોડી, ...Read More

6

પવનચક્કીનો ભેદ - 6

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૬ : ખંડેર આગળ બૂમાબૂમ આખા ખંડિયેરમાં અને આસપાસ નાનાં નાનાં ઝાડ નીકળ્યાં હતાં. અહીંતહીં ભાંગીતૂટી દીવાલોમાં થઈને એમનાં ડાળાં, પાંદડાં અને મૂળિયાં બહાર લટકતાં હતાં. એમના ફેલાવાને કારણે મકાનની દીવાલો ફાટવા અને તૂટવા લાગી હતી. કાચિંડા અને ગરોળીઓને અહીં મોકળું મેદાન મળી ગયું હતું. પંખીઓ ગોથ મારી મારીને ખુલ્લી છતમાંથી ધસી આવતાં હતાં. રામ અને મીરાં જાણે પૂતળાં હોય એવી રીતે ખડાં ખડાં જોઈ રહ્યાં. અમેરિકાની ધરતી પર પહેલવહેલો પગ મૂકીને ક્રિસ્ટોફર કોલંબસ આમ જ ઊભો રહ્યો હશે. ભરત પણ એમની બાજુમાં ચૂપચાપ ઊભો હતો. આ ખંડિયેરથી એ ડરી ગયો હતો. ...Read More

7

પવનચક્કીનો ભેદ - 7

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૭ : ઘરમાં ભૂતની ઘૂમાઘૂમ કેપ્ટન બહાદુરે ચાંચિયાની વાત કહેવા માંડી. “આજથી વરસ પહેલાં અહીં લલ્લુ લંગડો નામનો એક ચાંચિયો હતો. મેં કીધું ને કે એ વખતે રેલગાડી હજુ આવી નહોતી, એટલે આ છીછરી નદીઓ ઉપર પણ હોડીઓ ચાલતી અને એમાં ઘણા માલની આવ-જા ચાલતી. હવે રસ્તો હોય ત્યાં લૂંટારા પણ હોય જ ! આપણો લલ્લુ પણ નદી ઉપર ચાંચિયાગીરી કરતો. એકલદોકલ હોડીવાળાને લૂંટી લેતો. ગજબનો ત્રાસ એણે વરતાવી દીધો. હા, લલ્લુ લંગડાનું નામ પડતાં જ ભલભલા હોડીવાળા થરથરી ઊઠતા અને રડતાં છોકરાં એના નામે છાનાં રહી જતાં. લોકો કહે છે કે ...Read More

8

પવનચક્કીનો ભેદ - 8

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૮ : ભૂતને બદલે ગાભો મીરાં તો જાણે બરફની પાટ ઊભી હોય થરથર ધ્રૂજતી હતી. જોકે એની આ ધ્રૂજારી બીકની હતી. એ બોલી, “બહાદુર હાજર હોત તો સારું થાત.” રામે ભવાં ઊંચાં કરીને કહ્યું, “મને પણ એવું જ લાગે છે. નવાઈની વાત એ છે કે બહાદુર ગયો ક્યાં ? એનું વર્તન પણ ભેદી છે. એક બાજુ એ મીઠીમીઠી વાતો કરે છે, બીજી બાજુ આપણને પવનચક્કી જોતાં રોકે છે.” ભરત પણ મીરાંની જેમ ધ્રૂજતો હતો. એણે સૌનાં મનની વાત કરી, “આપણે આખું ઘર તપાસવું જોઈએ. મને લાગે છે કે અહીં કશુંક... કોઈક...” એ ...Read More

