રોજ સવારની જેમ આજે હું મારી દુકાને પહોંચ્યો. દુકાનનું શટર ખોલી ખુરશી બહાર કાઢીને બેઠો. રાજુ હજુ સુધી આવ્યો ન હતો. હું સવારે દુકાને આવી જવ પછી રાજુ આવતો, રાજુ છેલ્લા 10 વર્ષથી મારી પાસે નોકરી કરતો હતો. હું ખુરશી ઢાળીને બહાર બેસતો, રાજુ દુકાનમાંથી કચરો કાઢી અને પોતું કરતો. ત્યારબાદ હું દિવાબત્તી કરી, હનુમાન ચાલીસાના પાઠ કરતો એ પુરા થાય પછી માતાજીની સ્તુતિ કરતો. માતાજીની આરાધના કર્યા પછી ગાદી પર બેસી ગુજરાત સમાચાર વાંચવાની ટેવ. ત્યાં સુધીમાં રાજુ ચા લઈ આવી જતો. આ મારું રોજનું રૂટિન હતું.મારા શોપિંગમાં સામસામે દસ દસ દુકાનો આવેલી હતી. અમારી દુકાનની બાજુમાંજ ટોકીઝ આવેલી

New Episodes : : Every Sunday

1

માનવ વેદના - ૧

રોજ સવારની જેમ આજે હું મારી દુકાને પહોંચ્યો. દુકાનનું શટર ખોલી ખુરશી બહાર કાઢીને બેઠો. રાજુ હજુ સુધી આવ્યો હતો. હું સવારે દુકાને આવી જવ પછી રાજુ આવતો, રાજુ છેલ્લા 10 વર્ષથી મારી પાસે નોકરી કરતો હતો. હું ખુરશી ઢાળીને બહાર બેસતો, રાજુ દુકાનમાંથી કચરો કાઢી અને પોતું કરતો. ત્યારબાદ હું દિવાબત્તી કરી, હનુમાન ચાલીસાના પાઠ કરતો એ પુરા થાય પછી માતાજીની સ્તુતિ કરતો. માતાજીની આરાધના કર્યા પછી ગાદી પર બેસી ગુજરાત સમાચાર વાંચવાની ટેવ. ત્યાં સુધીમાં રાજુ ચા લઈ આવી જતો. આ મારું રોજનું રૂટિન હતું.મારા શોપિંગમાં સામસામે દસ દસ દુકાનો આવેલી હતી. અમારી દુકાનની બાજુમાંજ ટોકીઝ આવેલી ...Read More

2

માનવ વેદના - ૨

એક દિવસ એક ઘરડા દાદા મારી દુકાનમાં આવ્યા. આવતાની સાથે મારા ટેબલ ઉપર એક ગોળ તકિયું મૂકી દીધું. ભાઈ 20 રૂપિયાનું છે લઇ લો. મહેરબાની કરીને એક તકિયું લઈલો. હું મારા રોજમેળમાં રોજની નોંધ કરી રહ્યો હતો. મારુ ધ્યાન તેમના ઉપર ગયું નહીં. ભીખ માંગતા આવડતું નથી એટલે આ તકિયા વેચુ છું. હું મારા કામમાં વ્યસ્ત હતો પણ તેમના મુખેથી આવા શબ્દો સાંભળી મારુ ધ્યાન તેમના તરફ ગયું. મેં તેમની સામે જોયું તો લગભગ 70 થી 75 વરસની ઉંમરના હતા. દેખાવે એકદમ દુબળા, ઉંચાઈ ઘણી હતી. શરીરે સફેદ સધરો અને સફેદ લેંઘો પહેરેલ હતો. માથા પર સફેદ વાળ હતા ...Read More