"હેય મે'મ!, કેમ રડો છો? ઇઝ એવરીથિંગ ઓલરાઇટ?" મારી બાજુમાં એક 20-22 વર્ષની છોકરી બેઠી હતી, એ છેલ્લી 15 મિનિટથી રડ્યા કરતી હતી. અંતે મારાથી ન રહેવાતા મેં પૂછ્યું. હું અને એ બંને લગભગ લાલ દરવાજાથી જ બેઠા હતા. અને અમારે વસ્ત્રાલ જવાનું હતું. હું આમ તો બારી પાસે બેઠી હોઉં એટલે બીજું કંઈ જ આજુબાજુ જોવાનું સુઝે નહિ, પણ ખબર નહિ એ દિવસે સૂઝ્યું. માત્ર સૂઝ્યું જ નહીં મેં એ છોકરીને એના રડવાનું કારણ પણ પૂછી લીધું, એણે મને કંઈ ન કીધું. બસ રડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી મેં એને મારી પાણીની બોટલ આપી, પાણી પીવા માટે
Full Novel
કિસ્મત કનેક્શન - પ્રકરણ 1
"હેય મે'મ!, કેમ રડો છો? ઇઝ એવરીથિંગ ઓલરાઇટ?" મારી બાજુમાં એક 20-22 વર્ષની છોકરી બેઠી હતી, એ છેલ્લી 15 રડ્યા કરતી હતી. અંતે મારાથી ન રહેવાતા મેં પૂછ્યું. હું અને એ બંને લગભગ લાલ દરવાજાથી જ બેઠા હતા. અને અમારે વસ્ત્રાલ જવાનું હતું. હું આમ તો બારી પાસે બેઠી હોઉં એટલે બીજું કંઈ જ આજુબાજુ જોવાનું સુઝે નહિ, પણ ખબર નહિ એ દિવસે સૂઝ્યું. માત્ર સૂઝ્યું જ નહીં મેં એ છોકરીને એના રડવાનું કારણ પણ પૂછી લીધું, એણે મને કંઈ ન કીધું. બસ રડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી મેં એને મારી પાણીની બોટલ આપી, પાણી પીવા માટે ...Read More
કિસ્મત કનેક્શન - પ્રકરણ 2
બસ પછી તો નાસ્તાઓ તૈયાર કર્યા, અને મારા સર્ટિફિકેટ, મેડલ્સ અને ટ્રોફી સામે જ દેખાય એ રીતે મુકવામાં આવી. જોવા નહીં પણ કોઈ ઇલેક્શન ઓફિસર મારી પ્રધાનમંત્રી તરીકેની લાયકાત ચકાસવા આવવાનો હોય એવો માહોલ બન્યો. હું તો આ બધું જોયા જ કરું. પડદા અને ફર્નિચરની સાફ-સફાઈ કરવામાં આવી, ખુરશીઓ મુકવામાં આવી. આજુબાજુના લોકો પાસે સારી એવી સર્વિંગ ટ્રે, ગ્લાસ અને નાસ્તાની પ્લેટ લેવામાં આવી. એમાંથી જે સારામાં-સારી હોય એ નક્કી કરવામાં આવી. વેલ, થોડું અજીબ લાગશે. પણ આપણા ભારતીય મધ્યમ વર્ગીય પરિવારોમાં આવું જ થાય છે. એ લોકો પણ સમયાંતરે આ જ પ્રથામાંથી પસાર થતા જ હોય છે એટલે ...Read More
કિસ્મત કનેક્શન - પ્રકરણ 3
આ બધી વાતો કરી હું ઘરે આવી. બધાનો મૂડ હજુ ખરાબ હતો. મારો જવાબ સાંભળી એમને મારી જ ભૂલ હતી. હું આવી એટલે ફઈ મારી સામે મો બગાડી જતા રહ્યા અને પપ્પાએ મને કંઈ જ કીધું નહિ. આખો દિવસ પૂરો થયો અને હું ધાબા પર ગઈ ત્યારે મારો નાનો ભાઈ મોન્ટુ આવ્યો, સાંજ કરતા અત્યારે વધુ ખુશ લાગી રહ્યો હતો. એ જોડે આવ્યો. મેં એની ખુશીનું કારણ પૂછ્યું. તો એણે આવીને મને માથા પર ટપલી મારી અને બોલ્યો, "બહેના બહુ નસીબદાર છે તું, ખરેખર ખબર નહિ? તારી વાતોમાં લોકો આટલા જલ્દી કેમ આવી જાય છે?" હું એની ટપલી મારવાથી એના ...Read More
કિસ્મત કનેક્શન - પ્રકરણ 4
(આગળના ત્રણ ભાગમાં આપણે જોયું કે એક મધ્યમ વર્ગીય પરિવારમાં છોકરીના લગ્ન માટે છોકરો જોવાની પ્રથાને કેટલું મહત્વ આપવામાં છે. રાઘવ અને સિયા એકબીજાને પહેલી વાર જ મળે છે અને કેટલીક બાબતોને લીધે એમની વચ્ચે અમુક સમસ્યાઓ સર્જાય છે. હવે મહિના પછી રાઘવની લગ્ન માટે હા આવ્યા બાદ સિયાનો જવાબ ન મળતા એ સિયાને મળવા એના કોચિંગ કલાસ પર જાય છે. પણ ત્યાં એક મોટી તકરાર થાય છે આગળ શું થશે એ હવે આપણે જોઈશું.) સિયાની દ્રષ્ટિએ- હું સખત ગુસ્સામાં હતી. મિ. રાઘવ, મને મળવા આવ્યા છો કે મારું અપમાન કરવા. અને એવું તો કયું વર્તન મે કરી દીધું ...Read More