9

પવનચક્કીનો ભેદ - 9

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૯ : મળ્યો પટેલ ભાભો રામ, મીરાં અને ભરત હિંમતભેર આગળ વધ્યાં. અધવચ સુધી માંડ પહોંચ્યાં હશે ત્યાં તો દૂર દૂરથી એક ઘાંટો સંભળાયો. એક ખેડૂત જેવો તગડો, નીચકડો આદમી એમના ભણી દોડતો આવતો હતો. એ પોતાના હાથમાં ડાંગ ઉછાળતો હતો. જરા નજીક આવતાં જ એણે બૂમાબૂમ કરવા માંડી, “એય, છોકરાંઓ ! તમે મારી જમીન ઉપર કેમ ચાલો છો ? આ ખાનગી જગા છે. મેં બોર્ડ માર્યું છે એ ના જોયું ? તેમ છતાં અહીં કેમ ઘૂસી આવ્યાં છો ? હું તમારી સામે કેસ માંડીશ. મને તમારાં નામ કહો.” રામ કહેવા માંડ્યો, ...Read More

10

પવનચક્કીનો ભેદ - 10

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૦ : ભરતભાઈને ચડી રીસ ભરતે કાગળ-પેન્સિલ લઈને લખવા માંડ્યું. મથાળું બાંધ્યું ‘ભેદ.’ પછી લખવા માંડ્યું. જેટલી ભેદી વાતો અત્યાર સુધીમાં બની હતી એની એક યાદી બનાવી કાઢી. પછી બબડ્યો : ‘બાપ રે ! કેટકેટલી ભેદી વાતો અહીં બની ગઈ છે ! પણ એ બધાનું કારણ શું ? આ બધી વાતોનો એકબીજી સાથે સંબંધ છે ખરો ?’ એણે યાદી ઉપર પેન્સિલ ફેરવા માંડી. પાંચમા નંબરે એ અટક્યો. ત્યાં લખ્યું હતું : ‘પવનચક્કીમાં જતાં કેપ્ટન બહાદુરે રોક્યા. એનાથી દૂર જ રહેવાનો કડકમાં કડક હુકમ કર્યો અને પછી એક ભયંકર ચાંચિયાના ભૂતની કથા કહી.’ ...Read More

11

પવનચક્કીનો ભેદ - 11

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૧ : ભોંયરામાં તો પડી ચીસ ભરત અંધારામાં લપસી પડ્યો અને ઘણી સુધી તો એ હોશહવાસ ખોઈને પડી જ રહ્યો. પછી જરા ભાનમાં આવ્યો. ધીમે ધીમે અંધારામાં એની આંખો ટેવાતી ગઈ. એણે ઊંચે જોયું. ઉપરનું એક પાટિયું તૂટી પડ્યું હતું અને પોતે એની સાથે નીચે ગબડી પડ્યો હતો. એ પાટિયાથી થોડેક છેટે એક ઉઘાડો ખાંચો હતો. એની નીચે સીડી મૂકીને નીચે ઊતરી શકાય એવું લાગતું હતું. પણ આસપાસમાં સીડી ક્યાંય દેખાતી નહોતી. આજુબાજુ પવનચક્કીની પથ્થરિયા દીવાલો ખૂબ ખરબચડી લાગતી હતી. આવી ભૂંડી દશામાં પોતે આવી પડ્યો, એનો જ ભરત વિચાર કરી રહ્યો ...Read More

12

પવનચક્કીનો ભેદ - 12

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૨ : છોકરો એક થયો ગુમ ભરત જ્યારે પવનચક્કીના અંધારા ભોંયરામાં પડ્યો ત્યારે રામ અને મીરાં એનાથી બે કિલોમીટર દૂર હતાં. નદીનો પટ જ્યાં સારો એવો પહોળો હતો ત્યાં એમણે ધામા નાખ્યા હતા. અહીં ઝાડ ઘટાદાર હતાં. શીતળ પવન વાઈ રહ્યો હતો. આકાશમાં રૂના પોલ જેવાં સફેદ વાદળાં આમતેમ દોડાદોડ કરતાં હતાં. રામ એક શિલાનું ઓશીકું કરીને હરિયાળા ઘાસ પર આડો પડ્યો હતો. મીરાં નદીના પાણીમાં પગ બોળીને ગીત ગણગણતી હતી. છેલ્લા બે કલાકમાં પાંચમી કે છઠ્ઠી વાર એ બોલી, “મને લાગે છે પેલા ઢીલાશંકર પોચીદાસે પગના ડંખ ઉપરની પટ્ટી નહિ જ ...Read More

13

પવનચક્કીનો ભેદ - 13

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૩ : શોધવા એને ઘૂમાઘૂમ કેપ્ટન બહાદુર પાછો આવ્યો ત્યારે એ જરા ચાલતો હતો. એના હોઠ હસી રહ્યા હતા. રામ અને મીરાંને જાણે આશ્વાસન અને હિંમત આપતો હોય તેમ હસીને એણે કહ્યું, “આવા કામના એક નિષ્ણાત આદમીને મેં બોલાવ્યો છે. આ ધરતીના કણેકણને એ ઓળખે છે. શિવરામ એનું નામ.” એણે રામ-મીરાં તરફ એવી રીતે જોયું જાણે છોકરાંઓ શિવરામને ઓળખતાં હોય એવો ભાવ દેખાડે. પણ છોકરાંઓ તો ખાલી આંખે તાકી જ રહ્યાં. એટલે બહાદુર આગળ બોલ્યો, “શિવરામને પાકિસ્તાન સાથેની લડાઈ વખતે પરમવીર ચક્ર મળ્યો હતો. મેં માન્યું કે તમે એની વાત છાપાંઓમાં વાંચી ...Read More

14

પવનચક્કીનો ભેદ - 14

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૪ : ઘૂમતાંઘૂમતાં કૂતરો જડ્યો કેપ્ટન બહાદુરે મીરાં અને રામને પણ થોડેક ટ્રેક્ટરની પાછળ બેસાડી લીધાં. ટ્રેક્ટરની ખડખડપંચમ ચાલથી ઊછળતાં પણ બંને ભાઈ-બેન ભરતના જ વિચાર કરી રહ્યાં હતાં. ગઈ કાલ બપોરથી ગુમ થઈ ગયેલો ભરત ક્યાં હશે ? શું કરતો હશે ? એને કશું થઈ તો નહિ ગયું હોય ને ? મીરાંએ બહાદુરને પૂછ્યું, “બહાદુર, તમે લોકોએ ભરતને ખોળવાનાં ઠેકાણાંઓમાં જૂની પવનચક્કીને પણ ગણી છે ને ?” એ સાંભળતાં જ ફરી એક વાર બહાદુરનાં ભવાં સંકોચાઈ ગયાં અને એના ગાલ લાલ થઈ ગયા. એણે ડોકું ધુણાવીને કહ્યું, “ના બેન ! ભરત ...Read More

15

પવનચક્કીનો ભેદ - 15 - છેલ્લો ભાગ

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૫ : ભરતભાઈનો વટ પડ્યો ! કૂતરા પાછળ ટ્રેક્ટરની દોટાદોટ દોડ સફળ પછી બે કલાકે- જયામાસીની હવેલીના પેલા જ રસોડામાં- ભરતકુમાર ભૂખ્યા વરુની જેમ પોતાના મોંમાં ભોજન ઠાંસી રહ્યા હતા. કેપ્ટન બહાદુર, લેફ્ટેનન્ટ શિવરામ, કમળા, રામ અને મીરાં આ ભૂખાળવા ભાઈસાહેબને ફાટી આંખે તાકી રહ્યાં હતાં, પણ ભરતને તો ઊંચું જોવાનીય ફુરસદ ક્યાં હતી ? એ તો કમળાને કહ્યા જ કરતો હતો, “લાવ, હજુ લાવ, બહુ ભૂખ લાગી છે !” અને ભોજન ઝાપટ્યે રાખતો હતો. હા, ટેબલ નીચે બેઠેલા લાલુને વારંવાર નાનાં-મોટાં બટકાં ફેંકતો રહેતો હતો ! આખરે શિવરામથી ના રહેવાયું. “અલ્યા, ...Read More